હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / સ્ટુડન્ટ્સે સોલર એનર્જીથી ચાલતી સાઈકલ બનાવી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્ટુડન્ટ્સે સોલર એનર્જીથી ચાલતી સાઈકલ બનાવી

અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઈલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સે ઈલેક્ટ્રિક બાઈસિકલ તૈયાર કરી.

અમદાવાદ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઈલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સે તેમના ફાઈનલ યર પ્રોજેક્ટના ભાગરૂપે સોલાર પાવર્ડ ઈલેક્ટ્રિક બાઈસિકલ તૈયાર કરી.

દુનિયામાં સોલર એનર્જીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે હવે સાઈકલ પણ સોલાર એનર્જીથી ચાલશે. વાત જાણે એમ છે કે અમદાવાદ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ઈલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ રોમિલ શાહ, સચિન પટેલ, હિતેશ ચૌહાણ અને હિરેન રાઠોડે તેમના ફાઈનલ યર પ્રોજેક્ટના ભાગરૂપે સોલર પાવર્ડ ઈલેક્ટ્રીક બાઈસિકલ (સૌરઉર્જાથી ચાલતી સાઈકલ) તૈયાર કરી છે.

પ્રોજેક્ટ અંગે વાત કરતાં સ્ટુડન્ટ રોમિલ શાહે જણાવ્યું કે, 'અમે એવો પ્રોજેક્ટ બનાવવા માંગતા હતાં જેમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન મળે. સાઈકલ કોમનમેન ચલાવતો હોય છે ત્યારે તેમાં નજીવા ફેરફારો કરીને તેને મિની બાઈકનું સ્વરૂપ આપવાનો પ્રયાસ છે. અમદાવાદ જેવા પોલ્યુશનવાળા શહેરમાં પ્રકારની સોલર એનર્જીથી ચાલતી સાઈકલનો કન્સેપ્ટ જો અમલમાં આવે તો ઘણા ખરા અંશે પોલ્યુશનમાં પણ ઘટાડો કરી શકાય અને સ્વસ્થ વાતાવરણ સર્જી શકાય.'

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

3.02222222222
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top