অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિક્ષણના અધિકાર અધિનિયમ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

શિક્ષણના અધિકાર અધિનિયમ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

RTE 2009 અંતર્ગત ૨૫% પ્રવેશ (નબળા અને વંચિત જૂથના બાળકો) ધો-૧ ખાનગી નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટેની કાર્યવાહી સંબંધે વારંવારપૂછાતા પ્રશ્નો

પ્રશ્ન -૧ મારે આર.ટી.ઇ મુજબ મારા બાળકોનો ધો-૧ માં પ્રવેશ મેળવવો છે તેના ફોર્મ ક્યારે અને ક્યાંથી મળશે?

જવાબ:- આર.ટી.ઇ. મુજબ ૨૫% મુજબ ધો-૧ માં પ્રવેશ મેળવવા www.rtegujarat.org વેબસાઇટ ઉપર ઓન-લાઇન ફોર્મ ભરવાનું રહેશે. આથી સમગ્ર પ્રક્રિયા ઓન-લાઇન હોય મેળવવા કોઇ કચેરી/ગ્યાએ જવાનું રહેશે નહિ.

પ્રશ્ન:-૨ આર.ટી.ઈ. મુજબ ૨૫% પ્રવેશની કાર્યવાહી ક્યારથી શરૂ થશે?

જવાબ:- આર.ટી.ઇ. મુજબ ૨૫% પ્રવેશ ધો-૧ માં મેળવવાની કાર્યવાહી અંગેની જાહેરાત દૈનિક વર્તમાન પત્રોમાં આપવામાં આવશે જેમાં ઓન-લાઇન પ્રવેશ કાર્યવાહી માટેના ફોર્મ ભરવાની તારીખ તથા પ્રક્રિયા બંધ થવાની તારીખ દર્શાવેલ હશે.

પ્રશ્ન -૩ ઓન-લાઇન ફોર્મ ક્યથી ભરી શકાશે?

જવાબ:- ઓન-લાઇન ફોર્મ ઇન્ટરનેટ કનેક્શનની સુવિધાવળા કોમ્યુટર્સથી સીધા ભરીશકાશે. ઉપરાંત વેબસાઇટ ઉપર આપેલા આપના જિલ્લાનાં) મહાનગરપાલિકાના રીસીવીંગ સેન્ટરો ઉપરથી પણ ભરી શકાશે.

પ્રશ્ન -૪ ઓન-લાઇન પ્રવેશ માટે કેટલી ફી ચૂકવવાની રહેશે?

જવાબ:- ઓન-લાઇન ફોર્મ ભરવા માટે કે જમા કરાવવા માટેની કોઇ ફી ચૂકવવાનીરહેતી નથી, એટલેકે સમગ્ર પ્રક્રિયા નિ:શુલ્ક છે.

પ્રશ્ન -૫ નબળા અને વંચિત જૂથમાં ક્યા બાળકોનો સમાવેશ કરાવામાં આવેલ છે?

જવાબ:- નબળા અને વંચિત જૂથમાં સમાવિષ્ટ બાળકો અંગેની વિગત વર્તમાનપત્રમાંઆપવામાં આવેલ જાહેરાત તથા વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ ઠરાવોમાં જણાવેલ છે જેનો અભ્યાસ કરશો.

પ્રશ્ન:-૬ પ્રવેશફોર્મ ભરવા માટેની ગાઇડલાઇન ક્યાંથી મળશે?

જવાબ:- પ્રવેશફોર્મ ભરવા અંગેની સંપૂર્ણ ગાઇડ-લાઇન www.rtegujarat.org વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે.

પ્રશ્નઃ-૭ પ્રવેશફોર્મ ભરતી વખતે મારે કેવા આધાર-પુરાવા સાથે રાખવા જોઇશે?

જવાબ:- પ્રવેશફોર્મ ભરતી વખતે વિધાર્થી/વાલીઓએ સાથે રાખવાના આધાર-પુરાવા(દસ્તાવેજો) ની યાદી www.rtegujarat.org વેબસાઇટ ઉપર મૂકેલ છે તેસાથે રાખવા જરૂરી છે.

પ્રશ્ન :-૮ માંગ્યા મુજબના દસ્તાવેજો ન હોવાથી અધૂરી વિગતે ફોર્મ ભરી શકાશે?

જવાબ:- ના અધૂરી વિગતો હોય તો ફોર્મ ભરી શકાશે નહિ. વધુમાં અધૂરી વિગતોને લઇ પ્રવેશ રદ થઇ શકે છે.

પ્રશ્નઃ-૯ પ્રવેશ માટે ઉંમરની મર્યાદાઓ છે?

જવાબ:- હા પ્રવેશ માટે નિયમાનુસાર ૩૧/૦૫/૨૦૧૭ના રોજ પાંચવર્ષ પૂર્ણ થયેલહોવા જરૂરી છે. CBSE ની સ્કૂલ માટે ૩૧/૦૫/૨૦૧૩ ના રોજ છ વર્ષ પૂર્ણ હોવા જરૂરી છે.

પ્રશ્ન -૧૦ ધો-૧ માં વિનામૂલ્ય પ્રવેશ માટે શાળા પસંદગી કેવી રીતે મળશે?

જવાબ:- ઓન-લાઇન પ્રવેશફોર્મ ભરતી વખતે આપે દર્શાવેલ રહેણાંકનો વિસ્તાર,બાળકની પસંદગીનું માધ્યમ વિગેરે ઉપરથી નજીકના વિસ્તારની સ્કૂલોની યાદી જોવા મળશે. જો યાદી પૈકી વાલી/વિધાર્થીએ ક્રમાનુસાર એકથી વધુ શાળાપસંદગી આપવાની રહેશે.

પ્રશ્ન :-૧૧ ફોર્મ ભરતી વખતે પસંદ કરેલ શાળા જ મળશે કે કેમ?

જવાબ:- આપે એકથી વધુ ક્રમાનુસાર શાળા પસંદ કરેલ હશે તે પૈકી શાળામાં જગ્યાનીઉપલબ્ધી, વિધાર્થીની કેટેગરી અને અન્ય વિધાર્થીઓની સરખામણી ચકાસતાં જગ્યા ઉપલબ્ધ થશે તો તે જ શાળા અન્યથા આગળની ક્રમની શાળાઆપોઆપ આપવામાં આવશે.

પ્રશ્ન -૧૨ ફોર્મ સબમીટ કર્યા પછી કોઇ ભૂલ જણાયતો શું કરવું?

જવાબ:- આપે ફોર્મ સબમીટ કર્યા પછી પ્રિન્ટ લીધા બાદ જો કોઇ ભૂલ થયાનું માલૂમ મડતો EDIT ઓપશનનો ઉપયોગ કરી ફોર્મ નંબર તથા જન્મ તારીખ નાંખવાથી ફરીથી ફોર્મ ખૂલશે જેમાં સુધારો કરી શકાશે.

પ્રશ્ન :-૧૩ ફોર્મની પ્રિન્ટ લીધા પચી ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે? ફોર્મ સાથે કેવા આધારો જોડવાના રહેશે?

જવાબ:- આપના ફોર્મમાં આપેલ યાદી મુજબના દસ્તાવેજો ક્રમાનુસાર સ્વ પ્રમાણિત નકલમાં ફોર્મ સાથે સંબંધિત જિલ્લા/તાલુકા/વિસ્તારના રીસીવીંગ સેન્ટર ઉપર જમા કરાવવાનાં રહેશે.

પ્રશ્નઃ-૧૪ ફોર્મ જમા કરાવવા માટેના રીસીવીંગ સેન્ટરની યાદી ક્યાંથી મળશે?

જવાબ:- પ્રિન્ટ કરેલ ફોર્મ જમા કરાવવા માટેના રીસીવીંગ સેન્ટરોની યાદીwww.rtegujarat.org ઉપરથી જોવા મળશે. આ સિવાય આપના જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિ.પંચાયત વિસ્તાર માટે તથા મહાનગરપાલિકા માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી જોવા મળશે.

પ્રશ્નઃ-૧૫. મારૂ ફોર્મ જમા થયેલ છે તથા કન્ફર્મ થયેલ છે તેની અમોને જાણ કેવી રીતેથશે?

જવાબ: રીસીવીંગ સેન્ટર ઉપર ફોર્મ જમા કરાવતાં આપને પાવતી આપવમાં આવશે તથા આપનું જમા કરાવેલ ફોર્મ ચકાસણી કરતા યોગ્ય હશે તો કન્ફર્મ કરવામાં આવશે કન્ફર્મ થયાની જાણ આપે ફોર્મમાં જણાવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી થશે.

પ્રશ્નઃ-૧૬. મારા પુત્ર/પુત્રી/પાલ્યનો પ્રવેશ સુનિશ્ચિત થયેલ છે તેની જાણ કેવી રીતે થશે?

જવાબઃ પ્રવેશ સુનિશ્ચિત થવા અંગે વર્તમાનપત્રોમાં પ્રવેશપત્ર ડાઉનલોડકરવાની જાહેરાત આપવામાં આવશે. તથા ફોર્મમાં જણાવેલ મોબાઈલ નંબર પર એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવશે. વધુમાં, વેબસાઈટ પર પર પ્રવેશ ફાળવેલ યાદી મુકવામાં આવશે.

પ્રશ્નઃ-૧૭ પ્રવેશપત્ર મેળવી લીધા પછી શું કરવાનું રહેશે?

જવાબઃ પ્રવેશપત્રની પ્રિન્ટ લીધા પછી તેમાં જણાવેલ શાળામાં પ્રવેશ મળેલ શાળામાં) આપેલ યાદી મુજબના અસલ દસ્તાવેજીપુરાવાઓ સાથે પ્રવેશપત્ર જમા કરાવવાનો રહેશે.

પ્રશ્નઃ-૧૮ પ્રવેશપત્ર સાથે આપવાના અસલ દસ્તાવેજો શાળામાં જમા રહેશે?

જવાબઃ ના, આપને મળેલ પ્રવેશપત્ર શાળા લેશે. આપના અસલ દસ્તાવેજો સ્કેન કરી શાળામાં સોફ્ટ કોપી રાખશે જ્યારે અસલઆપને પરત આપશે.

પ્રશ્નઃ-૧૯ પ્રવેશપત્ર શાળામાં જમા કરાવવા કોઈ સમયમર્યાદા છે કે કેમ

જવાબ: વેબસાઈટ, વર્તમાનપત્રો તથા પ્રવેશપત્રમાં આપેલ સમયમર્યાદામાં સંબંધિત શાળામાં પ્રવેશપત્ર જમા કરાવવો જરૂરી

પ્રશ્નઃ-૨૦ પ્રવેશપત્ર દસ્તાવેજો સાથે શાળામાં જમા કરાવ્યથી શાળા કોઈ પહોંચ આપશે?

જવાબઃ હા, શાળા પ્રવેશ સુનિશ્ચિત કર્યાની પહોંચ આપશે તથા વેબસાઈટ

પર પણ પ્રવેશ સુનિશ્ચિત કર્યા અંગેની માહિતી અપલોડ કરશે.

પ્રશ્નઃ-૨૧ આપેલ સમયમર્યાદામાં પ્રવેશપત્ર તથા દસ્તાવેજો જમા ન કરાવી શકાય તો શું? પ્રવેશ રદ થશે કે વધુ મુદત મળશે?

જવાબઃ હા, સમયમર્યાદામાં પ્રવેશપત્ર સંપુર્ણ દસ્તાવેજો સાથે જમા નહીં કરાચ્ચેથી પ્રવેશપત્ર રદ થશે. વધુ મુદત મળશે નહીં.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate