অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફરિયાદ

ફરિયાદ માટેનું માળખું

બાળકના અધિકારના ભંગને લગતી ગંભીર ઘટનાના કિસ્સાની નોંધ લેવી જોઇએ અને બાળકોને અધિકારો ભોગવવા આડે આવતા પરીબળોની તપાસ કરવી જોઇએ.
  1. બંધારણના ૮માં પરિશિષ્ટ મુજબ કોઈ પણ ભાષામાં ફરિયાદ નોંધાવી શકાય.
  2. આવી ફરીયાદો માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવશે નહિ
  3. ફરિયાદને લગતી બાબતનું સંપૂર્ણ ચિત્ર ફરિયાદમાં રજૂ થવું જોઈએ
  4. કમિશનને કદાચ વધારે માહિતી/સોગંદનામાની જરૂરિયાત મુજબ માંગી શકે
ફરિયાદ નોંધાવતી વખતે મહેરબાની કરીને એ બાબતની ખાત્રી કરી લો કે ફરીયાદઃ
  1. સ્પષ્ટ, સુવાચ્ય હોય અને અસ્પષ્ટ, નનામી અથવા ઉપનામે લખેલી ના હોય
  2. આવી ફરીયાદો માટે કોઈ પણ પ્રકારની ફી વસુલવામાં આવે નહિ
  3. ઉઠાવવામાં આવેલ મુદ્દો નાગરિક તકરારનો ના હોય જેમ કે માલિકીપણાનો હક્ક, કરાર આધારિત ફરજ
  4. ઉઠાવવામાં આવેલ મુદ્દો સેવાને લગતી બાબતોનો ના હોય
  5. કોઇ પણ કાયદા હેઠળ રચવામાં આવેલ કમિશન (પંચ) અથવા ન્યાયાલય/ન્યાયપંચ સમક્ષ આ મુદ્દો અનિર્ણીત ના હોય
  6. બાબત પર કમિશન દ્વારા પહેલેથી જ નિર્ણય લેવાયેલ ના હોય
  7. કોઇ પણ આધાર પર કમિશનના કાર્યક્ષેત્ર બહારનો મુદ્દો ના હોય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate