હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળને લગતા લેખ / ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમાં…
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમાં…

આ વિભાગમાં ખેતરનું પાણી ખેતરમાં ગામનું પાણી ગામમા કેવી રીતે રાખવું તેની માહિતી છે

ચોમાસામાં ખેતરોમાં આપણે જે પાક વાવ્યો હોય તે જો ચાર આના સુધી જ હોય તો સરકાર અછત જાહેર કરે ત્યારે ગામના ખેતરોમાં પાકનું સર્વે કરી તલાટી સરકારમાં રીપોર્ટ રજુ કરે છે. તેના ઉપરથી અછત જાહેર થશે કે નહી તે સરકાર નક્કી કરે છે.

દુકાળમાં ગામલોકોને રોજી રહે, પશું માટે ચારાની વ્યવસ્થા, ગામમાં પાવીના પાણીના સગવડ થાય તેવા કામો અછત જાહેર કરી સરકારે કરવાના હોય છે.

દુકાળ વરસના કારણે માલધારીના કુટુંબની હાલત સૌથી ખરાબ થાય છે. દુકાળ વરસમાં ઢોરો માટે પાણી અને ચારાની સગવડ કરવી તેના માટે ભારે બની જાય છે. એટલે ઘરના ઢોરોને લઈને બહાર નીકળી જાય છે. અને ઘર ચલાવવાની જવાબદારી ઘરની બહેનો ઉપર આવી જાય છે.

ખેડુત પાસે આગલા વરસનું થોડું ઘણું ધાન સાચવેલું હોય તો તેને બહુ દુકાળ અસર નથી કરતો. મજુરો માટે દુકાળ કે વરસાદમાં મજુરી કરવાની હોય છે. એટલે એમના ઉપર પણ દુકાળની અસર ઓછી થાય છે. દુકાળ વરસમાં કુટુંબનું પુરું કરવા ઘરના બધા લોકો મજુરીમાં જોડાઈ જાય છે. જે ઘરના પુરૂષો પશુઓને લઈને બહાર નીકળી ગયા હોય તેવા કુટુંબોમાં બાળકો ભણવાને બદલે મજુરી કરે છે. દુકાળની અસરને ઓછી કરવા સરકાર અછત જાહેર કરે છે. અછતથી લોકોને ટુંકાગાળામાં ફાયદો થયો છે પણ બીજા વરસે તો એવી જ હાલત હો ય છે.

દુકાળમાં ગામની પહેલી જરૂરીયાત છે કે માણસ માટે રોજી રોટી પશુ માટે ઘાસચારો અને પીવાનું પાણીની સગવડ થાય. દુકાળ વરસમાં અછત જાહેર કરી સરકાર-ગામને સગવડ કરી આપે છે પરંતુ આટલા વરસો અનુભવે ગામલોકોને એ સમજાઈ ગયું છે કે અછતથી ટુંકાગાળાનો ફાયદો થાય છે પણ લાંબાગાળાનો ફાયદો કાંઈ જ નથી થતો. આપણે બધાને ખબર છે કે અછત કામોમાં ઉપરથી નીચે સુધી ખાઈકી થાય છે.

તેના કારણો વિશે ગામલોકોને પુછતા જાણવા મળ્યું કે, અછતના નિયમો એવા છે કે જેના લીધે લોકો ખોટું ચડાવે અને કામ ઓછું કરે. ચાર માણસની હાજરી ચડાવે અને બે માણસો કામ કરી લે છે. આના લીધી લોકોના વિચાર ઓછું કામ કરી ખોટા રૂપિયા લેવાનો થઈ ગયો છે. વરસો વરસ અછત જાહેર જાય છે પણ ગામની હાલત જરાય સુધરતી નથી.

કચ્છમાં દુકાળ ઉપરા ઉપર આવે છે. આ પરિસ્થિતિમાં અછત હેઠળ દુકાળનો કાયમ માટે સામનો કરી શકાય તેવા કામો ગામમાં થવા જોઈએ, તેવો વિચાર ગામલોકો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે ધાન, ઘાસચારો અને પીવાના પાણીની સગવડ ગામમાં થવાની જરૂર છે. તેથી, ગામમાં હવે એવા કામો થવાની જરૂરત છે કે જેનાથી વરસાદનું ટીપેટીપું સચવાઈને રહે તે માટે જરૂર પડે તો સરકારી અછત કામના નિયમોમાં ફેરફાર કરી કામ કરવા ગામ લોકો તૈયાર છે. તે વખતે કચ્છના 40 થી 50 ગામો દુકાળનો સામનો કરી શકાય તેવા ગામ ઉપયોગી કામો કરી રહ્યા છે.

પહોંચી આવે છે જે ખાડા ખોદીને માટી પાળ ઉપર નાખે છે. તેથી ચાલ ઘણી લાંબી છે પણ આ ચાલનો ભાવ એક જ સરખો બધાને આપવામાં આવે છે. તેમા માટી જેટલી ઉપાડે તેટલો ભાવ અપાય છે. અઠવાડિયે માપ કરી ગામ સમિતિ ગેંગને કામ સોંપે છે. તેમાં ગામ લોકો છ ટકા શ્રમદાન કરે છે. જેના ખેતરમાં પિયત થઈ શકે તેવા કુટુંબો તળાવના પાણી માંથી દસ ટકા શ્રમદાન કરવાનું રહેશે. તળાવનું કામ પુરું થયા પછી પાળની પેચીગ થશે ત્યારે આ ખેડુતો શ્રમદાનથી કામ કરશે.

ડાડોરની બાજુના ભીમસર ગામના લોકો અછત નિવારણનું કામ કરી રહ્યા છે. તે હેઠળ ગામલોકો પીવાના પાણી માટે કુવાનું કામ શરૂ કરી શક્યા છે.

ભીમસર ગામના લોકોનો ધંધો ખેતી અને માલધારીનો છે. અત્યારે વરસાદ થતો નથી ખેતી ક્યાંથી થાય ? સુકી ખેતી છે અને ઢોરોમાં ગાયો, ભેંસો, ઘેટા, બકરા છે. ગામમાં પંદર જેટલા કુટુંબો પાસે જમીન છે. આગળ બંધપાળા ખેતતલાવડી જેવા કામો થયા જ છે પણ ગામમાં પીવાનું પાણી નથી. ગૌચર જમીન પચાસ એકર જેટલી માંડ છે. તો માલ ક્યાં ચરાવવા જાય ? હાલે તો બધા માલધારી પાસે ઘર પૂરતા ઢોરો છે પણ દુકાળ વર્ષમાં ગામલોકો મજુર બની જાય છે.

ભીમસરમાં મુખ્ય આઠ જ્ઞાતીના લોકો વસે છે. દરેક ફળીયા દીઠ એક વ્યક્તિની સમિતિ બનાવી છે. તેમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો છે. આ સમિતિ ગામમાં મીટીંગ કરે છે. ગામ આખાયે ભેગા થઈને વિચાર આપ્યો કે જે આગળ અછતનું કામ થયેલું હતું. તે માત્ર મજુરી પુરતું જ હતું. ભવિષ્યમાં ગામને શું ઉપયોગી થાય તે માટે ગામનું ‘ભીમાણુ’ નામનું જૂનું તળાવ હતું તેને સરખું કરાવવાનું કામ ઉપાડ્યું. એ અછત નિવારણ હેઠળ તેમાં ખોદકામ થયું શ્રમદાન કર્યું છે. ગામ લોકોને પીવાના પાણીની બહુ તકલીફ હતી. હવે દુકાળ વરસમાં પણ પીવાના પાણીની સગવડ ગામમાં થઈ ગઈ.

ભીમસર ગામ લોકો કહે છે કે કચ્છ મહિલા વિકાસ સંગઠન ગામને ઉપયોગી કામમાં અમને ટેકો આપે એવી અમારી આશા છે.

ડાડોર અને ભીમસર ગામના લોકોની અત્યારે પોતાના કામની મજુરી મળી અને સંપીને એવું કામ થયું કે વરસાદ આવશે તે પછી પીવાનું પાણી એક-બે દુકાળ સુધી નહી ખુટે. તે પછી ગામમાં ટેન્કરની રાહ જોવાની ગામલોકોને જરૂર નહી રહે.

સાદર ઋણસ્વીકાર: કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રકાશિત ‘ઉજાસનાં કિરણો’માંથી)

સ્ત્રોત :માયગુજરાત વિશે

2.92857142857
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top