હોમ પેજ / આરોગ્ય / આયુર્વેદ / આયુર્વેદિક ઉપચારો / આંખ નીચેના કાળા કુંડાળા(ડાર્ક સર્કલ્સ ) મટાડવાનો ઈલાજ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આંખ નીચેના કાળા કુંડાળા(ડાર્ક સર્કલ્સ ) મટાડવાનો ઈલાજ

આંખ નીચેના કાળા કુંડાળા(ડાર્ક સર્કલ્સ) ની માહિતી

આંખ નીચેના કાળા કુંડાળા(ડાર્ક સર્કલ્સ) મટાડી શકાય છે

ડાર્ક સર્કલ્સની સમસ્યા આજે ઠેરઠેર જોવા મળે છે. આજના યુગમાં આ સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. જેનું મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી છે. આ ઉપરાંત ચિંતા, ક્રોધ, શોક, ઉજાગરા, ખોરાકમાં અસાવધાની વગેરે બાબતો પણ આ સમસ્યા માટે જવાબદાર માનવામાં આવે છે. આપણા શરીરમાં સાત ધાતુઓ આવેલી છે. જેમાં રસ, રક્ત વગેરે ધાતુઓનું નિર્માણ જ્યારે યોગ્ય રીતે થઈ શકતું નથી ત્યારે આ ધાતુઓનાં અભાવથી શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષકતત્ત્વોનું નિર્માણ થતું નથી.

પરિણામે ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત રક્તધાતુ દૂષિત થવી કે શરીરમાં રક્તની કમી હોવી (હિમોગ્લોબીનની ઉણપ) વગેરે કારણોથી પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. તો કેટલીકવાર આંખોની નીચે હાઈપર પિગમેન્ટેશનનાં કારણે પણ તે ભાગની આસપાસની ત્વચા કાળા રંગની થઈ જાય છે.

આ સિવાય રાત્રિનાં ઉજાગરા, માદક કે નશીલા પદાર્થોનું સેવન, કોમ્પ્યુટર પર સતત કામ કરતા રહેવું, હસ્તમૈથુન, અત્યાધિક તનાવ વગેરે કારણો પણ આ સમસ્યા માટે જવાબદાર થઈ શકે છે. કેટલીકવાર હોર્મોન્સની વિકૃતિ, કબજિયાત, ખોરાકમાં પોષક તત્ત્વોની કમી, મધુમેહ, થાઈરોઈડ, એનીમીયા વગેરે જેવી બીમારીનાં કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી  શકે છે. વળી કેટલીકવાર યકૃત અને પ્લીહાનાં રોગોના કારણે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાઈ શકે છે.

મહિલાઓમાં મોટાભાગે હિમોગ્લોબીનની ઉણપ અને કેલ્શિયમની કમી આ સમસ્યા માટે જવાબદાર બની શકે છે. કેટલીકવાર શ્વેતપ્રદર અથવા રક્તપ્રદરને કારણે તો ક્યારેક ગર્ભાવસ્થા કે સ્તનપાન સમયે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. મેનોપોઝ વખતે પણ હોર્મોન્સની વિસંગતતાથી આ સમસ્યાનો ભોગ મહિલાઓ બનતી હોય છે. તો ઘણીવાર વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટીંગ પણ આ સમસ્યાને માટે જવાબદાર થઈ શકે છે.

કેટલીકવાર હોર્મોન્સની વિકૃતિ, કબજિયાત, ખોરાકમાં પોષકતત્ત્વોની કમી, મધુમેહ, થાઈરોઈડ, એનીમીયા વગેરે જેવી બીમારીનાં કારણે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. વળી, કેટલીકવાર યકૃત અને પ્લીહાના રોગોનાં કારણે પણ ડાર્ક સર્કલ્સની સમસ્યા સર્જાઈ શકે છે.

મહિલાઓમાં મોટાભાગે હિમોગ્લોબીનની ઉણપ અને કેલ્શિયમની કમી આ સમસ્યા માટે જવાબદાર બની શકે છે. કેટલીકવાર શ્વેતપ્રદર અથવા રક્તપ્રદરને કારણે તો ક્યારેક ગર્ભાવસ્થા કે સ્તનપાન સમયે પણ આ સમસ્યા ઉદ્ભવી શકે છે. મેનોપોઝ વખતે પણ હોર્મોન્સની વિસંગતતાથી આ સમસ્યાનો ભોગ મહિલાઓ બનતી હોય છે. તો ઘણીવાર વજન ઘટાડવા માટે કરવામાં આવતું ડાયેટીંગ પણ આ સમસ્યાને જન્માવી શકે છે.

સાવધાની

 • જીવનને શાંતિથી માણવું, અત્યાધિક ચિંતા, તનાવ, ક્રોધ, શોક વગેરેનો ત્યાગ કરવો.
 • રાત્રે પર્યાપ્ત નિંદ્રા લેવી. શક્ય હોય ત્યાં સુધી રાત્રિ ઉજાગરા ન કરવા. - કોમ્પ્યુટર પર લાંબા સમય સુધી એકધારું કાર્ય ન કરવું.
 • તનાવ મુક્ત રહેવા માટે નિયમિત પ્રાણાયામ, ધ્યાન વગેરે કરવું તેમજ કસરત કરવાનો આગ્રહ રાખવો.
 • કોષ્ઠ શુધ્ધ રાખવો, કબજીયાત ન રહેવા દેવી.
 • આહારમાં જંકફૂડ, તીખા-તળેલાં, મસાલાયુક્ત ખોરાકનો ત્યાગ કરવો અને પોષક તત્ત્વોથી યુક્ત ભોજન કરવું.
 • ભોજનમાં લીલા શાકભાજી, દૂધ, ફળફળાદિ વગેરેનો સમાવેશ કરવો.
 • દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૯ ગ્લાસ જેટલું પાણી પીવાનો આગ્રહ રાખવો.
 • કોસ્મેટીક સાધનોનો ઉપયોગ પૂરી ખાતરી કર્યા બાદ જ કરવો.

આયુર્વેદોક્ત ઔષધ સારવાર :

 • આયુર્વેદ મુજબ રસ, રક્તાદિ ધાતુઓનાં સુયોગ્ય નિર્માણ માટે જઠરાગ્નિ પ્રદીપ્ત હોવો ખૂબ જરૃરી છે. જેથી સૌપ્રથમ કોષ્ઠ શુધ્ધિ કરી દીપન-પાચન ઔષધો દ્વારા અગ્નિ પ્રદિપ્ત થાય તેવી ચિકિત્સા કરવી. કોષ્ઠ શુધ્ધિ માટે ૧ ચમચી એરંડાભ્રષ્ટ હરડે ચૂર્ણ રાત્રે ગરમ પાણી સાથે લઈ લેવું.
 • કોષ્ઠશુધ્ધિ બરાબર થઈ જાય ત્યારબાદ ચિત્રકાદી વટી ૨ ગોળી ૨ વાર લેવી અથવા અગ્નિતુંડી વટી ૨ ગોળી ૨ વાર પણ લઈ શકાય છે. ત્યારબાદ નિષ્ણાતની સલાહ મુજબ રક્તશોધક ઔષધો જેવા કે, મહામંજીષ્ઠાદિ કવાથ ૨ ચમચી ૨ વાર લઈ શકાય છે. આ ઉપરાંત ખદિરારિષ્ટ, પંચનિમ્બાદિ ચૂર્ણ, કૈશોરગુગળ વગેરે ઔષધો પણ રક્તશુધ્ધિકર છે. જેનો પ્રયોગ નિષ્ણાત વૈદ્યની સલાહ મુજબ કરી શકાય છે.
 • શરીરમાં જો રક્તની ઊણપ હોય તો રક્ત વધે તે માટે લોહાસ્તવ, નવાયસ લૌહ, પુનર્નવા મંડુર છે. આમલકી ચૂર્ણનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો. શરીરમાં દુર્બળતા કે અશક્તિ લાગતી હોય તો આરોગ્યવર્ધિની વટી, ચંદ્રપ્રભાવટી, અશ્વગંધા ચૂર્ણ કે શતાવરી ચૂર્ણનો ઉપયોગ પણ નિષ્ણાતની સલાહ મુજબ કરી શકાય છે.

ઘરગથ્થુ ઉપચારો

ડાર્ક સર્કલ્સની સમસ્યામાંથી મુક્તિ મેળવવા કેટલાંક ઘરગથ્થુ ઉપચારો અહીં સૂચવું છું.

 • પીપળાની છાલને દૂધમાં પીસી પેસ્ટ જેવું બનાવી આંખના કાળા ઘેરાવા પર લગાવવું.
 • હળદર, ગુલાબજળ અને મુલેડીની પેસ્ટ બનાવી ડાર્ક સર્કલ્સ પર લગાવી રાખવું. થોડા દિવસનાં પ્રયોગથી કાળા ડાઘા આછા થવા લાગશે.
 • ચંદન, ખસનું ચૂર્ણ, હળદર ને ગુલાબજળમાં મેળવી ડાર્ક સર્કલ્સ પર નિયમિત લગાવવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાશે. તનાવરહિત જીવનશૈલી અને સંયમિત આહાર-વિહાર આ સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવે છે

સ્ત્રોત: જ્હાનવીબેન ભટ્ટ, સહિયર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top