હોમ પેજ / ઊર્જા / પર્યાવરણ / જળ / નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ / દક્ષિણ ગુજરાત વિસ્તારની જમીનની લાક્ષણીક્તાઓ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

દક્ષિણ ગુજરાત વિસ્તારની જમીનની લાક્ષણીક્તાઓ

દક્ષિણ ગુજરાત વિસ્તારની જમીનની લાક્ષણીક્તાઓ

દક્ષિણ ગુજરાતમાં ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જીલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારની જમીન મહંદ અંશે ભારે પોતવાળી, ઉંડી, સારી થી મધ્યમ નિતારશક્તિ ધરાવે છે. જમીનમાં સાધારણ અમ્લતા અને સામાન્ય ખારાશ છે. અને પશ્ચિમ તરફ સમુદ્ર વિસ્તાર તરફ નાં વિસ્તારની જમીન પ્રબળ ખારાશ ધરાવે છે. જમીન ની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ઉંડાઇ, પોત, નિતારશક્તિ, ખારાશ વિસ્તાર જીલ્લાવાર આ મુજબ છે.

દક્ષિણ ગુજરાતમાં જમીનની ઉંડાઇ પશ્ચિમ વિભાગના વિસ્તારોમાં મહત્તમ ઉંડાઇ ની સાથે મધ્યમ ઉંડાઇ તેમજ પૂર્વ વિસ્તારમાં મોટે ભાગે છીછરી ઉંડાઇ ધરાવે છે. જ્યારે અમુક વિસ્તારમાં મધ્યમ છીછરી ઉંડાઇ ધરાવતી જમીન જોવા મળે છે.

ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં મોટા ભાગે ઘણી ઉંડી પ્રકારની જમીન જોવા મળે છે. સાથે સાથે મધ્યમ ઉંડી પ્રકારની જમીન પણ ભરુચ, વડોદરા અને સુરત જીલ્લાની હદ ને જોડતાં વિસ્તારમાં તેમજ વલસાડ જીલ્લાની દક્ષિણે કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. જ્યારે ભરુચ, સુરત અને વલસાડ જીલ્લાનાં પૂર્વ ભાગમાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે. નર્મદા, તાપી જીલ્લામાં સામાન્ય રીતે છીછરા પ્રકારની જમીન ની સાથે ઘણી ઉંડી પ્રકારની જમીન છે. જ્યારે ડાંગ જીલ્લામાં છીછરી ઉંડાઇ ધરાવતી જમીન છે.

ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ જીલ્લાના વિસ્તારમાં જમીન મોટા ભાગે ભારે પોતવાળી (કાળી જમીન) છે. વલસાડ જીલ્લામાં પૂર્વ વિભાગમાં મધ્યમ પ્રતવાળી (ગોરાડુ જમીન) જમીન જોવા મળે છે. જ્યારે નર્મદા જીલ્લાની ઉત્તરે વડોદરા જીલ્લાની હદ ને જોડતા વિસ્તારમાં હલકાં પોત વાળી (રેતાળ) જમીન છે.

ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લાનાં પશ્ચિમ વિસ્તારમાં મહંદ અંશે મધ્યમ સારા પ્રકારની નિતારશક્તિ વાળી જમીન છે. જ્યારે પશ્ચિમમાં જ સમુદ્ર તરફ ના વિસ્તારમાં જમીન નબળી નિતારશક્તિ ધરાવે છે. સદર જીલ્લાનાં પૂર્વ વિભાગમાં જમીન સારી નિતારશક્તિ ધરાવે છે. નર્મદા અને તાપી જીલ્લામાં જમીન નાં મોટા ભાગનાં વિસ્તાર તેમજ ડાંગ જીલ્લાનાં વિસ્તારની સમગ્ર જમીનની નિતારશક્તિ સારી જોવા મળે છે.

દક્ષિણ ગુજરાતનાં ભરુચ, સુરત, નવસારી, વલસાડ જીલ્લાનાં પશ્ર્ચિમ ભાગની જમીન જે સમુદ્ર વિસ્તારની આસપાસ છે. તેવા વિસ્તારની જમીન સામાન્ય તિવ્ર થી તિવ્ર ખારાશ ધરાવે છે. ભરુચ, સુરત જીલ્લામાં જમીનમાં ઓછી ખારાશથી મધ્યમ ખારાશ જોવા મળે છે જ્યારે સમુદ્ર તરફનાં વિસ્તારોની જમીનમાં તિવ્ર ખારાશ છે. સમુદ્ર તરફ નાં નવસારી, વલસાડ, જીલ્લાનાં વિસ્તારોની જમીનમાં અતિ તિવ્ર ખારાશ જોવા મળે છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

3.04761904762
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top