অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નિદર્શન યોજના-એકલવા

સ્વૈચ્છિક સંસ્થા તથા ગામ/તાલુકાનો પરિચય

શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન

મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. મહેસાણાના સુકાની તરીકે, ૧૯૭૦થી સતત ઉમદા સેવાઓ પૂરી પાડનાર શ્રી મોતીભાઈ રણછોડભાઈ ચૌધરી ૭૫ વર્ષમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તેમનું કાર્ય ચિરંજીવ રહે તેવા શુભ આશયથી જિલ્લાની ૧Oપપ દૂધ મંડળીઓના વ્યવસ્થાપકોએ ૧૯૯૭માં રૂ. ૧૧૧ કરોડના કાયમી ભંડોળ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માટે શ્રી મોતીભાઈ ર. ચૌધરીના નામે ફાઉન્ડેશનની રચના કરી. ટ્રસ્ટના બંધારણ મુજબ તેના કાર્યક્ષેત્ર તરીકે સમગ્ર ભારત દેશ પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્યત્વે તેની પ્રવૃત્તિઓ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં છે. ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ૪૦-૫૦ વર્ષથી ગ્રામવિકાસ સાથે સંકળાયેલા છે.

એકલવા ગામ

શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન પાટણ જિલ્લાના હારીજ તાલુકાના આ ગામ - એકલવામાં ઘણ સમયથી સક્રિય છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી હારીજ તાલુકના ગામોમાં - એકલવા, ચાખબા, સરવાલ અને જમણપુર ગામોમાં વૉટરશેડ યોજનાનાં કામ કરવામાં આવ્યાં ત્યારે એકલવા ગામમાં પીવાના પાણીની કોઈ જ જાહેર વ્યવસ્થા નહોતી, ખેતીના બે બોરથી ગામ લોકોએ પોતાના ખર્ચ પાઈપ નાખી - દિવસ દરમ્યાન ૧૫ થી ૨૦ મિનિટ પાણી મેળવે છે, જે પીવાલાયક કે ખેતીલાયક પણ નથી. તેના લોકો એક કનેકશને રૂ. ૧000/- વર્ષે ભરે છે. મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશને ગ્રામ વિકાસના હેતુથી એકલવા ગામમાં પ્રવૃત્તિઓ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં ગ્રામ સભામાં પાણીની મુશ્કેલી હળવી કરવાના ઉપાયો વિશે ચર્ચા કરવામાં આવી. એ ચર્ચાના આધારે તળાવ ઊંડું કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું. ત્યાર બાદ તળાવનું પાકું ઈનલેટ બનાવવામાં આવ્યું, જેથી માટીથી તળાવ ભરાઈ ન જાય, તે ઉપરાંત આ તળાવના જળસાવ વિસ્તારમાં એક ચેકડેમ પણ બનાવવામાં આવ્યો છે. તળાવમાં અમુક સપાટીથી પાણી ભરાઈને ઊચે આવે ત્યારે રિચાર્જ બોરમાં ફિલ્ટર થઈને પાણી જમીનમાં ઉતરે ત્યાં સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે. આથી લોકો તળાવમાં વીરડીઓ કરીને ઝમણથી એકઠું થયેલું પહેલાં ચોખ્ખું ને બાદમાં ડહોળાયેલું પાણી મેળવતા થયા. આ ગામમાં પાણી સુવિધા માટે નેધરલેન્ડ સહાયિત જૂથ યોજનાની પાઈપલાઈન હોવા છતાં તેમાં પાણી આવતું નથી. ફાઉન્ડેશને આ ગામોમાં પ્રવાહ મારફત સ્વચ્છતા અને પાણી અંગે લોક જાગૃતિ માટે ફિલ્મ શો, શેર નાટક અને સૂત્રો દ્વારા અભિયાન હાથ ધર્યું હતું અને ત્યાર પછી પ્રવાહ સંસ્થા દ્વારા કાર્યકરોને તાલીમ આપીને ૬ ગામમાં પાણીની ગુણવત્તા ચકાસવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આ તપાસનાં જે પરિણામો આવ્યાં તેની એકલવા ગામે ગ્રામસભામાં છણાવટ કરવામાં આવી. ૬ ગામો પૈકી માત્ર ચાબખા ગામે ગુણવત્તા ચકાસણીમાં પાણી પીવાલાયક મળ્યું, કારણ કે આ ગામે લોકો એક સાદા કૂવાના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે.

નિદર્શનનો હેતુ અને સમજ

આ સમગ્ર વિસ્તાર પીવાલાયક પાણી મેળવી શકતો નથી. તેનો શ્રેષ્ઠ ઉપાય વરસાદી, છાપરાના પાણી ટાંકામાં ભરી લેવાનો જ છે, એવું અનુભવે ફાઉન્ડેશને તારણ કાઢયું છે, પણ લોકો એ માટે તૈયાર કેમ થાય એ મોટો સવાલ હતો. અહીં લોકો વર્ષોથી ટયૂબવેલનાં પાણી પીવાલાયક ન હોવા છતાં પીવા માટે વાપરે છે. બોરમાં ૩૭૦૦ સુધીના ટી.ડી.એસ. વાળું, બિલકુલ પીવાયોગ્ય ન ગણાય એવું પાણી મળે અને બાર લાખના ખર્ચ કરેલો બોર બે-ત્રણ વર્ષમાં ફેઇલ થઈ જાય તેમ છતાં, લોકો ફરી ફરીને બોરના આશરે જ જાય છે અને પાણીનો પ્રશ્ન હલ થતો નથી. આ દરમિયાન ફાઉન્ડેશને ગામલોકો માટે જૂનાગઠનો પ્રેરણા પ્રવાસ ગોઠવ્યો. આ જિલ્લામાં એ.કે.આર.એસ.પી. સંસ્થાના સહયોગથી દરિયાકાંઠાનાં ગામોમાં લોકોએ બનાવેલા વરસાદી પાણીના સંગ્રહના ભૂગર્ભ ટાંકા લોકો જોયા. સાથે બહેનો પણ હતાં. સૌએ વરસાદી પાણીનો સંગ્રહ કરનારા લોકો સાથે ચર્ચા કરી, તેના ફાયદાની સમજ મેળવી. આ પ્રવાસને કારણે લોકોએ વરસાદી પાણીના સંગ્રહ માટેના ટાંકાની ઉપયોગીતા સમજાઈ. આ ગાળામાં, પ્રવાહ સંસ્થાએ ગુજરાતના દરેક જિલ્લામાં નિદર્શન રૂપે પીવાના પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી કરવાનું આયોજન કર્યું અને પ્રવાહની સભ્ય સંસ્થા તરીકે ફાઉન્ડેશને આ તક ઝડપી લીધી. જૂનાગઢના પ્રેરણા પ્રવાસ અને કૂવામાંથી પીવાલાયક પાણી મેળવતા ચાબખા ગામની શીખ ઉપરથી બોધપાઠ લઈ એકલવા ગામને પીવાના પાણીની શુદ્ધ, અને ટકાઉ વ્યવસ્થા મળી રહે તથા પીવાના પાણીનું સ્વાવલંબન કેળવાય તે માટે અહીં નિદર્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું.

નિદર્શનની પ્રક્રિયા

ફાઉન્ડેશન દ્વારા એક ગ્રામસભા યોજવામાં આવી અને વરસાદી પાણીને ભૂગર્ભ ટાંકામાં સંગ્રહી પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે ૭૦ ટકા સહાય અને 30 ટકા લોકફાળાની યોજનાની ચર્ચા કરવામાં આવી. ઉર કુટુંબોએ નોંધણી કરાવતાં, આ અંગેની દરખાસ્ત તૈયાર કરી પ્રવાહને મોકલવામાં આવી. પ્રવાહ તરફથી પાણી સમિતિની રચના અને તાલીમ આપવા મંજૂરી મળતાં તે કામ ફાઉન્ડેશને ઉપાડી લીધું. પાણી સમિતિની રચના કરવામાં આવી, બેંકમાં ખાતું ખોલવામાં આવ્યું અને તબક્કાવાર લોકફાળો એકત્ર કરવામાં આવ્યો.

નિદર્શનનો ભૌતિક દૃષ્ટિકોણ

કરવામાં આવ્યા છે. એક ટાંકાની ક્ષમતા ૧૫૦૦૦ લિટર પાણીની છે. એક કુટુંબમાં ૭ માણસોની સંખ્યા સરેરાશ ગણતાં, અને રોજનો પ લિટર વ્યકિતદીઠ વપરાશ ગણતાં 3પ લિટરનો સીધો અને પાંચેક લિટરનો અન્ય વપરાશ ગણતાં રોજના લગભગ ૪૦ લિટર પાણી જોઈએ. આ રીતે એક વર્ષમાં કુલ ૧૪,૬૦૦ લિટર પાણી જોઈએ, જે બનાવવામાં આવેલા પ્રત્યેક ટાંકાથી સંતોષી શકાય તેમ છે.
ટાંકા બનાવવા માટે રેતી, ઈટ વગેરે ગામની નજીકમાંથી જ મળી ગયાં હતાં અને ફિટિંગની જવાબદારી સ્થાનિક લોકોએ ઉપાડી લીધી હતી.
આ ડર લાભાર્થીઓ માટે ગુજરાત જલ સેવા તાલીમ સંસ્થા, ગાંધીનગર ટાંકાની નિભાવણી અને મરામત માટેની તાલીમ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકારના પાણી પુરવઠા સચિવશ્રીએ પણ હાજરી આપી આ પરિવારોના પુરુષાર્થને બિરદાવ્યો હતો. ફાઉન્ડેશને પાણી પુરવઠા સચિવશ્રી સમક્ષ, ગામના અન્ય પરિવારોની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા માટે તળાવ આધારિત એક સાદો કૂવો તેમ જ શાળાનાં બાળકો માટે શાળામાં વરસાદી પાણીના સંગ્રહના ટાંકા માટે રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં પીવાના પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થાની શરૂઆત થયેલી જોઈને, તેને વધુ પ્રોત્સાહન આપવા માટે આ બંને દરખાસ્તો સ્વીકારવામાં આવી.
આ રીતે, બિલકુલ ઓછ ખર્ચ, નિભાવણી, મશીનરી કે બળતણ ખર્ચ વિના ગામના ૬૨ પરિવારો માટે વરસાદી પાણીન સંગ્રહ ટાંકા દ્વારા અને અન્ય પરિવારો માટે કૂવા અને શાળામાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા દ્વારા ગામનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલી શકાયો છે.
આ ઉપરાંત ગામના અન્ય લોકો માટે જરૂર પ્રમાણે ટાંકા મારફત અને શાળાનાં બાળકો અને બાકીના લોકો માટે પણ કૂવા અને ટાંકા મારફત પ્રશ્નનો ઉકેલ શોધવામાં આવ્યો છે.

નિદર્શનનો આર્થિક દૃષ્ટિકોણ

નિદર્શન યોજના હેઠળ ૧૫,૦૦૦ લિટરની ક્ષમતાવાળા ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે. એક ટાંકાએ રૂ. ૨૮૦૦૦ જેટલો ખર્ચ થયો છે. એ રીતે જોતાં, એક લિટર પાણી માટે રૂ. ૧,૮૬નો ખર્ચ થયો છે. ૨૮000.00 ભાગ્યા ૧૫૦૦૦ લિટર કરીએ તો પણ ૧ લિટરના રૂ. ૧,૮૬ પૈસા થાય છે. તેની સામે, લોકોને ઘેરબેઠાં વર્ષો સુધી, બીજો કોઈ મોટો ખર્ચ કર્યા વિના શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે.

નિદર્શનનો સામાજિક દૃષ્ટિકોણ

ઉનાળામાં ધોમ ધખતા તાપમાં ગામડાની બહેનોને પાણી માટે રઝળપાટમાં જ અડધો દિવસ પસાર કરવો પડે છે. આની તેમના સ્વાસ્થય પર વિપરિત અસર થાય છે અને અન્ય જરૂરી કામ માટેનો સમય પાણી પાછળ ખર્ચાઈ જાય છે. તેની સામે, એકલવા ગામનાં બહેનો કહે છે કે હવે તેઓ આંગણાંની ટાંકીનો હેન્ડપંપ હલાવીને બે, ત્રણ મિનિટમાં જ ઠંડુ, મીઠું, રોગ ન થાય તેવું પાણી ભરી લઈ શકે છે અને એક વર્ષ માટે નિશ્ચિતતા અનુભવી શેક છે. પાણી પાછળ સમય વેડફાતો, ઝઘડાનાં મૂળ રોપાતાં, રોગ પ્રસરતા વગેરે બધી બાબતો હવે ભૂતકાળ બની જાય તેમ છે. નિદર્શનની આ સૌથી મોટી સામાજિક અસર છે.

નિદર્શનની સૌથી નોંધપાત્ર વાત:

પીવાના પાણીની, ખાસ તો નબળી ગુણવત્તાની મુશ્કેલીનો વર્ષોથી સામનો કરતા ઉત્તર ગુજરાતને આ ગામે નવી દિશા બતાવી છે. આ વિસ્તારમાં લોકો લાખો રૂપિયાનું પાણી કરીને બોર ખોદે છે, પરંતુ તે પછી પણ પીવાલાયક પાણી મળવાની કોઈ ખાતરી હોતી નથી. તેની સામે, એકલવા ગામે ઉર પરિવારોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી લેવાની પહેલ કરી બતાવી. લોકો બોર સિવાય, વધુ લાભદાયી ઉપાય તરફ વળ્યા તેનું ઘણું શ્રેય, વરસાદી પાણીનો સંગ્રહ કરતાં ગામોના પ્રેરણા પ્રવાસને પણ જાય છે.

નીતિવિષયત હિમાયત

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીવાના પાણી માટે ખર્ચાળ પદ્ધતિઓ સિવાય પાણી મેળવી શકાતું નથી, વળી મરામત, નિભાવણી , અતિ ખર્ચાળ છે. બોર ખારા પાણીથી બે ત્રણ વર્ષમાં ખવાઈ જાય છે, તેને લણો લાગે છે, અને ફરી વાર ૧૨ લાખ રૂપિયાનો બોર કરવો પડે છે. લોકોના દબાણને વશ થઈ, દરેક ઉનાળે ખર્ચનો ભડકો થાય છે અને પીવાલાયક પાણી તો તોય મળતું નથી. તેની સામે, સરકારનો અભિગમ વરસાદી પાણીનો સંચય કરવાનો છે તો લોક આધારિત, નિભાવણી કે મરામતના નહીંવત ખર્ચવાળા અને ઊર્જાના બિલકુલ વપરાશ વિનાના એકલવાના પ્રયોગનો અન્ય ગામોમાં બહોળો પ્રસાર થવો જોઈએ. જિલ્લામાં એક નિદર્શન યોજવાથી ૪૦ થી પO ગામોને પ્રેરણા મળશે. હાલમાં, એકલવાની આસપાસનાં ૪૦ જેટલાં ગામના લોકોએ આ રીતે લોકભાગીદારીવાળી યોજના તેમના ગામમાં કરવા માટે ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો છે. પરંતુ આ રીતે જિલ્લાનાં બધાં ગામો સુધી નિદર્શનની અસર પહોંચતી નથી. આથી જિલ્લાને બદલે તાલુકા કક્ષાએ નિદર્શન થવું જોઇએ એટલે કે વધુ નિદર્શન જરૂરી છે. ફાઉન્ડેશનનું સૂચન છે કે રાજ્યના દરેક તાલુકામાં એક કે બે ગામોમાં નિદર્શનો થાય તો તેની અસર આખા રાજ્ય ઉપર થાય અને પીવાના શુદ્ધ પાણીની વિકેન્દ્રિત વ્યવસ્થાઓ ઊભી થતાં લોકોના સ્વાસ્થય અને સરકારની યોજનામાં વેડફાતા પૈસા બચી શકે અને તે જ પૈસા બીજાં વિકાસનાં કામોમાં વાળી શકાય. વધુ માહિતી માટે સંપર્ક : પ્રવાહ મધ્યસ્થ કાર્યાલય www.pravah-gujarat.org

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate