વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોના અધિકાર કલમ

બાળકોના અધિકાર કલમ વિષે માહિતી

માર્ગદર્શક સિદ્ધાંતો દરેક હક્ક માટે સામાન્ય જરૂરિયાત

કલમ ૧ (આર્ટિકલ ૧)
આ કન્વેન્શનમાં (સભામાં) ૧૮ વર્ષથી નીચેની ઉમરના તમામને બધા હક મળે છે.

કલમ ૨ (આર્ટિકલ ૨)
આ કન્વેન્શન દરેકને લાગુ પડે છે પછી તમારી જ્ઞાતિ, ધર્મ, ક્ષમતાઓ કંઈ પણ હોય, તમે કંઈ પણ વિચારતા કે કહેતા હોય અને તમે કોઇ પણ પ્રકારના પરિવારમાંથી આવતા હોય.

કલમ ૩ (આર્ટિકલ ૩)
બાળકો સંબંધિત તમામ સંસ્થાઓએ બાળકોના મહતમ હિતમાં હોય તે રીતે કાર્ય કરવુ જોઇએ.

કલમ ૩ (આર્ટિકલ ૩)
બાળકો સંબંધિત તમામ સંસ્થાઓએ બાળકોના મહતમ હિતમાં હોય તે રીતે કાર્ય કરવુ જોઇએ.

કલમ ૪ (આર્ટિકલ ૪)
સરકારે આ હકો તમામ બાળકોને પ્રાપ્ય બનાવવા જોઇએ.

કલમ ૬ (આર્ટિકલ ૬)
તમને જીવવાનો અધિકાર છે. સરકારે તમે ટકી (જીવિત રહી શકો) શકો અને સમૃદ્ધ બનો તેની ખાત્રી કરવી જોઇએ.

કલમ ૧૨ (આર્ટિકલ ૧૨)

જ્યારે પુખ્ત વયના લોકો તમને અસર કરતા નિર્ણય લે છે ત્યારે શું હોવું જોઇએ તે માટે તમે જે વિચારો છો તે કહેવાનો અને તમારો મત ધ્યાન પર લેવાય તે તમારો હક છે.

જીવિત (ટકી) રહેવાના અને વિકાસના હકોઃ જીવનના મૂળભૂત અને પોતાની સંપૂર્ણ શક્તિઓને મેળવવાના હકો

કલમ ૭ (આર્ટિકલ ૭)

તમને કાયદાકિય રીતે નોંધાયેલ નામ અને રાષ્ટ્રિયતાનો હક છે. તમને તમારા માતા-પિતા વિશે જાણવાનો અને શક્ય હોય ત્યાં સુધી તમારા માતા-પિતા દ્વારા સંભાળ મેળવવાનો હક છે.

કલમ ૯ (આર્ટિકલ ૯)
જયાં સુધી તમારા હિતમાં ના હોય ત્યાં સુધી તમને તમારા માતા-પિતાથી અલગ કરવા ના જોઇએ જેમકે જો માતા-પિતા બાળક સાથે અયોગ્ય રીતે વર્તતા હોય અથવા તેની અવગણના કરતા હોય. જો તમારા માતા અને પિતા અલગ થઈ ગયા હોય તો તમને બંનેના સંપર્કમાં રહેવાનો હક છે જયાં સુધી એનાથી તમને દુઃખ ન થતું હોય ત્યાં સુધી.

કલમ ૨૦ (આર્ટિકલ ૨૦)

જો તમારી સંભાળ તમારા પરિવાર દ્વારા લઈ શકાતી ના હોય તો તમારી યોગ્ય સંભાળ એવા લોકો દ્વારા લેવાવી જોઇએ કે જે તમારા ધર્મ, સંસ્કૃતિ અને ભાષાને આદર આપી શકે.

કલમ ૨૨ (આર્ટિકલ ૨૨)

જો તમે દેશમાં અન્ય કોઇ દેશમાંથી શરણાર્થી તરીકે આવેલ હોય તો પણ તમને આ દેશમાં જન્મનાર બાળને મળનાર તમામ હકો મળવા જોઇએ.

કલમ ૨૩ (આર્ટિકલ ૨૩)

જો તમને કોઇ પણ પ્રકારની શારીરિક ખામી હોય તો તમને ખાસ સંભાળ અને મદદ મળવી જોઇએ જેથી કરીને તમે સંપૂર્ણ અને સ્વતંત્ર જીવન જીવી શકો.

કલમ ૨૪ (આર્ટિકલ ૨૪)

તમે તંદુરસ્ત રહી શકો તે માટે સારી ગુણવતાવાળી આરોગ્ય સંભાળ, સ્વચ્છ પાણી, પોષક આહાર અને સ્વચ્છ વાતાવરણ મેળવવાનો તમને હક છે.

કલમ ૨૫ (આર્ટિકલ ૨૫)

જો તમારી સંભાળ તમારા માતા-પિતાને બદલે સ્થાનિક સતા દ્વારા લેવામાં આવતી હોય તો તમારી પરિસ્થિતિની નિયમિત સમીક્ષા થવી જોઇએ.

કલમ ૨6 (આર્ટિકલ ૨૬)

જો તમે ગરીબ અથવા જરૂરીયાત મંદ હોય તો તમને અથવા તમારા પાલકને સરકાર તરફથી મદદ મેળવવાનો હક છે.

કલમ ૨૭ (આર્ટિકલ ૨૭)

તમારી શારીરિક અને માનસિક જરૂરિયાતને અનુરૂપ જીવનધોરણ મેળવવાનો તમને હક છે. જો તમારા પરિવારને તમને તે પૂરા પાડવું પરવડે તેમ ન હોય તો સરકારે તેમને મદદ કરવી જોઇએ.

કલમ ૨૮ (આર્ટિકલ ૨૮)

તમને શિક્ષણ મેળવવાનો હક છે. પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્ય મળવું જોઇએ.

કલમ ૨૯ (આર્ટિકલ ૨૯)

શિક્ષણ વડે તમારા વ્યક્તિત્વ અને તમારામાં રહેલ પ્રતિભાનો પૂર્ણ વિકાસ થવો જોઇએ. તેના દ્વારા તમારા માતા-પિતાનો અને તમારી જાતનો તેમજ અન્ય સંસ્કૃતિનો આદર તમે કરો તેના માટેનું પ્રોત્સાહન મળવું જોઇએ.

કલમ ૩૦ (આર્ટિકલ ૩૦)

તમને તમારા પરિવારની ભાષા અને રિવાજો શીખવાનો અને ઉપયોગ કરવાનો હક છે, પછી ભલે તેને આ દેશના મોટા ભાગના લોકો અનુસરતા હોય કે નહિ.

કલમ ૩૧ (આર્ટિકલ ૩૧)

તમને હળવા થવાનો, રમવાનો અને બહોળા પ્રમાણમાં પ્રવૃતિઓમાં જોડાવાનો હક છે.

કલમ ૪૨ (આર્ટિકલ ૪૨)

સરકારે કન્વેશનને તમામ માતા-પિતા અને બાળકો જાણે તે રીતે ફેલાવો કરવો જોઇએ.

રક્ષણ મેળવવાના હકોઃ નુકશાનીથી સલામત રહેવા માટે

કલમ ૧૯ (આર્ટિકલ ૧૯)

સરકારે એ વાતની ખાત્રી કરવી જોઇએ કે તમારી યોગ્ય રીતે સંભાળ લેવાય; અને તમારા માતા-પિતા કે કોઇ પણ જે તમારી સંભાળ લે છે તેના દ્વારા થનાર હિંસા, શોષણ અને અવગણનાથી તમને રક્ષણ મળે.

કલમ ૩૨ (આર્ટિકલ ૩૨)

સરકારે તમને તમારા માટે જોખમ કારક કે જેનાથી તમારા આરોગ્ય અથવા શિક્ષણને નુકશાન થાય તેવા કામથી તમારૂ રક્ષણ કરવું જોઇએ.

કલમ ૩6 (આર્ટિકલ ૩6)

તમારા વિકાસને અવરોધે તેવી કોઇ પણ પ્રવૃતિથી તમને રક્ષણ મળવું જોઇએ.

કલમ ૩૫ (આર્ટિકલ ૩૬)

સરકારે એ વાતની ખાત્રી કરવી જોઇએ કે બાળકોનું કોઇ જાતનું શોષણ કે વેચાણ થાય નહિ.

કલમ ૧૧ (આર્ટિકલ ૧૧)

તમને તમારા દેશમાંથી ગેરકાયદેસર રીતે બહાર લઈ જવાતા રોકવા માટેના પગલા સરકારે લેવા જોઇએ.

કલમ ૩૪ (આર્ટિકલ ૩૪)

સરકારે રક્ષણ પુરુ પાડવું જોઇએ.

કલમ ૪૦ (આર્ટિકલ ૪૦)

જો તમે કાયદો ભંગ કરવાના દોષિત હોય તો તમને કાયદાકિય મદદ મળવી જોઇએ. તમને પુખ્ત વયના સાથે જેલમાં રાખવા ના જોઇએ અને તમે તમારા પરિવાર સાથે સંપર્ક રાખવા માટે સક્ષમ રહેવા જોઇએ. બાળકો દ્વારા કરવામાં આવતા ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ માટે જ કેદની સજા બાળકો માટે હોવી જોઇએ.

ભાગીદારીના હકોઃ સક્રિય અવાજ હોવો

કલમ ૧૩ (આર્ટિકલ ૧૩)

જયાં સુધી તમને અથવા અન્યને હાનિકારક ના હોય ત્યાં સુધી માહિતીના આદાન-પ્રદાન, એક બીજાને મળવાનો અને જૂથ અને સંસ્થાઓમાં જોડાવાનો તમને હક છે.

કલમ ૧૪ (આર્ટિકલ ૧૪)

તમે જે ઇચ્છો છો તેના વિશે વિચારવાનો અને તેને માનવાનો તેમજ તમારા ધર્મનું પાલન કરવાનો તમારો હક છે જયાં સુધી તમે અન્ય લોકોને તેના અધિકારો માણવાથી અટકાવતા ના હોય. આ બાબતોમાં માતા-પિતા એ તમને માર્ગદર્શન આપવું જોઇએ.

કલમ ૧૫ (આર્ટિકલ ૧૫)

તમને એકબીજા સાથે મળવાનો અને જૂથ અને સંસ્થાઓમાં જોડાવાનો હક છે જયાં સુધી તે બીજા લોકોને તેના અધિકારો માણતા અટકાવતા ના હોય.

કલમ ૧૬ (આર્ટિકલ ૧૬)

તમને ખાનગીપણાનો હક છે. તમારા જીવન જીવવાની રીત, તમારા નામ, તમારા ઘર અને તમારા પરિવાર પર થતા હુમલાઓથી કાયદાએ તમારૂ રક્ષણ કરવું જોઇએ.

કલમ ૧૭ (આર્ટિકલ ૧૭)

તમને જન-સંચારના ભરોસા પાત્ર માધ્યમ વડે માહિતી મેળવવાનો હક છે. ટેલિવિઝન, રેડિયો અને સમાચરપત્રો એ તમે સમજી શકો તેવી માહિતી આપવી જોઇએ અને તમને નુકશાન પહોંચાડે તેવા સાહિત્યને પ્રોત્સાહન આપવું જોઇએ નહિ.

સ્ત્રોત :UNICEF

3.13333333333
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top