હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / સક્ષમતાના માર્ગે મંડળના બહેનોની આગેકૂચ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સક્ષમતાના માર્ગે મંડળના બહેનોની આગેકૂચ

મંડળના બહેનોની આગેકૂચ વિશેની માહિતી આપેલ છે

વાત છે ભાવનગર જિલ્લાના નાનકડા એવા નવા રતનપર ગામની. આ ગામ ભાવનગરથી ર૦ કિલોમીટરના અંતરે આવેલું છે,જેની કુલ વસ્તી લગભગ ૨૧૦૦ જેટલી છે.જ્યાં મુખ્યત્વે કોળી, હરિજન અને ભરવાડ જ્ઞાતિના લોકો વસે છે.જેઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને હીરા ઉગે છે.નવા રતનપર ગામ દરિયાકાંઠે આવેલું હોવાથી ગામના કૂવાઓના પાણી ખારા થઇ ગયાં છે. જેના કારણે આખા વર્ષ દરમિયાન માા ચોમાસામાં જ એક પાક લઇ શકાતો અને મજૂરવર્ગને પણ ત્યારે જ ખેતમજૂરીનું કામ મળતું.બાકીના સમયમાં તેઓને બહારકામ હીરા ઘસવાની કે અન્ય મજૂરીએ જવું પડતું.જેની સીધી અસર તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પર પડતી,

જે કે છેલ્લા પાંચ વર્ષથી જળસાવ વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત વોટરશેડ પ્રોજેકટ કાર્યરત છે.જે જળ, જાનવર, જમીન. જન અને જંગલના મુદ્દે કાર્યરત છે.જેમાંના જન એટલે કે માનવ સંસાધન બાબતે વાત કરીએ તો આ કાર્યક્રમ હેઠળ ગામમાં વસતી દરેક જ્ઞાતિના સભ્યોને આવરી લઇ ૩ ભાઇઓના અને ૫ બહેનોના સંગઠનો બનાવવામાં આવ્યાં.આ સંગઠનોની મીટીંગ દરમિયાન સંસ્થાના સભ્યો દ્વારા એ વાતની અવારનવાર ચર્ચા કરવામાં આવતી કે ખારા પાણી અને ખારી જમીનના કારણે ગામમાં જ રોજગારી મેળવવાનો પ્રશ્ન દિન—પ્રતિદિન વિકટ બનતો જાય છે. આથી તેના વિકલ્પરૂપે આપણે સેન્દ્રિય ખાતર બનાવી વેચી શકીએ.જેના જવાબમાં મંડળની બહેનોએ એ ડર વ્યકત કર્યો કે, અમને આવું ખાતર બનાવવાનો કોઇ અનુભવ નથી અને આમાં વધુ રોકાણ કર્યા બાદ ખાતર જોઇએ તેવું ન બને તો આપણે તો મૂડીથી પણ હાથ ધોવાનો વારો આવે.

મંડળના સભ્યોની આવી મૂંઝવણ જાણી સંસ્થાના કાર્યકરોએ જણાવ્યું કે બીજા ગામોમાં તમારા જેવા જ બહેનો આવું ખાતર બનાવી અન વેચીને તેમાંથી સારો એવો નફો કમાય છે. આ માટેનું રિવોલ્વીંગ ફંડ અને તકનીકી માર્ગદર્શન પૂરી પાડવાની જવાબદારી સંસ્થા લેશે.આ સાંભળી બહેનો સેન્દ્રિય ખાતર બનાવવા તૈયાર થતાં ડી.આર.ડી.એ.માંથી રૂપિયા ૧૦.૦૦૦/— ની રિવોલ્વીંગ લોન અને બચતમંડળમાંથી ર૯૦૦/— રૂપિયા ધિરાણ લીધું. રોકાણ થકી બહેનોએ રૂપિયા ર૦,૦૦૦/— ની કિંમતનંુ ૧રપ થેલી ખાતર તૈયાર કરી તેનું રૂ. ૧૬૦ પ્રતિ થેલીના ભાવે વેચાણ કરતાં તેમને રૂ.૭૧૦૦/— જેટલો નફો મેળવ્યો.આમ,આમ,બહેનોએ મૂડીના રૂપિયામાંથી બેંકલોન અને બચતમંડળમાંથી લીધેલ રકમ પરત કરી.વળી જે ખેડૂતોએ આવા ખાતરનો ઉપયોગ કરી ખેતી કરી તેમના પાકોનું ઉત્પાદન વધતાં આવા સેન્દ્રિય ખાતરની માંગ પણ વધી ગઇ. આમ. મ્ંાડળની બહેનોને ઘરબેઠે આવકનું સાધન મળ્યું અને તેમની તેમના પરિવાર, ગામ અને આજુબાજુના ગામોમાં આગવી ઓળખ પણ ઊભી થઇ.

આ પછી મંડળની બહેનોને વાવેતર માટે બિયારણની જરૂર પડતાં તેમણે રૂ.૧૦૦૦૦/— નું રિવોલ્વીંગ ફંડ બેંકમાંથી લીધું.જે સારું ખેતઉત્પાદન મેળવી ભરપાઇ પણ કરી દીધું.આમ તેમણે પોતાની જવાબદારી પણ સારી રીતે નિભાવી.આની સાથે સાથે બહેનો પરસ્પર બચતમંડળોને પણ આંતરિક ધિરાણ આપવા લાગ્યાં છે.એકબીજાની વ્યકિતગત તકલીફમાં પણ પરસ્પર સાથ—સહકાર આપવા લાગ્યાં છે જેમ કે મંડળના એક સભ્યબહેનના બાળકો તેમના સાસરિયાંના કબજામાં હતાં જે તેઓ બહેનને સોંપતા નહોતાં આ વાત તેમણે મંડળમાં રજૂ કરતાં મંડળની બહેનો તેમની સાથે તેમના સાસરે જઇ બાળકોને પરત લાવવામાં મદદરૂપ બની હતી.

આ પછી ગામની વોટરશેડ કમિટિની બેઠકમાં પણ આ બચતમંડળના બહેનો બેસતાં અને સમજતાં થયાં કે આ કામ પણ આપણા ગામનું જ હોવાથી આપણે એમાં સહકાર આપવો જોઇએ આથી તેઓએ વોટરશેડ કમિટિ દ્વારા ઉપાડેલ વનીકરણના કામમાં સહકાર આપ્યો અને તેના દેખરેખની જવાબદારી પણ બચતમંડળની બહેનોએ પોતાને શિરે લીધી.

આમ, ગામના બહેનોની ધગશ અને મહેનત અને સંપથી ગામમાં જ રોજગારીની નવીનતમ તકો તો ઊભી થઇ જ સાથે સાથે તેઓ આર્થિક, સામાજિક અન્ેા સામુદાયિક જવાબદારીઓ ઉપાડવાને પણ સક્ષમ બન્યાં.

સ્ત્રોત:રીટા ચાંપલા ઉત્થાન લોક શિક્ષણ કેન્દ્ર પાણી સ્વચ્છતા ટિમ

2.86206896552
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top