অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રોફેશનલ કોર્સ

તબીબી અને આરોગ્‍ય ક્ષેત્રના અભ્‍યાસક્રમો

  1. ધોરણ ૧૦ પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે તબીબી ક્ષેત્રે પણ સુંદર કારકિર્દી છે. તેઓ આયુર્વેદ કંપાઉન્ડ૧ર તરીકે પણ કારર્કિદી ઘડી શકે છે. સરનામું : આ માટે સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય, આજવા રોડ, વડોદરા ખાતે ૧ વર્ષની મુદતનો આયુર્વેદ કમ્પા ઉન્ડઆરનો કોર્સ ઉપલબ્ધપ છે. વય મર્યાદાઃ ૧૬ થી ૨૩ વર્ષ તથા ધોરણ ૧૦ માં સંસ્કૃ_ત રાખેલું હોવું જોઇએ.
  2. વિવિધ જિલ્‍લાઓમાં આવેલી જિલ્‍લા પંચાયત હેઠળની સરકારી હૉસ્‍પ્‍િટલોમાં ‘ફિમેલ હેલ્‍થ વર્કર’ નો અભ્‍યાસક્રમ ચાલતો હોય છે.
    વય મર્યાદા : ૨૫ થી ૩૫ વર્ષની બહેનો
    સમય મર્યાદા : દોઢ વર્ષ
    સં૫ર્ક : આ અંગે જિલ્‍લા પંચાયત દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવે છે. આ માટે જિલ્‍લાના મુખ્‍ય આરોગ્‍ય અધિકારી, જિલ્‍લા પંચાયતનો સં૫ર્ક કરવો.
  3. ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ સેલ્‍ફ ગવર્નમેન્‍ટ રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે ‘સેનેટરી ઇન્‍સ્‍પેકટર’નો ૧૮ માસનો કોર્સ ચાલે છે. (ધો. ૧૨ પાસ માટે ૧ વર્ષની મુદત છે.)

સેનેટરી ઇન્‍સ્‍પેકટર કોર્સ

આ અભ્‍યાસક્રમ નીચેનાં સ્‍થળોએ મળે છે :

  1. ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિ. ઓફ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ (LSG), બરફીવાલા ભવન, ખાનપુર, અમદાવાદ ૧ ફોન (૦૭૯) ૨૫૬૦૧૨૯૬
  2. ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍ટિ. ઓફ LSG નહેરૂ ભવન રાજમહેલ રોડ, વડોદરા ફોન (૦૨૬૫)૨૪૩૩૨૫૨
  3. ALL LGS કિશોરસિંહ શાળા પાછળ, કોઠારીયા નાકા ચોક, રાજકોટ ફોન (૦૨૮૧)૨૨૨૯૬૦૪
  4. ALL LGS મંછારપુરા, ગલેમની, સુરત ફોન (૦૨૬૧)૩૯૬૬૫૨૨ વેબસાઇટ www.aiilsg.org

તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્‍ય સુપરવાઇઝર તરીકે જોબ મળે છે. ધોરણ ૧૦ અંગ્રેજી સાથે પાસ કરેલ હોય તથા ૧૮ વર્ષની વય ધરાવતા હોય તો અરજી કરી શકાય.
આ સ્‍થળોએ લોકલ સેલ્‍ફ ગર્વમેન્‍ટ ડિપ્‍લોમાં ( LSGD) પણ ચાલે છે. જેના આધારે નગરપાલિકામાં જોબ મળી શકે.
ડી. ફાર્મસી (આયુર્વેદ)
આયુર્વેદ ફાર્મસી ડિપ્‍લોમાં કોર્સ બે વર્ષની મુદતનો જામનગર ખાતે મળે છે. તેની પ્રવેશ જાહેરાત અલગ આવે છે. લાયકાત ધો. ૧૦ પાસ છે.
આ સરનામે સંપર્ક કરવો: ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફાર્માસ્‍યુટિકલ સાયન્‍સ (IAPS), ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, એકે જમાલ બિલ્‍ડિંગ, ગુરુનાનક રોડ, જામનગર - ૮ ફોન (૦૨૮૮)૨૫૫૫૩૪૬

સ્ત્રોત: શિક્ષણ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate