অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા

મૂલ્ય શિક્ષણ -આજના સમાજ ની આવશ્યકતા

માનવી ને જીવન ના વિકાસ માં શિક્ષણ નું અત્યંત મહત્વ રહેલું છે. માણસ ની આર્થિક, સામાજિક, માનસિક પતિસ્થીથી તેના શિક્ષણ પર આધાર રાખે છે.

પરંતુ શું આજ ની શિક્ષણ પદ્ધતિ એટલી સક્ષમ છે???કે આજ ના સમયે જે યુવાનો પાસ આજ કાલ ની કહેવાતા શિક્ષણ પદ્ધતિ દ્વારા પોતાના પગભર થય શકે.??

આમ થવાનું કારણ પણ આજકાલ શાળા તથા કૉલેજો માં કામ કરતા કર્મચારીઓ તથા તેમનું સંચાલન કરતા વ્યક્તિઓ જ જવાબદાર છે... કારણ કે આજ ના સમય માં કોઈ જ માં બાપ પાસે પોતાના સંતાન માટે સમય જ નથી એટલા માટે તેઓ પોતાના બાળકો ના ભવિષ્ય ઘડતર નું કાર્ય એવા શિક્ષકો ના હાથ માં સોંપે છે જેઓ પોતે જ પૂરતું શિક્ષણ નથી લીધું તો આવા લોકો ના હાથ માં સોંપી ને આપણે જ આપના બાળકો ના ભવિષ્ય સાથે ખીલવાડ કરી રહ્યા છીયે...

શિક્ષણ એ દરેક વ્યક્તિ ના જીવન માં વિકાસ નો ભાગ ભજવે છે. પરંતુ આજ નું શિક્ષણ એ શા માટે આવું નથી કરી શકતું એનું કારણ એમને નાનપણ માં જ એવી શાળા માં શિક્ષણ મળે છે જેમાં કોઈ જ શિક્ષક શિક્ષક તરીકે ની સંપૂર્ણ લાયકાત ધરાવતા નથી. જે વ્યક્તિ ને વિદ્યાર્થીઓ ના વિકાસ ની સાથે કોઈ જ લેવા દેવા નથી એવા લોકો જ આજ કાલ ના શિક્ષકો છે.(કુવા માં હોય તો અવેડા માં આવે ને.) એટલે જ આપણે એક ઉજ્જવળ ભવિષ્ય ની તો ફક્ત કલ્પના જ કરવી જ રહી..

આ બધા ની પાછળ એક જ પરિબળ કામ કરે છે , એ એટલે આપના જીવન માં મૂલ્યો નો અભાવ. આજ કાલ ના કહેવાતા શિક્ષણવિદો માં પણ મૂલ્યો નો અભાવ જોવા મળે છે.

શિક્ષણવિદો તથા શિક્ષકો ના જીવન માં નૈતિક મૂલ્યો નો અભાવ દેશ ના ભવિષ્ય માં પણ તેનું સિંચન કરવા માં આવે છે. એટલે જ આજ ના બાળકો ( વિદ્યાર્થીઓ) માં મૂલ્યો નો અભાવ જોવા મળે છે. અને મૂલ્ય વગર નું બાળક જયારે મોટું થાય છે ત્યારે તેમના જીવન માં   મોટી ઉમર માં મૂલ્યો નું સિંચન કરવું એ લોઢા ના ચણાં ચાવવા જેવી વાત છે.. કારણ કે જે વ્યક્તિ પોતાના બાળપણ માં જે શીખે છે એ એમને ક્યારેય જિંદગી માં ભુલાતું નથી અને જેમ જેમ વ્યક્તિ ની ઉમર વધતી જય છે તેમ તેમ તેમની શીખવા ની તથા જીવન માં અનુકરણ કરવા ની ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જય છે. એટલે બાળકો ને જીવન માં જો મૂલ્યો નું સિંચન કરવું હશે તો તેનો ઉપાય આ મુજબ હોય શકે.

  1. શિક્ષણ કે જેને માણસ ના જીવન ના વિકાસ ના પાયા તરીકે ગણવા માં આવે છે.તેની કમાન એવા શિક્ષકો ના હાથ માં સોંપતા 1000 વખત વિચાર કરવો જોઈએ જે જેનામાં પોતાના માં જ મૂલ્યો નો અભાવ હોય.
  2. માતા પિતા એ પોતાના બાળકો ના ભવિષ્ય માટે પોતાનો સમય આપી અને પહેલા પોતાના માં મૂલ્યો વિકસાવી અને પોતાના બાળકો માં એ જ નૈતિક મૂલ્યો નું સિંચન કરવું જોઈએ( એક માતા સો શિક્ષક ની ગરજ સારે છે.) અને બાળક ના જીવન વિકાસ નો પાયો પણ એક માતા ના હાથ માં જ છે, એટલે માતા એ પોતે પેહલા પોતાના જીવન માં નૈતિક મૂલ્યો લાવવા જોઈએ, જેથી કરી ને તેના બાળક નું જેવું ભવિષ્ય જીવ માંગે છે તેવું જ તેનું બાળક બને છે.
  3. ધર્મ ગ્રંથો નો સહારો.: આપના જીવન માં દરેક ધર્મ ગ્રંથ એ નિતિમત્તા ના પાયા રૂપ કહેવાય છે. કોઈ જ બાળક જે કોઈ પણ ધર્મ નો હોય તેને તેના ધર્મ ગ્રંથ નો અભ્યાસ કરાવો જોઈએ. જો એ હિન્દૂ હોય તો તેને વેદ, ઉપનિષદ, અને ગીતા તથા રામાયણ નો અભ્યાસ કરવો જોઈએ, જો એ મુસ્લિમ હોય તો તેને કુરાન એ શરીફ નો અભ્યાસ કરવો જોઈએ,  જૉ એ ખ્રિસ્તી હોય તો બાઇબલ નો અભ્યાસ કરવો જોઈએ અને જો એ શીખ હોય તો તેને ગુરુ ગ્રંથસાહેબ નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તે બાળક ના જીવન માં નાનપણ થી જ પોતાના ધર્મ ના નૈતિક મૂલ્યો ની સમજણ ખબર પડતા ના પડતા આવવા લાગશે, તે બાળક દેશ નું ઉજ્જવળ નાગરિક જ નહિ પરંતુ તે શ્રેષ્ટ સંતાન પણ બનશે. કારણ કે વિશ્વ ના કોઈ જ ધર્મ ગ્રંથ કોઈ જ દિવસ કોઈ ને નીતિ વિરુદ્ધ નું સીખડાવતા નથી અને હંમેશા દરેક ના જીવન માં મૂલ્યો નો વિકાસ કેમ થાય એ જ સીખડાવ્યું છે.
  4. આજ ના શિક્ષણ ની કોઈ જ ટીકા ટિપ્પણી કાર્ય વગર જો દરેક વ્યક્તિ પોતાના જીવન માં મૂલ્યો લાવવા નું જો કાર્ય કરશે તો આપણે એક આદર્શ નાગરિક દેશ તરીકે વિશ્વ માં આગવું સ્થાન પ્રાપ્ત કરીશું.
  5. જીવન માં નિતિમત્તા અને મૂલ્યો નું આગવું સ્થાન હોવું જોઈએ. જો માણસ ના જીવન માં મૂલ્યો ખલાશ થય જશે તો ભલે ને તે સૌથી ધનવાન હોય પણ એ ધન કોઈ જ કામ નું નથી. અને જો જીવન માં મૂલ્યો હશે ને તો તે માણસ ભલે ને ગરીબ હોય પણ છતાંય એ સુખી હશે. કારણ કે તેના જીવન માં મૂલ્યો નું આગવું સ્થાન છે. અને તે મુલ્યો થાકી જ  તેનું જે કઈ છે એમાં તે આનંદ અનુભવે છે.
સ્ત્રોત : રીડ ગુજરાતી  

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate