অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાજીવ ગાંધી ગ્રામીણ LPG વિતરક

રાજીવ ગાંધી ગ્રામીણ LPG વિતરક

“રાજીવ ગાંધી ગ્રામીણ LPG વિતરક (RGGLV)” ને 16મી ઓક્ટોબર,2009ના પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.રૂપરેખાનો ઉદ્દેશ ગ્રામીણ પ્રવેશને વધારવા અને દૂરવર્તી તેમજ ઓછી સમર્થતાવાળા વિસ્તારોને(પ્રતિ મહિના 600 સિલિન્ડરો(રીફિલ વેચાણો)ની સમર્થતા ધરાવતા સ્થળો) આવરવા માટે નાના કદની LPG વિતરણ કચેરીઓની સ્થાપના કરવાનો છે.

વિસ્તાર

હાલમાં રૂપરેખાને દેશના તમામ રાજ્યોમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે.

રૂપરેખાના મુખ્ય લક્ષણો

  • RGGLV હેઠળની કચેરીઓ નાના કદની ઓછા નાણા/માળખાની જરૂરિયાત વાળી રહેશે.આ કચેરીઓ હાલમાં 2500 સામે માસિક 600 રીફિલ વેચાણો સાથે અર્થક્ષમ રહેશે.
  • કચેરીઓ ગ્રામીણ ક્ષેત્રોમાં ઊંડે સુધી પ્રવેશ કરશે જ્યાં પ્રક્રિયા અને રોકાણના માપક્રમને કારણે નિયમિત વિતરકતા બિનઅર્થક્ષમ છે. RGGLV વિતરકો વહેંચવામાં આવેલા ગામડાઓના ટોળાઓમાં અંદાજે 1,500 ગ્રાહકો માટે અર્થક્ષમ હોઈ શકે છે.
  • આ કચેરીઓ સ્વ-સંચાલિત રહેશે: વિતરક પોતે તેના પારિવારીક સભ્ય અને એક કે બે કર્મચારીઓની મદદથી કચેરીનું સંચાલન કરશે.
  • ગૃહ સોંપણી માટેની કોઈ વ્યવસ્થાઓ રહેશે નહી.
  • ગ્રામીણ યુવાઓ માટેની નવી રોજગાર તકોને દોરતી વિતરકોની વય-મર્યાદા 21 અને 45 વર્ષની વચ્ચેની રાખવામાં આવી છે.
  • રૂપરેખા હેઠળના વિતરકો વિશિષ્ટ સ્થાન દ્વારા આવૃત ગામ(મો)ના સ્થાયી રહેવાસી હોવા જોઈએ.
  • આ રૂપરેખા હેઠળ, તમામ કચેરીઓ પતિ અને પત્નિના સંયુક્ત નામે રહેશે.જે અરજદારો એકલા હોય તો,તેમના કિસ્સામાં ઉત્તરદાયિત્વ લગ્ન પછી પ્રાપ્ત થશે,’પરણેતર’ને સ્વચાલિતપણે ‘ભાગીદાર’ માનવામાં આવશે.આ ગ્રામીણ સ્ત્રીઓને અધિકાર આપવા તરફનું પગલું રહેશે.
  • નવું RGGLV વિતરક પદ સ્થાપવા માટેનો સંભવિત મૂડીગત ખર્ચ આવશ્યક જરૂરિયાત ધરાવતા ઉમેદવારની માલિકીની 20 મિટર X 24 મિટરની જમીન સાથે અંદાજે Rs. 3.21 લાખનો રહેશે.
  • વિતરક મુક્ત થતાં નવા 1800 LPG જોડાણોના સમયે મૂડીગત ખર્ચને પહોંચી વળવા સમર્થ હશે.વિતરકની સૂચક કુલ આવક અંદાજે પ્રતિ માસ Rs. 7,500 ની રહેશે.
  • રૂપરેખાનું મહત્વનું લક્ષણ છે કે કોઈપણ પૂછપરછો કરવામાં આવશે નહી અને વિતરકની પસંદગી નાણાકીય સમર્થતા અને શિક્ષણાત્મક યોગ્યતાના માપદંડ પર 80% માર્ક મેળવ્યા હોય તેવા તમામ ઉમેદવારોના લોટોના ડ્રો દ્વારા થશે.
  • સ્થાનોના 25% સંબંધિત રાજ્યોની SC/ST વર્ગો માટે આરક્ષિત રહેશે.સંરક્ષણ કર્મચારી/અર્ધ લશ્કરી કર્મચારીઓ/શારિરીક રીતે અપંગ/મોખરેના રમતગમના વ્યક્તિઓના વર્ગો માટેના 25% આરક્ષણને એક સામાન્ય વર્ગ હેઠળ એકત્રિત કરવામાં આવશે. સામાન્ય વર્ગમાં,જો ઉમેદવાર પ્રાપ્ત ન થાય તો,હવે પછીના સમયની જાહેરાત જાહેર વર્ગમાં કરવામાં આવશે
રાજીવ ગાંધી ગ્રામિણ વિદ્યુતિકરણ યોજના (આરજીજીવીવાય)- સતત પૂછાતા પ્રશ્નો
સ્ત્રોત :પત્ર સુચના કાર્યાલય, ભારત સરકાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate