એક નવયુવાન જેના કામને જોઈને સૌ કોઈ મસ્તક નમાવી તેને પ્રણામ કરવાની ઈચ્છા થાય તેનું નામ સુરેશભાઈ પુનડીયા છે. જે ૩૪ વર્ષીય અપરણિત યુવાન પાટણનો વતની છે અને હાલમાં ગાંધીનગર તાલુકાના વાંકાનેરડા ગામમાં કોઈપણ સ્વાર્થ વગર ગ્રામ શિલ્પી બનીને ગામ માટે વિવિધ કાર્યો કરી રહ્યો છે. વાંકાનેરડા એ અમદાવાદથી માત્ર ૪૦ કિમીની અંતરે આવેલું ગામ છે. આ ગામમાં ૧૦ મહિના પહેલા સુરેશ પુનડીયાએ મુલાકાત લીધી અને તેમને લાગ્યું કે અત્યાર સુધી ૮૧૮ ગામમાં ફરીને એક-બે કે પાંચ દિવસ લોકોને સલાહ આપી તે સલાહ ગ્રામજનોએ મારી હાજરીમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા દર્શાવી પણ મારા ગયા પછી એ ગામની હાલત જેવી હોય તેવી જ થાય છે માટે મારે હવે કોઈ એક ગામમાં સ્થાઈ રહીને કામ કરવું જોઈએ તે ધ્યયથી તેઓ વાંકાનેરડામાં સ્થાઈ થઈ ગયા અને ગામમાં એક ખરાબ અવસ્થામાં પડેલા માકાને સ્વચ્છ કરી ત્યાં 'મસ્તી કી પાઠશાળા' (સંસ્કાર કેન્દ્ર)ની સ્થાપના કરી આહીં વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી શિક્ષણ આપવાનું કામ શરુ કર્યું, ધીમે ધીમે ગામના લોકોને એકત્ર કરી ગામ સ્વચ્છ કરવાની વાત કરીને પોતે પહેલ કરી જોતા જોતામાં આખુ ગામ સુરેશભાઈનું અનુકરણ કરી સ્વચ્છતા તરફ વળ્યું. થોડા દિવસો બાદ ગામમાં પ્રભાતફેરી શરુ કરી થોડા જ દિવસોમાં ગામની બહેનો અને યુવાનો સુરેશભાઈને સાથે જોડાઈ આજે રોજ સાવારે પાંચ કલાકે નિયમિત પ્રભાતફેરી નીકાળે છે. એટલુ જ નહીં ગામના ૧૮ બાળકોને રાત્રે સુરેશભાઈ પોતાની મસ્તી કી પાઠશાળામાં રાખે છે. છેલ્લા ૧૦ મહિનામાં ગાંધીનગર જિલ્લાના 'વાંકાનેરડા' ગામની રોનક બદલી નાખી, સ્મશાનમાં પાઠશાળા બનાવી અંધશ્રધ્ધા દૂર કરાશે
આવો વ્હાલા રીત બતાવું કઈ રીતે જીવવું
તેમણે નારાયણ દેસાઈ સાથે ૮ દિવસ રહેવાની તક મળી અને જીવનમાં પરિવર્તન આવ્યુ તેમજ બબલભાઈના પુસ્તકો વાંચ્યા સાથે સાથે ૧૦ વર્ષ સુધી જુદી જુદી સંસ્થામાં કામ કર્યુ અને તે દરમિયાન ૮૧૮ ગામમાં ફર્યા આખરે તેમને લાગ્યુ સાચુ કોઈ એક ગામમાં રહીને મારુ જીવન એવી રીતે જીવુ કે લોકો મને જોઈને પ્રેરણા લે અને દરેક યુવાનો સાદાઈ, ખાદી, પ્રેમભવના થી પરિચીત થાય પણ આ બધુ કરવા સુરેશભાઈએ પોતે તેવુ જીવન જીવવું પડે માટે તેમણે એ હદ સુધી સાદાઈ અપનાવી કે પોતાની પાસે એક પણ રૃપિયો રાખવાનો નહીં, જયાં મળે ત્યાં જમી લેવાનું અને ટેકનોલોજીના સમયમાં અપડેટ રહેવા મોબાઈલ ઉપયોગ કરવાનો તે પણ ૩૫૦ રૃપિયા એક મહિનામાં બેલેન્સ વપરાય ત્યાં સુધી અને બાઈકમાં પેટ્રોલ પણ ૩૫૦ મહિનામાં વપરાય તેટલુ જ જો વધુ ખર્ચ થાય તો ઉપવાસ કરવાના કે બાકીના દિવસો વગર ફોને અને વગર બાઈકના ઉપયોગે ચલાઈ લેવાના તેઓ કહે છે કે આવો વ્હાલા રીત બતાવુ કઈ રીતે જીવવાનું.
ગામમાં થતી પ્રવૃતિઓ
- ગામના નાના બાળકાને ન્હાવા, નાખ કાપવાથી લઈને સ્વચ્છતાના પાઠ શિખવે છે
- નિયમિત રીતે 'સ્મશાન શીબીર' કરી ગ્રામ લોકોને, બાળકોને અને યુવાનોમાંથી અંધશ્રધ્ધા દુર કરે છે
- ભવિશ્યમાં સ્મશાન વાડી બનાવી સ્મશાનમાં બાળકોને ભાવવાનો વિચાર છે
- ગામમાં વ્યસન મુક્તિનો હવન કરી ગામના ૩૦ યુવાનો પાસે વ્યસન છોડાવ્યુ
- ગામમાં ગંદકી અઢળક ગંદકીને જાતે સાફ કરી ગ્રામલોકોને સ્વચ્છ ગામ રાખવાની પ્રેરણા આપી આખા ગામને એક તાંતણે બાંધ્યુંજો આ ગામમાં
- શિબીર થાય તો ગ્રામ લોકોના સ્પોર્ટથી શિબીરમાં આવેલા તમામ મહેમાનોનું જમવાનું ગ્રામ લોકો પોતાના ઘરે બનાવી જમાડે છ
- આજુ બાજુના ગામની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને મોટીવેશન લેક્ચર આપે છે
- ગામમાં વૃક્ષારોપણમાં મોટુ યોગદાન છે
- આધ્યાત્મિકતાના તત્વને ફેલાવવાનું
- સસ્તા ખર્ચે ગામમાં ટોઈલેટ, કચરાપેટી લગાવવાનું કાર્ય કર્યુ છે
- આત્મ શક્તિમાંથી સંકલ્પ શક્તિ વિશે આધ્યાત્મિકતાની વાતો દ્વારા બાળકોના જીવનમાં પરિવર્તન
- ગામના ૧૮ બાળકો સુરેશભઈના સાથે રહે છે
- જો વ્યક્તિગત સ્વચ્છતા હશે તો દવાખાનાના ખર્ચ બચી જશે તેવી જીણવટ પુર્વક ગણતરી ગ્રામજનોને શિખવાડી.
પોતે અપનાવેલા નિયમો
- બીજાને બદલતા પહેલા પોતાને બદલવાની ભાવના
- કોઈ પાસેથી પૈસા લેવાના નહીં
- લેબર ઓફ લવમાં મને છે
- રોજ સવારે ૪ વાગ્યે નિયમિત ઉઠી જાય છે
- રોજ સવારે ૫ કલાકે ગામમાં પ્રભાતફેરી નિકાળે છે
- દર મહિને બાઈકના પેટ્રોલ અને મોબાઈલ નો ખર્ચ ૭૦૦ કરે છે
- ૭૦૦ રૃપિયાની રકમ કોઈ ગ્રામ જન સ્વેચ્છાએ આપે તો જ લેવાની બાકી કોઈ પાસે હાથ લંબાવવાનો નહીં
- જે પણ ગ્રામજન બોલાવે તેમના ઘરે જમી લેવાનું
- કોઈનામાં પણ દોષ દર્શન કરવાના બદલે ગુણ દર્શન કરી દિલ સુધી પહોંચવાનું
- છેલ્લા ૪ વર્ષથી ખાદી પહેરે છે .
પૈસાથી પ્રોજેક્ટ થાય પ્રેમથી પરિવાર બને
તેઓ માને છે કે શિક્ષણ સ્કીલ બેઝ હોવુ જોઈએ નોકરી ન મળે તો પણ કમાઈ શકાય હું વાંકાનેરડામાં કોઈ પ્રોજેક્ટ કરવા નથી આવ્યો હું તો પરિવાર બનાવી બધાને સાથે લઈ કામ કરવા માંગું છુ માટે જ આ ગામમાં ૧૦ મહિના પહેલા જયાં ઉકરડો હતો ત્યાં આજે સરસ મજાની મસ્તી કી પાઠશાળામાં બની.
પૈસાથી પ્રોજેક્ટ થાય પ્રેમથી પરિવાર થાય, પ્રોજેકટ ચોક્કસ સમયમાં પુરુ કરવાનું હોય છે જયારે પ્રેમ અને સ્નેહથી બનેલો પરિવાર કાયમી સાથે રહે છે અને આ પરિવારે મને સાથ આપ્યો જેથી આજે હું આ ગામને મારા સ્વપ્નાનું ગામ બનાવી શક્યો.
સ્ત્રોત: ગુજરાત સમાચાર