অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

૧૨મી યોજનામાં જળ અંગે એક નવી જ શરૂઆત

૧૨મી યોજનામાં જળ અંગે એક નવી જ શરૂઆત

ભારતની જળ કટોકટી જેમ-જેમ આપણે ૨૧મી સદીમાં આગળ વધતા જઇએ છીએ તેમ-તેમ ભારતને પાણીની મોટી કટોકટીનો સામનો કરવો પડે છે. આ કટોકટીને કારણે આપણા નાગરિકોનો પીવાના પાણીનો મૂળભૂત અધિકાર પણ ભયમાં મૂકાયો છે. ઝડપથી થઇ રહેલ અર્થતંત્રના ઔદ્યોગિકરણની માંગ અને સમાજનું થઇ રહેલ શહેરીકરણ એવા સમયે આવ્યું કે જ્યારે વધારાના પુરવઠાની શક્યતાઓ મર્યાદિત છે. પાણીની પ્રાપ્તિ ઘટતી જાય છે અને પાણીની ગુણવત્તાનો મુદ્દો વધુને વધુ મહત્વનો બનતો જાય છે. વિશાળ બંધોની મર્યાદાઓ હાલની જાણકારી મુજબ પાણીના વધારાના સંગ્રહ માટે આર્થિક રીતે સંભવ હોય તેવા નવા વિશાળ બંધોના પ્રોજેક્ટની ચોક્કસ મર્યાદાઓ પણ છે. નદીઓને એકબીજા સાથે જોડી દેવાની આશાસ્પદ યોજનાને કારણે પણ ઘણી સમસ્યાઓ સામે આવી. પાણીના આંતર-તટપ્રદેશ સ્થાનાંતરણ માટે દ્વીપકલ્પની નદીઓના હિમાલયની હારમાળાઓ સાથેના જોડાણની વ્યાપક દરખાસ્તો હતી, જેનો અંદાજીત ખર્ચ ૨૦૦૧માં લગભગ રુ.પાંચ લાખ સાઇઠ હજાર કરોડ જેટલો થતો હતો.
જમીનો ડૂબમાં જાય અને પુનર્વસન માટે તેમાં બીજો વધારાનો ખર્ચ જોડવો પડે તે પણ ખરું. આ યોજનાના સંચાલનમાં વિવિધ મુદ્દાઓ જેવા કે પાણીને ઉપરના સ્થળોએ પહોંચાડવા માટે વપરાતી વીજળીનો કેટલો ખર્ચ થશે તેનો કોઇ ચોક્કસ અંદાજ નથી. આપણું ચોમાસાં ઉપરનું અવલંબન પણ એક સમસ્યા છે. કારણ કે જ્યારે નદીઓમાં વધારાનું પાણી હોય તે સમયગાળો સમગ્ર ઉપખંડમાં સરખો જ છે. આંતર-તટપ્રદેશ સ્થાનાન્તરણની યોજના ઘડવામાં મુખ્ય સમસ્યા એ છે કે જે-તે પ્રદેશની વાજબી જરૂરીયાત કેવી રીતે ધ્યાનમાં લેવી, કે જે સમયે-સમયે વધતી રહે છે.
ભારતની ભૌગોલીક રચના મુજબ અને જોડાણને જે રીતે ધ્યાનમાં લીધેલ છે, તે મધ્ય અને પશ્ચિમ ભારતમાં મુખ્ય સૂકા વિસ્તારોને પૂરેપૂરા બાયપાસ કરી દેશે. આ વિસ્તારો સમુદ્ર સપાટીથી ૩૦૦ મી ટરથી પણ વધુ ઊંચાઇ એ આવેલા છે. એવો પણ ભય છે કે નદીઓના જોડાણથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરને નાથીને આવતા પોષક તત્વોના કુદરતી પુરવઠાને પણ વિપરીત અસર પડશે. ભારતના પૂર્વી કિનારાને અડીને બધી જ મુખ્ય દ્વીપકલ્પીય નદીઓ પાસે વિશાળ મુખત્રિકોણ પ્રદેશ છે. જોડાણ માટે નદીઓ પર બંધ બાંધવાથી કાંપનો પુરવઠો ઘટી જશે અને તેથી કિનારાઓ અને મુખત્રિકોણ પ્રદેશનું ધોવ ણ થશે જે કિનારા પર રહેલી જીવસૃષ્ટિને ખતમ કરી નાંખશે. એવું પણ સૂચવવામાં આવેલું હતું કે, આ યોજના ચોમાસાંની સિઝનને પણ અસર કરી શકે છે. બંગાળની ખાડીમાં ઓછા ક્ષાર અને ઓછી ઘનતાવાળા પાણીનાં સ્તરને કારણે સમદ્રુ-સપાટી પર ઊંચુ તાપમાન રહે છે.(૨૮ ડિગ્રી સેલ્સીયસ), જે ઓછા દબાણવાળો વિસ્તાર રચે છે અને ચોમાસાંની ગતિવિધિને તેજ કરે છે. ઉપખંડમાં પડતા મોટાભાગના વરસાદનું નિયત્ર્ંણ આ ઓછા ક્ષારવાળા સ્તરથી થાય છે. આ સ્તરમા ભંગાણ થાય તો ઉપખડંમાં આબોહવા અને વરસાદ પડવાની પ્રક્રિયામાં લાંબે ગાળે ગંભીર પરિણામો આવવાની શક્યતા છે અને તે વિશાળ જનસમુદાયનું જીવન જાખેમમા મૂકી શકે છે.
ભૂગર્ભ જળની કટોકટી પ્રમાણમાં સહેલી અને વિકેન્દ્રિત રીતે મળી શકવાની સગવડને કારણે ભૂગર્ભજળ એ ભારતની કૃષિ અને પીવાના પાણીની સુરક્ષાની કરોડરજ્જુ સમાન છે. ભૂગર્ભજળ એ કોમન-પુલ રિસોર્સ(સી.પી.આર.) છે. જેનો દેશભરના લાખો ખેડૂતો ઉપયોગ કરે છે. છેલ્લાં ચાર દાયકાઓથી ચોખ્ખી (નેટ) સિંચાઇનાં વિસ્તારોના લગભગ ચોર્યાસી ટકા ભૂગર્ભજળમાંથી આવે છે. ભારત એ વિશ્વનો સૌથી વિશાળ અને ઝડપથી વધી રહેલો ભૂગર્ભજળ વપરાશકાર બની ગયો છે. પરંતુ ભૂગર્ભજળ તેનાં સ્થિરતાના સ્તરથી વધુ ખેચવામાં આવી રહ્યું છે અંદાજીત ૩૦ મિલિયન (૩ કરોડ) ભૂગર્ભજળનાં માળખાં હાલમાં કાર્યરત છે. ભારતમાં કદાચ વધુ પડતા ભૂગર્ભ જળ અને ગુણવત્તામાં બગાડને કારણે તેની ગંભીર કટોકટી તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ભારતનાં બધાં જિલ્લાઓમાંથી ૬૦ ટકા જેટલાં જિલ્લાઓમાં ભૂગર્ભજળનાં જથ્થા અથવા ગુણવત્તા અથવા તો બંનેને લગતી સમસ્યાઓ છે. કેન્દ્રીય ભૂગર્ભજળ બોર્ડની તાજેતર ૨૦૦૯ની આકારણી અનુસાર સમગ્ર ભારતનું ભૂગર્ભજળ સ્તર હવે ૬૧% છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં આ સ્તર ૧૦૦%ની નજીક છે. તે પછી તામિલનાડુ ૮૦% અને ઉત્તરપ્રદેશ ૭૧% છે.
નમૂનારૂપ પરિવર્તનની જરૂરીયાત દેશનાં વિશાળભાગોમાં પાણીના સંશોધનોમાં વધુ આગળ વિકાસ થતાં અને મર્યાદાઓ સામે આવવાથી ૧૨મી યોજનામાં કેવી રીતે આગળ વધવું તે એક પડકાર હતો. એ સ્પષ્ટ છે કે આ સ્થિતિ જેમ છે તેમ ચાલશે તેવું તો નહીં જ ચાલે. અને સારા વિદ્વાનો અને વ્યવસાયીઓ જેના પર સહમત હોય તેવા નવા વિચારો અપનાવવાની જરૂર હતી. આમ યોજનાનું નવું સ્વરૂપ રચવામાં આવ્યું. જળક્ષેત્રમાં ૧૨મી યોજના માટે વર્કિંગ ગ્રુપ. યોજના પંચનાં ઇતિહાસમાં પ્રથમ જ વખત વર્કિંગ ગ્રુપ્સમાં સરકાર બહારના પ્રખ્યાત નિષ્ણાતોએ અધ્યક્ષતા કરી હતી. ૨૦૦૧- ૧૨ના સમયગાળા દરમ્યાન નવો જ માર્ગ આલેખાયો, જેનાથી ભારતમાં જળસંસાધન વ્યવસ્થાપનમાં દસગણો નમૂનારૂપ ફેરફાર જોવા મળ્યો. આ પેપર આ પરિવર્તનનાં મુખ્ય લક્ષણોની બાહ્ય રૂપરેખા વર્ણવે છે.

નમૂનારૂપ પરિવર્તન માટેના દસ તત્વો

  1. નિર્ણય ચોક્કસપણે રાજનૈતિક હશે પરંતુ ઉદ્દેશ આધારીત શુલ્ક નક્કી કરવામાં સરકારોને સલાહસૂચન આપવામાં નિયમનકારોની ભૂમિકા અતિ મહત્વની છે ખેતી માટે કિંમત નક્કી કરવામાં કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટસ્ એન્ડ પ્રાઇઝીસ કરે છે તે રીતે જ પીવાના પાણી તથા પર્યાવરણ માટેની મૂળભૂત આવશ્યકતાઓને નક્કી કરવી જ પડશે અને પારદર્શી રીતે સુનિશ્ચિત કરવી પડશે તથા તેને “અનામત” તરીકે મૂકી રાખવી પડશે. આ સ્તરને નક્કી કરવા પારદર્શી રીતે, જવાબદારીથી અને સહભાગી રીતે આ માટે જરૂરી પ્રક્રિયા અને કાર્યવાહી હાથધરી શકે તેવાં સ્વતંત્ર નિયમન માળખાંની જરૂર છે.
  2. નવું કાનૂની માળખું નવો ભૂગર્ભજળ કાયદો ભૂગર્ભજળનાં એક્વાફાયર આધારીત સ્થિર અને ન્યાયી વ્યવસ્થાપન કરવા તેનાં આ દિશાના પ્રયત્નાન્ેો સમર્થન આપવા નવા કાનૂની માળખાંની જરૂરીયાત છે. ૧૨મી યાજેનાએ ભૂગર્ભજળની સુરક્ષા, જાળવણી, વ્યવસ્થાપન અને નિયમન માટે એક નવા માડેેલ બિલની ભલામણ કરી. આ ભલામણ ભૂગર્ભજળનાં સંરક્ષણ માટે છે. ૧૨મી યોજનાના પેટા-ગ્રુપે રાષ્ટ્રીય જળ ફ્રેમવર્ક લોં ની રૂપરેખા માટે કહ્યું કે જ્યાં ભારતનાં બંધારણમાં જળ એ મુખ્યત્વે રાજ્યનો વિષય છે, એ આ સંદર્ભમાં વધુ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ચિંતા છેઃ (એ) પાણી માટેનો અધિકાર એ જીવવા માણેનાં પાયાના અધિકારનો એક ભાગ છે (બી) જળ કટોકટીનો ઉદભવ (સી) આ જેની તરફ લઇ જાય છે તેવાં આંતર ઉપયોગ અને આંતર રાજ્ય તકરારો અને પાણીની વહેચણીનાં સિદ્ધાંત માટે રાષ્ટ્રીય સર્વસંમતિ અને તકરારો શક્ય તેટલી ઘટાડવા તથા જલદીમાં જલદી તેની પતાવટ કરવા ગોઠવણી કરવાની જરૂરીયાત (ડી) પાણીના વિવિધ વપરાશ અને તેથી બનતો કચરો તથા તેનાથી થતાં તીવ્ર પ્રદૂષણ અને પરીણામે ફેલાતા દુષણ દ્વારા ઉભો થતો ખતરો (ઇ) મનુષ્યોના ઉપયોગ માટે જળની ઉપલબ્ધીમાં વધારો કરવાથી થતી લાંબાગાળાની પર્યાવરણીય, જૈવિક અને સામાજિક અસરો (એફ) વપરાશ, વપરાશકારો, વિસ્તારો, ક્ષેત્રો, રાજ્યો, દેશો અને પેઢીઓ વચ્ચે પાણીની વહેંચણી, વપરાશ અને નિયમન માટેના ન્યાયિક સૂચનો (જી) ભારતની કેટલીક નદીઓના આંતરરાષ્ટ્રીય પાસાંઓ (એચ) બદલાતા પર્યાવરણની પાણી ઉપર અસર વિશે ઉદભવતી ચિંતાઓ અને સ્થાનિક, રાષ્ટ્રીય પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે યોગ્ય પ્રતિભાવની જરૂરીયાત જો પર્યાવરણ, જંગલો, વન્યસૃષ્ટિ, જૈવિક વિવિધતા વગેરે જેવાં વિષયો પર રાષ્ટ્રીય કાયદાને જરૂરી ગણીએતો, જળ ઉપર રાષ્ટ્રીય કાયદો એનાથી પણ વધુ જરૂરી છે. જળ એ બધાં વિષયો કરતાં અથવા તેટલો જ બુનિયાદી વિષય છે. રાષ્ટ્રીય જળ કાયદાનો વિચાર એ કઇ અસામાન્ય કે અભૂતપૂર્વ નથી, વિશ્વના ઘણાં દેશોમાં રાષ્ટ્રીય જળ વિષયક કાયદા અથવા કલમો છે અન તેમાંથી કેટલાંકની વ્યાપક રીતે ઘણાં જ સુવ્યવસ્થિત તરીકે ગણના થાય છે દા.ત. સાઉથ આફ્રિકાનો ૧૯૯૮નો જળ કાયદો. ૨૦૦૦નાં વર્ષનો યુરોપિયન જળ ફ્રેમવર્ક ડાયરેક્ટીવ પણ છે. રાષ્ટ્રીય માળખાં કાયદાની પ્રકૃતિ અને વ્યાપ સ્પષ્ટ કરવાનું મહત્વનું બની જાય છેઃ
  • જે ભલામણ કરી છે તે કેન્દ્રીય જળ વ્યવસ્થાપન કાયદો અથવા ફરમાન અને નિયંત્રણ કાયદો નથી પરંતુ ફ્રેમવર્ક લોં છે. એટલે કે કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક નિયંત્રણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું સામાન્ય સિદ્ધાન્તો નું એક નિવેદન કે જે વૈધાનિક કસરત અથવા વહીવટી સત્તા સંચાલન કરે છે.
  • કાયદાનો ઇરાદો ખરા અર્થમાં ન્યાયપૂર્ણ બનવાનો છે. આ કાયદો પસાર થાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને પંચાયતીરાજ સંસ્થાઓ તેની કામગીરી કરે તેમજ તેઓ ફ્રેમવર્ક કાયદામાં જણાવેલ સિદ્ધાંતો અને અગ્રતાનો અમલ કરે તે મહત્વનું છે.
  • આ કાયદામાં સુપ્રિમ કોર્ટ દ્વારા જળ સંબંધિત કરેલ બધી ઘોષણાઓનો સમાવેશ કરાયો છે. આમાં બંધારણમાં સુધારા, માહિતી અધિકાર અધિનિયમ- ૨૦૦૫ના પારદર્શિતાના સિદ્ધાંતો વગેરેનો સમાવેશ થાય છે

કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનાં હાલની બંધારણીય લેજીસ્લેટીવ સત્તાના અનુસંધાનમાં જોતાં, રાષ્ટ્રીય જળ ફ્રેમવર્ક કાયદો અમલી બનાવવા, બંધારણની કલમ ૨૫૨(૧)ની જોગવાઇઓને અનુસરવી એ જ એકમાત્ર રસ્તો છે. આથી જો બે કે તેથી વધુ રાજ્ય વિધાનસભા આ કાયદો પસાર કરવા માટે સંસદના ટેકામાં જો ઠરાવ પસાર કરે તો સંસદ તે મુજબ કાયદો ઘડી શકે છે. આ બધાં મહત્વનાં પાસાઓને લક્ષમાં લેતાં ૧૨મી પંચવર્ષીય યોજનામાં, ઘણાં સમયથી અટવાયેલ જળ અંગેના કાયદાની બાબત ઘણી પડકારરૂપ રહી હતી. હજી આગળ વધતાં આ નવા અભિગમનો અમલ કરાવવો એ અતિ મુશ્કેલ બાબત બની રહેશે. પરંતુ પાણીની કટોકટીની સમસ્યા જે વિકરાળ બનતી જ જાય છે ત્યારે રાજ્યો તથા કેન્દ્ર સરકારે સાથે મળીને પરસ્પર હિત ન જોખમાય તે લક્ષમાં રાખીને આ કાયદો પસાર કરે/અમલી બનાવે તેવી આશા રાખીએ.

કંપનીઓ માટે તેમના વાર્ષિક અહેવાલમાં તે વર્ષના જળ ફુટપ્રિન્ટની વિગતો આપવાનું ફરજીયાત બનાવવાની પણ દરખાસ્ત છે. જેમાં ઉત્પાદનની વિવિધ ગતિવિધિઓમાં તેમના દ્વારા વાપરવામાં આવતો તાજા પાણીનો જથ્થો, તેમના દ્વારા વપરાયેલ રિયુઝડ અને રીસાયકલ પાણીનો જથ્થો તથા સમયસીમા સાથેનો વાયદો કે કંપની તેની જળ ફુટપ્રિન્ટ ને ચોક્કસ માત્રામાં ઘટાડશે અને તે પણ ચોક્કસ સમયગાળામાં આ વિગતો આપવી પડશે

લેખક મિહિર શાહ આયોજન પંચ, ભારત સરકાર અને નેશનલ એડવાયઝરી કાઉન્સિલના સભ્ય છે.

સંકલનઃ કંચન કુંભારાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate