অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રદૂષણ

પ્રદૂષણ

પ્રદૂષણ એટલે શું

પ્રદૂષણ એટલે હાનિકારક પર્યાવરણાત્મક અશુદ્ધિઓ અથવા તેવા પદાર્થોનું બહાર પડવું.સામાન્યપણે માનવીય કાર્યોના પરીણામે થતી પ્રક્રિયાને પ્રદૂષણ તરીકે સંબોધવામાં આવે છે.કોઈપણ માનવીય પ્રવૃતિથી જો પાછળથી નકારાત્મક અસરો ઉદ્ભવવાની હોય તો તે પ્રદૂષણ તરીકે સંબોધવાને પાત્ર છે.

પ્રદૂષણના સ્ત્રોતો

  • રાસાયણિક કારખાનાઓ,તેલ શુદ્ધિકરણના કારખાના,અણુકેન્દ્રીય અપવ્યય નિક્ષેપો,નિયમિત થતી ગંદકીના નિક્ષેપો,બાળી નાખવાની ભટ્ઠીઓ,પીવીસી ફેક્ટરીઓ,કાર ફેક્ટરીઓ,પ્લાસ્ટીકની ફેક્ટરીઓ અને મોટા પ્રમાણમાં પ્રાણીઓનો બગાડ પેદા કરતી નિગમ પ્રાણી વાડીઓનો સમાવેશ ગંભીર પ્રદૂષણ સ્ત્રોતોમાં થાય છે.
  • અણુકેન્દ્રીય વિદ્યુત કારખાનાઓ અને તેલના ટેન્કરો જેવા અમુક પ્રદૂષણના સ્ત્રોતો જ્યારે અકસ્માત ઉદ્ભવે છે ત્યારે ખૂબ ભયંકર પ્રદૂષણ કરે છે.
  • ક્લોરીન મિશ્રિત હાયડ્રોકાર્બન્સ(CFH),ભારે ધાતુઓ જેવી કે સીસું(સીસાના રંગમાં અને તાજેતરમાં ગેસોલીનમાં)કેડીયમ( ફરી ચાર્જ કરી શકાય તેવી બેટરીઓમાં),ક્રોમીયમ,જસત,આર્સેનીક અને બેન્ઝીન એ અમુક સૌથી સામાન્ય અશુદ્ધિઓ છે.
  • કુદરતી હોનારતોમાં પ્રદૂષણ એ ઘણીવાર ગંભીર આડઅસર કરે છે.ઉદાહરણ તરીકે વાવાઝોડાઓમાં મોટેભાગે હંમેશા ગટર પ્રદૂષણ,અને ઉલટી થઈ ગયેલી બોટો,રિક્ષાઓમાંથી આવતા પેટ્રોકેમીકલ પ્રદૂષણનો અથવા સામાન્યપણે તટવર્તીય શુદ્ધિકરણના કારખાનાઓમાંથી થતી હાનિનો પણ સમાવેશ થાય છે

પ્રદૂષણના પ્રકારો

પ્રદૂષણના પરંપરાગત સ્વરૂપોમાં હવા પ્રદૂષણ,જળ પ્રદૂષણ,અને કિરણોત્સર્ગી અશુદ્ધિઓનો સમાવેશ થાય છે જ્યારે શબ્દનો વ્યાપક અર્થ જહાજ પ્રદૂષણ,પ્રકાશ પ્રદૂષણ અને ઘોંઘાટ પ્રદૂષણની માન્યતા તરફ દોરે છે.

અવાજ પ્રદૂષણ

ઘોંઘાટ,એટલે અનઈચ્છિત અવાજ. હવે આ વધારે પ્રમાણમાં સમજાઈ ગયું છે કે ઘોંઘાટ થતું પ્રદૂષણ એ હવા પ્રદૂષણનો મહત્વનો ઘટક છે.

ઘોંઘાટ હવા મારફતે પ્રવાસ કરે છે અને તેથી તેને પરિસરીય હવા ગુણવત્તા સ્તરમાં માપવામાં આવે છે.ઘોંઘાટને ડેસિબલ્સમાં માપવામાં આવે છે.નિષ્ણાતોના મતે 90 ડેસિબલ્સથી વધારે સતત ઘોંઘાટના સ્તરો શ્રવણશક્તિને હાનિ અને મજ્જા તંત્રમાં અપરિવર્તનીય બદલાવો કરે છે.વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ શહેર માટે 45 ડેસિબલ્સને સુરક્ષિત ઘોંઘાટના સ્તર તરીકે નિયત કર્યુ છે.ભારતમાંના મહાનગરીય વિસ્તારોમાં સામાન્યપણે 90 ડેસિબલ્સ કરતાં સરેરાશ વધારે નોંધ કરે છે; મુંબઈને વિશ્વના ત્રીજા સૌથી ઘોંઘાટમય શહેર તરીકે નોંધવામાં આવ્યું છે,સાથે નવી દિલ્હી પણ તેને અનુક્રમીને નજીક છે.

ઘોંઘાટ માત્ર બળતરા કે ત્રાસ નથી કરતો પણ ધમનીઓને પણ સંકોચે છે,અને અડ્રેનલિન નામના હોર્મોનનો સ્ત્રાવને વધારે છે અને હ્રદયને ઝડપી કામ કરવા માટે દબાણ કરે છે.અવિરત ઘોંઘાટથી કોલરેસ્ટોલનું સ્તર વધે છે જેના પરીણામે રક્તવાહિનીઓ કાયમી સંકોચન પામે છે, જે વ્યક્તિને હ્રદય હુમલાઓ અને ફટકાઓની વૃતિવાળું બનાવે છે.આરોગ્ય નિષ્ણાતોનો મત છે કે અતિશય ઘોંઘંટાના કારણે માનસિક અસ્થિરતા અને માનસિક રોગ પણ થઈ શકે છે.

અપવ્યય અને જળ પ્રદૂષણ

જ્યારે ઝેરી પદાર્થો સરોવરો,ઝરણાઓ,નદીઓ,સમુદ્રો,અને બીજા પ્રવાહી એકમોમાં દાખલ થાય છે,તેઓ ઓગળી જાય છે અથવા પાણીમાં તરતા રહે છે અથવા તળિયે જમા થાય છે.આના પરીણામે જળપ્રદૂષિત થાય છે જેથી કરીને પાણીની ગુણવત્તા વધુ બગડે છે,જે જળીય પરિતંત્રને અસર કરે છે.પ્રદૂષકો નિષ્ક્રિય થઈ શકે છે અને તળિયા પરના નિક્ષેપોને અસર કરી શકે છે.

જળ પ્રદૂષણના પ્રભાવો માત્ર લોકોને જ અભિભૂત નથી કરતી પણ પ્રાણીઓ,માછલીઓ અને પક્ષીઓને પણ અભિભૂત કરે છે.પ્રદૂષિત પાણી એ પીવા માટે,નવનિર્માણ,ખેતી અને ઉદ્યોગો માટે અનુચિત છે.તે સરોવરો અને નદીઓને સુંદરતાને ઘટાડે છે.

હવા પ્રદૂષણ

હાનિકારક પદાર્થોના વિસર્જન દ્વારા હવામાં થતી અશુદ્ધિઓ એટલે હવા પ્રદૂષણ.હવા પ્રદૂષણથી આરોગ્યની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે અને તે પર્યાવરણ અને સાધનસંપત્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે.તે વાતાવરણમાંના સંરક્ષક ઓઝોન સ્તરને પાતળું બનાવી રહ્યું છે,જેના પરીણામે હવામાનમાં પરિવર્તન થાય છે. ઉદ્યોગો,વાહનો,પ્રદૂષણમાં વધારો,અને શહેરીકરણ એ હવા પ્રદૂષણ માટે જવાબદાર અમુક મહત્વના પરિબળો છે.વિવિધ કારણોસર હવા પ્રદૂષણ થાય છે,તે બધા જ માનવીના નિયંત્રણમાં નથી.રણપ્રદેશોમાં રેતીના વાવાઝોડાઓ અને જંગલની આગો અને ઘાસથી થતી આગોનો ધુમાડો રસાયણો પેદા કરે છે અને હવાના પ્રદૂષણમાં ઉમેરો કરે છે.

મુખ્ય હવા પ્રદૂષકો અને તેના સ્ત્રોતો નીચે દર્શાવેલા છે.

કાર્બન મોનોસાઈડ (CO) એ રંગહીન, ગંધહીન ગેસ છે. જેઓ કાર્બન-આધારિત ઈંધણોને અપૂર્ણ બાળવાથી ઉત્પન્ન થાય છે જેમાં પેટ્રોલ, ડિઝલ અને લાકડાનો સમાવેશ થાય છે.તે કુદરતી અને કૃત્રિમ ઉત્પાદનોના જ્વલનથી પણ ઉત્પન્ન થાય છે. જેવી રીતે કે સિગારેટ. તે આપણા શરીરમાં દાખલ થતા ઓક્સીજનના પ્રમાણને ઓછું કરે છે. તે આપણી સ્વાભાવિક પ્રતિક્રિયાઓને ધીમી કરે છે અને આપણે વ્યાકુળ અને નિદ્રાવશ બનાવે છે.

  • કાર્બન ડાયોક્સાઈડ (CO2) એ કોલસો, તેલ અને કુદરતી ગેસોનું બાળવું જેવી માનવીય પ્રવૃતિઓના પરીણામે બહાર નિકળતો મુખ્ય ગ્રીનહાઉસ ગેસ છે.
  • ક્લોરોફ્લોરોકાર્બન્સ (CFC) એ મુખ્યત્વે એરકંડીશન તંત્ર અને રેફ્રીજરેશનથી બહાર નિકળતી ગેસો છે. CFCs જ્યારે હવામાં છોડાય છે ત્યારે તે સમોષ્ણતાવરણ સુધી ઉંચે ઉડે છે, જ્યાં તે અમુક બીજી ગેસોના સંપર્કમાં આવે છે, જેના પરીણામે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પૃથ્વીને રક્ષણ કરતા ઓઝોનના સ્તરનો ઘટાડો થાય છે.
  • સીસું એ પેટ્રોલ, ડિઝલ, સીસાની બેટરીઓ, રંગો, હેર ડાઈના ઉત્પાદનો ઈત્યાદિમાં હોય છે. સીસું ખાસ કરીને બાળકોને અસર કરે છે. તે મજ્જાતંત્રને નુકસાન કરે છે અને પાચનની સમસ્યાઓ ઊભી કરે છે અને અમુક કિસ્સાઓમાં તે કેન્સરજન્ય પણ છે.
  • ઓઝોન એ કુદરતી રીતે વાતાવરણના ઉપલા સ્તરમાં ઉદભવે છે. આ મહત્વનો ગેસ પૃથ્વીને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવે છે.જોકે, તળિયા પરના સ્તરે,તે ઉચ્ચ ઝેરી પ્રભાવો સાથે પ્રદૂષક છે. વાહનો અને ઉદ્યોગો એ ભૂમિ-સ્તરીય ઓઝોનના ઉત્સર્જન માટેના મુખ્ય સ્ત્રોતો છે. ઓઝોનને કારણે આપણી આંખોમાં ખંજવાળ થાય છે, બળતરા થાય અને તેમાંથી પાણી નીકળે છે. તે શરદી અને ન્યુમોનીયા સામેની આપણી પ્રતિકારક શક્તિને ઘટાડે છે.
  • નાઈટ્રોજન ઓક્સાઈડ (Nox) એ ધુમ્મસ અને એસિડનો વરસાદ કરે છે. તે પેટ્રોલ, ડિઝલ અને કોલસો સમાવિષ્ટ બળતા ઈંધણોમાંથી પેદા થાય છે. શિયાળામાં નાઈટ્રોજન ઓક્સાઈડ બાળકોને શ્વસન બિમારીઓ માટે સંવેદનશીલ બનાવે છે.
  • સ્થગિત ભૌતિક પદાર્થ (SPM) એ ધુમાડો, ધુળ અને વરાળના સ્વરૂપે હવામાંના ઘન કણોનો બનેલો હોય છે જે વિસ્તૃત અવધિ માટે સ્થગિત રહે છે અને ઝાંખાંશનો મુખ્ય સ્ત્રોત છે જે દેખવાની ક્ષમતા ઘટાડે છે. આ કણોના સૌથી નાના કણો, શ્વાસ દ્વારા આપણા ફેફસામાં જાય છે, નુકસાન પહોંચાડે છે અને શ્વસન સંબંધી સમસ્યાઓ ઊભી કરે છે.
  • સલ્ફર ડાયોક્સાઈડ (SO2) એ મુખ્યત્વે થર્મલ વિદ્યુતપ્લાન્ટોમાં કોલસો બાળવાથી ઉત્પન્ન થતી ગેસ છે. અમુક ઔદ્યોગિક પ્રક્રિયાઓ જેવી કે કાગળનું નિર્માણ, ધાતુઓને પીગાળવી, સલ્ફર ડાયોક્સાઈડ ઉત્પન્ન કરે છે. તે ધુમ્મસ અને એસિડના વરસાદમાં મુખ્ય ફાળો આપે છે. સલ્ફર ડાયોક્સાઈડથી ફેફસાની બિમારીઓ ઉદભવી શકે છે.

રાસાયણિક પ્રદૂષણ

 

 

 

 

 

રાસાયણિક પ્રદૂષણના ઘણા ભિન્ન સ્ત્રોતો,જેમાં સમાવેશ થાય છે:

  • ઘરગથ્થુ ગટરવ્યવસ્થા
  • ઔદ્યોગિક નિકાલ
  • અપવ્યયના સ્થળોથી ઝામેલું પ્રવાહી
  • વાતાવરણીય કિરણોત્સર્ગી પદાર્થો
  • ઘરગથ્થુ પ્રવાહ
  • દરિયા પરના અકસ્માતો અને ઢોળાવો
  • તેલના કૂવામાંથી પ્રક્રિયા કરતાં નિકળેલો નિકાલ
  • ખાણકામ નિકાલ અને
  • ખેતીવિષયક પ્રવાહ.
  • જોકે, દરેક જણ માટે સૌથી ચિંતાજનક રસાયણો એ ઘણું કરીને સ્થાયી પ્રદૂષકો છે: તે પદાર્થો દરિયાઈ ખાદ્ય સાંકળમાં દાખલ થાય છે અને છેવટે વધતા પ્રમાણમાં ઉપલા શિકારી પ્રાણીઓ સુધી સાંકળ દ્વારા પસાર થાય છે.સ્થાયી પ્રદૂષકોમાં પેસ્ટીસાઈડ જેવા કે ડીડીટી અને ઔદ્યોગિક રસાયણો,સૌથી પ્રખ્યાત પીસીબીનો સમાવેશ થાય છે.

    પ્રદૂષણને અટકાવવા માટેના સરળ સૂચનો

    અવાજ પ્રદૂષણને બંધ કરો

    1. તમારા ટી.વી,મ્યુઝીક સીસ્ટમનો અવાજ ધીમો રાખો.
    2. કારના હોર્નને કરકસરપૂર્વક વગાડો.
    3. લાઉડસ્પીકરોનો વપરાશ ઘટાડો.
    4. લગ્ન સમારોહોમાં બેંડ,ફટાકડાઓના ઉપયોગથી દૂર રહો.
    5. અવાજ પ્રદૂષણ સંબંધિત તમામ કાયદાઓનું આચરણ કરો.

    હવા પ્રદૂષણનું બાષ્પીભવન કરાવો

    1. ઘરો,ફેક્ટરીઓ,વાહનોથી થતા ધુમાડાઓના ઉત્સર્જનને ન્યુનત્તમ રાખો.
    2. ફટાકડાઓના ઉપયોગથી દૂર રહો.
    3. કચરો કચરાપેટીમાં ઠાલવો,તેને જ્યાં ત્યાં ન ફેંકો.
    4. થૂંકવા માટે થૂંકદાનીઓ અથવા તે માટે ફાળવેલી પેટીઓનો ઉપયોગ કરો.
    5. હવા પ્રદૂષણ સંબંધિત તમામ કાયદાઓનું આચરણ કરો.

    જળ પ્રદૂષણને શુદ્ધ કરો

    1. સામૂહિક નળો,કૂવાઓ અને બીજા પાણીજન્ય પદાર્થો નજીક કચરો ફેંકો નહી.
    2. સાર્વજનિક પાણીની પાઈપોને આમ-તેમ કરો નહી.
    3. અધિકૃત સ્થળોમાં પવિત્ર વિચારો કરો.
    4. જળ પ્રદૂષણ સંબંધિત તમામ કાયદાઓનું આચરણ કરો.

    રાસાયણિક પ્રદૂષણનો નિકાલ કરો

    1. રાસાયણિક ફર્ટીલાઈઝરોને બદલે સેન્દ્રીય ખાતર,પોલીથીનના બદલે કાગળ,પોસીસ્ટરના બદલે કોટન,શણની પસંદગી કરો.
    2. યોગ્ય માધ્યમ મારફતે પોલીથીન બેગોનો નિકાલ કરો.
    3. વધારે વૃક્ષો અને વનસ્પતિઓ ઉગાડો.
    4. રાસાયણિક પ્રદૂષણ સંબંધિત તમામ કાયદાઓનું આચરણ કરો.

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate