অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈતિહાસ

ઈતિહાસ

ગુજરાત રાજય ભારતના દરિયા કિનારે ૨૦૦ -૮’ થી ૨૪૦ -૩૩’ ઉત્તર અક્ષાંશ અને ૬૮૦ -૭’ થી ૭૪૦ -૨૯’ પૂર્વ રેખાંશ વચ્ચેમ વિસ્ત રેલ છે. રાજયનો ભૌગોલિક વિસ્તા ર આશરે ૧,૯૬,૦૦૦ ચો.કી. છે. જે દેશના ભૌગોલિક વિસ્તાલરના આશરે ૬ ટકા જેટલો થવા જાય છે. ઉત્તરમાં લખપતથી માંડી દક્ષિણમાં દમણ સુધી આશરે ૨૧૨૫ કી.મી. લંબાઇનો દરિયા કાંઠો આવેલ છે. જે દેશના સમુદ્રતટ રેખાનો ત્રીજો ભાગ છે. વર્ષ ૨૦૦૧ની વસ્તીં ગણતરી પ્રમાણે ગુજરાત રાજયની કૂલ વસ્તી આશરે ૫૦૦ લાખ જેટલી છે. સમગ્ર દેશની વસ્તીાના આશરે ૫ ટકા બને છે. રાજયની ત્રીજા ભાગથી વધારે આવક કૃષિ આધારીત છે. વહીવટી હેતુઓ માટે ગુજરાત રાજય ૨૫ જીલ્લા૨માં વહેંચાયેલ છે. રાજયનો ૬૨ ટકા વિસ્તાાર દુષ્કા ળગ્રસ્ત વિસ્તાયર છે. ભૌગોલિક દ્રષ્ટિવએ રાજયને કુદરતી રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય.

(૧) મધ્ય અને દક્ષિણ ગુજરાત
(૨) સૌરાષ્ટ્ર અને અને કચ્છ
(૩) ઉત્તર ગુજરાત

ગુજરાત રાજયમાં વિષુવવૃત્તીય હવામાન આધારીત ચોમાસુ હોય છે. દૈનિક સરેરાશ તાપમાન ઓછામાં ઓછું ૧૩ ડીગ્રી સેન્ટીગ્રેડ થી ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ ની વચ્‍ચે જાન્‍યુઆરીમાં અને વધુમાં વધુ ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ થી ૪૧ ડીગ્રી સેન્ટીગ્રેડ વચ્‍ચે મે મહીનામાં હોય છે. મુખ્‍યત્‍વે નૈઋત્‍યના મોસમી પવનો દ્વારા જુન થી સપ્‍ટેમ્‍બર દરમ્યાન વરસાદ આવે છે. આશરે ૯૦ ટકાથી ૯૫ ટકા જેટલો વરસાદ ત્રણ માસના સમયગાળા દરમ્‍યાન નોંધાય છે. ઉત્તર પશ્ચિમ વિસ્‍તારમાં ૩૦૦ મી.મી.થી માંડી દક્ષિણ ગુજરાતમાં ૨૦૦૦ મી.મી. જેટલો વાર્ષિક સરેરાશ વરસાદ નોંધાય છે. ગુજરાત રાજયના ૬૦% વિસ્‍તારમાં વરસાદ ઓછો અસમાન અને અવિશ્વસનીય છે અને તેથી સૌરાષ્‍ટ્ર કચ્‍છ અને ઉત્તર ગુજરાત વિસ્‍તારમાં દર ત્રીજા વરસે દુકાળ પડે છે. સને ૧૯૦૦ થી માંડી અત્‍યાર સુધીમાં રાજયમાં ઓછામાં ઓછા ૩૦ વખત પાણી-ખોરાકની અછત ઉભી થઇ છે. જળસંપત્તિ મુખ્‍યત્‍વે રાજયના દક્ષિણ અને મધ્‍ય વિસ્‍તારમાં કેન્‍દ્રીત છે. ગુજરાત રાજયમાં વધતી વસ્‍તીને પહોંચી વળવા તથા વધી રહેલ આર્થિક વિકાસને પહોંચી વળવા માટે વધતી જતી પાણીની માંગ સીમિત જળસંપત્તિમાંથી મેળવવાની રહે છે. પાણીના અછતના પ્રશ્નને પહોંચી વળવા માટે રાજય સરકારે પાણીની બચત કરવા સારૂ ઉદૃવહન સિંચાઇને અગ્રીમતા પણ આપી છે

સ્ત્રોત: નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate