હોમ પેજ / શિક્ષણ / કારકિર્દી માર્ગદર્શન / સંશોધન અને તાલીમ / ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ વિષે ની માહિતી આપેલ છે

સંશોધન શાખા


અનુદાન

ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગ અન્વયે તમામ જીલ્લાા શિક્ષણ અને તાલીમ ભવનોને અનુદાન આપવામાં આવ્યું

પી.એચ.ડી.ના ઉચ્ચો અભ્યાસ માટે અનુદાન આપવામાં આવ્યું.

ગુજરાત એચિવમેન્ટ‍ પ્રોફાઇલ (ગેપ-૫) માટેનો એમ.ઓ.યુ., કરવામાં આવ્યોા તથા તે અન્વેાનો પ્રથમ અનુદાનો હપ્તો આપવામાં આવ્યો

ધોરણ ૫ થી ૭ ના પ્રોસેસ ડોકયુમેન્ટના સંશોધન પ્રોજેક્ટ માટે આઇ.આઇ.એમ. અમદાવાદ દ્વારા કામગીરી કરવામાં આવી તથા તેના અનુદાનની રકમ આપવામાં આવી.

જીલ્લા કક્ષાએ સંશોધનકાર્ય માટે તમામ જિલ્લાિ શિક્ષણ અને તાલીમ ભવનોના વ્યખ્યાંતાશ્રીઓ તથા જીસીઇઆરટીના રીસર્ચ ફેલોશ્રીઓને અનુદાન આપવામાં આવ્યું2.

કાર્યક્રમો

સ્‍ટેટ રીસર્ચ એડવાઇઝરી કમિટીની બેઠક ગાંધીનગર મુકામે યોજવામાં આવી.

પી.એચ.ડી. થયેલ જીલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવનોના વ્‍યાખ્‍યાતાશ્રીઓ તથા જી.સી.ઇઆર.ટી.ના રીસર્ચ ફેલોશ્રીઓની એક કાર્યશાળાનું આયોજન જીસીઇઆરટી ગાંધીનગર મુકામે કરવામાં આવ્‍યું.

તાલીમ શાખા

૧૪ દિવસીય શિક્ષક તાલીમ ફેઇઝ - ૧ માટે જીસીઇઆરટી દ્વારા આર.પી. કે.આર.પી., માસ્‍ટર્સ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્‍યાં

 • ધોરણ ૧ થી ૪ ના વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, યોગ અને શારીરિક શિક્ષણ
 • ધોરણ ૫ થી ૭ ના વિષય : ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, હિન્‍દી (પ્રોજેક્ટ બેઇઝ લર્નિંગ તાલીમ)
 • શિક્ષક તાલીમ માટે ધોરણ ૧ થી ૭ ના તમામ વિષયના મોડયૂલ નિર્માણ કરવામાં આવ્‍યા.        training
 • શિક્ષક તાલીમ માટે સી.આર.સી./બી.આર.સી./ ડાયટ લેકચરર દ્વારા મોનિટરિંગ
 • ધોરણ ૭ ના (અજમાયશી) પાઠયપુસ્‍તકો માટે તમામ જીલ્‍લાના અજમાયશી તાલુકાનું મોનિટરીંગ અને ફિડબેક.
 • ગ્રામમિત્ર મોડ્યુલ નિર્માણ અને રાજ્યમાં અંદાજે ૯૦૦૦ જેટાલ ગ્રામમિર (શિક્ષણ) ને ડાયટ મારફત તાલીમ આપવામાં આવી અને દરેક ગ્રામમિત્ર (શિક્ષણ) ને એકેડેમિક કીટ આપવામાં આવી.

વિજ્ઞાન - ગણિત એકમ શાખા

વિજ્ઞાન અને ગણિત એકમ દ્વારા ગુજરાત રાજ્યની પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓમાં વિજ્ઞાન અને ગણિત વિષયના શિક્ષણને સઘન અને ગુણવત્તાસભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

 • પ્રવૃત્તિઓ
 • વિજ્ઞાન-ગણિત પ્રદર્શન
 • સાયન્‍સ પાર્ક
 • વિજ્ઞાન-ગણિત મંડળની રચના અને કાર્ય
 • શિક્ષક-તાલીમ
 • કલસ્‍ટર લેવલ પર સશક્તિકરણ
 • ટેલિકોન્‍ફરન્‍સ તથા વિડિયો કોન્‍ફરન્‍સ
 • સીડી-નિર્માણ
 • ઇકો કલબ

જુનાગઢ જિલ્‍લાના કોડીનાર તાલુકા દ્વારા ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત કરવામાં આવતી પ્રવૃત્તિ સંદર્ભે પ્રથમ મુખપત્ર સેટેલાઇટનો પ્રથમ અંક પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે કોડીનાર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિના મૂલ્‍યે આપવામાં આવેલ છે. માર્ગદર્શક અને સંપાદક મંડળને અભિનંદન.

વિજ્ઞાન-ગણિત પ્રદર્શન

વર્ષ ૨૦૦૭ દરમ્યાંન થયેલ વિજ્ઞાન-ગણિત પ્રદર્શનની વિગત.

વર્ષ ૨૦૦૭ માં ૨૧-૨૭ ડિસેમ્બતર દરમિયાન પોંડિચેરી મૂકામે યોજાયેલ રાષ્ટ્રિ ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ગુજરાત રાજ્યમાંથી ચાર શાળાઓ પસંદ થયેલ હતી. જેમાં વી.ડી. માયાવંશી વિદ્યાલય ખંડવા-બાલાસિનોર, નાદરી ચાંદીસણા પ્રા. શાળા, કલોલ, ગાંધીનગર, વિરાણી વિદ્યામંદિર, રાજકોટ અને વેરાવળ હાઇસ્કુ લ, વેરાવળનો સમાવેશ થાય છે. જેમાંથી વી.ડી. માયાવંશી વિદ્યાલયે Top-20 કૃતિમાં સ્થા‍ન મેળવેલ છે. જેમની કૃતિનું નામ સોલર સ્પ્રે યર પંપ છે અને નાદરી-ચાંદીસણાના વિદ્યાર્થીએ ગ્લો‍બરલ વોર્મિંગ વિષય પર યોજાયેલ પોસ્ટંર સ્પેર્ધામાં પ્રથમ સ્થાાન પ્રાપ્તવ કરેલ છે. સૌ તરફથી ચારેય શાળાઓના વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન.

વસતિ-શિક્ષણ શાખા

સ્‍કાઉટ-ગાઇડ કાર્યક્ષમ

શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યના સરહદી વિસ્‍તારના બે જીલ્‍લા કચ્‍છ અને બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ૧૦૦૦ ટુપ વિકસાવવામાં આવી. વિદ્યાર્થીઓમાં રાષ્‍ટ્રસેવા, શિસ્‍ત, સાહસ અને મૂલ્‍યોની કેળવણી થાય. વિદ્યાર્થીઓના ઘડતર દ્વારા સમાજવિકાસની પ્રક્રિયામાં બહુમુલ્‍ય પ્રદાન આપી શકે. આ હેતુને ચરિતાર્થ કરવા નીચેની પ્રવૃત્તિ હાથ ધરી :

 • દરેક જીલ્‍લામાં સ્‍કાઉટ-ગાઇડ ટુપ ડેવલપમેન્‍ટ કાર્યક્રમ અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી.
 • જિલ્‍લા કક્ષાએ અમલીકરણ સંસ્‍થાના પ્રતિનિધિ માટે એક દિવસીય એડવોકસી કાર્યક્રમ હાથ ધર્યો અને જાણકારી પૂરી પાડી.
 • ગુજરાત રાજ્ય ભારત-સ્‍કાઉટ-ગાઇડ સંઘના તજજ્ઞો દ્વારા ૧૦૦૦ પ્રાથમિક શિક્ષકોને તાલીમ આપી સુસજ્જ કર્યો

ક્રમ

જીલ્‍લાનું નામ

ટુપની સંખ્‍યા

વિદ્યાર્થીની સંખ્‍યા

તાલીમ પામેલા શિક્ષકો

બનાસકાંઠા (પાલનપુર)

૪૫૦

૮૯૨૨

૨૪૪૯

૧૧૩૭૧

૩૫૫

૯૫

૪૫૦

કચ્‍છ (ભૂજ)

૫૫૦

૯૭૪૯

૨૨૩૩

૧૧૯૮૨

૪૫૦

૧૦૦

૫૫૦


કુલ

૧૦૦૦

૧૮૬૭૧

૪૬૮૨

૨૩૩૫૩

૮૦૫

૧૯૫

૧૦૦૦

વસ્તી-શિક્ષણ અને તારુણ્ય શિક્ષણ

રાજ્ય સરકારના માર્ગદર્શન નીચે ૧૯૮૦ થી વસ્‍તી-શિક્ષણ કાર્યક્રમ એનસીઇઆરટી, ન્‍યુ દિલ્‍હીના નાણાકીય સહાયથી અમલી બન્‍યો છે. આ કાર્યક્રમ હેઠળ નીચેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવિ.

 • વસ્‍તી અને વિકાસ સંદર્ભે વસ્‍ત-શિક્ષણ દ્વારા ભાવિ પેઢીમાં પરિવાર કલ્‍યાણની સભાનતા માટે ૧૧ મી જુલાઇ વિશ્વ વસ્‍તી દિન-સપ્‍તાહની ઊજવણી પ્રાથમિક શિક્ષણ, માધ્‍યમિક શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્‍થામાં વિવિધ સહઅભ્‍યાસિક પ્રવૃત્તિઓનું આયોજન. એક લાખ વધુ વિદ્યાર્થીઓ જોડાયા.
 • સમાજમાં લોક જાગૃતિ અને નાના કુટુંબની ભાવના અંગે વાતાવરણ નિર્માણ કરી ગુણવત્તાયુક્ત અને તંદુરસ્‍ત નાગરિકોનું ઘડતર કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી જે રાજ્ય અને જિલ્‍લામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શન દરમિયાન વસ્‍તી-વિકાસ, સ્‍ત્રી-ભૃણ હત્‍યા અંગે જન-જાગૃતિ અર્થે પ્રદર્શન યોજાયું. હજારો વિદ્યાર્થીઓ આ પ્રદર્શનના લાભાર્થી બન્‍યા.
 • એચઆઇવી એઇડસ, નશીલાં દ્રવ્‍યોનું સેવન અંગે જન-જાગૃતિ માટે વિશ્વ એઇડસ દિનની ઉજવણી શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા હાથ ધરવામાં આવી. હજારો વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિમાં જોડાયા.

અભ્યાણસક્રમ અને મૂલ્યાંકન શાખા

ડાયટ દ્વારા રાજ્યની તમામ પીટીસી સંસ્‍થાઓનું શૈક્ષણિક નિરીક્ષણ અને માર્ગદર્શન

 • પી.ટી.સી.ના અભ્‍યાસક્રમની પુનઃરચના (પ્રથમ દ્વિતિય વર્ષ)
 • ધોરણ ૭ ના પાઠ્યપુસ્‍તકોનું અંતિમ સ્‍વરૂપ.
 • રાજ્યકક્ષાના રમતોત્‍સવ

(૧) પ્રાથમિક - બાળકો અને શિક્ષકો માટે

(૨) પીટીસી - તાલીમાર્થીઓ અને અધ્‍યાપકો માટે

(૩) સી.પી.એઙ - તાલીમાર્થીઓ અને અધ્‍યાપકો માટે

(૪) ડી.પી.એડ

પ્રકાશન વિભાગ

જીસીઇઆરટી દ્વારા જીવનશિક્ષણ સામયિકના વર્ષ દરમ્‍યાન બાર (૧૨) અંકો પ્રકાશિત થાય છે. હાલ તેની ૪૫,૪૦૦ નકલો પ્રકાશિત થાય છે. આ અંકો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્‍યે મોકલવામાં આવે છે. મે અને નવેમ્‍બર માસમાં પાંચ હજાર (૫૦૦૦) નકલો પ્રકાશિત થાય છે.

 • જીવનશિક્ષણ સિવાયનું શિક્ષણને લગતું અન્‍ય સાહિત્‍ય પણ પ્રકાશન શાખા દ્વારા થાય છે.
 • ખાસ વિશેષાંકો
 1. પ્રવાસન અંક
 2. પાઠ્યપુસ્‍તક નવનિર્માણ અંક
 3. આદર્શ શાળા અંક
 4. નિર્મળ શાળા - નિર્મળ ગુજરાત અંક
 5. પ્રોજેકટ બેઇઝડ લર્નિંગ અંક
 6. ધોરણ ૧ અને ૨ ની શિક્ષક આવૃત્તિ અંક

સ્ત્રોત: ગુજરાત રાજ્ય, શિક્ષણ વિભાગ

3.09677419355
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top