વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રસ્તાવના

પ્રસ્તાવના આપવામાં આવી છે

પ્રાચીન કાળથી ‘તાલીમ’ શબ્દ માનવ ભાષાનો એક અંગ રહ્યો છે. જે કોઈ કાર્ય કરવાની તૈયારીની પ્રક્રિયાને દર્શાવે છે. આ પ્રક્રિયા દિવસો, મહિના અને વર્ષો સુધી ચાલતી રહે છે. તાલીમ શબ્દનો પ્રયોગ રમતોમાં વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. તાલીમના  સાચા અર્થની બાબતમાં રમત રાહબરો અને રમત વૈજ્ઞાનિકોમાં મતભેદો છે. ઘણા નિષ્ણાંતો જો કે ચિકિત્સાશાસ્ત્ર સાથે જોડાયેલ છે અને રમત તાલીમને સમજે છે તે તાલીમને શારીરિક વ્યાયામોના રૂપમાં બતાવે છે. જેમ કે તાકાત તાલીમ, અંતરાલ તાલીમ, શારીરિક વ્યાયામ તાલીમ અને યુક્તિપૂર્ણ તાલીમ વગેરે આના નિયમિત અને ક્રમાનુસાર ઉપયોગથી પ્રદર્શનમાં વધારો કે વિકાસ કરવાની ગેરંટી નથી. આ ઉપરાંત બીજા કારણો જેમ કે રમત સાધનો ભૌતિકદર્શન, ક્ષતિપૂર્તિ સાધન, પ્રદર્શન મૂલ્યાંકનના સાધનો, પ્રક્ષેપણ મનોવૈજ્ઞાનિક સાધન વગેરે પણ શારીરિક વ્યાયામોની સાથે સારુ પરિણામ પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં રાખવા આવશ્યક છે. અતઃ પ્રદર્શનના વિકાસ માટે શારીરિક કાર્યોના અતિરિક્ત આ અન્ય કારકો પાસાઓને વ્યક્તિની તૈયારીની પ્રક્રિયા સાથે જોડીને તાલીમ આપવી જોઈએ. એડવાન્સ તાલીમના માટે આ સાધનોના સિવાય અન્ય રમત વિજ્ઞાન વિષયો જેમ કે રમત ચિકિત્સાશાસ્ત્ર, રમત ક્રિયાવિજ્ઞાન, આહારશાસ્ત્ર, ભૌતિકચિકિત્સા, રમત મનોવિજ્ઞાન, રમત જૈવયંત્રશાસ્ત્ર વગેરે પણ સહાયતા પ્રદાન કરે છે. આથી કહી શકાય કે ઉચ્ચ સ્તરીય પ્રદર્શન માટે રમત વિજ્ઞાન વિષયોને તાલીમમાં સૈધ્ધાંતિક રૂપમાં ભૂમિકા ઓછી થઈ જાય તાલીમ દ્વારા પ્રદર્શનનું સ્તર વધુ સારુ બનાવવાનું વધુ સહજ થઈ જશે.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top