অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હમીરસરના આવકક્ષેત્રની સાથે જાવકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે

હમીરસરના આવકક્ષેત્રની સાથે જાવકક્ષેત્રની પણ જાળવણી કરવી જરૂરી છે

વિશ્વમાં માનવશરીર જેવું ચોક્કસ યંત્ર બીજું એકેય નથી. માનવશરીરની રચના કુદરતે દરેક પાસાઓને ધ્યાનમાં રાખીને ગણતરીપૂર્વક કરેલી છે. માનવશરીરને ચલાવવા માટે ઊજા<ની જરૂર પડે છે અને આ ઊજા< ખોરાક અને પાણી દ્વારા પ્રાપ્ત થાય છે. માનવશરીરમાં દાખલ થયેલા ખોરાક અને પાણીની રાસાયણિક પ્રક્રિયા થઇને તેમાંથી જે ઊજા< ઉત્પન્ન થાય છે તેનો શરીર ઉપયોગ કરે છે અને પ્રક્રિયાને અંતે વધેલા રાસાયણિક પદાર્થોને ઉત્સર્ગની ક્રિયા દ્વારા શરીરની બહાર યોગ્ય રીતે નિકાલ કરી દે છે. માનવશરીરમાં રોજબરેજ ચાલતી આ પ્રક્રિયામાં જરા પણ વિક્ષેપ પડે માનવશરીર ઉપર તેની અવળી અસર પડે છે.
માનવશરીરને લાગુ પડતી આ કુદરતી પ્રક્રિયા ધરતી પર રહેલા સપાટીય જળસ્રોતોને પણ લાગુ પડે છે.
સપાટીય જળસ્રોતો માટે માનવશરીરની જેમ જ આવકક્ષેત્ર અને જાવકક્ષેત્ર અગત્યના છે. હમીરસરના સંદર્ભમાં વાત કરીએ તો તેનું ઓગન ૨૧ મીટર પહોળું છે અને તેની ટેઇલ ચેનલનો કુલ વિસ્તાર ૩ કિલોમીટરનો છે જેમાં પ્રાગસર તળાવનો પણ સમાવેશ થાય છે. હમીરસર તળાવ ઓગનતું હોય ત્યારે તેની આવક્ષેત્ર ટપકા અને ધુનારાજાના પાણીને પાટીયાપુલવાળા બંધ પાસેથી ફંટાવી દેવામાં આવતાં જેથી આવક્ષેત્રનું કુલ ૧૨ ચોરસ કિલોમીટરનું પાણી અન્યત્ર ફંટાઇ જતું હતુ. બીજી તરફ મોચીરાઇ રખાલવાળા ડેમ સાથે જોડાણ કરતી ૨૪ કુવાવાળી આવના દરવાજા પણ બંધ કરી દેવામાં આવતાં જે હમીરસરના બીજા ૧૪ કિલોમીટરના પાણીને ફંટાવી દેતા હતા. આ રીતે હમીરસર તળાવ ઓગનતું હોય ત્યારે તેમાં તેના નૈસર્ગિક આવક્ષેત્ર ૭.૭૫ ચોરસકિલોમીટર પ્રમાણે જ પાણી આવતું હતું અને ઓગન મારફતે બહાર નીકળતું હતું. ઓગનમાંથી બહાર નીકળતું આ પાણી સરળતાથી આગળ વહી જાય એ માટે તેના આ ૩ કિલોમીટરના જાવકક્ષેત્રની પહોળાઇ પણ ઓગનની પહોળાઇ પ્રમાણે તાંત્રિક રીતે ૨૧ મીટરની અને તેના કાંધાની ઊંચાઇ ફ્રીબોર્ડ સાથે ૨ મીટર હોવી જરૂરી છે. જો જાવકક્ષેત્રની પહોળાઇમાં ઘટાડો થાય તો કાંધાની ઊંચાઇ વધારવી પડે તે સ્વાભાવિક છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપણે અનુભવી રહ્યા છીએ કે, હમીરસર ઓગને ત્યારે ઓગનના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય જાય છે. આમ થવાનું એક માત્ર કારણ એ છે કે, હમીરસરના આવક્ષેત્રની સાથે તેના જાવકક્ષેત્રમાં પણ દબાણો થયા છે, માટે પહેલાના વખતમાં જે સરળતાથી પાણી વહી જતું હતું તે આજે જતું નથી અને પાણી એ વિસ્તારમાં ભરાય રહે છે અને તેના કારણે એ વિસ્તાર પણ પ્રદૂષિત થાય છે અને લોકો બિમારીઓના ભોગ બને છે. આ સાથે નગરપાલિકાને પણ આ પરિસ્થિતિને પહોચી વળવા માટે અધિક શ્રમ પડે છે. હમીરસર આગેને ત્યારે આવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એ માટે ચોક્કસ પગલાઓ લેવા જરૂરી છે. જે પ્રમાણે વૈશ્વિક ગરમી વધી રહી છે અને કલાઇમેટ ચેઇન્જ થઇ રહ્યું છે તેના કારણે વરસાદની માત્રામાં થયેલા ફેરફારે સાબિત કરી આપ્યું છે કે, કચ્છપ્રદેશમાં વરસાદની માત્રામાં વધારો થઇ રહ્યો છે. જો આ પરિસ્થિતિ ઉત્તરોત્તર વધતી રહી તો હમીરસરના ઓગન વિસ્તારમાં મુશ્કેલીઓ વધતી જશે અને તેના માટે આપણે એક નક્કર આયોજન પણ તૈયાર કરવુ. પડશે. આવા આયોજનમાં હમીરસરના જાવકક્ષેત્રની પહોળાઇ વધારવી, પ્રાગસર તળાવને ફરી પુન:જીવીત કરવું જેવી કામગીરી મુખ્ય હોઇ શકે. આ સાથે હમીરસરની જાવકક્ષેત્રમાં વસેલા કેટલાક કુટુંબોને તે જગ્યાએથી અન્યત્ર વિસ્થાપીત થવાની પણ જરૂર પડે. નગરપાલિકાની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને એ વિસ્તારના સ્થાનિક આગેવાનો સાથે રહીને આ પ્રકારના આયોજનને પાર પાડવા માટે તિવ્રતાથી લોકજાગૃતિ લાવવી જરૂરી છે. હાલના સમયમાં આ લોકજાગૃતિનું કાર્ય શરૂ કરવામાં આવે તો એટલું જરૂર કહી શકાય કે, ભુજનું હૃદય હવે ધીરે-ધીરે સ્વસ્થ થઇને આઇ. સી. યુ. માંથી બહાર આવી રહ્યું છે!

સ્ત્રોત:વિનીત કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate