હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / આરોગ્યમ્ / અનિયમિત જીવનશૈલીથી પણ અસ્થમા થાય
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનિયમિત જીવનશૈલીથી પણ અસ્થમા થાય

અનિયમિત જીવનશૈલીથી પણ અસ્થમા થાય

જેમ રાંધેલા ખોરાકને કે બાફેલા બટાકાને ફ્રિઝમાં ન મૂકીએ અને બહાર મૂકી રાખીએ તો તેમાં આથો આવવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને જે તે ખોરાક બગડી જાય છે, ઉતરી જાય છે એમ હોજરીમાં વધુ સમયથી પડી રહેલા ખોરાકમાં આમવિષ પેદા થાય છે. જે રસ-રક્તમાં માધ્યમથી સમસ્ત શરીરમાં ફરે છે. અને પ્રાણવહસત્રોતોમાં સ્વાનસંશ્રય કરીને શ્વાસરોગ (અસ્થમા)ની ઉત્પત્તિ કરે છે.

રામ નામના એક દર્દીના અસ્થમાની સફળ સારવારની આ વાત એની મમ્મી ગોપીબહેનના શબ્દોમાં અહીં રજૂ કરી છે : મારો દીકરો રામ આજે ૧૮ વર્ષનો છે. એ જ્યારે ૪ વર્ષનો હતો ત્યારે બહુ બિમાર રહેતો. ડોક્ટરોએ તેનું નિદાન ‘ચાઈલ્ડ અસ્થમા’ કહેલું. તે આઠ અઠવાડિયાં વહેલો જન્મ્યો હતો. તેનું જન્મ વખતે ફક્ત દોઢ કિલો વજન હતું. શરીરે ખૂબ નબળો હતો. વારંવાર તાવ આવે, શરદી થઇ જાય. પછી તો અસ્થમાના એટેક આવવા લાગ્યા. આખો દિવસ એન્ટિબાયોટિક્સ, પેનિસિલિન અને સ્ટિરોઇડ્ઝ પ્રકારની દવાઓ ઉપર તે જીવતો હતો.રામની આટલી નાની ઉંમરે થયેલી બિમારી અમારાથી જોઇ શકાતી નહોતી. ઘણાં ડોક્ટરો અને દવાઓ બદલ્યા પણ બધું જ વ્યર્થ. અંતે હારી-થાકી આયુર્વેદિક દવા કરાવી.

તમે નહીં માનો, દોઢ વર્ષમાં રામની તબિયત ખૂબ સારી થઇ ગઈ. એને કારણે અમારું આખું કુટુંબ ખૂબ ખુશ રહેવા માંડ્યું. મારો દિકરો જે બ્રેડથી માંડી ચોકલેટ, દહીં, ઈડલી, કંઇ જ ખાઈ શકતો નહોતો, આજે એ બધું ખાઈ શકે છે. રામની મમ્મીને રામનું સવારથી રામ સુધીના ખોરાક અને જીવનશૈલી વિષે પૂછ્યું. તેઓ સવારના બે કલાકના ગાળામાં બોર્નવિટા, આમળાનો રસ, જુવારનો રસ, ફ્રૂટ્સ-બ્રેડ વગેરે દર અડધા-પોણા કલાકના અંતરે આપતાં હતાં. આ બધું કરાવ્યું કારણ સ્પષ્ટ હતું. આટલા થોડા સમયના અંતરે આટલી બધી ચીજો ખવડાવવામાં આવે તો જઠરનો અગ્નિ મંદ થાય અને અજીર્ણ થાય. રામને ભૂખ જ નહોતી લાગતી.

શ્વાસરોગનું મૂળ જઠર(હોજરી) છે. વારંવાર ખવડાવવા-પીવડાવવાથી અપચો-અજીર્ણ થાય છે. તેનાથી પેદા થતો કાચો રસ પાક સ્ત્રાવોને હોજરીનાં આવતા અટકાવે છે. પરિણામે ખાધેલો ખોરાક હોજરીમાં પચ્યા વગર લાંબો સમય પડી રહે છે. જેમ રાંધેલા ખોરાકને કે બાફેલા બટાકાને ફ્રિઝમાં ન મૂકીએ અને બહાર મૂકી રાખીએ તો તેમાં આથો આવે છે, અને ખોરાક ઉતરી જાય છે એમ હોજરીમાં વધુ સમયથી પડી રહેલા ખોરાકમાં આમવિષ પેદા થાય છે. જે રસ-રક્તમાં માધ્યમથી સમસ્ત શરીરમાં ફરે છે. અને પ્રાણવહસત્રોતોમાં સ્વાનસંશ્રય કરીને શ્વાસરોગ (અસ્થમા)ની ઉત્પત્તિ કરે છે.

બ્રે નામના વૈજ્ઞાનિકે શ્વાસરોગથી પીડાતા અનેક દર્દીઓની હોજરીના પિત્તસ્ત્રાવોનું પૃથ્થકરણ કરીને તારણ કાઢ્યું છે. બ્રે એ શ્વાસ(અસ્થમા)ના અનેક દર્દીઓ પર ડાયલ્યુટ’ કરેલા હાઇડ્રોક્લોરિક એસિડ(બ્રિટીશ ફાર્માકોપિયા)નાં ટીપાં દવા તરીકે આપવા પ્રયોગ કર્યો. બાળકોને ત્રીસથી ચાલીસ ટીપાં સંતરા કે લીંબુના રસમાં અને મોટી ઉંમરનાને તેથી વધુ પ્રમાણમાં આપવામાં આવ્યાં. રોજ ત્રણ ટાઈમ આ રીતે લવણામ્લના ટીપાં આપવામાં આવતાં. આ ઉપચારથી તત્કાળ લાભ થતો જોવા મળ્યો. દર્દીઓની ભૂખ વધવા માંડી અને શરીરનું વજન વધવા માંડ્યું. પહેલાં કરતાં ઊંઘમાં વધારો જોવા મળ્યો. શ્વાસ (અસ્થમા)ના વેગ(એટેક)નો સમય પણ અલ્પ થવા માંડ્યો અને વારંવાર આવતાં એટેકમાં પણ ઘટાડો થતો જણાયો. તીવ્રતા પણ ઘટી ગઇ હતી.

તકેદારીના કેટલાક ઉપાય: શ્વાસનો વેગ(એટેક) શરૂ થાય ત્યારે ઘરનાં બારી-બારણાં બંધ હોય તો ખોલી નાખવા ફ્રેશ હવા મળવી જરૂરી છે. શ્વાસનો વેગ ચાલુ થયા પછી કંઈ ખાવું નહીં. શકાય હોય તો બે-ત્રણ ઉપવાસ કરી નાખવા. માત્ર નવશેકું ગરમ પાણી પીવું. તેનાથી જઠરનો અગ્નિ પ્રદિપ્ત થાં શ્વાસરોગનું મૂળ કષાય છે. નવશેકા ગરમ પાણીના બદલે સૂંઠ અને સિંધાલૂણ નાખીને ઉકાળેલું પાણી પણ લઈ શકાય.વાસી ખોરાક ન ખાવો. વિપરિત આહાર જેવા કે દૂધની સાથે ફ્રુટ, ફ્રુટ સલાડ, ફ્રુટ આઈસ્ક્રીમ, દૂધની સાથે ડુંગળી, લસણ, મૂળા, અડદ વગેરે ન ખાવા.

ઇડલી, ઢોંસા, પિત્ઝા, વડાપાંઉ, પાણીપુરી, ચટણીપુરી, દહીંપુરી, દહીંવડા, જાત-જાતના ચાટ, ટામેટા-ડુંગળીથી ભરપૂર પંજાબી ખોરાક, ચાઈનીઝ ખોરાક ભજિયા, ગોટા, બટાટાવડા, જેવી તળેલી ચીજો આ પ્રકારનો ખોરાક દમના દર્દીઓએ ન ખાવો.દર્દીઓએ ધૂળ-રજ, ધૂમાડો, પ્રદુષિત હવા, ઠંડી-ભેજવાળી હવા ઠંડુ પાણી વગેરેથી પોતાની જાતને બચાવવી.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

3.16666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top