હોમ પેજ / ઊર્જા / શ્રેષ્ઠ પ્રણાલીઓ / તરતો સોલર પ્લાન્ટ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

તરતો સોલર પ્લાન્ટ

જાપાનમાં દુનિયાનો સૌથી મોટો તરતો સોલર પ્લાન્ટ જેમાં 9,072 વોટરપ્રૂફ સોલર પેનલ લગાવાઇ છે

સોલર પાવરના ક્ષેત્રમાં જાપાને એક વધુ ઇતિહાસ રચ્યો છે. ક્યોશેરા કંપનીએ કાટો શહેરમાં એક સરોવરમાં દુનિયાનો સૌથી મોટો તરતો સોલર પાવર પેનલ પ્લાન્ટ બનાવ્યો છે. તાજેતરમાં જ તેને ચાલુ કરાયો છે. તેનું નિર્માણ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થયું હતું. તેની ક્ષમતા 2.3 મેગાવોટ છે. તેનાથી દર વર્ષે 2680 મેગાવોટ વીજળી પેદા થશે. લગભગ 1000 કરતા ‌વધારે ઘર રોશન થશે. આ પહેલા પણ સૌથી મોટો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ જાપાનના યામાકુરા ડેમમાં જ બન્યો હતો. 9,072 વોટરપ્રૂફ સોલર પેનલ લગાવાઇ છે

ફુકુશિમા દુર્ઘટના બાદ બે ગણી ક્ષમતા વધારાઇ

માર્ચ 2011માં થયેલા ફુકુશિમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અકસ્માત બાદ જાપાને સોલર ઊર્જામાં પોતાની ક્ષમતા બમણી વધારી છે. હાલ જાપાન 86 અબજ કિલોવોટ વીજળી સોલર ઊર્જાથી બનાવે છે. 48 પરમાણુ પાવર પ્લાન્ટને બંધ કરી દેવાયા છે. તે પહેલા 30 ટકા વીજળી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટથી બનતી હતી. જ્યારે ચીન અને અમેરિકા સમુદ્રમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ બનાવાની દિશામાં કામ કરી રહ્યા છે.

11% વધારે વીજળી બનશે

પાણીની કૂલિંગ ઇફેક્ટના કારણે ફ્લોટિંગ સોલર પ્લાન્ટમાં જમીન અને પહાડો પર લાગેલા પ્લાન્ટ કરતા 11 ટકા વધારે વીજળી પેદા થાય છે. સોલર પાવર પેનલ પણ વધારે ચાલે છે. તે 100 ટકા રિસાઇકેબલ છે. એટલે કે ગ્રીન અને ક્લીન એનર્જી.

જમીન નથી બચી એટલે પાણીમાં પ્લાન્ટ

પાણીમાં સ્થાપિત પ્લાન્ટને કારણે ઉત્પાદિત વીજળી 100 ટકા ઇકોફ્રેન્ડલી હોય છે. તે ઉપરાંત એક મોટું કારણ આ છે કે જાપાનમાં ખુલ્લી જમીન બચી નથી, જ્યાં સોલર પ્લાન્ટ લાગવી શકાય. તેથી દેશભરમાં આ પ્રકારના ફ્લોટિંગ પ્લાન્ટ લગાવવામાં આવી રહ્યા છે.

સ્ત્રોત: ભાસ્કર સમાચાર

2.74358974359
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top