অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગાઉટ

સમૃદ્ધિના વારસામાં સંતાનોને ક્યારેક દોલતની ભેગું મળી જતું દર્દ

ઘણા રોગો એવા છે કે જે વારસાગત ઉતરી આવતાં હોય છે અથવા વારસામાં આવવાની સંભાવના ધરાવે છે/ જેમકે દમ(અસ્થમા), ખરજવું (Eczema), સફેદ દાગ (લ્યુકોડર્મા), વાતસત (Gout), (ડાઉન્સ સિન્ડ્રોમ) મંદબુધ્ધિ, ટાલ પડવી (Baldness) વગેરે… આ ઘણું લાબું લિસ્ટ છે.

પરંતુ આમાં વાતરક્ત (ગાઉટ) નામનો રોગ ખાસ કરીવે સમૃદ્ધ વર્ગના લોકોને વધુ થાય છે. એટલે આયુર્વેદે આને ‘આઢ્યવાત’ (આઢય એટલે સમૃદ્ધ, ધનાઢ્ય-ધનાઢ્ય લોકોને થતો વા) નામ આપ્યું છે.

આધુનિક તબીબી વિજ્ઞાન આયુર્વેદના આ કથનને અનુમોદન આપે છે. ડો.પ્રાઈસ કરે છે કે alt147ગાઉટ વારસાગત હોવાના પ્રબળ પુરાવા મળે છે, કારણ કે ૫૦ થી ૬૦ % રોગીઓમાં એના પૂર્વજો ગાઉટના દર્દથી પીડાતા હતા. રોગને પેદા કરનાર બીજા કારણો ન મળે ત્યાં સુધી આ તત્વો ઘણીવાર

આહાર વિહારની આદતો:

સમૃદ્ધ-સુખી ઘરના લોકો શારીરિક શ્રમ ખૂબ ઓછો કે નજીવો કરતાં હોય છે. સામે તેમનો ખોરાક મરી-મસાલાથી ભરપૂર અને તૈલી હોય છે. જમવામાં સાથે  Sweet dish તો હોવી જ જોઇએ, એવી માન્યતા ધરાવનારા લોકોને આ ગાઉટ પ્રકારના દર્દ ઝડપથી થાય છે. પાણીનો ગ્લાસ પણ જાતે ભરતાં આળસ આવે એવી જીવનશૈલીના કારણે શરીરની ધાતુઓ દોષિત થાય છે. ધીમે ધીમે અતિ પૌષ્ટિક ખોરાક પચાવી નથી શકતાં પરિણામે દોષો બગડે છે.

વાતરક્તનાં ચિહ્નો:

  • સાંધાઓમાં સોજો પેદા થાય છે. સાથે બળતરા પણ હોય છે. દર્દી નક્કી નથી કરી શકતો કે એને બળતરા થાય છે કે દુ:ખાવો
  • રોગની શરૂઆત નાના સાંધા (આંગળીઓ અને અંગુઠા)થી થાય છે. ધીમે ધીમે મોટા સાંધા, કોણી,ઢીંચણ વગેરેમાં પ્રસરે છે.
  • સોજા પરની ચામડી મહદઅંશે ચળકતી, રાતી અને સ્પર્શ કરતાં ગરમ જણાય છે.
  • મધરાતે ઊંઘમાંથી ઊઠાડી તરત જ ઉપચાર કરવો પડે તેવો દુ:ખાવો ઉપડે છે.
  • ગાઉટના દર્દીઓ નજીવા કારણસર ગુસ્સે પણ થઈ જાય છે.
  • ભૂખ ઓછી લાગે, ઓડકાર આવે, ઉલટી જેવું થાય.

શરૂઆત:

વાતરક્તમાં વાયુ અને લોહી બગડ્યા હોય છે. એટલે વાયુને ઉતેજિત કરનાર ઋતુ ચોમાસુ અને લોહીને બગાડનારી ઋતુ શરદમાં આ રોગની શરૂઆત થાય છે. જેમને દર્દ હોય તેને ચિહ્નોની ઉગ્રતા વધે છે.

આધુનિક મત પ્રમાણે લોહીમાં યુરિક એસિડ તેના સામાન્ય પ્રમાણ કરતાં વધવા માંડે છે ત્યારે સ્ફટિકરૂપે જામવા માંડે છે. તે સાંધાઓમાં જમા થાય છે. સાંધાઓના કોષો આ સ્ફટિકોનો પ્રતિકાર કરે છે. પરિણામે એકાએક દુ:ખાવો થાય છે.

ઉપચાર: વિશિષ્ટ સંભાળ:

વાતરક્તની સારવાર ખૂબ સંભાળ રાખીને કરવી પડે છે, કારણ કે તેમાં ઠંડા ઔષધો આપનાથી વાયુ ઉત્તેજિત થાય છે. ગરમ ઔષધ આપવાથી લોહી વધુ બગડે છે જેમ કે યોગરાજ ગુગળ જેવી ઔષધિઓ પણ વાતરક્તના દર્દીને ગરમ પડે છે. એટલે વાયુ અને રક્ત બંને દોષોને કાબુમાં રાખી શકે તેવાં ઔષધ આપવાં જોઇએ. જેમ કે કૈશોગ ગુગળ, ગુડૂરયાદિ કવાથ વગેરે

ગુડૂર્યાદિ કષાયમ- ગુડૂરયાદિ કષાયમ (કવાથ) રોજ તાજો બનાવીને લેવાય તે વધુ હિતાવહ રહે છે. એમાં એક ચમચી દિવેલ નાખીને સવારે ખાલી પેટે લેવું. ગળો અને બીજાં ઔષધ લોહીના દોષોને દૂર કરનાર છે. જે ઠંડીછે. આમાં દિવેલ નાંખવાનુ પ્રયોજન એ છે કે તેનાથી ઉત્તેજિત થયેલો વાયુ તેના પ્રાકૃત માર્ગે વળે છે અને દુ:ખાવામાં ઝડપથી રાહત મળે છે.

ગળો વગેરે ઔષધોના ઠંડા ગુણને કારણે વાયુ વધે છે. જ્યારે દિવેલથી જુલાબ થવાથી ઝાડાવાટે લોહીમાં રહેલું પિત્ત નીકળી જતાં લોહી અને વાયુ બંનેય દોષો ઘટવા માંડે છે. લોહીમાંનું પિત્ત નીકળી જતાં રક્તની શુદ્ધિ થાય છે.

કૈશોર ગુગળ: ગાઉટમાં કૈશોર ગુગળ ખૂબ સારું કામ આપે છે. ગુગળ ઉપરાંત ત્રિફળા, ગળો, ત્રિકટું, નસોતર વગેરે રહેલાં છે. જે રક્તદોષોને શાંત કરે છે.

શેક: ગાઉટના દુ:ખાવા પર શેક ન કરવો. ગરમ કે ઠંડો સેક વાયુ અને લોહીનેપ્રકુપિત કરીને દુ:ખાવો અને બળતરા વધારે છે.

શતધૌતઘૃત: સો વાર ધોયેલું ઘી તે શતધૌતઘૃત કહેવાય છે. તે દુ:ખાવા પર લગાવવું અથવા બકરીના દૂધમાં ઘઉંનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવીને લગાડવી. રાળનો મલમ લગાવવાથી દુ:ખાવા પર ઝડપથી રાહત મળે છે.

આધુનિકોના મત પ્રમાણે લોહીમાંનું યુરિક એસિડ ઓછું કરવા મૂત્રલ ઔષધો આપવામાં આવે છે. પરંતુ બીજા મત પ્રમાણે વધારે પડતા મૂત્રલ ઔષધો આપવાથી ગાઉટનું દર્દ વણસે છે. આયુર્વેદની દૃષ્ટિએ તેનું કારણ એ છે કે શરીરમાંથી વધારે પડતું પ્રવાહી નીકળી જતાં વાયુ વધારે ઉત્તેજિત થતાં દુ:ખાવો વધી જાય છે.

કડક પરેજી:

દર્દી જેટલી કડક પરેજી પાળે છે એટલી ઝડપથી એને રાહત મળે છે અને યુરિક એસિડ-ગાઉટમાંથી મુક્તિ મળે છે. લોહી અને વાયુને બગાડનાર મુખ્ય તત્વો છે: દહીં, ટામેટાં, મૂળા, વાલ, અડદમાંથી બનતા આહાર જેમ કે મેંદુવડા, સૂપ, દહીંવડાં વગેરે. જે ખારા અને ખાટા પણ છે. તેને ન ખાવા. ઉજાગરા કરવાથી વાયું વકરે છે, માટે ઉજાગરા ન કરવા. ભારે કસરતો કે વધારે પડતી કસરત લોહીમાંના પિત્તને વધારે છે. એને બદલે નિયમિત ખાલી પેટે ચાલવું, પણ ગરમીના દિવસોમાં વધુ ન ચાલવું. ઉપવાસ અને દિવસની ઊંઘને ગાઉટના દર્દીઓએ છોડી દેવી.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/24/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate