অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદી પાણી નો સંગ્રહ – Rain water harvesting

વરસાદી પાણી નો સંગ્રહ – Rain water harvesting

વરસાદી પાણી નું દરેક ટિંપૂ એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. તેથી દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ. આપણે આ વરસાદી પાણીના બચાવ કે સંગ્રહ માટે પ્રયાસ કરવો જોઈએ. આવા વરસાદી પાણી ના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ એટલે Rain water harvesting.

આમ તો ગુજરાતના જુના શહેરોમાં વરસાદી પાણી ના સંગ્રહ માટે આદર્શ વ્યવસ્થાઓ હતી. કહેવાય છે કે આજે પણ અમદાવાદ અને સિધ્ધપુર જેવા શહેરોમાં જુના મકાનોમાં ઘરમાં કુવા બનાવેલા મળે છે. આ કુવાઓમાં વરસાદનું તમામ પાણી જતું અને આખું વર્ષ એ પાણી વાપરી શકાતું. વળી, કેટલાક મકાનોમાં મોટા વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકા બનાવેલા જોવા મળે છે જેમાં ખાસ ‘મઘા’ નક્ષત્રમાં વરસાદી પાણી સંગ્રહવામાં આવતું અને સમગ્ર વર્ષ દરમિયાન તેનો પીવામાં ઉપયોગ થતો. શહેરીકરણનો વિસ્તાર થવા સાથે જીવન પદ્ધતિમાં બદલાવ આવતો ગયો તેમાં આ વ્યવસ્થા ભુલાતી ગઈ. જુના જમાનામાં રાજાઓ, મહાજનો અને શ્રેષ્ઠીઓ પણ વાવ, કુવા અને તળાવો બંધાવતા કે ઊંડા કરાવતા, જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય અને ગ્રામીણ લોકો પોતાની વર્ષ દરમિયાનની પાણીની જરૂરીયાત તેનાથી સંતોષે તેવી વ્યવસ્થા ગ્રામીણ પ્રદેશોમાં પણ થતી અને સચવાતી. આજે આ વ્યસ્થાઓ પણ ભુલાઈ ગઈ છે અથવા તેમાં ફેરફાર થયા છે અને (under ground) જમીનની નીચેના પાણી ઉપરનું અવલંબન વધી ગયું છે.

Rain water harvesting એ જુદા-જુદા સાધનો અને રીતો દ્વારા વરસાદી પાણી ને વહી જતું અટકાવી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તે માટે તેના સંગ્રહ માટેની એક પદ્ધતિ છે. ગાડી ધોવા કે બાગ-બગીચા વગેરે માટે આપણે આવા સંગ્રહ કરેલા પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. વરસાદી પાણી કુદરતી જળાશયો અથવા કૃત્રિમ ટાંકી માં એકત્રિત કરી શકાય છે. બીજી પદ્ધતિઓ જોઈએ તો રીચાર્જ કુવા કે બોરવેલ દ્વારા પણ વરસાદી પાણીને જમીનમાં ઉતારી તેનો સંગ્રહ કે બચત કરી શકાય છે. નદી નાળા ઉપર નાના મોટા બંધ બાંધી પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઓછો વરસાદ ધરાવતા વિસ્તારો માટે Rain water harvesting એ ખૂબ જ અગત્યની પદ્ધતિ છે અને તેનું મહત્વ પણ એટલું જ છે. એકલા હેંડ પંપ, કૂવા અને ભૂગર્ભજળના અન્ય સ્ત્રોત એ હજારો લોકોને જરૂરિયાત પ્રમાણે પાણી પૂરૂ પાડી શકતા નથી. આપણે એના વિકલ્પ તરીકે પણ Rain water harvesting પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.

Rain water harvesting પદ્ધતિ એ પાણીની અછતવાળા વિસ્તારો માટે સૌથી વધુ ટકાઉ અને અસરકારક પદ્ધતિ છે. આ પદ્ધતિ એ ખૂબ જ ઓછા ખર્ચે ઘણાબધા લાભો આપે છે. આ સંગ્રહીત પાણીનો ઉપયોગ આપણે ઘરકામ માટે, સિંચાઈ માટે, કૃષિ કે પશુપાલન માટે કરી શકીએ છીએ. વધુ અને સ્વચ્છ વરસાદી પાણીના સંગ્રહ માટે મોટી અને સ્વચ્છ ટાંકીમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય છે. કૂવાઓ, તળાવો, ભૂગર્ભ ટાંકીઓ વગેરે દ્વારા પાણીનો સંગ્રહ કરી આપણે થોડા સમય માટે પાણીના અન્ય સ્ત્રોતનો ઉપયોગ ટાળી શકીએ છીએ. આપણા દેશમાં વારંવાર પાણીની અછત સર્જાતા વિસ્તારોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

હાલમાં, આપણે સૌ સરકારની પાણી પુરવઠાની પદ્ધતિ પર આધાર રાખીએ છીએ. આપણે આપણી જરૂરિયાતનું પાણી આ પદ્ધતિથી મેળવીએ છીએ. મોટા શહેરોની પાણી વિતરણની આ પદ્ધતિને કારણે લોકોની પાણીના બચાવ માટેની જાગૃત્તા ખૂબ જ ઓછી જોવા મળે છે. સૌ કોઈ સરકારની આ પદ્ધતિ પર નિર્ભર રહે છે. ધીમે-ધીમે આપણી જે નિયમિત અને જેને પરંપરાગત કહી શકાય તેવી પાણી બચાવ માટેની પદ્ધતિઓ લુપ્ત થઈ ગઈ. શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ને કારણે પાણીની માંગમાં સતત વધારો થતો ગયો છે. વૈશ્વિકીકરણ, શહેરોના વિકાસ અને જળ સંચય અથવા તો વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાની પદ્ધતિઓના અભાવ અને ઓછા ઉપયોગને કારણે જમીનમાં ધીમે ધીમી પાણીના જળસ્તર ખૂબ જ નીચા ગયા છે. Rain water harvesting એ ભૂગર્ભમાં પાણીનું જળ-સ્તર જાળવવા અને ભૂગર્ભમાં રહેલા પાણીના ઉપયોગને ઓછો કરવા માટેની એક પદ્ધતિ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે ભૂગર્ભ જળ એ પર્યાપ્ત નથી માટે ભવિષ્યમાં પાણીની તંગી સર્જાશે એવું જોખમ છે જ અને વરસાદી પાણીને સંગ્રહ ન કરી એ જોખમમાં આપણે સૌ વધારો કરીએ છીએ. જો કોઈ અસરકારક પગલા ન લેવાયા તો સૌએ પાણીની મહામારીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

ભારત અને પાણીની અછત વાળા દેશોમાં Rain water harvesting પદ્ધતિ એ ખૂબ ઉપયોગી અને મહત્વની છે. Rain water harvesting દ્વારા ભૂગર્ભજળના ઉપયોગને ઘટાડી શકાય છે અને તેનું સ્તર જાળવી શકાય છે. આ પદ્ધતિ દ્વારા શુદ્ધ પાણી મેળવી શકાય છે. વરસાદી પાણીને વહી જતું અટકાવી તેનો સંગ્રહ કરી ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે. તે જમીન ધોવાણ ઘટાડવા મદદ કરે છે. પાણી સંરક્ષણની જૂની અને પરંપરાગત પદ્ધતિ લોકો સમક્ષ પાણીના બચાવ માટેની જાગૃતતા લાવે છે. Rain water harvesting દ્વારા જરૂરિયાત પ્રમાણે પાણીનો ઉપયોગ કરી શકાય છે. પૃથ્વી પર લગભગ 71 % જેટલો ભાગ એ પાણી કે સમુદ્ર છે. પણ સમુદ્રનું આ ખારું પાણી આપણે રોજિંદા જીવનમાં વાપરી શકતા નથી. આજે દુનિયા એવી પરિસ્થિતિમાં છે કે મીઠા પાણી માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.

સ્ત્રોત જીગ્યા બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate