অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખોટી લાઇફસ્ટાઇલનું અવળું પરિણામ દર્દીલું સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ

ખોટી લાઇફસ્ટાઇલનું અવળું પરિણામ દર્દીલું સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ

સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસની સમસ્યા આજકાલ વ્યાપક થતી જોવા મળે છે. સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ એટલે કરોડજ્જુના બે મણકાઓ વચ્ચેની ગાદી એટલે કે કાર્ટીલેજનો અનિયમિત ગ્રોથ થવો કે વધવું આને સોજો પણ ગણાય. આ ગ્રોથ-સોજાને કારણે ગરદનમાં અસહ્ય પીડા થાય છે. ગરદનની અંદરના ભાગમાં આવેલા મણકાઓ અને સાંધાઓમાં આ અસાધારણ ગણાય તેવા ગ્રોથને કારણે શરીરમાંની ચેતાતંતુઓ પર દબાણ ઊભું થાય છે. આ સમસ્યા વકરે ત્યારે કરોડરજ્જુ પર તેના કારણે દબાણ આવે છે. વ્યક્તિની વય વધતાંની સાથે આ સમસ્યા પણ આવી શકે છે. ૬૦ વર્ષ સુધીમાં મોટાભાગના સ્ત્રી અને પુરુષને આ સમસ્યા થતી હોય છે.

કારણો :

સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ થવાનાં ઘણાં કારણો છે. કસરત કરવામાં આળસ કરનારા, મેદસ્વી શરીર ધરાવનારા, સતત વજન ઊંચકવાનું કામ કરનારને, કોમ્પ્યુટર પર સતત કામ કરનારા એમાં પણ બેસવાની ખોટી રીતના કારણે (Wrong Posture) સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસની તકલીફ થઈ શકે છે. કરોડરજ્જુની અન્ય તકલીફો જેમ કે સ્લીપડિસ્ક, આર્થ્રાઈટિસ પછી પણ સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ જોવા મળે છે.

લક્ષણો :

ખભાથી માંડીને હાથના ઘણા હિસ્સાઓમાં દુ:ખાવો થાય અને એ પણ ખાસ રાતના સમયે અથવા વહેલી સવારે.

  • છીંક આવે, ઉધરસ આવે તે સમયે ગરદન અને એની આસપાસ દુ:ખાવો થાય.
  • ગરદન જકડાઈ જાય.
  • ખભામાં, હાથમાં ખાલી ચઢી જવી.
  • માથાના પાછળના ભાગમાં દુ:ખાવો થવો.

નિદાન :

  • x-Ray : ગરદનના ભાગનો એક્સરે જેનાથી કરોડરજ્જુમાં થતી તકલીફો વિશે જાણી શકાય છે.
  • MRI : મેગ્નેટિક રિસોનન્સ ઈમેજિંગ આનાથી શરીરના મૂળભૂત બંધારણમાં ખામી થઈ હોય તે જાણી શકાય છે. સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસમાં ચેતાતંત્ર પર કેટલી અસર થઈ છે તે MRIથી જાણી શકાય છે.
  • EMG : ઈલેક્ટ્રોનિક મેગ્નેટિક ગ્રાફ-જેનાથી ચેતાતંત્રમાં સેન્સેશન ઓછા થયા હોય તો તેના વિશે જાણી શકાય છે.

ઘરગથ્થુ ઉપચાર :

એક લીટર પાણીમાં અડધી ચમચી સૂંઠ નાંખીને ત્રણ-ચાર ઊભરા આવે ત્યાં સુધી ઉકાળવું આખા દિવસ દરમિયાન થોડું થોડું કરીને આ સૂંઠનું પાણી પીવું. આ સૂંઠના પાણીથી ચરબી કપાય છે અને સોજો ઉતરે છે. પરિણામે નસ પરનું દબાણ ઓછું થાય છે અને દુ:ખાવામાં રાહત થાય છે.

સારવાર :

અશ્વગંધા, કામદુઘા, જેઠીમધ, સિંહનાદ ગુગળ, આરોગ્યવર્ધિની વગેરે ઔષધો સર્વાઈકલ સ્પોન્ડિલાઈસિસ માટે અકસીર છે. પરંતુ તમારા નજીકના વૈદ્યરાજનો સંપર્ક કરી તમારી પ્રકૃતિ અને દોષનું નિદાન કરાવીને એમના માર્ગદર્શન હેઠળ સારવાર કરવી હિતાવહ છે.

કસરત : ગરદનને ક્લોકવાઈસ અને એન્ટિ ક્લોકવાઈસ ધીમે ધીમે ગોળ ગોળ ઘુમાવવી. એનાથી ધીરે ધીરે દુ:ખાવો ઘટવા માંડે છે.

આહાર અને જીવનશૈલી :

તાજો રાંધેલો ખોરાક ખાવાનો આગ્રહ રાખો. ગાયનું દૂધ, છાશ, ગાયનું ઘી, તલનું તેલ, સીઝન પ્રમાણોનાં ફળો અને શાકભાજીનું સેવન કરવું. જળ, મેથી આમ(કાચો રસ), મેદ, ચરબી, સોજા માટે ખૂબ અસરકારક છે, માટે ખોરાકમાં એને ઉમેરી દેવા. વાસી ખોરાક ક્યારેય ન ખાવો. ઉજાગરા ના કરવા. બપોરે ના ઊંઘવું. નિયમિત ૪૦થી ૪૫ મિનિટ ચાલવું.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્, aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate