હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / નિતીઓ / પવન ઊર્જા નીતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પવન ઊર્જા નીતિ

પવન ઊર્જા નીતિ વિશેની માહિતી આપેલ છે

ગુજરાત સરકારે નવી પવન શક્તિ ઊર્જા નીતિ (વિન્ડ એનર્જી પોલીસી) જાહેર કરી છે. જેમાં પવન ઊર્જા દ્વારા વીજળી પેદા કરનાર પરવાનેદારો પાસેથી રાજ્ય સરકાર પ્રતિ યુનિટ રૂ. 3.56ની બદલે પ્રતિ યુનિટ રૂ. 4.15 પૈસાના ભાવે વીજળી ખરીદશે. એટલે કે પવન ઊર્જા વીજળીના ખરીદ ભાવમાં અંદાજે 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે આ ઉપરાંત તેમને પડતર અને બીનઉપજાવ જમીન આપવાની બાબતનો પણ સમાવેશ થાય છે.

રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે આજે જાહેર કર્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પવન ઊર્જા શક્તિના વિકાસને વધુ વેગવંતો બનાવવા નવી પ્રોત્સાહક પવન ઊર્જા નીતિને મંજૂરી આપી છે. 2001માં ગુજરાતમાં પવન ઊર્જાથી 150 મેગા વોલ્ટની વીજળી ઉત્પન્ન થતી હતી. જ્યારે 2013માં એટલે કે છેલ્લા એક દસકામાં તે વધીને 3147 મેગાવોલ્ટ થઇ છે. સમગ્ર દેશમાં પવન ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા 19 હજાર મેગાવોલ્ટની સામે એકલા ગુજરાતમાં જ 3147 મે. વો. વીજ ઉત્પાદન થાય છે.

તેમણે નવી પવનશક્તિ ઊર્જા અંગેમાં વધુ માહિતી આપતા કહ્યું કે નવી નીતિથી વિકાસકારો પવન ઊર્જા મથકો દ્વારા વીજ ઉત્પાદન કરશે ત્યારે ગુજરાત સરકારની વીજ કંપની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ પ્રતિ યુનિટ રૂ. 4.15ના ભાવે ખરીદશે. અગાઉ આ દર રૂ. 3.56 પ્રતિ યુનિટ હતો. આ ઉપરાંત વીજ ઉત્પાદકો ગુજરાત સરકારની વીજ કંપની કે અન્ય વીજ વિતરણ પરવાનેદારોને વેચી શકશે. નવા નક્કી કરાયેલા દરો 25 વર્ષ સુધી વીજ વેચાણ માટે અમલમાં રહેશે. આ ઉપરાંત પવન ઊર્જા દ્વારા ઉત્પાદન થતી વીજળીને વિદ્યુત શુલ્કમાંથી માફી આપવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે પવન દ્વારા ઉત્પાદિત વીજળી ઉત્પાદક ઇચ્છે છે તો ગુજરાતમાં આવેલી પોતાની ફેકટરીમાં સ્વવપરાશ માટે ઉપયોગમાં લઇ શકશે. વીજ સ્વવપરાશ માટેની આ જોગવાઇ વિહલીંગ અને ટ્રાન્સમીશન ચાર્જીસ સાથે કરવામાં આવી છે. જો એક થી વધારે સ્વવપરાશ માટેની વીજળીનું ઉપયોગ કરવાનો થાય તો આ ચાર્જીસ ઉપરાંત વધારાના પાંચ પૈસા પ્રતિયુનિટના દરે ચુકવણીથી વપરાશ કરી શકાશે. ઔદ્યોગીક એકમો દ્વારા વપરાશ પછી વધેલી કે પુરાંત રહેલી પવનવીજળી યુનિટ દીઠ રૂ. 4.15 ના 85 ટકા એટલે કે રૂપિયા 3.52 ટકા લેખે વિતરણ કંપનીને વેચે છે તેમ ગણત્રી કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું કે જે પવન વિદ્યુત ઉત્પાદકોને પોતાના ઉપયોગ માટે વીજળી વાપરવી ન હોય અને વળતર દરે પણ વેચવી ન હોય તેમને સંબંધિત ટ્રાન્સમિશન અને વિહલીંગ ચાર્જની ચુકવણી કરવાની અને બેન્કીંગની સુવિધા વિના, 15 મિનિટના સમયના બ્લોકમાં ઊર્જા સરભર કર્યેથી ત્રીજા પક્ષકારને વીજળી વેચવાની પરવાનગી આપી શકાશે.  આ ઉપરાંત રાજ્યના ઊંડાણ વિસ્તારોની સરકારી પડતરી જમીનોમાં પવન ઊર્જા મથકો સ્થાપવા માટે વિકાસ કારોને જમીન ફાળવવા અંગેની જોગવાઇ આ નીતિમાં જાહેર કરવામાં આવી છે પરીણામે પડતર અને બીનઉપજાવ જમીનો ઉપયોગમાં લઇ શકાશે.

સ્ત્રોત: ગ્લોબલ ગુજરાત ન્યુઝ

3.17777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top