অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ

ઉર્જાનો કાર્યક્ષમ ઉપયોગ

રિસાયક્લિંગની ભૂમિકા પર્યાવરણીય સાતત્યને જાળવવામાં સૌથી મહત્વની છે.
શતાબ્દીની શરૂઆતમાં એલ્યુમિનિયમ સેક્ટરમાં સેકન્ડરી રૂટના માધ્યમથી એલ્યુમિનિયમના ઉત્પાદનને વધારવાની રીતસરની ઝુંબેશ શરૂ થઇ. સ્ક્રેપના રિસાયક્લિંગ થકી પોષણક્ષમ પડતર, ટકાઉપણું, આર્થિક અવમૂલ્યન વિના વધારાના મેટલ સ્ત્રોતનું ઉત્પાદન થઇ શકે છે. સેકન્ડરી મેટલ પ્રોડક્ટશન માટે કાચા માલના એક સસ્તા સ્ત્રોત તરીકે જ નહીં પરંતુ પડતર કિંમતની દ્રષ્ટીએ પણ રિસાયક્લિંગ અસરકારક છે. રિસાયક્લિંગ ઉત્પાદનો તેમજ જે ઉપયોગ માટે મૂળભૂત સ્ત્રોતનો ઉપયોગ કરાયો હોય તે અને મૂળભૂત ઉત્પાદનોથી અલગ હોય છે.
રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રી પૂર્ણ કદમાં વિકસી ન હોવા છતાં સ્વનિર્ભર એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રી રિસાક્લિંગ ઉપર નિર્ભર છે. નિષ્ણાંતોના મતે દેશમાં એલ્યુમિનિયમના સ્ત્રોતોને સુવ્યસ્થિત કરવાની જરૂર છે, જે બાદમાં સેકન્ડરી એલ્યુમિનિયમમાં પરિવર્તીત થશે અને પ્રાથમિક બજારને યોગ્ય કિંમતે વેચવામાં આવશે. ઔદ્યોગિક હેતરક્ષકોએ ગ્રાહકોને એલ્યુમિનિયમનું ખરૂં મૂલ્ય સમજાવીને રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા જહેમત ઉઠાવી છે પરંતુ તેઓએ વપરાશ થયેલા એલ્યુમિનિયમનાં એકત્રિકરણ માટે દેશભરમાં સ્ક્રેપ એકત્રિકરણ કેન્દ્રો પણ સ્થાપિત કરવા જોઇએ.
ઔદ્યોગિક ક્ષેત્રો ઉર્જા અને મેટિરીયલ્સ સહિત વિવિધ ધાતુઓના ઉપયોગ દરમિયાન ઉદ્દભવતા કચરા અને ઉત્સર્જનના સર્વશ્રેષ્ઠ ઉપયોગ થકી પર્યાવરણ સાથે સુમેળ ખાતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા એક ઇન્ટીગ્રેટેડ મોડેલ બની રહ્યાં છે. એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીનું અભિન્ન અંગ કાચા માલ-સામાનરૂપી પુરવઠાનું રિસાયક્લિંગ કરવાનું છે અને આ સ્ત્રોતાના સાતત્યપૂર્ણ અને ટકાઉ ઉપયોગ માટે રિસાયક્લિંગ પરત્વે પ્રતિબદ્ધ છે. એલ્યુમિનીયમના રિસાયક્લિંગથી ઉર્જા અને અન્ય નૈસર્ગીક સ્ત્રોતોના સંવર્ધન થકી વર્તમાન અને ભવીષ્યની પેઢીને લાભ થશે. તે પ્રાથમિક ધોરણે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં જરૂરી ઉર્જામાં 95 ટકાની બચત કરે છે અને આ રીતે ગ્રીન હાઉસ ગેસ સહિતના પ્રદૂષકોને નિવારે છે. રિસાયક્લિંગથી પર્યાવરણને બચાવવામાં મદદ મળે છે કારણ કે રિસલાયકલ કરાયેલો કચરો લેન્ડફિલમાં જાય છે અથવા તો તેને બાળી નખાય છે. હવા, પાણી, જમીન અને માટીનાં પ્રદૂષણને ઘટાડે છે. વધુ કચરાનું રિસાયક્લિંગ એટલે કુદરતી સ્ત્રોતો ઉપર ઓછામાં ઓછું નિર્ભર રહેવું, કુદરતી સ્ત્રોતો હાલમાં ઝડપથી ઘટી રહ્યાં છે, જેના પરિણામે નૈસર્ગિક સ્ત્રોતોનું પણ સંવર્ધન થાય છે. તે કુદરતી સ્ત્રોતોની મદદથી ઉત્પાદન સમયે વધુ ઉર્જા વાપરે છે, તેની સરખામણીમાં રિસાયક્લિ સામાનથી ઓછી ઉર્જા વપરાય છે. જેનો અર્થ એ કે આપણે વધુ ઉર્જાનું સંરક્ષણ કરી શકીએ છીએ અને ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થાય છે. લોકોને રિસાયક્લિંગ કરવા માટે એકત્રિકરણ, તેને છુટા પડાવા માટે કંપનીઓમાં રોજગારી મળી રહે છે. આ રિસાયક્લિંગ કંપનીઓ સાથે વ્યાપાર કરવાથી અન્ય લોકોને રોજગારી મળે છે. મ્યુનિસિપાલિટીઓમાં પણ આવી ઘણી રોજગારીની તકો રહેલી છે.
રિસાયકલ્ડ એલ્યુમિનિયમનું સુવિકસીત બજાર છે જેમાં સુવ્યવસ્થિત ડિસ્ટ્રીબ્યુશન ચેઇન છે. જેથઈ રિફાઇનર્સ ફાઉન્ડ્રીને કાસ્ટીંગ એલોયસ પુરી પાડે છે અને રેમલ્ટર રોલીંગ મીલ્સને અપાય છે અને એક્સટ્રુડર્સ સાથે નિર્માણ થયેલા એલોય પુરાં પડાય છે. જ્યાં એલોયને ચોક્કસ આકાર-પ્રકારના ટૂકડાઓમાં કરવાની પ્રક્રિયા થાય છ . એલ્યુમિનિયમન એલોય ગ્રાહકોની માગ પ્રમાણે પુરાં પાડવામાં આવે છે. કેટલાંક ઉત્પાદનો રિલાયકલ્ડ એલ્યુમિનિયમમાંથી બનાવાય છે. જેમાં કાસ્ટિંગ જેવા કે સીલિન્ડર હેડ્સ, એન્જિંન ગ્લોક, ગીયરબોક્સ અને અન્ય ઓટોમોટીવ તથા ઇજનેરી પુર્જાઓનો તથા એક્સટ્રુશન બિલોટ્સ અથવા રોલીંગ ઇન્ગનોટ્સની પ્રોફાઇલો, શીટ્સ, સ્ટ્રીપ્સ બનાવવામાં તેમજ ફાઇલ બનાવવાનો સમાવેશ થાય છે. રિસાયક્લડ એલ્યુમિનિયમનો સૌથી વધુ ઉપયોગ જો અન્ય કોઇ ઇન્ડસ્ટ્રીમાં થતો હોય તો તે છે સ્ટીલ ઇન્ડસ્ટ્રી, કે જે ડાયઓક્સિડેશન માટે એલ્યુમિનિયમનો ઉપયોગ કરે છે. વિવિધ સ્ક્રેપ અને અન્ય એલ્યુમિનિયમમાં એવું મટિરિયલ હોય છે જેમાંથી એલ્યુમિનિયમનું રિસાયક્લિંગ કરી શકાય.
દાયકાઓથી એલ્યુમિનિયમ રિસાયક્લિંગ ચિંતાનું કારણ બન્યું છે. રિસાયક્લિંગ પરંપરાગત રીતે જ્યાં એલ્યુમિનિયમની માગ વધુ હોય ત્યાં વધુ થતું હોવાથી સુવ્યવસ્થિત એલ્યુમિનિયમ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રી વિકસી છે. આજે એલ્યુમિનિયમ સ્ક્રેપનો સમાવેશ વૈશ્વિક કાચા માલ તરીકે થાય છે. પરંતુ તેનો પુરવઠો મર્યાદીત હોવાથી માગ અને પુરવઠા વચ્ચે તાલમેળ જળવાતો નથી. સ્ક્રેપનો વ્યાપાર ખાસ કરીને ભારતમાં તો ઘણી જ મહત્વની ઇન્ડસ્ટ્રી છે. રાસાયણિક સંયોજનો અને સ્ક્રેપના ભાવોમાં વૈવિધ્યતાને લીધે રિફાઇનર્સ અને રિમેલ્ટર્સ વધુને વધુ સક્ષમ થયાં છે. આ સ્પેશ્યાલીસ્ટો સ્ક્રેપની વિશેષતાને આધારે પ્રક્રિયા કરે છે અને તેના ગાળવાથી માંડીને તમામ પ્રક્રિયામાં પ્રદૂષણ નિયંત્રણના નિયમોનું પાલન કરે છે. જ્યાં પ્લાન્ટ હોય ત્યાં જે તે પ્રકારનો સ્ક્રેપ ઉપલબ્ધ ન હોય તો અનેકવાર બન્યું છે એમ સ્ક્રેપની નિકાસ કરવાનો માર્ગ જ સૌથી સરળ ઉપાય છે. એલ્યુમિનિયમ અવારનવાર રિસાયકલ કરી શકાય છે. એલ્યુમિનિયમના સ્ક્રેપની ઉંચી કિંમતોને લીધે આર્થિક પ્રોત્સાહન પુરું પાડે છે. કાર્યક્ષમ એલ્યુમિનિયમ રિસાયક્લિંગનું મહત્વ ભવિષ્યમાં પણ વધવાનું છે કારણ કે ભારતમાં ઉર્જાનું પરિબળ સૌથી વધી રહ્યાં છે.
સમગ્ર વિશ્વમાં એલ્યુમિનિયમ સ્ક્રેપનું એકત્રિકરણ કરી તેને પીગાળી નવું ઉત્પાદન કરાય છે. સેકન્ડરી એલ્યુમિનિયમ સેક્ટર ભારતના કુલ એલ્યુમિનિયમ વપરાશમાં 40 ટકા હિસ્સો ધરાવે છે અને તેમાં સતત વધારો થતો જઇ રહ્યો છે

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate