હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / નિતીઓ / પર્યાવરણીય અહેવાલની સ્થિતિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પર્યાવરણીય અહેવાલની સ્થિતિ

પર્યાવરણીય અહેવાલની સ્થિતિ વિષે માહિતી

ભારતમાં પર્યાવરણીય અહેવાલની સ્થિતિનો મુખ્ય ઉદ્દેશ ભારતના પર્યાવરણાત્મક રૂપરેખાના સર્વસામાન્ય નિરીક્ષણને પ્રગટ કરવું જે તાર્કિક અને માહિતી આધારિત નિર્ણય-નિર્માણમાં સહાય પૂરી પાડે અને આધારરેખા દસ્તાવેજ તરીકેની પૂર્તિ કરે.

SoE અહેવાલનો ઉદ્દેશ રાજ્ય અને પર્યાવરણના વલણના વિશ્લેષણના આધારે આવનારા દાયકાઓ માટે સાધનસંપત્તિ ફાળવવા માટે નીતિ માર્ગદર્શનો અને વ્યુહરચનાઓ પ્રદાન કરવાનો હતો અને તે રાષ્ટ્રીય પર્યાવરણાત્મક કાર્ય આયોજન માટે માર્ગદર્શન પૂરા પાડે છે.

ભારત માટેની પર્યાવરણ અહેવાલની સ્થિતિ રાજ્ય અને પર્યાવરણના વલણો (જમીન, પાણી, હવા) અને મુખ્ય પાંચ મુદ્દાઓ જેવા કે હવામાન પરિવર્તન, ખાદ્યપદાર્થની સુરક્ષા, પાણીની સુરક્ષા, ઉર્જા સુરક્ષા અને શહેરીકરણનું સંચાલનને આવરે છે.

અહેવાલ ભારત માટેના પર્યાવરણ અને કુદરતી સાધનસંપત્તિઓની વર્તમાન અવસ્થા સંબંધિત અને પર્યાવરણાત્મક બદલાવો પાછળના પ્રભાવો અને આ બદલાવો સાથે સંલગ્ન અસરો સંબંધિત વિવિધ પ્રાધાન્ય મુદ્દાઓ પર ઊંડું જ્ઞાન પૂરુ પાડે છે. અહેવાલ આગળ પર્યાવરણના માનભંગની ચકાસણી કરવા અને તેની દેખરેખ રાખવા વળતા પગલાઓ તરીકેના કાર્યક્રમો અથા સરકારના વર્તમાન અને પ્રસ્તાવિત નીતિ પ્રારંભોનું મૂલ્યાંકન પણ કરે છે અને નીતિ વિકલ્પો પણ સૂચિત કરે છે.

પર્યાવરણ અહેવાલ 2009ની સ્થિતિના પ્રમુખ મુદ્દાઓ

  • ભારતની જમીનના લગભગ 45 ટકા ધોવાણ જીનની અમ્લતા, ખારાશ અને ક્ષારીયતા, પાણીના ભરાવા અને પવનના ધોવાણના કારણે ભ્રષ્ટ થાય છે. જમીનની ભ્રષ્ટતાના મુખ્ય કારણો વન નાબૂદી, અરક્ષણીય ખેતી, ખાણકામ અને અતિશય પ્રમાણમાં ભૂમિગત પાણીનો નિકાલ છે. જો કે, ભ્રષ્ટ થયેલા બે-તૃતીયાંશથી પણ વધારે 147 મિલીયન હેક્ટરોને ફરીથી સરળતાથી નિર્માણ કરી શકાય છે. ભારતનું જંગલ આવરણ પણ ક્રમિક રીતે વધી રહ્યું છે (હાલમાં લગભગ 21%).
  • તેના તમામ શહેરોમાં હવા પ્રદૂષણ વધી રહ્યું છે. શ્વસન યોગ્ય સ્થગિત ભૌતિક પદાર્થ (મેશ અને ધુળના નાના રજકણો જે ફેફસામાં જાય છે)નું સ્તર એ ભારતના તમામ 50 શહેરોમાં પહોંચી ગયું છે. શહેરી હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ વાહનો અને ફેક્ટરીઓ છે.
  • ભારત પોતે વાપરી શકે તેવા પાણીમાંથી 75 ટકા વાપરે છે અને જો તે સંભાળપૂર્વક વાપરવામાં આવે તો ભવિષ્ય માટે પર્યાપ્ત છે. ઘરગથ્થુ વપરાશ, ખરાબ રીતે ઘરોમાંથી થતો નિકાલ, ઉદ્યોગો દ્વારા ભૂમિગત પાણીનો અનિયમિત નિકાલ, ફેક્ટરીઓ દ્વારા ઝેરી અને સેન્દ્રીય અપવ્યય પાણીનો નિકાલ, બિનકાર્યક્ષમ સિંચાઈ અને રાસાયણિક ફર્ટીલાઈઝરો અને પેસ્ટીસાઈડોનો અતિશય વપરાશ એ દેશની પાણીજન્ય સમસ્યાઓના મુખ્ય કારણો છે.
  • ભારત તેનામાં આવેલી સંખ્યાબંધ જાતોને લક્ષીને વિશ્વની 17મો "સૌથી વિવિધતાપૂર્ણ" દેશ છે, જ્યારે તેની વન્ય ધરા અને પ્રાણીસૃષ્ટીમાંથી 10 ટકા ભયગ્રસ્ત યાદીમાં છે. આ માટેના મુખ્ય કારણો રહેઠાણોનો નાશ, ગેરકાયદેસર શિકાર, આક્રમક જાતો, અતિશય શોષણ, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન છે.
  • ભારતની શહેરી જનગણનાના એક-તૃતીયાંશ હવે ઝૂંપડાઓમાં રહે છે.
  • આબોહવા પરિવર્તનને દોરતા વિશ્વની ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ભારત કેવળ પાંચ ટકા યોગદાન આપે છે. જો કે, લગભગ 700 મિલીયન ભારતીયો પ્રત્યક્ષપણે આજે વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિના ભયનો સમાનો કરી રહ્યા છે, કારણ કે તે દરિયાઈ સ્તરને વધારે છે અને તેથી ખેતી પર અસર કરે છે, વારંવાર દુકાળ, પૂર અને ચક્રવાતો સર્જે છે.
સ્ત્રોત: THE MINISTRY OF ENVIRONMENT & FORESTS, Government of India
3.02
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top