অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ અધિકારો સાહિત્ય

બાળ અધિકારો સાહિત્ય

તમે કદાચ જ્યોર્જ બર્નાર્ડના શોના પ્રચલિત વાક્યને સાંભળ્યુ હશે- “મારા માટે માનવીય મોક્ષ માટેનો એકમાત્ર વિશ્વાસ શિક્ષકોમાં રહેલો છે.” સભ્ય સમાજ તરીકે ભારતમાં આપણે હંમેશા શિક્ષકોને ભગવાન પછીના ઉચ્ચત્તમ આસને મૂક્યા છે અને તેવું શા માટે નહી?

વ્યક્તિના જીવનમાં શિક્ષક મહત્વનો ભાગ ભજવે છે. એક સારો શિક્ષક યુવા વિદ્યાર્થીઓના મનમાં ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થાન મેળવે છે. વડીલો પછી શિક્ષક જ છે જે બાળકોને સહુથી વધારે પ્રભાવિત કરે છે અને તે કે તેણીના વ્યક્તિત્વને ઓપ આપે છે.

તમે જાણો છો તે મુજબ બાળકો દરેક સમાજમાં શોષણ, હિંસા અને દુર્વ્યવહારનો સામનો કરે છે. જો તમે માત્ર તમારી આજુબાજુ જોશો તો, તમે તે જોઈ શકશો. નાના બાળકો મજૂરીમાં રોકાઈ ગયા છે અને શાળાએ જવાથી વંચિત છે-તેમાંના ઘણાને બંધનયુક્ત કરવામાં આવ્યા છે-વડીલો તેમના બાળકોને ફટકા મારે છે, શિક્ષકો વર્ગોમાં બાળકોને ફટકા મારે છે અથવા તેમની જાતિ કે ધર્મના કારણે તેમના સામે ભેદભાવ કરે છે, બાળાને જન્મ લેવાનો અધિકાર આપવામાં આવતો નથી અથવા તેને જન્મતાં જ મારી નાખવામાં આવે છે અથવા તેઓને છોકરી હોવાના કારણે પરિવાર અને સમાજમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. વહેલા લગ્ન, બળાત્કાર...

હા, આ ઘણા બાળકોના જીવનની વાસ્તવિકતા છે. તેમાંના અમુક તમારા વર્ગ કે તમારી શાળામાં પણ હોઈ શકે છે.

તમે જ્યારે બાળકનો દુરૂપયોગ કે તેનું શોષણ થતાં જોશો અથવા તે વિશે સાંભળશો તો એક શિક્ષક તરીકે તમે શું કરશો?

શું તમે….

  • તેને ભાગ્ય પર છોડી દેશો?
  • દલીલ કરશો કે તમામ વડીલો પોતે બાળક હતાં તે દરમિયાન આમાંથી પસાર થઈ ગયા છે અને તેથી તેમાં ખોટુ શું છે?
  • દલીલ કરશો કે આ એક રિવાજ, વ્યવહાર છે અને તેનું કંઈપણ કરી શકાય તેમ નથી?
  • ગરીબીનો દોષ કાઢશો?
  • ભ્રષ્ટાચારનો દોષ કાઢશો?
  • પરિવારને દોષ આપશો અને આ વિષયમાં કંઈ કરશો નહી?
  • જો બાળક તમારો વિદ્યાર્થી ન હોય તો શા માટે ચિંતા કરવી?
  • બાળકને વાસ્તવિકતામાં સુરક્ષાની જરૂર છે તે સ્થાપિત કરવા પુરાવાઓને જોશો?

તમને જ્યાં સુધી આગળ વધવા પુરાવા નહી મળે ત્યાં સુધી રાહ જોશો? અથવા શું તમે..

  • સુનિશ્ચિત કરશો કે બાળકને સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવ્યું છે કે નહી?
  • બાળક સાથે વાતચીત કરશો?
  • તે/તેણીના પરિવાર સાથે વાતચીત કરશો અને તેમને કહેશો કે દરેક બાળકને સુરક્ષિત બાળપણનો હક છે અને બાળકની સંભાળ રાખવાની વડીલોની પ્રાથમિક જવાબદારી છે?
  • જો આવશ્યકતા હશે તો બાળક અને તેના પરિવારની મદદ કરશો?
  • બાળકની સુરક્ષામાં કોનો ભય સતાવે છે તે શોધશો?
  • તેઓ વિરૂદ્ધ પગલા લેશો જેઓ બાળકો સાથે ઘાતકી છે અથવા જેમનાથી બાળકોને બચાવવાની આવશ્યકતા છે?
  • જો કાયદાકીય રક્ષણ અને કાયદાકીય સુધારાની આવશ્યકતા હશે તો બાબતનો અહેવાલ પોલીસ/બાળ વિભાગને કરશો?

તમે કેવી રીતે વર્તો છો કે તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો તેના પર આધાર રાખશે. શું તમે તમારી જાતને કેવળ એક શિક્ષક કે એક નેતા, મશાલચી, સલાહકાર અને માર્ગદર્શક તરીકે જ જુઓ છો? કારણ કે એક નેતા, મશાલચી, સલાહકાર અને માર્ગદર્શકે રખેવાળ, સંરક્ષક અને સામાજીક બદલાવના પ્રતિનિધિની ભૂમિકા પણ બજાવે છે. તમે શિક્ષકો મહત્વના છો કારણ કે…

  • તમે બાળ સમાજ અને પર્યાવરણનો એક ભાગ છો અને તેથી તેમના અધિકારો મેળવવામાં તેમની મદદ કરવાની અને તેમની રક્ષા કરવાની તમારી કાયદેસર ફરજ છે.
  • તમે અનુકરણીય વ્યક્તિઓ છે. તમારે આદર્શો પ્રસ્થાપિત કરવા જરૂરી છે.
  • શિક્ષકો તરીકે તમે નાના બાળકોની વૃદ્ધિ, વિકાસ, તંદુરસ્તી અને સુરક્ષા માટે જવાબદાર છે.
  • તમને તમારા સ્થાન દ્વારા સત્તાધિકાર અને જવાબદારી સાથે સ્થાપિત કરવામાં આવ્યા છે.
  • તમે શિક્ષક કરતાં કંઈક વધારે થઈ શકો છો. જેઓ અભ્યાસક્રમને ભણાવે છે અને સારા પરિણામો મેળવી આપે છે- તમે એક સામાજીક બદલાવના પ્રતિનિધિ બની શકો છો.

આ બુકલેટને ખાસ કરીને આપના માટે બનાવવામાં આવી છે. જેથી કરીને તમે બાળકોની મદદ કરી શકો અને તેમને દુરૂપયોગ અને શોષણથી બચાવી શકો. જો કે અમે કાયદાની વિગતવાર ચર્ચા કરી છે, વકીલ પાસેથી તમે કાયદાકીય સલાહ મેળવો તે મહત્વનું છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate