অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ અધિકાર સંરક્ષણ આયોગ નિયમો

બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ, ૨૦૦૫ (૨૦૦૬ નો ૪થો) ની કલમ ૩૬ થી અધિકાર મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી નીચેના નિયમો બનાવે છે. એટલે કે:-

સંરક્ષણ ૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ.

  1. આ નિયમો, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ નિયમો,૨૦૧૪ કહેવાશે. અધિનિયમ,
  2. તે સરકારી રાજપત્રમાં એમના પ્રકાશનની તારીખથી અમલમાં આવશે.

વ્યાખ્યાઓ.-

આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો

  • “ અધિનિયમ ” એટલે બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ ૨૦૦૫, (૨૦૦૬નો ૪થો);
  • “ બાળક " એટલે એવી વ્યક્તિ જેણે અઢાર વર્ષની વય પૂરી કરી ન હોય;
  • “ સચિવ ” એટલે રાજય આયોગના સચિવ;
  • “ કલમ ” એટલે અધિનિયમની કલમ;
  • “ રાજય સરકાર ” એટલે ગુજરાત સરકાર.

આ નિયમોમાં ઉપયોગ કરેલા અને આ નિયમોમાં વ્યાખ્યા નહિ કરેલા પરંતુ અધિનિયમમાં વ્યાખ્યા કરેલા તમામ શબ્દો અને વાકય-પ્રયોગોનો અર્થ, અધિનિયમમાં ક્રમશઃ એમને અપાયેલ હોય એ જ રહેશે.

મુખ્ય મથક - (૧) આયોગનું મુખ્ય મથક ગાંધીનગર ખાતે રહેશે.

અધ્યક્ષ વ્યક્તિ અને સભ્યોને ચૂકવવાપાત્ર પગાર અને ભથ્થાં.- (૧) અધ્યક્ષ વ્યક્તિને નિયત માસિક ઊચક રૂ. ૨૦,૦૦૦ નું મહેનતાણું ચૂકવવાનું રહેશે અને દરેક સભ્યને રૂ. ૧૦,૦૦૦ નું નિયત મહેનતાણું ચૂકવવાનું રહેશે.

પરંતુ જયાં અધ્યક્ષ વ્યક્તિ કે સભ્ય નિવૃત્ત સરકારી કર્મચારી હોય અથવા અર્ધ-સરકારી સંસ્થા કે જાહેર ક્ષેત્રના ઉપક્રમના નિવૃત્ત અધિકારી હોય; અથવા યુનિવર્સિટી / કોલેજના અથવા માન્ય સંશોધન સંસ્થાના નિવૃત્ત પ્રાધ્યાપક હોય ત્યાં મળેલ પેન્શન સાથે એને ચૂકવવા પાત્ર પગાર, આ પેટા-નિયમમાં દર્શાવ્યા પ્રમાણેના પગારથી વધશે નહિ.

પરંતુ વધુમાં, અધ્યક્ષ વ્યકિત અથવા સભ્ય તરીકે નિમાયેલી વ્યકિત, અર્ધ-સરકારી સંસ્થા કે યુનિવર્સિટી / કોલેજ અથવા માન્ય સંશોધન સંસ્થામાંથી પ્રતિનિયુકિત પર હોય ત્યાં, તે આ પેટા-નિયમમાં જણાવ્યા પ્રમાણેના પગાર અને ભથ્થાં મેળવશે અને આ રકમ, મૂળ સંસ્થામાંથી મેળવેલ છેલ્લા પગાર કરતાં ઓછી હોય તો તે મૂળ સંસ્થામાંથી મેળવેલા છેલ્લા પગારની સમકક્ષ પગાર મેળવશે.

  • આયોગમાં કરેલી સેવા તરીકે અધ્યક્ષ વ્યક્તિ કે સભ્ય, કોઇ પેન્શન કે ગ્રેચ્યુંઇટી મેળવવા માટે હકદાર બનશે નહિ.
  • અધ્યક્ષ વ્યક્તિ અને સભ્યો, રાજય સરકારના વર્ગ-૧ના અધિકારીઓને, ન્યૂનતમ પગારધોરણમાં મળવાપાત્ર પ્રવાસ ભથ્થા અને દૈનિક ભથ્થા માટે હકદાર થશે.
  • અધ્યક્ષ વ્યક્તિએ,આયોગના સભ્યોની કચેરીમાં હાજરી અને પ્રવાસ કાર્યક્રમને પ્રમાણિત કરવાનો રહેશે.
  • આયોગની બેઠકમાં કોરમ - આયોગની બેઠક માટેનું કોરમ, અધ્યક્ષ વ્યક્તિ સહિત ઓછામાં ઓછા અર્ધા સભ્યોનું રહેશે.

 

ફરિયાદોના નિકાલની કાર્ય-પદ્ધતિ

  • બાળ અધિકારોના ભંગને લગતી આયોગને મળેલી તમામ ફરિયાદી સચિવે ફરિયાદના નંબર સાથે રજિસ્ટરમાં નોંધવાની રહેશે અને ફરિયાદની જાણકારી લેવા શકય હોય એટલી જલદી અધ્યક્ષવ્યક્તિ સમક્ષ રજૂ કરવાની રહેશે: પરંતુ ફરિયાદની જાણકારી લેવામાં આવશે નહીં, જયાં ફરિયાદ
  • ફરિયાદ કરવાની તારીખથી એક વર્ષ પહેલાં બન્યા હોય, તે બનાવોના સંબંધમાં હોય;
  • જે બાબત ન્યાયાધીન હોય તે બાબતના સંબંધમાં હોય; અથવા
  • આયોગની હકૂમતની બહાર હોય.
  • આયોગ, ઇ-મેલ કે ફેકસ અથવા એસએમએસ દ્વારા મળેલી ફરિયાદને પણ સ્વીકારી શકે.
  • કોઇ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયેલા, કોઇ સમાચાર ચેનલમાં દર્શાવેલા અથવા મીડિયાના કોઇ અન્ય સ્વરૂપમાં રજૂ થયેલા બાળ અધિકારના ભંગના કેસમાં, અધ્યક્ષ વ્યક્તિ તથા સભ્ય આપમેળે કાર્યવાહી કરી શકે.
  • સચિવની સત્તાઓ અને ફરજો.-
  • અધિનિયમની કલમ ૧૩ ની પેટા-કલમ
  • કલમ ૧૪, કલમ ૧૫ અને કલમ ૨૧ ની પેટા-કલમ
  • હેઠળ આયોગે લીધેલા તમામ નિર્ણયોની અને આ નિયમો હેઠળ આયોગને સત્તાધિકૃત કરવામાં આવેલ હોય તે માટે આયોગે લીધેલા અન્ય કોઇ નિર્ણયોની અમલ બજવણી સચિવે કરવાની રહેશે.
  • સચિવે, આયોગની બાબતોના યોગ્ય વહીવટ તથા અધિનિયમ અને આ નિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે આયોગના રોજબરોજના વ્યવસ્થાપન માટે જરૂરી હોય એવી સત્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે અને આવી અન્ય ફરજો બજાવવાની રહેશે.
  • સચિવે, અધ્યક્ષ વ્યક્તિ સાથે પરામર્શમાં આયોગની બેઠકો બોલાવવાની રહેશે અને તમામ સંબંધિત વ્યક્તિઓને બેઠકની નોટિસ આપવાની રહેશે.
  • આયોગની બેઠક બોલાવવા માટે જરૂરી કોરમ સુનિશ્ચિત કરવા સચિવે પગલાં લેવાનાં રહેશે.
  • અધ્યક્ષ વ્યક્તિના પરામર્શમાં સચિવે, આયોગની બેઠક માટે કાર્યસૂચિ તૈયાર કરવાની રહેશે. નોંધો તૈયાર કરેલી રાખવાની રહેશે અને આવી નોંધો, શકય હોય એટલે અંશે સ્વયં-પર્યાપ્ત હોવી જોઇશે.
  • સચિવે, કાર્યસૂચિની બાબતોને આવરી લેતું વિશિષ્ટ રેકર્ડ સંદર્ભ માટે આયોગને ઉપલભ્ય કરાવવાનું રહેશે.
  • તાકીદનું ધ્યાન જરૂરી હોય એવા કેસો સિવાય, બેઠક પહેલાંના ઓછામાં ઓછા કામકાજના બે દિવસોમાં કાર્યસૂચિ સભ્યોમાં ફેરવવામાં આવે તે સચિવે સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • સચિવે, આયોગની બેઠકની કાર્યનોંધ તૈયાર કરવાની રહેશે અને આયોગે બેઠકમાં લીધેલા નિર્ણયની અમલ બજવણી કરવાની રહેશે અને એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે પછીની બેઠકોમાં કાર્યવાહી કરવામાં આવે.
  • સચિવે, આયોગનું કામકાજ કરવામાં આયોગની કાર્યપદ્ધતિ અનુસરવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • સચિવે, અનુદાન છૂટું કરવા સંબંધી આવી બધી બાબતો; જગ્યાઓ ઊભી કરવી;પગારધોરણો સુધારવાં, વાહનો પ્રાપ્ત કરવાં; કર્મચારીઓની નિમણૂક, વાર્ષિક, ખાસ અને ઓડિટ અહેવાલો રાજયની વિધાનસભામાં મૂકવા; નાણાંનો પુનર્વિનિયોગ, રહેઠાણની સગવડ; યથાપ્રસંગ, રાજય બહાર બેઠકમાં હાજર રહેવા અથવા પરામર્શ માટે આયોગના કોઇ અધિકારીને પરવાનગી આપવા; અને આ વિષય અંગે કામગીરી કરતા સંબંધિત વિભાગ મારફત રાજય સરકારની મંજૂરી જરૂરી બનાવતી બીજી કોઇ બાબત હાથ ધરવાની રહેશે.
  • સચિવે, વખતોવખત રાજય સરકારે સોંપેલી એવી નાણાકીય સત્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે:
  • પરંતુ એની નાણાકીય સત્તાઓથી વધતી કોઇ બાબત અંગેનું ખર્ચ, રાજય સરકારની પૂર્વ મંજૂરી સિવાય કરવાનું રહેશે નહિ.
  • જે કેસોમાં, રાજય સરકારની પૂર્વ મંજૂરી જરૂરી હોય તે કેસો સિવાય, આયોગના નાણાકીય વ્યવહાર સંબંધી તમામ સત્તાઓ સચિવ પાસે રહેશે.
  • જગ્યાઓ ઊભી કરવાની બાબતો; જગ્યાઓ ભરવી; પગાર-ધોરણોની સુધારણા, વાહનની પ્રાપ્તિ, એક સદરમાંથી બીજા સદરમાં નાણાંનો પુનર્વિનિયોગ; રાજય બહાર, સેમિનાર, સંમેલન કે તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, આયોગના કોઇ અધિકારીને પરવાનગી આપવી; તથા રાજય સરકાર દ્વારા, હુકમથી નકકી કરવામાં આવે એવી બાબતોમાં સચિવે, રાજય સરકારની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.
  • આયોગની તમામ નાણાકીય સત્તાઓને, સામાન્ય નાણાકીય નિયમો, અંદાજપત્ર નિયમસંગ્રહ, નાણાકીય સત્તા સોંપણી નિયમો અને રાજય સરકારના નાણા વિભાગે બહાર પાડેલી કરકસરની સૂચનાઓ લાગુ પડશે.
  • રાજય સરકારની પૂર્વ મંજૂરીને આધીન, અધ્યક્ષ વ્યક્તિને, અગાઉથી સંમત થવાયેલી શરતો અનુસાર, વિશિષ્ટ હેતુ માટે, વિશિષ્ટ મુદત માટે કોઇપણ વ્યક્તિને અથવા વ્યક્તિઓને પરામશીં તરીકે અથવા પરામર્શ માટે રોકવાની સત્તાઓ રહેશે.
  • ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને એમના નામે, સહી/- (સુરેશ કાનાબાર) સરકારના નાયબ સચિવ

પ્રતિ,

ગુજરાતના નામદાર રાજયપાલશ્રીના સચિવ, ગાંધીનગર.

માનનીય મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ.

બધા મંત્રીશ્રીઓ / રાજય મંત્રીશ્રીઓના અંગત સચિવો.

  • સચિવ, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
  • રજિસ્ટાર, ગુજરાત ઉચ્ચ ન્યાયાલય, અમદાવાદ.
  • સચિવ, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગાંધીનગર.
  • સચિવ, ગુજરાત બાળ અધિકાર સંરક્ષણ આયોગ, બ્લોક નં. ૧૯, ૩ જો માળ, ડૉ. જીવરાજમહેતા ભવન, ગાંધીનગર.
  • સચિવ, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર.
  • સચિવ, ગુજરાત મુલકી સેવા ટ્રિબ્યુનલ, ગાંધીનગર. ૦ એકાઉન્ટન્ટ જનરલ, ગુજરાત, અમદાવાદ/ રાજકોટ.
  • સચિવાલયના બધા વિભાગો, સચિવાલય, ગાંધીનગર.
  • સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
  • ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, ગાંધીનગર.
  • કમિશનર, સરદાર પટેલ રાજય વહીવટ ભવન, અમદાવાદ.
  • નિયામક, સમાજ સુરક્ષા ખાતુ, બ્લોક નં. ૧૬, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. બધા જિલ્લા મેજિસ્ટેટ અને કલેકટર.
  • બધા જિલ્લા વિકાસ અધિકારીઓ.
  • બધા પોલીસ કમિશનરી.
  • બધા પોલીસ અધીક્ષકો. મેનેજર, સરકારી પ્રેસ, ગાંધીનગર, ગુજરાત સરકારના રાજપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવા અને આ વિભાગને 300 નકલો મોકલવાની વિનંતિ સાથે. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, સચિવાલય, ગાંધીનગર, જાહેરનામાનું ગુજરાતી ભાષાંતર પ્રસિદ્ધ કરવા અને આ વિભાગને 300 નકલો મોકલવાની વિનંતિ સાથે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની બધી શાખાઓ.
  • સિલેકટ ફાઇલ.

સ્ત્રોત: ગુજરાત રાજય બાળ અધિકાર સરંક્ષણ આયોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate