વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોની સાર સંભાળ

બાળકોની સાર સંભાળ

પરિચય

સિગમન્ડ ફ્રોઈડના મતે “કોઇપણ બાળકના આવનારા વર્ષો તેના બાળપણના અનુભવો પરથી નક્કી કરી શકાય.” પ્રખ્યાત બાળ મનોવૈજ્ઞાનિક સ્કોફે જણાવ્યું છે કે “સારા કૌટુંબિક વાતાવરણમાં ઉછરેલ બાળકનું વર્તન સારુ હોય છે અને તે કોઈપણની સાથે અનુકૂલન સાધી લે છે, જ્યારે ખરાબ કૌટુંબિક વાતાવરણનું બાળક કોઈની સાથે અનૂકૂલન માટે સંવાદીતા સાધી શકતો નથી“. એટલે બાળકમાં નકલનો ગુણ હોય છે. તે હમેંશા તેણે જોયેલા સમાજના વાતાવરણ મુજબ વર્તે છે. સામાજિક વાતાવરણમાં બાળક જીવનભરમાં બાળક જે તમામ લોકોને મળે છે તે પણ સંકળાયેલ છે. જેમાં, પરિવાર, શાળા અને સાથી સમુહનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે બાળકના યોગ્ય વિકાસ માટે યોગ્ય સામાજિકરણ જરૂરી છે. જેમાં પરિવાર સામાજિકરણનું મુખ્ય અને પ્રાથમિક પરિબળ છે. જ્યાં બાળકના ચારિત્ર્યનું ઘડતર થાય છે. બીજુ પરિબળ છે શાળાનું વાતાવરણ. જ્યાં બાળક તેના જીવનનો પહેલો પડાવ પસાર કરે છે. એટલે કહી શકાય કે બાળકો માટે શાળા નવા સમાજ તરીકે વર્તે છે. બાળકના સારા અને સર્વાંગિ વિકાસ માટે શૈક્ષણિક સિદ્ધી, સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ આ ત્રણેય પરિબળો દરમિયાન નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

શૈક્ષણિક શ્રેષ્ઠતા

બાળકોનું શૈક્ષણિક પ્રદર્શન બાળકે બાળકે મોટા પાયે બદલાતુ રહે છે. આથી જ ક્લાસરૂમ વિષય પરિમાણ એકમ છે જે હોશિયાર અને નબળા શીખનારાનો મિશ્રણ છે. ઘણાં વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ જગ્યામાં વાંચન, લેખન અને ગણિતમાં તકલીફ પડતી હોય છે. જેને અનુક્રમે ડીકલેક્સિયા, ડીસગ્રાફિયા અને ડીસકેલ્ક્યુયા નામે ઓળખાય છે. ભણતરની આ અસમર્થતાનો ઉપચાર છે, પરંતુ શિક્ષક અને માતાપિતાનાં સાથ-સહકારથી આવા બાળકોને પણ શૈક્ષણિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ બનાવી શકાય છે. એક વખત જો શિક્ષક બાળકમાં ભણતરની અસમર્થતાને જાણી લે અને અસમર્થતા ધરાવતા બાળકોને ઓળખી તેમની સમસ્યાને જાણી, તેને અનુરૂપ હોય તેવી સરળ અને વિશેષ ભણતરની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકે વધારાનો પ્રયત્ન કરવો જોઈએ. આ તરફ માબાપે પણ પોતાના બાળકની અસમર્થતાને સ્વિકારી તે મુજબ બાળક સાથે આદાનપ્રદાન કરવુ જોઈએ.

માતાપિતાનો દ્રષ્ટિકોણ

બાળકોના શૈક્ષણિક ધ્યેય વાસ્તવિક અને પૂરા થઈ શકે તેવા હોવાં જોઈએ. પરંતુ માતાપિતા બાળકની ઈચ્છાઓને ન જોતા પોતાની આકાંક્ષાઓનો આગ્રહ રાખે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યુ છે કે મા-બાપ અન્ય સાથે પોતાના સંતાનોની સરખામણી કરે છે. બાળકના શૈક્ષણિક વિકાસમાં આ પ્રકારની સારવાર મળતા તેમનું વર્તણૂક આક્રમક બનતું જાય છે. તો વિવિધતાપૂર્ણ સિદ્ધીઓ અચાનક ઘટતી જાય છે. બાળકનો માતાપિતા સાથેનો સંબંધ ગાઢ બનવાને બદલે બાળક વ્યક્તિગત થઈ જાય છે. માબાપ આ સત્ય જાણતા નથી. માત્ર શૈક્ષણિક સિદ્ધિઓ જ બાળકના સફળ જીવન માટે નિર્ણાયક પરિબળ નથી. પરંતુ તે સફળતા અને નિષ્ફળતાને નક્કી કરનાર પરિબળ છે. આથી માતાપિતાએ:

 1. બાળકની જરરૂરિયાત, ભાવના અને અપેક્ષાને સમજવી.
 2. નિષ્પક્ષ રહેવાની સાથે બાળકની અન્ય સાથે સરખામણી ન કરવી.
 3. બાળકો સાથે આરામદાયક, મુક્ત અને મૈત્રીપૂર્વક રહો.
 4. બાળકની હાજરીમાં તેની જ ચર્ચા કરવાનું ટાળો.

શિક્ષકોનો દ્રષ્ટિકોણ

શિક્ષકો એ સ્વિકારવા તૈયાર નથી હોતા કે સામાન્ય દેખાતા બાળકમાં પણ ભણતરની સમર્થતા હોય શકે. મોટાભાગના એવું માનતા હોય છે કે સુસ્ત, આળસુ, બેફિકર અને બેધ્યાનપણું તેઓની ભણતરની અસમર્થતા દર્શાવે છે. જેના કારણે સારા શૈક્ષણિક પ્રદર્શન માટે તેઓ બાળકોને હેરાન કરવાની સાથે શિક્ષા કરે છે. પરંતુ શિક્ષકે મોટી જવાબદારી લઈને જે બાળકો ભણતર પ્રત્યે અસમર્થ હોય તેઓને ઉપચારાત્મક મદદ કરવી જોઈએ. બીજી તરફ આજે છાશવારે જોવા મળે છે કે, વાલીઓ શિક્ષકો પર દૂર્વ્યવહારના આરોપ કરે છે. જેના કારણે કેટલાક શિક્ષકોની બદલી થાય છે, કેટલાક સસ્પેન્ડ તો કેટલાક સામે કાનુની કાર્યવાહી પણ થાય છે. ઉલટાનું શિક્ષકો દલિલ કરે છે કે સારા શિક્ષણ માટે તેઓ બાળકોને સજા કરે છે પણ તેઓનો આશય સારો હોય છે. જ્યારે શિક્ષકને તેની આક્રમકતા બદલ સજા થાય છે. ત્યાર બાદ પણ શિક્ષકો તરફથી સકારાત્મક પરિવર્તન આવતંય નથી. વધુમાં શિક્ષકોએ કર્મચારી આધારીત ન બનતા પ્રદર્શન આધારિત બનવું જોઇએ.

વિદ્યાર્થીઓ સાથે અસરકારક સબંધો બનાવવા શિક્ષકોએ

 1. હકારાત્મક બનવું.
 2. સજાને ટાળવી.
 3. સારા શ્રોતા બની બાળકોને પ્રોત્સાહિત કરવા.
 4. ઉપચારાત્મક મદદ કરવા મોટી જવાબદારી લેવી.

સામાજિક વિકાસ

શારીરિક યોગ્યતાની જેમ સામાજિક યોગ્યતા પણ જીવનમાં વ્યક્તિગત વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, સહપાઠી અને માધ્યમો બાળકો પર મોટી અસર પાડે છે. આથી બાળકોને સામાજિક સક્ષમ બનાવવા માટે સહપાઠી અને સંબંધીઓ સાથે આદાનપ્રદાનનું પૂરતું વાતાવરણ આપો. બાળકને પસંદ ન હોય તેવી પણ અનેક નવી વસ્તુ સ્વિકારે છે અને નવી પરિસ્થિતિ અને ઘટનાઓનો સામનો કરે છે.

માતાપિતાની ભૂમિકા

માતાપિતા બાળક માટે આદર્શ હોય છે. જેથી આરામદાયક, મુક્ત અને મિત્રતાભર્યો વ્યવહાર બાળક સાથે રાખો. માતાપિતા બાળકના મુલ્યો અને લક્ષ્યાંકોને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ધ્યાન રાખો લક્ષ્યાંકો વાસ્તવિકતા આધારિત હોય નહીં કે કાલ્પનિકતાને આધારિત. માતાપિતાએ રોજિંદા જીવનમાં જે પડકારો આવે છે તેમાં માર્ગદર્શક બનવુ જોઈએ અને બાળક પાસે નૈતિક મુલ્યોનો આગ્રહ રાખવો જોઈએ.

બાળકને માત્ર ખોરાક,પાણી અને છતની જ મુખ્ય જરુરિયાત નથી પરંતુ તેની સાથે જરુર છે ઉપર છે:

 1. બાળકને જરુર છે તેમની સાથે વાત કરનારુ અને તેમના ધ્યેય, આશા અને સમસ્યાઓને સાભળનારુ. જેથી માતાપિતાએ રોજ બાળક સાથે ચર્ચા કરવી જોઇએ
 2. બાળકની અન્ય મુખ્ય જરુરીયાત છે મિત્રો જે વિશાળતાની સાથે તેના જીવનમાં મોટો બદલાવ લાવે છે. બાળક તેવી વ્યક્તિ શોધતુ હોય જેનો ગમો અણગમો અને ઇચ્છા તેના જેવી જ હોય. પરંતુ એક કહેવત છે કે ખરાબ સાથ સારાનું પતન કરે છે એટલે માબાપે બાળકના સાથી મિત્રો પર પણ નજીક દેખરેખ રાખવી જોઇએ.
 3. બાળકો માટે જરુરી છે પોતાની ઓળખ ઉભી કરવીની. જેના માટે વિશિષ્ટ લક્ષણો કેળવવા પાડે જેના કારણે તે અન્ય બાળકોથી અલગ દેખાઇ. બાળકોમાં વિશેષ અને પોતાને દર્શાવવાની અનોખી સુઝ હોય છે. જેથી માબાપે તેના બાળકને પ્રોત્સાહિત કરવાની સાથે સાચા નિયમોથી અવગત કરાવવા જોઇએ.

શિક્ષકની ભૂમિકા

બાળકનો લાગણીશીલ વિકાસ શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઈ શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે બાળકની પ્રતિભા અને સર્જનશક્તિને આવકારવા અને પ્રોત્સાહિત કરવા જોઈએ જેના માટે દરેક બાળકનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે

બાળકનો લાગણીશીલ વિકાસ શિક્ષણના અનુભવો, બુદ્ધિમતા અને પરિપક્વતા પર આધારિત હોય છે. જો કે શિક્ષક માત્ર બુદ્ધિમતા માટે ધ્યાને લઇ શકાય પરંતુ તેને ભાગ્યે જ લાગણીશીલ પરિબળ માનવામાં આવે છે. તે આતંર્મુખી કે બહિર્મુખી પ્રતિભા જ્યાં લાયક હોય ત્યાં નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે. શિક્ષકે બાળકની પ્રતિભા અને સર્જનશક્તિ આવકાર અને પ્રોત્સાહિત કરવા જેના માટે દરેક બાળકનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે

લાગણીશીલ વિકાસ

દરેકના દિમાગમાં લાગણી એક સામાન્ય પરિબળ છે. અલગ અલગ માણસોમાં અલગ અલગ લાગણીની ગણતરી હોય છે. એવા કેટલાય પરિબળો છે જે આપણી લાગણીઓને કાબૂમાં રાખે છે. શિક્ષક અને માતાપિતા લાગણીશીલ વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. ભય, ગુસ્સો, ઈર્ષા અને પ્રેમ બાળકમાં આ સામાન્ય લાગણીઓ હોય છે. આ લાગણીઓ બાળકના લાગણીશીલ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પરંતુ કેટલાક પરિબળો જેવા કે થાક, આરોગ્ય, બુદ્ધિમતા, સામાજિક સંજોગો અને પારિવારીક સંબંધો બાળકના લાગણીશીલ વિકાસમાં અસર કરે છે

હસ્તક્ષેપ મંચ

મા, બાપ-શિક્ષક સંઘ બાળકની સારી સારસંભાળ માટે માબાપ અને શિક્ષકો વચ્ચે સારી સમજણ ઊભી કરવા એક મંચ પર નજીક લાવે છે. ઘર-શાળાના સંબંધો બાળકના સામાજિક, લાગણીશીલ અને શૈક્ષણિક સિદ્ધીઓના વિકાસમાં સુધાર લાવે છે. માબાપ શિક્ષક સંઘ, ઘર અને શાળાના સંબંધોને તક આપે છે, જેની મદદ કરે છે.

 1. બાળકને શું ગમે છે તેની માબાપ અને શાળા વચ્ચે સારી સમજ ઊભી કરે છે
 2. એક માબાપને બીજા માબાપને મળી અનુભવોને આધારે સારી શૈક્ષણિક તકો શું છે તે સમજ ઊભી કરે છે
 3. બાળ ઉછેર અને તાલીમ વ્યવહારમાં નવી પદ્ધતિઓની સમજ આપે છે……..

જો આ તમામ ધ્યેય સિદ્ધ થાય તો બાળકનો ઉછેર ઘર અને શાળામાં બાળમૈત્રી વાતાવરણમાં થાય .

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top