অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રસ્તાવના

પ્રસ્તાવના

  • માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અન્વયે સચિવાલયના વહીવટી વિભાગો દ્વારા પ્રકરણવાર માહિતી પુસ્તિકા પ્રગટ કરવાની રહે છે. જે અન્વયે નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની કામગીરી તથા તે અન્વયે માહિતીનો આ પુસ્તિકામાં સમાવેશ કરવામાં આવેલ છે.
  • ભારત સરકાર દ્વારા અમલમાં આવતા અધિનિયમ-૨૦૦૫ અન્વયે રાજયના નાગરિકોને મળવાપાત્ર માહિતીની જાણકારી તથા તે માહિતી કઇ કક્ષાએથી મળી રહે તેની વિગતોની જાણકારીના ઉદ્દેશથી આ પુસ્તિકા પ્રગટ કરવામાં આવે છે.
  • આ પુસ્તિકા સામાન્ય સંજોગોમાં રાજયની જાહેર જનતાને ઉપયોગી થશે.
  • વિભાગની કાર્યવાહી અને તે અંગેની સંબંધિત માહિતી પ્રકરણવાર તૈયાર કરાયેલ છે. વિભાગમાં વહીવટી તથા તાંત્રિક અને બંને પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
  • પુસ્તિકામાં આવરી લીધેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા અંગે વિભાગના મદદનીશ જાહેર માહિતી અધિકારી અને ઉપ સચિવશ્રી (સંકલન) બ્લોક નંબર-૯/૫, નવા સચિવાલય, ગાંધીનગર (ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૭૩૯)નો સંપર્ક કરવાનો રહેશે.
  • પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તેવી માહિતી મેળવવા માટે ફી નું કોઇ ધોરણ નિયત કરાયેલ નથી તથા આ બાબત સમયોચિત સરકારશ્રી દ્વારા નિયત થાય તે મુજબ લાગું પડશે.

સ્ત્રોત:  નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/31/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate