વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઝાકળમાંથી પાણી

ઝાકળમાંથી પાણી મળશે, ઘણા કિલોમીટર સુધી જવાની યાતનાનો અંત

રુબત : દક્ષિણ પશ્ચિમી મોસ્કોનું સીડી ઇફની શહેર, અહીંથી થોડે દૂર આવેલાં કેટલાંક ગામોમાં પાણીનું સંકટ હતું. મહિલાઓએ ઘણા કિલોમીટર દૂર સુધી પાણી લેવા માટે જવું પડતું હતું.

અંતે ફોગ ફેન્સ (ઝાકળમાંથી પાણી મેળવવું)ની ટેકનિકે અહીંના પાંચ ગામોનું કિસ્મત બદલી નાખ્યું. અને હવે સીધું ઘરે પાણી પહોંચે છે. અહીં અત્યાર સુધી 40 ફોગ ફેન્સ લગાવવામાં આવ્યા છે.

તે કેવી રીતે કામ કરે છે

ફોગ ફેન્સ સિસ્ટમ એવી જગ્યાએ કામ કરે છે કે જ્યાં આખું વર્ષ ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. ધુમ્મસ તેની જાળીઓમાં ફસાઈ જાય છે અને પછી નાના-નાના ટીપાં એક જગ્યાએ એકઠા થઈને ફેન્સમાં લાગેલા પાઇપ મારફતે ઘરોમાં પહોંચે છે

ફેક્ટ ફાઇલ

  • 5000 લિટર પાણી ટેન્કરથી મગાવવા પાછળ અંદાજે રૂ. 1 હજારનો ખર્ચ થતો હતો.
  • 7000 લિટર પાણી તૈયાર કરવામાં હવે ત્રણ ગણો ઓછો ખર્ચ થાય છે

વિચાર કેવી રીતે આવ્યો

સીડી ઇફની ક્ષેત્રમાં જન્મેલા એક્ટિવ રિજનલ એસોસિયેશનના આયસ ડેરહેન આ વિસ્તારમાં પાણીના સંકટ સામે ઝઝૂમી રહેલા લોકોની સમસ્યાથી સારી પેઠે વાકેફ હતા. આ દરમિયાન તેમને ફોગ ફેન્સ વિશે જાણકારી મળી. ત્યાર પછી તેઓ જાતે તેમને ચલાવતા શીખ્યા. તે પછી ગામના લોકોની મદદથી તેને લગાવ્યું અને દરેક ઘરમાં પહોંચાડ્યું.

સ્ત્રોત: દિવ્ય ભાસ્કર

2.67647058824
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top