অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ વિશે

પ્રાસ્તાવિક

જળ જીવનનું અમૃત છે, તે જીવનનું સવિશેષ આવશ્યેક તત્ત્વ છે, એક એવું તત્વભ જેનાથી જીવન પાંગર્યું હતું અને જેના વગર જીવન અશકય છે પરંતુ દુર્ભાગ્યવશ્, તે હંમેશાં શુધ્ધરૂપમાં અને દરેક સ્થળે ઉપલબ્ધધ હોતું નથી. આ જ કારણસર વિશ્વતસનીય અને પોષણક્ષમ સિંચાઇ સુવિધાઓ હંમેશાં આંતરમાળખાકીય વિકાસના ભાગરૂપે અત્યંઅત આવશ્ય ક બનેલ છે. જળ આવશ્યાક માત્રામાં ઉપલબ્ધક ન હોવાના કારણે તેનું સંરક્ષણ અને સંવર્ધન ખૂબ જ મહત્વ નું બન્યુંઓ છે. વિશેષે કરીને જળ સ્ત્રો તોના વિકાસના આયોજન માટે. જળસંપત્તિ વિભાગનો પાયો આ જ બાબત ઉપર રચાયેલો છે.

નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પ્સર વિભાગ :

આ વિભાગમાં સચિવશ્રી કુલ-૫ ઉચ્ચ અધિકારીઓ કામગીરી કરે છે. જે નીચે મુજબ છે.

  • સચિવશ્રી (જળસંપત્તિ)
  • ખાસ સચિવશ્રી (જળસંપત્તિ)
  • અગ્ર સચિવશ્રી (નર્મદા)
  • અગ્ર સચિવશ્રી (પાણી પુરવઠા)
  • સચિવશ્રી (કલ્પસર)

સચિવશ્રી અને ખાસ સચિવશ્રીઓને ફાળવેલ કામગીરીને લગતી વિગત નીચે મુજબ છે.

સચિવશ્રી (જળસંપત્તિ)

 

  • મુખ્ય ઇજનેર (ઉત્તર ગુજરાત) અને અધિક સચિવશ્રી હસ્તરકની કામગીરી.
  • મુખ્ય ઇજનેર (મધ્ય ગુજરાત) અને અધિક સચિવશ્રી હસ્તરકની કામગીરી
  • મુખ્ય ઇજનેર (સૌરાષ્ટ્રા) અને અધિક સચિવશ્રી હસ્તનકની કામગીરી
  • મુખ્ય ઇજનેર (ગુણવત્તા નિયમન) અને અધિક સચિવશ્રી હસ્તહકની કામગીરી
  • મુખ્ય ઇજનેર (યાંત્રિક) અને અધિક સચિવશ્રી હસ્ત્કની કામગીરી.
  • એન્યુઅલ પ્લાન અને બજેટને લગતી કામગીરી.
  • ખાસ સચિવશ્રી (જ.સ.) ને સોપવામાં આવેલ હોય તે સિવાય સિંચાઇ પ્રભાગની સઘળી યોજનાકીય અને મહેકમની કામગીરી.

ખાસ સચિવશ્રી(જળસંપત્તિ)

મુખ્ય ઇજનેર (પંચાયત) અને અધિક સચિવશ્રી હસ્તેકની કામગીરી.

વર્ગ-૧ સિવાયના તથા વર્ગ-૨ના નાયબ કાર્યપાલક ઇજનેર સંવર્ગ સિવાયના તમામ સંવર્ગોના મહેકમ અને વહીવટને લગતી કામગીરી

  • ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ ને લગતી કામગીરી.
  • પાણીના દરોની વસુલાત અને તેને લગતી કામગીરી.
  • જમીન સંપાદન અને તેને લગતી આનુસાંગીક કામગીરી.
  • ઇજારદારશ્રીઓના રજીસ્ટ્રેશન અને તેને લગતી કામગીરી.

સચિવશ્રી(કલ્પસર)

  • કલ્પસર યોજનાની કામગીરી.

જળ સંપત્તિ વિભાગમાં મૂખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રી કક્ષાના કુલ - ૬ અધિકારીઓનુ મહેકમ પણ છે. તેની વિગત નીચે પ્રમાણે છે.

  • મુખ્ય ઈજનેર (ઉત્તર ગુજરાત) અને અધિક સચિવશ્રી.
  • મુખ્ય ઈજનેર (મધ્ય ગુજરાત) અને અધિક સચિવશ્રી.
  • મુખ્ય ઈજનેર (સૌરાષ્ટ્રા) અને અધિક સચિવશ્રી.
  • મુખ્ય ઇજનેર (ગુણવત્તા નિયમન) અને અધિક સચિવશ્રી.
  • મુખ્ય ઈજનેર (યાંત્રિક) અને અધિક સચિવશ્રી.
  • મુખ્ય ઈજનેર (પંચાયત) અને અધિક સચિવશ્રી.

મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીઓને ફાળવેલ કામગીરીને લગતી વિગત નીચે મુજબ છે

  1. મુખ્ય  ઇજનેર (ઉ.ગુ.) અને અધિક સચિવશ્રી.

ઉત્તર ગુજરાત (સાબરમતી બેઝીન) તથા સાબરમતી નદી સહીતનો ઉત્તરના વિસ્તારમાં સિંચાઈના બધાજ કામો અને ઉત્તર ગુજરાતમાં કડાણા હાઈ લેવલ નહેર યોજનાના કામો, સહભાગી ચેકડેમો તળાવો ઉંડા કરવાની કામગીરી, ઉ.ગુ.માં પાઈપ લાઈનની કાગીરી, તેમના કાર્યક્ષેત્રમાં આવતા સુજલામ્ સુફલામ્ ના કાર્યો, ડ્રીપ ઇરીગેશન અંગેની કામગીરી, ડેમસેફટી એક્ટ અંગેની કામગીરી

૨ મુખ્યે ઇજનેર (મ.ગુ) અને અધિક સચિવશ્રી.

મધ્ય ગુજરાત(સાબરમતી નદી પછીનો અને નર્મદા નદી સહિતનો વચ્ચેનો વિસ્તા્ર) માં સિંચાઈ અને સહભાગી ચેકડેમો અને તળાવો ઉંડા કરવાની કામગીરી.

  • વાલ્મી, ગેરીના કામો.
  • તેમના કાર્યક્ષેત્રમાં આવતા સુજલામ્ સુફલામ્ ના કાર્યો.
  • આયોજન, મોનીટરીંગ અને બજેટના ફંડનો ઉપયોગ.
૩. મુખ્ય ઇજનેર (સૌરાષ્ટ્રય) અને અધિક સચિવશ્રી.
  • રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ, રાજકોટ.
  • ભાવનગર સિંચાઈ યોજના વર્તુળ, ભાવનગર.
  • રાજકોટ સિંચાઈ વર્તુળ રાજકોટ.

સૌરાષ્ટ્ર  વિસ્તાોરની મધ્યમ તથા નાની સિંચાઈ યોજનાની સર્વેક્ષણ તથા બાંધકામ, દરિયાકાંઠાના સૌરાષ્ટ્રળ વિસ્તાટરના ક્ષાર નિવારણના અને સહભાગી ચેકડેમો, તળાવો ઉંડા કરવાની કામગીરી

૪. મુખ્ય ઈજનેર ( ગુણવત્તા નિયમન) અને અધિક સચિવશ્રી.

સિંચાઈના તમામ કામોની ગુણવત્તા તથા તપાસ અંગે સોંપવામાં આવતી કામગરી, સહભાગી સિંચાઈ યોજના નુ સંકલન

૫  મુખ્ય ઈજનેર (યાંત્રિક) અને અધિક સચિવશ્રી.

વિભાગની યાંત્રિક પાંખની કામગીરી.

૬  મુખ્ય ઈજનેર (પંચાયત) અને અધિક સચિવશ્રી.

જિલ્‍લા પંચાયત અને કચ્છ જિલ્‍લાનો વિસ્‍તાર પંચાયત હેઠળની સિંચાઈની અને કચ્છ જિલ્‍લાની સિંચાઈ યોજનાઓ, વાવોને પુનજીવિત કરવા અંગેની કામગરી.

સચિવાલય કક્ષાએ મુખ્ય ઇજનેરો સમગ્રપણે બાંધકામોની તકનીકી શક્યતાઓ અંગે જવાબદાર છે. જેઓ -

  1. બાંધકામની ગુણવત્તા અને પ્રગતિ બન્નેમાં પરિણમે તેવુ તકનીકી માર્ગદર્શન વધુ ઘનિષ્‍ઠ, સંગીન નિરીક્ષણ અને દેખરેખ પુરા પાડશે
  2. વિભાગની કામગીરીમાં સમગ્ર પણે વુધમાં વધુ કામગીરી કરકસર સાથે કરવી અને મળવાપાત્ર માણસો અને મશીનરી નું સંકલન કરી કામગીરી કરવા માટે પ્રયત્ન કરશે.
  3. સંપૂર્ણ સ્‍થાનિક મુદ્દાઓ અને હાલમાં સચિવાલય કક્ષાએ પહોંચતી અને નિતી ઘડતરને લાગુ પડતી એવી ફરીયાદો બાબતની કામગીરીનો પ્રવાહ વાસ્‍તવિક રીતે ઘટાડશે.
  4. વિભાગનું એકત્રીકરણ પ્રાદેશીક ફલક પર તેમજ પ્રાદેશીક અથવા રાજ્ય કક્ષાની પરીષદોમાં રજુ કરશે.

આ ઉપરાંત ભારત સરકારને યોજનાઓની તૈયારીની બાબતમાં જરૂરી માહિતી પુરી પાડવા અને આવી આવશ્યક હોય તેવી બીજી બાબતો કેન્‍દ્ર મારફત વિશ્વ બેંક સમક્ષ રજુ કરવા સિવાય સચિવાલય કક્ષાએ પ્રયોજનાઓ તૈયાર કરવા અને તેમની નિયમન અને નિભાવ વ્‍યવસ્‍થા કરવી તેમજ સરકારી માલિકીની મશીનરીના વિશાળ કાફલા અને તેના વધારાના ભાગોની સવિસ્‍તાર યાદીનું નિયમન કરવા એક ખાસ એકમ છે. આ ઉપરાંત યોજનાઓની તૈયારી બાબતમાં સચિવાલય કક્ષાએ સંકલન અંગેના તથા તે બાબતોને લગતા બીજા કામોની કાર્યવાહી તથા પાણીની વહેંચણી અંગેની આયોજન પદ્ધતિ સિંચાઈ વિસ્‍તારમાં સિંચાઈ કરવાની દેખરેખ અને પાકોને લગતી બાબતો અંગેની કાર્યવાહી આ એકમ કરે છે.

સચિવાલયમાં વહીવટી મહેકમ, તાલીમ કાર્યક્રમ, નાણાકીય જોગવાઈ તેમજ ખર્ચ પર અંકુશ રાખવા તથા સિંચાઇ યોજનાઓની કાર્ય સમિક્ષા તેમજ લોકોની મુશ્કેલીઓ વિગેરે બાબતોની કામગીરી સંભાળે છે. આ કાર્ય કરવા માટે વિભાગના સચિવશ્રીને નાયબ સચિવ, ઉપ સચિવ અને બિન-તાંત્રિક અધિકારીઓ મદદ કરે છે. આ અધિકારીઓને કેટલીક નાણાકીય તેમજ વહીવટી સત્તા આપવામાં આવી છે.

નર્મદા યોજનાની કામગીરી :

 

  • ગ્રામ્‍ય પાણી પુરવઠા યોજના (ન્યુનત્તમ જરૂરીયાત કાર્યક્રમ)
  • ગ્રામ્ય પાણી પુરવઠા પુનઃયોજના કાર્યાન્વિ કાર્યક્રમ અને ખાસ મરામત, નિભાવણી કાર્યક્રમ.
  • નેધરલેન્‍ડ સરકાર સહાયિત જૂથ યોજના.
  • નર્મદા કેનાલ આધારીત પાઈપ લાઈન/ડીસ્‍ટ્રીબ્યુશન નેટવર્ક
  • શહેરી પાણી પુરવઠા યોજનાઓ
  • શહેરી ગંદા પાણીના નિકાલની વ્‍યવસ્‍થા.
  • ગ્રામ્‍ય સ્‍વચ્છતા.
  • સરહદી વિકાસ વિસ્‍તાર કાર્યક્રમ.
  • ફલોરાઈડની વધુ પડતી અસરવાળા ગામો માટેના કાર્યક્રમ.
  • અછતના ગાળા દરમ્‍યાન પાણી પુરૂ પાડવાની યોજનાઓનો કાર્યક્રમ.
  • વરસાદના પાણીનો ભૂગર્ભમાં સમાવીને રીચાર્જ કરવાનો કાર્યક્રમ.
  • વરસાદી પાણીના સંગ્રહ કરવા માટેના ટાંકા બનાવવાનો કાર્યક્રમ.
  • નો-સોર્સ હેઠળના ગામોને પીવાનું સ્‍વચ્છ પાણી પુરૂ પાડવાનો કાર્યક્રમ.

ઉપરોક્ત યોજના કાર્યન્‍વિત કરવા માટે બોર્ડના વહીવટી માળખામાં મુખ્‍ય ઇજનેર કક્ષાના નિયંત્રણ હેઠળની ત્રણ ઝોન કચેરીઓ (અમદાવાદ, વડોદરા અને રાજકોટ) ઝોન કચેરીના નિયંત્રણ હેઠળ ૧૭ વર્તુળ કચેરીઓ ૬૦ વિભાગીય કચેરીઓ અને ૨૦૨ પેટા વિભાગીય કચેરીઓ અને ૨૦ સેક્શન કચેરીઓ કાર્યન્વિત છે. બોર્ડ કક્ષાએ મુખ્‍ય ઇજનેર કક્ષાના સભ્ય સચિવ ઉપરાંત મુખ્‍ય ઇજનેર ગુણવત્તા નિયમન એકમ તથા મુખ્‍ય ઇજનેર તકેદારી એકમ કામ કરે છે. આમ બોર્ડ ઉપરોક્ત સમગ્ર કામગીરી અગ્રસચિવશ્રી (પાણી પુરવઠા) ના સીધા નિયંત્રણ હેઠળ હાથ ધરવામાં આવે છે. બોર્ડની તાંત્રિક કામગીરી ઉપરાંત મહેકમ વહીવટી તથા નાણા વિષયક કામગીરી પણ સચિવશ્રી (પાપુ) ની સીધી દેખરેખ હેઠળ હાણ ધરવામાં આવે છે.

કલ્પસર યોજનાની કામગીરી :

કલ્પકસર યોજનાની કામગીરી કલ્પકસર પ્રભાગના સચિવશ્રી (કલ્પ સર) ની દેખરેખ હેઠળ થાય છે. મુ.ઈ.(કલ્પીસર) અને અ.સ.શ્રી તથા તેમની નીચેનો તાંત્રિક/બિન તાંત્રિક અધિકારી અને કાર્મચારીઓનો સ્ટાકફ તેમને આ કામગીરી મદદ કરે છે.

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ જળ સંપતિ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate