অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ

વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ

જળસંપત્તિ વિભાગ હસ્તકકના સરકારી મકાનોના છત પરથી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું કામ.

સામાન્‍ય રીતે ગુજરાતમાં વરસાદ અનિયમિત અને ઓછો પડતો હોય છે. ઘણી જગ્‍યાએ ખૂબ જ ઓછો વરસાદ થાય છે. જેથી પાણીની અછત સર્જાય છે. જેથી ખેતી માટે પીવાના પાણી માટે કૂવાઓ અને બોર ધ્‍વારા ઉદ્દવહન સિંચાઇ કરવી પડે છે. જેથી ભૂગર્ભ જળના તળ દર વર્ષે નીચા જતાં જાય છે. જે ઘણી ચિંતાજનક બાબત છે અને પાણીની અછતને લીધે સિંચાઇ તેમજ પીવાના પાણીની ઘણી જ મુશ્કેલીઓ ઉભી થાય છે. ભૂતકાળના અનુભવે જાણવા મળેલ છે કે દર ૩ થી ૪ વર્ષે એક વર્ષ ગુજરાતમાં દુષ્‍કાળનો સામનો કરવો પડે છે. જેથી ખેતીના પાક નિષ્‍ફળ જાય છે. અને પીવાના પાણીની અછતથી ભયંકર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ ઢોર – ઢાંખર માટે ઘાસચારાની પરિસ્‍થિતિ પણ ઘણી વિકટ જોવા મળે છે.

ઉપરોકત સમગ્ર બાબતોને ધ્‍યાને લઇ, ભવિષ્‍યમાં પાણીની અછતની ઉભી થનાર સંભવિત પરિસ્‍થિતિનો સામનો કરવા, ગંભીરતાથી વિચારવા ગુજરાત સરકારે અસરકારક પગલાં લેવા માટે કટીબધ્‍ધ બની છે. 
જે બાબતના ભાગરૂપે જળસંપત્તિ વિભાગ ધ્‍વારા ઉચ્‍ચ કક્ષાએ અગ્રસચિવશ્રીની સુચનાઅનુસાર ચર્ચા વિચારણા કરવા મુખ્‍ય ઇજનેરશ્રી (મ.ગુ.) અને અધિક સચિવશ્રીની ચેમ્‍બરમાં તા. ૦૨-૦૫-૦૮ ના રોજ વિભાગના સર્વે મુખ્‍ય ઇજનેરશ્રીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા વિચારણા કરવામાં આવેલ. મીટીંગમાં લેવાયેલ નિર્ણય મુજબ સરકારી મકાનો, કોલોનીઓ, ગોડાઉનો, વિશ્રામગૃહો તેમજ અન્‍ય સરકારી મકાનો કે જ્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારી શકાય તેમ હોય તેવા મકાનોમાં આ યોજનાનું અમલીકરણ કરી, વધુમાં વધુ વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારી શકાય તે રીતે આયોજન કરી અમકલીકરણ કરવાનું નક્કી કરેલ છે.

ઉપરોકત આયોજન મુજબ જળસંપત્તિ વિભાગ હસ્‍તકના સરકારી મકાનોના છતનો કુલ વિસ્‍તાર ભેગો કરવામાં આવેલ. તે મુજબ કુલ ૩,૬૬,૨૦૪ ચો.મી. વિસ્‍તારનું પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાની યોજનાના કુલ ખર્ચ રૂ. ૨,૭૩,૩૧,૮૭૦-૦૦ ની નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગના પત્ર ક્રમાંક : પરચ/૧૦૨૦૦૮/બી-૭૩/ભાગ-૨/ક, તા. ૩૦-૦૮-૨૦૦૮ થી સમગ્ર વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. અને તે મુજબ સૂચવેલ અંદાજીત વિસ્‍તારમાં સદર યોજનાના કામનું આયોજન કરવામાં આવેલ. તે મુજબ ચાલુ વર્ષમાં ૨૪૧૦૩ ચો.મી. માં કામગીરી કરવામાં આવેલ. બાકી રહેતો ૩,૪૩,૦૯૧ ચો.મી. સને ૨૦૦૯-૧૦ ના વર્ષમાં આયોજન કરેલ છે. જે કામગીરી દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. 

સરકારી મકાનોના છત પરથી વરસાદી પાણી એકઠું કરી ભૂગર્ભમાં ઉતારવાના કામના અંદાજપત્રકમાં નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રથમ છત પરથી વરસાદી પાણી એકઠું કરી, ડ્રેઇન પાઇપ ધ્‍વારા નીચે ઉતારી, જુદી જુદી જંકશન ચેમ્‍બરો ધ્‍વારા પાણી એકઠું કરી, ફિલ્‍ટર ચેમ્‍બરમાં ભેગું કરવામાં આવે છે. ફિલ્‍ટર ચેમ્‍બરમાં ૬૦ મી. ઉંડો બોર બનાવી સ્‍લોટેડ પાઇપો ઉતારી, ફિલ્‍ટર ચેમ્‍બર, ગ્રેવેલ અને રેતીથી ભરી લઇ ચેમ્‍બરને આર.સી.સી. ઢાંકણથી ઢાંકી દેવામાં આવે છે. જેથી ફિલ્‍ટર ચેમ્‍બરમાં એકઠું થયેલ પાણી જુદી જુદી ચેમ્‍બરમાંથી પસાર થઇ, ફિલ્‍ટર થયેલ પાણી સ્‍લોટેડ પાઇપ ધ્‍વારા સીધું જ ભૂગર્ભમાં ઉતારી દેવાનું આયોજન કરેલ છે. આ યોજના અંતર્ગત જુદા જુદા વર્તુળો ધ્‍વારા ચાલુ સાલે વર્ષ ૨૦૦૮-૦૯ માં કુલ ૨૪,૧૦૩ ચો.મી. વિસ્‍તારમાં પાણી એકઠું કરી, ભૂગર્ભમાં ઉતારવાનું કામ પૂર્ણ થયેલ છે, જેનું સારૂ પરિણામ જોવા મળેલ છે. અને તે વિસ્‍તારમાં ભૂગર્ભ જળના તળ ઉપર આવેલ જણાયેલ છે.

વર્તુળ કચેરીનું નામ

સુચવેલ ટેરેસ એરીયા (ચો.મી.)

૨૦૦૮-૦૯ માં પૂર્ણ કરવામાં આવેલ કામ (ચો.મી.)

૨૦૦૯-૨૦૧૦ માં કરવાના થતા બાકી કામનું આયોજન (ચો.મી.)

અમદાવાદ સિંચાઇ યોજના વર્તુળ, અમદાવાદ

૨૩૦૫

૨૩૦૫

જળસંપત્તિ સંશોધન વર્તુળ, નં -૧ અમદાવાદ

૧૯૩૦

૧૯૩૦

સ્‍ટેટ વોટર ડેટા સેન્‍ટર, ગાંધીનગર

૧૩૮૩

૧૩૮૩

જળ અને જમીન વ્‍યવસ્‍થા સંસ્‍થા, આણંદ

૧૯૩૭૦

૨૫૦

૧૯૧૨૦

વડોદરા સિંચાઇ વર્તુળ, વડોદરા

૯૬૪૦

૯૬૪૦

ગેરી, વડોદરા

૯૭૪૧

૯૭૪૧

સુ.સુ. વર્તુળ નં ર મહેસાણા ( )

૧૧૯૩૯

૬૪૫

૧૧૨૯૪

કરજણ નહેર વર્તુળ, રાજપીપળા

૨૯૭૫૮

૨૯૭૫૮

સુરત સિંચાઇ વર્તુળ, સુરત

૧૪૫૫૧

૭૦૫૦

૭૫૦૧

ઉકાઇ વર્તુળ, (સી) ઉકાઇ

૧૧૮૭૮૦

૧૧૮૭૮૦

દમણગંગા યોજના વર્તુળ, વલસાડ

૫૯૪૫

૩૨૧૫

૨૭૩૦

પાનમ યોજના વર્તુળ, ગોધરા

૨૯૧૦

૩૯૦૦

ભાવનગર સિંચાઇ વર્તુળ, ભાવનગર

૧૬૩૦૦

૧૬૩૦૦

ભાવનગર સિંચાઇ યોજના વર્તુળ, ભાવનગર

૧૮૬૦

૧૮૬૦

હિંમતનગર સિં.યો. વર્તુળ, હિંમતનગર

૩૩૮૧૮

૩૩૮૧૮

કચ્‍છ સિંચાઇ વર્તુળ, ભૂજ

૧૬૫૨

૧૬૫૨

પાલનપુર સિં.યો. વર્તુળ, પાલનપુર

૧૨૬૪૨

૧૨૬૪૨

ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટ

૭૩૧૨

૨૬૨૧

૪૬૯૧

ગાંધીનગર પંચાયત સિંચાઇ વર્તુળ, ગાંધીનગર

૧૮૦૦

૧૮૦૦

મહીં સિંચાઇ વર્તુળ, નડિયાદ

૧૦૪૯૪

૧૦૪૯૪

કડાણા યોજના વર્તુળ, દિવડા કોલોની

૩૭૭૯૯

૩૭૭૯૯

રાજકોટ સિંચાઇ યોજના વર્તુળ, રાજકોટ

૩૨૩૭

૧૫૫૨

૧૬૮૫

રાજકોટ સિંચાઇ વર્તુળ, રાજકોટ

૩૨૮૬

૩૧૦

૨૯૭૬

સુ.સુ. વર્તુળ નં ૧, ગાંધીનગર

૫૦૫૨

૫૦૫૨

રાજકોટ પંચાયત સિં. વર્તુળ, રાજકોટ

૨૭૦૦

૨૭૦૦

કુલ ક્ષેત્રફળ (ચો.મી.)

૩,૬૬,૨૦૪.૦૦

૨૪,૧૦૩

૩,૪૩,૦૯૧

સ્ત્રોત : નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate