વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જાહેર તંત્ર ઉદ્દેશ / હેતુ

જાહેર તંત્ર ઉદ્દેશ / હેતુ

અમુલ્ય અને સીમિત જળસંપત્તિને મહત્તમ પ્રમાણમાં નાથવા માટે, વિશાળ, માધ્યમ અને નાના સંગ્રહો, ભૂગર્ભ જળનો સંયુકત વપરાશ, ભૂતળ સંગ્રહોનું જતન અને ફેર વપરાશ, ક્ષારવૃધ્ધિ નિવારણ પાણીના વધારાના જથ્થાનું માર્ગાતરણ વગેરેનો આંતરિક અને સંકલિત પધ્ધતિનો ઉપયોગ કરી અમુલ્ય અને સીમિત જળસંપત્તિને નાથવા તથા યોગ્ય પરિક્ષેત્રમાં પ્રજામીય હેતુ માટે વપરાશ એ તંત્રનો ઉદ્દેશ છે.

ગુજરાત સરકારનો નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વિભિન્ન ઉપયોગો માટે નીચે પ્રમાણે પ્રવૃત્ત છે.

 • ઉપલબ્ધ જળસંપત્તિના મહત્તમ .પયોગ અંગેનું આયોજન કરવું
 • રાજયની જળનીતિ તૈયાર કરવી અને સમયાંતરે તેની સમીક્ષા કરવી.
 • જથ્થાવાર, સમયસર તેમજ ગુણવત્તાવાર માહિતી મેળવી ને તેનું વિશ્લેષણ કરીને પાણીનો સંગ્રહ કરવો.
 • કૃષિ ઉત્પાદન વધારવા માટે સિંચાઇ લાભો વધારવા અને તે માટે ઉપલબ્ધ જળસંપત્તિનો મહત્રમ .પયોગ કરવો અને તેમ કરીને રાજયના ખેડૂતોનું નિર્વાહધોરણ વધારવું.
 • જરૂર જણાય તેવા વિસ્તારોમાં ભૂગર્ભ વળ રીચાર્જ કરવું
 • સમુદ્રી તેમજ અખાતી વિસ્તારોમાં ક્ષારવૃધ્ધિ નિવારણ કરવું.
 • પાણીની સમતુલા જાળવવા માટે જળસંપત્તિનો સંયુકત ઉપયોગ કરવો.
 • પાણીની તંગી અને અછત ધરાવતા વિસ્તારોમાં પાણીની છતવાળા વિસ્તારોમાંથી પાણીની તબદીલી કરવી.
 • સુજલામ સુફલામ યોજનાને પુર્ણ કરવી.
 • શકય એટલા તમામ સ્થળોએ ચેકડેમ, નાની, મધ્યમ તથા મોટી સિ઼ચાઇ યોજનાઓ થકી પાણીનો મહત્તમ જળસંગ્રહ ઉભો કરવો.
 • ઉભી થયેલ જળાશય યોજનાઓ થકી થતી સિંચાઇ માટે યોગ્ય પધ્ધતિનો ઉપયોગ કરી કરકસરયુકત જળ વપરાશ કરવો.
 • ભૂગર્ભ અને ભૂપૃષ્ઠ જળનો સમન્વીત ઉપયોગ કરી વિવિધ સિંચાઇ પધ્ધતિ દ્વારા પાણી બચાવવા અંગે ખેડૂતોમાં જાગૃતિ કેળવવી.
 • ઓછી સંગ્રહશકતવાળા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આવેલ જળાશયોમાં બાષ્પીભવન થકી થતો પાણીનો દુરવ્યય અટકાવવો.
 • હયાત તળાવો ઉંડા કરવા.
 • પાણીનું ટીંપેટીંપુ બચાવવા તમામ સ્થળોએ શકય તયાં પાણી અવરોધક બાંધકામો (Water harvesting Structures) કરવા

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

2.94444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top