অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઊર્જાનું મહત્વ

આજના આધુનિક યુગમાં આધુનિક સાધનો તથા ટેકનોલોજીનો વિકાસ ઊર્જા વિના શકય જ નથી. ઊર્જાના વિકાસ દ્વારા વિશ્વના રાષ્ટ્રોમાં તેમજ વૈશ્વિક સ્તરે સ્થિરતા પણ જાળવી શકાય છે. ભારતમાં છેલ્લા બે ત્રણ દાયકાથી ઊર્જા ક્ષેત્રનો વિકાસ અને તે અંગેની યોજનાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો ભારતની આઝાદી પછી શરૂઆતની યોજનાઓમાં ઊર્જા પાછળ ઓછુ ધ્યાન આપવામાં આવતું પરંતુ હવે ભારત સરકાર દ્વારા પંચવર્ષિય યોજનાઓમાં ઊર્જા ક્ષેત્ર પર વધુ ભાર આપી વિવિધ ઊર્જાના સ્ત્રોતોનો વિકાસ થાય તે માટે પ્રયત્ન કરી રહી છે. અને ભારતે તેના આર્થિક વિકાસ દરને આગળ લઈ જવા માટે ઊર્જા ને વધુ મહત્વ આપવું જરૂરી બન્યું છે. વર્તમાન સમયમાં ઊર્જાક્ષેત્રની માંગમાં ઉતરોતર વધારો તો જાય છે. અને આવી જ માંગ જો રહે તો આવતા થોડા વર્ષોમાં ઊર્જાના સ્ત્રોતો ખૂટી જવાની સંભાવના વધતી જાય છે. વર્તમાન સમયમાં ઊર્જાનું મૂલ્ય સમજીએ અને ઊર્જાની બચત કરીએ તો આવનારા વર્ષોમાં ઉપયોગી ઊર્જાની માંગને પહોંચી વળી શકીએ આજે વિશ્વના દરેક રાષ્ટ્ર દ્રારા ઊર્જાના વિકાસ માટે ચોકકસ પ્રમાણમાં મૂડીરોકાણ થાય છે. ત્યારે ભારતે પણ ઊર્જાના વિકાસ માટે મૂડી રોકાણ કરવામાં કચાશ રાખવી ન જોઈએ. આર્થિક વિકાસને ઉપર લઈ જવા માટે ઊર્જાનું સ્થાન મોખરે છે.

આજે વિકાસમાં ઉદ્દીપક તરીકે ઓળખાતી વીજળીની તંગી દૂર કરી વાજબી ભાવે તેની માંગ પુરી કરતું આયોજન હાથ ધરવા માટે ભારત સરકાર કટિબધ્ધ છે. વિકાસની અપેક્ષા એ વીજળીની ઉપલબ્ધ વગર સાકાર થતી નથી. આર્થિક પ્રગતિ માટેના પ્રત્યેક આયોજન માટે જરૂરી ઊર્જાનો પ્રબંધ કરવા માટે ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ અને વહન ખોટમાં ઘટાડો કરવા જેવા પગલાં ભરવાની સાથો સાથ ઊર્જાના કાર્યક્ષમ વપરાશ તથા બચતને ઉત્તેજન આપવાની બાબતે ભારતે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની તાતી જરૂર છે. દેશમાં વર્તમાન સમયમાં ઊર્જાની બચત કરી ભવિષ્યમાં ઊર્જાનો ઉપયોગ થાય એવી યોજનાઓ બનાવવી જરૂરી બની ગયું છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે માનવજાત જીવનની ગુણવતા સુધારવા માટે પૃથ્વી પરના સંશોધનોને જોતરવા માટે સક્ષમ બની તકનીક ઉપકરણો અને ઊર્જાની મદદથી માનવજાતે પોતાના પ્રયાસોનો વિસ્તાર પણ કર્યો છે. ટેકનોલોજી આધારિત વૃધ્ધિએ ઊર્જા માટે મોટી માંગ સર્જી અને તેના પરિણામે આર્થિક વૃદ્ધિ સાધીને નાગરિકોના જીવનની ગુણવતા સુધારવા માટે ઊર્જા એ મુખ્ય જરૂરિયાતોને પહોંચી વળે છે. આમ વિકસિત દેશોમાં ઊર્જાના વપરાશનું પ્રમાણ ખૂબ જ વધી રહયું છે. આર્થિક વૃદ્ધિને પરિણામે વિશ્વમાં મોટી વસ્તી ધરાવતા બે દેશો ચીન અને ભારતમાં પણ ઊર્જાની માંગ સતત વધતી જાય છે. આમ આપણે ભારતની સ્થિતિ પર નજર નાખીએ તો ભારતનું અર્થતંત્ર છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રભાવશાળી રીતે ઊર્જાક્ષેત્રે વૃદ્ધિ પામી રહયું છે. ભારતમાં પણ વર્તમાન સમયમાં ઊર્જાની માંગ કૂદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે આર્થિક વૃધ્ધિને પગલે ઊર્જાનો વપરાશ વધતાં ભારતે ઊર્જાની કટોકટીનો સામનો કરવા તત્પર રહેવું પડશે દેશને આર્થિક વિકાસ સીધો ઊર્જાના પૂરવઠા સાથે સંકળાયેલો છે. આમ આર્થિક વૃદ્ધિ અને વધી રહેલી ઉર્જાની માંગ વચ્ચે સહ સબંધ જોવા મળે છે. બન્ને વચ્ચે સમતુલા માટે બને તેટલા પ્રયાસો થતા જ રહેવા જોઈએ.

છેલ્લા ૧૦૦ વર્ષોમાં સમગ્ર વિશ્વમાં જે રીતે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે. તેથી પેટ્રોલિયમ પેદાશ તેમજ કોલસા જેવા બળતણના વિપુલ પ્રમાણમાં થતા ઉપયોગને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ, નાઈટ્રોજન, મિથેન, સલ્ફર ડાયોકસાઈડ, કાર્બન મોનોકસાઈડ જેવા ગ્રીન હાઉસ ગેસીસ વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિનું નિર્માણ કર્યું એટલે પર્યાવરણ તથા ઊર્જાની જાળવણી અને સુરક્ષાનો મુદ્દો સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને ક્ષેત્રે મહત્વ ધરાવે છે. આમ દરેક દેશો આજે વધારે પડતા પેટ્રોલિયમના વપરાશમાં વધારો કરી રહયાં છે અને પર્યાવરણને મોટું નુકશાન પહોંચાડયું છે. ત્યારે સમગ્ર વિશ્વ આજે પર્યાવરણની સમતુલાને લઈને ભારે ચિંતિત છે. ત્યારે પુનઃ પ્રાપ્ય એવા ઊર્જાના સ્ત્રોતો સૌર ઊર્જાઅને પવન ઊર્જાનો મહત્તમ ઉપયોગ વર્તમાન સમયમાં અનિવાર્ય થઈ પડયો છે. આમ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે સૌર ઊર્જાનું સ્થાન મહત્વનું ગણવામાં આવ્યું છે. હવે સામાન્ય માણસ માટે પણ ઈચ્છિત પરિવર્તન મેળવવા સરળ બન્યાં છે. જેમકે માનવ જાત ને વધારે ને વધારે ભૌતિક સુખની ભૂખ છે. શકય હોય તેટલુ વધારે આરામદાયક સહેલું અને સમૃધ્ધ મોજીલું જીવન જીવવાની લાલચે માણસને સ્વાર્થી બનાવી દીધો છે. સાથે આજના શહેરી જીવનમાં બદલાતી જીવનશૈલીમાં માનવ નાના-નાના કાર્યો માટે એવા અનેક યંત્રો કે ઉપકરણોનો ઉપયોગ કરે છે. કે જેમાં પણ ઊર્જાની ખાસ જરૂર પડે છે. આમ રોજબરોજના વ્યવહારમાં ઊર્જાની જરૂર પડે છે. ઊર્જા ખોરવાઈ જાય કે પેટ્રોલડિઝલ ન મળે તો સમગ્ર અર્થતંત્ર ડહોળાઈ શકે છે. અને સમગ્ર સમાજનાં કાર્યો થંભી જાય તેમ છે. આમ આ આજે ઊર્જા વગર ચાલે તેમ નથી. તેમ દરેક ક્ષેત્રમાં ઊર્જાનું સ્થાન મહત્વનું છે.

ઊર્જાનું કુલ ઉત્પાદન

ટેબલ ૧.૧. વિશ્વમાં ઊર્જા ઉત્પાદન કરતા દેશો

ઉત્પાદકો

ટી.ડબલ્યુ

% ઓફ વર્લ્ડ ટોટલ

યુનાઈટેડ સ્ટેટસ

૪૨૭૪

૨૨.૬

સ્વાયત દેશો

૨૬૬૪

૧૫.૧

જાપાન

૧૦૯૧

૫.૩

રશિયા

૯૯૪

૫.૩

ભારત

૭૪૪

૩.૯

કેનેડા

૬૨૯

૩.૩

જર્મની

૬૧૨

૩.૨

ફાંસ

૫૬૯

૩.૦

બ્રાઝિલ

૪૧૯

૨.૨

કોરીયા

૪૦૨

૨.૧

વિશ્વના અન્ય દેશો

૬૩૩૨

૩૩.૫

ચીન

૨૬૬૪

૧૫.૧

કુલ ઉત્પાદન

૧૮૯૩૦

૧૦૦

ટેબલ ૧:૧માં દર્શાવ્યા મુજબ વિશ્વમાં વીજળીનું ઉત્પાદન કરતાં ટોચનાં દસ રાષ્ટ્રો નું સ્થાન અહીં દર્શાવવામાં આવેલ છે. જે દર્શાવે છે કે સૌથી વધુ ઊર્જા ઉત્પાદન કરતાં દેશોમાં ૨૨.૬% વીજ ઉત્પાદન સાથે અમેરિકાનો ફાળો વધુ છે. જે પહેલા ક્રમે છે. ત્યારબાદનો ફાળો અનુક્રમે ચીન ૧૫.૧% જાપાન પ૩% રશિયા પ.૩% છે. આમ ભારે વિશ્વમાં વીજળી ઉત્પાદન કરવામાં ૭૪૪ Twh સાથે પાંચમાં ક્રમે આવે છે. જે વિશ્વના વિજ ઉત્પાદનમાં ભારતનો ફાળો ૩.૯% જેટલો છે.

વિશ્વમાં ઊર્જાનો માથાદીઠ વપરાશ :

 

 

 

 

ટેબલ ૧.રમાં દર્શાવ્યા મુજબ માથાદીઠ વીજ વપરાશ જુદા જુદા દેશોના સંદર્ભમાં બતાવેલ છે.

ટેબલ ૧.૨ મુજબ દર્શાવેલ માથાદીઠ વીજ વપરાશ દ્વારા સ્પષ્ટ થાય છે. કે વિશ્વમાં પ્રથમ ક્રમે આઈસલેન્ડમાં માથાદીઠ વીજ વપરાશ 29430 કિલોવોટ સાથે અગ્રેસર છે. જેમ કેનેડા અમેરિકા જેવા દેશોમાં પણ માથાદીઠ વીજ વપરાશનું પ્રમાણ વધુ જોવા મળે છે. જયારે શ્રીલંકા અને ભારતમાં માથાદીઠ વીજ વપરાશ અનુક્રમે 420 કિલોવોટ અને 618 કિલોવોટ સાથે વીજ વપરાશનું પ્રમાણ ઓછુ જોવા મળ્યું છે.

 

 

 

સ્ત્રોત: ઉર્જા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate