હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ૫૦૦ ઘરોને રોશન કરીને નામ સાર્થક કર્યુ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

૫૦૦ ઘરોને રોશન કરીને નામ સાર્થક કર્યુ

પ્રશંસનીય :વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં કાનપુરની નૂરજહાંની પ્રેરક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો પર તેમના કાર્યક્રમ ‘મન કી બાત’માં જળવાયુ પરિવર્તન અને ઊર્જા જેવા મુદ્દે વાત કરી હતી. ૩૦ મિનિટના આ કાર્યક્રમમાં તેમણે કાનપુરની એક મહિલા નૂરજહાંનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેણે સૌર ઊર્જાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે.

તેમણે કહ્યું હતું, ‘ મેં એકવાર કહ્યું હતું કે પૂર્ણિમા(પૂનમ)ની રાત્રે સ્ટ્રીટ લાઈટ્સ બંધ કરીને અંધકાર કરીને કલાક માટે ચંદ્રની રોશની માણવી જોઈએ. એ ચંદ્રની રોશનીનો અનુભવ થઈ શકે. કોઈ એક મિત્રએ મને એક લિન્ક મોકલી હતી, જેના વિશે મને ઈચ્છા થઈ કે તમને લોકોને જણાવું.’

મોદીએ કાનપુરની નૂરજહાંનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, ‘કાનપુરમાં નૂરજહાં નામની એક મહિલા છે. ટીવી પર જોવાથી લાગતું નથી કે તેમને વધુ શિક્ષણ મેળવવાનું સૌભાગ્ય મળ્યું હશે. પરંતુ તેઓ એક એવું કામ કરી રહ્યાં છે કે કદાચ કોઈએ તેના વિશે વિચાર્યું પણ નહીં હોય. તેઓ સોલાર ઊર્જાનો ઉપયોગ કરીને ગરીબોને પ્રકાશ આપવાનું કામ કરે છે.’

વડાપ્રધાને કહ્યું હતું, ‘નૂરજહાં અંધકાર સામે લડી રહી છે અને પોતાના નામને રોશન કરી રહી છે. નૂરજહાંએ મહિલાઓની એક સમિતિ બનાવી છે અને સૌર ઊર્જાથી ચાલતાં ફાનસનો એક પ્લાન્ટ લગાવ્યો છે. તે મહિનાના ૧૦૦ રૂપિયાનું ભાડું લઈને ફાનસ આપે છે. લોકો સાંજે ફાનસ લઈ જાય છે, સવારે આવીને ફરી તે ચાર્જ કરવા માટે આપી જાય છે. દરરોજ એ માટે લગભગ ૩-૪ રૂપિયાનો ખર્ચ થાય છે. નૂરજહાં પ્લાન્ટમાં સોલાર એનર્જીથી આ ફાનસને ચાર્જ કરવાનું કામ દિવસભર કરે છે.’

પીએમ મોદીએ કહ્યું હતું કે જળવાયુ પરિવર્તન માટે વિશ્વના મોટા મોટા લોકો શું કરતા હશે પણ એક નૂરજહાં કોઈને પણ પ્રેરણા આપી શકે એવું કામ કરી રહી છે અને આમેય નૂરજહાંનો અર્થ જ દુનિયાને રોશન કરવી એવો થાય છે. હું નૂરજહાંને અભિનંદન આપું છું.’

આ બન્ને શબ્દૃસ્વામીઓ ભલે સમકાલીન ગણાય, પણ ઉંમરમાં મેઘાણી કરતાં ટાગોર ૩૫ વર્ષ મોટા. મેઘાણી પર કવિવરનો કેવો પ્રભાવ હતો? તેમની વચ્ચે કેવી રીતે પ્રત્યક્ષ સંબંધ સ્થપાયેલો અને વિકસેલો? આ સવાલોના જવાબમાં ઝવેરચંદૃના પૌત્ર પિનાકી મેઘાણીએ તારવેલી વિગતો ખરેખર માણવા જેવી છે.
ઝવેરચંદૃ મેઘાણીના મોટા ભાઈ કલકત્તામાં સ્થાયી થયા હતા. તેઓ બીમાર પડતા બાવીસ વર્ષના જુવાનજોધ મેઘાણીએ ૧૯૧૮માં ઓિંચતા કલકત્તા જવું પડેલું. રોકાણ લંબાતા જીવણલાલ એન્ડ કંપની નામની એલ્યુમિનિયમનાં વાસણો બનાવતા કારખાનામાં કામ કરવા લાગ્યા. રસ્તાઓ પર ફરતા હોય ત્યારે એમની આંખો દૃુકાનોના સાઈનબોર્ડ્સ પર સરકતી રહે. બંગાળી અક્ષરો સાથે પરિચય કેળવાતો ગયો. સભાનતાપૂર્વક બંગાળી ભાષા શીખવાનું શરુ કર્યુ. ક્રમશ: બંગાળી સાહિત્યના સીધા સંપર્કમાં આવવાનું થયું. કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને તેમના સાહિત્ય પ્રત્યે આદૃરભાવ કેળવાવો સ્વાભાવિક હતો.

મેઘાણીની સર્વપ્રથમ પ્રકાશિત પુસ્તક ‘કુરબાનીની કથાઓ'ના મૂળમાં ટાગોર જ છેને. ૧૯૦૦મા ટાગોરનું ‘કથા ઉ કાહિની' નામનું પુસ્તક પ્રગટ થયેલું. તેમાં એમણે શીખ, રાજપૂત, બૌદ્ધ, મરાઠા નરબંકાઓના સ્વાર્પણ તેમજ ત્યાગને ઉજાગર કરતા કથાગીતો લખ્યાં હતાં. મેઘાણીએ એમાંથી અઢાર ચોટદૃાર ઘટનાઓ પસંદૃ કરી, તેને ગદ્ય સ્વરુપમાં આપી, ‘કુરબાની કથાઓ'માં સંગ્રહિત કરી. ટાગોરનું ઋણ સ્વીકારતાં મેઘાણીએ લખ્યું છે: ‘આ મારું પહેલું પુસ્તક છે એટલું જ કહેવું બસ નથી. આ પુસ્તકે મારા માટે વાચકજગતમાં અજવાળું કરી આપ્યું એ ગુણ હું કેમ ભુલી શકું?'

સ્ત્રોત: નવગુજરાત સમય

2.94117647059
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top