વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળ અધિકારોમાં સુધારો

ખમ્મમ અને દંતેવાડામાં બાળ અધિકારોથી સુધાર

આંધ્રપ્રદેશના ખમ્મમ અને છત્તિસગઢના દંતેવાડા જિલ્લાઓમાં નાગરિક અરાજકતા વચ્ચે જીવતા બાળકોની ચિંતા કરતાં, NCPCRએ આંધ્રપ્રદેશ સરકારને કુપોષણ સામે આંગણવાડી રચવાની ભલામણ કરવાની સાથે ASHAs (Accredited Social Health Activists) માન્યતા પ્રાપ્ત સમાજ આરોગ્ય કાર્યકર્તાઓની બાળકોના આરોગ્ય અને રોગપ્રતિકારકતા નિમણૂંક કરી હતી અને નિવાસી સેતુ અભ્યાસક્રમો (RBCs) દ્વારા વિસ્થાપિત બાળકોને શાળામાં લાવવાનો કાર્યક્રમ ઘડ્યો હતો. અને જ્યારે ફેબ્રુઆરીમાં NCPCRએ ખમ્મમ જિલ્લાની મુલાકાત લીધી અને કાર્યક્રમની અસરકારતા ચકાસવામાં આવી ત્યારે બાળકોમાં કુપોષણના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો. વૈકલ્પિક ભણતર કેન્દ્રો અને RBCs દ્વારા બાળમજૂરી છોડાવી તો તેઓની રોગપ્રતિકારતા વધેલી જોવા મળી. જો કે ટીમે નોંધ લીધી કે આરોગ્ય કાર્યકર્તા દ્વારા નિયમિત દેખરેખ જરૂરી છે. હજુ પણ વિસ્થાપિત વસ્તીઓમાં કન્યા કેળવણી જોવા ન મળી તો મતદાર કાર્ડ અને રાશન કાર્ડનો અભાવ અસુરક્ષામાં વધારો કરતો જોવા મળ્યો. અધુરામાં પુરુ પાણીની અછત આરોગ્ય અને પોષણ સુધારાને પાછળ ધકેલતો એક ખતરો હતો

દંતેવાડાના સુકમા વિભાગની જ્યારે NCPCRની ટીમે જ્યારે મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે બાળ અધિકાર સુરક્ષા સમિતિ(BASS) પરિવારોને તેમના બાળકો શાળાએ અથવા વૈકલ્પિક ભણતર કેન્દ્રો મોકલવા મનાવતા હતા. કેટલીક મહિલાઓ બાળ અધિકાર સુરક્ષા સમિતિની પ્રવૃતિને શંકાની નજરે જોતી અને તકરાર પણ કરતી છતાં આ સમિતિ બાળકોની નોંધણી માટે સત્તત પ્રોત્સાહિત કરતી જોવા મળી. આ વિસ્તારમાં શિક્ષણની માગ વધુ હતી એટલે સરકારે ત્યાં આઠમા ધોરણ પછી 500 સીટની આશ્રમશાળાને મંજુરી આપી. બાળ અધિકારોના રક્ષણ માટે બાળ અધિકાર સુરક્ષા સમિતિ (BASS)એ ખૂબ મોટો નિર્ધાર દેખાડ્યો. હેદરાબાદમાં મજુરી માટે 6 બાળકોની તસ્કરી સામે આવી હતી પરંતુ (BASS)ના સભ્યોને તેનો ખ્યાલ આવતા જ તેમણે પોતાના સ્ત્રોતો કામે લગાડી શહેરમાં જઈ એક સ્વંયસેવી સંસ્થા MV Foundationની મદદથી બાળકોને પરત લાવ્યા. બાળ અધિકાર સુરક્ષા સમિતિના સક્રિય દેખરેખને પગલે ગામડાઓમાં શાળાઓ મોટી સંખ્યામાં નોંધણી સાથે આંગણવાડી કાર્યકરોને પણ તેમની ફરજ બજાવવામાં સહાયતા મળતી હતી.

3.16
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top