অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-POCSO

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-POCSO

  1. પ્રકરણ ૧ પ્રારંભિક (Preliminary)
    1. ટૂંકું મથાળું વિસ્તાર અને પ્રારંભ
    2. વ્યાખ્યા
  2. પ્રકરણ ૨ બાળક વિરદ્ધના જાતીય ગુનાઓ
    1. પ્રવેશ જાતીય હુમલા અને તેના માટેની શિક્ષા
    2. પ્રવેશ જાતીય –હુમલા માટે શિક્ષા
    3. ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા
    4. જે કોઈપણ, સશસ્ત્ર દળોનો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય,
    5. બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  3. ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો માટેની શિક્ષા
    1. જાતીય હુમલો (Sexual assault)
    2. જાતીય હુમલાની શિક્ષા
  4. ઉગ્ર જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા
    1. ઉગ્ર જાતીય હુમલો
    2. ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો માટેની શિક્ષા
    3. જાતીય હુમલો
    4. જાતીય હુમલાની શિક્ષા
  5. ઉગ્ર જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા
    1. ઉગ્ર જાતીય હુમલો
    2. ઉગ્ર જાતીય હમલા માટેની શિક્ષા
    3. જાતીય-સતામણી અને તેના માટેની શિક્ષા
    4. જાતીય સતામણી માટેની શિક્ષા
  6. પ્રકરણ ૩ અશ્લીલના સાહિત્યના ઉદ્દેશસર બાળકનો ઉપયોગ અને તેના માટેની શિક્ષા
    1. અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકના ઉપયોગ માટે શિક્ષા
    2. બાળકને સાંકળતા નગ્ન કામચેષ્ટા સંબંધી અશ્લીલ સાહિત્ય-સામગ્રી એકત્રીત (જમા) કરવા માટેની શિક્ષા
  7. પ્રકરણ ૪ ગુનો કરવામાં મદદગારી અથવા પ્રયાસ
    1. ગુનો કરવામાં મદદગારી
    2. મદદગારી માટેની શિક્ષા (Punishment for abetment):
    3. ગુનો કરવાના પ્રયાસ માટેની શિક્ષા
  8. પ્રકરણ ૫ ગુનો નોંધવા માટેની પ્રક્રિયા
    1. ગુનોની નોંધણી
    2. કેસોના હેવાલ માટે પ્રચાર-પ્રસાર, સ્કુડિયો અને ફોટોગ્રાફિક સુવિધા માટેનુ બંધન
    3. કેસનો હેવાલ અથવા નોંધણી કરવામાં નિષ્ફળતા માટેની શિક્ષા
    4. કેસનો હેવાલ અથવા નોંધણી કરવામાં નિષ્ફળતા માટેની શિક્ષા
    5. ખોટી ફરિયાદ અથવા ખોટી માહિતી માટેની શિક્ષા (Procedure for Media).
  9. પ્રકરણ ૬ બાળકના નિવેદન નોંધવા માટેની પ્રક્રિયા
    1. બાળકના નિવેદનની નોંધણી
    2. મેજીસ્ટ્રેટ દ્વારા બાળકના નિવેદનની નોંધણી
    3. નિવેદન નોંધણી સંબંધી વધારાની જોગવાઈઓ
    4. બાળકની તબીબ –તપાસ
    5. વિશેષ અદાલત સમક્ષની કાર્યવાહીમાં ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની અમલીપાત્રતા
  10. પ્રકરણ ૭ વિશેષ અદાલત (Special Public Prosecutors)
    1. વિશેષ અદાલતની કાર્યવાહી અને સત્તા તથા પુરાવાની નોંધણી
  11. પ્રકરણ ૮ વિશેષ અદાલતની કાર્યવાહી અને સત્તા તથા પુરાવાની નોંધણી
  12. પ્રકરણ ૯ પ્રકીર્ણ
    1. વૈકલ્પિક શિક્ષા (Alternative punishment )
    2. આ અધિનિયમ બીજા કાયદાઓથી ઉતરતો નથી
    3. આ અધિનિયમના અમલ માટે દેખરેખ (Monitoring implementation of Act)
    4. નિયમો ઘડવા સત્તા (Power to make rules)
    5. મુશ્કેલીઓ દુર કરવાની સત્તા (Power to remove difficulties)
  13. પરિશિષ્ટ
  14. જાહેરનામુ
    1. જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં નિયમ, ૨૦૧૨
    2. વ્યાખ્યા (Definitions)
    3. કાળજી અને રક્ષણ (Care and Protection)
    4. ગુનેગારને કરવામાં આવેલ શિક્ષા.
    5. અધિકરણના અમલીકરણ ઉપર દેખરેખ (Monitoring of implementation of the Act).
    6. વળતર (Compensation) :

આ અધિનિયમ બાળકોને જાતીય-હુમલા (Sexual-Assault), જાતીય-સતામણી (Sexual-Harassment) અને અશ્લીલ સાહિત્ય (Pornography) અંગેના ગુનાઓ સામે રક્ષણ આપવા માટે અને આવા ગુનાઓની ઈન્સાફી-કાર્યવાહી ચલાવવા માટે વિશિષ્ટ અદાલતોને પ્રસ્થાપીત કરવા અને આવી બાબતો સાથે સંબંધીત અથવા સંલગ્ન ઘટના અંગેની જોગવાઈ કરે છે.

જયારે ભારતીય બંધારણના અનુચ્છેદ-૧પનો કલોઝ (૩) અન્ય બાબતોની સાથે-સાથે (inter alia) રાજયને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરી શકે છે સત્તા આપે છે:
અને જયારે, સંયુકત રાષ્ટ્ર સંઘની બાળ અધિકારો અંગેની સમજૂતી દ્વારા સ્વીકારવામાં આવેલ, બાળકના રક્ષણના સર્વોત્તમ હિત ખાતર ઘડવામાં આવેલ માપદંડોના માળખામાં નિયત કરવામાં આવેલ માપદંડોનુ અનુસરણ દરેક પક્ષકાર રાજયો દ્વારા કરવામાં આવે છે, અને જેને ભારત સરકારે ૧૧મી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ સંમતિ આપેલી છે: અને જયારે, બાળકના અનુકૂળ વિકાસ માટે આ આવશ્યક બને છે કે, તે અથવા તેણીના ગુપ્તતા (privacy) અને અંગતતા (confidentiality)ના અધિકારને દરેક વ્યકિત દ્વારા દરેક ઉપાયો દ્વારા, ન્યાયિક પ્રક્રિયાના દરેક તબકકે કે જેમાં બાળક સંલગ્ન હોય, તેને રક્ષણ અને આદર આપવાનુ રહેશે:

અને જયારે, બાળકની શારીરિક, ભાવનાત્મક, બેદિધક તંદુરસ્થી અને સામાજિક વિકાસની ખાતરી માટે, દરેક સ્તરે તેના સર્વોત્તમ હિત અને તેની સુખાકારી સમૃધ્ધી સંદર્ભે તેની (બાળકની) સર્વોપરિતાને મહત્વ આપતાં કાયદાને વ્યવહારમાં મૂકવાનો છે: (વિધી અને ન્યાય મંત્રાલય, વૈદ્યાનિક વિભાગ,ભારત સરકારે તારીખ : ૨૦મી જૂન ૨૦૧૨ના રોજ, ભારતનાં રાજપત્રના અસાધારણ ભાગ-II ના ખંડ દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ આ અધિનિયમને રાષ્ટ્રપતિની સંમતિ માટે તારીખ : ૧૯મી જૂન ૨૦૧૨ના રોજ મોકલ્યો હતો અને સામાન્ય જાણકારી માટે અહીંયા તેને પ્રકાશીત કરવામાં આવે છે.)
અને જયારે, બાળ અધિકાર અંગેની સમજૂતીના પક્ષકાર રાજયે આવશ્યક રીતે રાષ્ટ્રીય, દ્રિ-પક્ષીય (bilateral) અને બહુ-પક્ષીય (multilateral) માપદંડો વડે યોગ્ય રીતે અટકાવવા અંગેની બાંહેધરી આપવી પડશે, કે જેમાં અનુક્રમે.

  • બાળકને પ્રલોભન (inducement) અથવા ધાક-ધમકી (coercion) દ્વારા કોઈપણ ગેરકાયદેસર જાતીય પ્રવૃત્તિમાં જોડવું
  • વેશ્યાવૃત્તિ અથવા કોઈપણ ગેરકાયદેસર જાતીય-વ્યવહાર માટે બાળકનો શોષણકારી રીતે ઉપયોગ કરવો:
  • નગ્ન-કામચેષ્ટા સંબંધી અશ્લીલ અભિનયની કામગીરી (performances) અથવા સાહિત્ય સંબંધી સાધન-સામગ્રી (materials) માટે બાળકનો શોષણકારી રીતે ઉપયોગ કરવો:

અને જયારે, બાળકોના જાતીય-શોષણ અને જાતીય-દુરપયોગ એ ધૃણાસ્પદ (heinous) ગુનાઓ છે અને તેના માટે અસરકારક કાર્યવાહી કરવાની આવશ્યકતા છે.

સંસદે ભારતના ગણ રાજયના ત્રેસઠમાં વર્ષમાં નીચેનો અધિનિયમ કરે છે.

પ્રકરણ ૧ પ્રારંભિક (Preliminary)

ટૂંકું મથાળું વિસ્તાર અને પ્રારંભ

  • આ અધિનિયમ એ "જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, ૨૦૧૨' તરીકે ઓળખાશે.
  • આ અધિનિયમ જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતીય પ્રદેશમાં લાગુ પડશે.
  • આ અધિનિયમ કેન્દ્ર સરકાર દ્વારા રાજપત્રિતના અધિકૃત જાહેરનામામાં મુકરર કરેલી તારીખથી અમલી 2 બનશે.

વ્યાખ્યા

  • આ અધિનિયમમાં વિષય અથવા સંદર્ભથી અન્યથા વિપરીત ન હોય, તે સિવાયનું કાંઈપણ,-
  • ઉગ્ર પ્રવેશ જાતીય – હુમલો  (Aggravated penetrative sexual assault) નો અર્થ કલમ-પ માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે
  • "ઉગ્ર જાતીય-હુમલા" (Aggravated sexual assault) નો અર્થ કલમ-૯ માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • "સશસ્ત્ર દળ (Armed Forces) અથવા સુરક્ષા દળ" (Security Forces)નો અર્થ કેન્દ્રીય સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળો અથવા પોલીસ દળો, કે જે પરિશિષ્ટમાં નિર્દિષ્ટ કરેલ છે તે;
  • 'બાળક' એટલે એવી કોઈપણ વ્યકિત કે જેણે અઢાર વર્ષ પૂરા કર્યા નથી તે;
  • "ઘરેલું-સગપણ (domestic-relationship)" આનો અર્થ "ઘરેલું કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓની સુરક્ષા અધિનિયમ, ૨૦૦૫ (વર્ષ ૨૦૦૫નો ૪૩માં)ની કલમ-ર ના ખંડ (એફ)માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • 'પ્રવેશ જાતીય-હુમલો" (Penetrative Sexual Assault)નો અર્થ કલમ-૩ માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • "ઠરાવેલું" એટલે આ અધિનિયમ અન્વયે કરેલા નિયમોથી ઠરાવેલું:
  • "ધાર્મિક સંસ્થા'નો અર્થ ધાર્મિક સંસ્થાઓ (દુરપયોગ અટકાવવા) અધિનિયમ, ૧૯૮૮ (વર્ષ ૧૯૮૮ના ૪૧માં)માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • "જાતીય-હુમલો" (Sexual Assault)નો અર્થ કલમ-૭માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • "જાતીય-સતામણી" (Sexual Harassment)નો અર્થ કલમ-૧૧માં નિર્દિષ્ટ કર્યાનુસારના સમાન રહેશે:
  • "ઘરમાં સાથે રહેવું' (share household)નો અર્થ એવુ ઘર કે જેમાં આરોપી વ્યકિત બાળક સાથે ઘરેલુ સગપણમાં કોઈપણ સમયે સાથે રહયો હોય અથવા રહેતો હોય:
  • (એલ) "વિશેષ અદાલત" (Special Court)નો અર્થ કલમ-૨૮ અન્યથે રચવામાં આવેલ અદાલત: (એમ) "વિશેષ સરકારી વકીલ"નો અર્થ કલમ-૩ર અન્ય નીમવામાં આવેલ સરકારી વકીલ.

અહીંયા ઉપયોગમાં લેવામાં આવેલ શબ્દો અને ખુલાસાઓ અને જેને વર્ણવવામાં આવ્યા નથી પરંતુ જેની વ્યાખ્યા ભારતીય દંડ સંહિતા, ૧૮ ૦ (વર્ષ ૧૮૦ના ૪૫માં), ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (વર્ષ ૧૯૭૪ના બીજુ), જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડન) એકટ, ૨૦૦૦ (વર્ષ ૨૦૦૦ના પડમાં) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ, ૨૦૦૦ (વર્ષ ૨૦૦૦ના ર૧માં)માં આપવામાં આવેલ છે તે, નિર્દિષ્ટ કરવામાં આવેલ સંહિતાઓ અથવા અધિનિયમોમાં કરવામાં આવેલા અથોં અનુસારનો રહેશે.

પ્રકરણ ૨ બાળક વિરદ્ધના જાતીય ગુનાઓ

પ્રવેશ જાતીય હુમલા અને તેના માટેની શિક્ષા

'પ્રવેશ જાતીય-હુમલો" કરનાર વ્યકિત, આમાંનુ કાંઈ કરે, જો

  • તે (પુરુષ) પોતાનુ શિશન (Penis)ને, બાળકના યોનિમાર્ગ (Vagina)માં, મોઢામાં, મૂત્રમાર્ગ (Urethra)માં અથવા ગુદામળદ્વાર (anus)માં, કોઈપણ સીમા સુધી, પ્રવેશ કરાવે અથવા તો બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઈ વ્યકિત સાથે આવુ કરાવે; અથવા
  • તે કોઈપણ વસ્તુ (સાધન) અથવા શરીરનો કોઈ ભાગ, પ્રાકૃતિક શિશન સિવાય, બાળકના યોનિમાર્ગ, મૂત્રમાર્ગ અથવા ગુદામાં દાખલ કરે અથવા બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઈપણ વ્યકિત સાથે આવુ કરાવે; અથવા
  • તે બાળકના શરીરના કોઈપણ ભાગને ચાલાકીથી બાળકની યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, ગુદા અથવા બાળકના શરીરના કોઈપણ ભાગમાં અંગ-પ્રવેશ કરાવે અથવા બાળકને પોતાની સાથે અથવા અન્ય કોઈપણ વ્યકિત સાથે આવુ કરાવે; અથવા
  • તે બાળકના શિશન, યોનિ, મૂત્રમાર્ગ, ગુદા સાથે પોતાના મોઢાનો ઉપયોગ અથવા બાળકને પોતાની સાથે અન્ય કોઈપણ વ્યકિત સાથે આવુ કરાવે.

પ્રવેશ જાતીય –હુમલા માટે શિક્ષા

જે કોઈપણ, પ્રવેશ જાતીય-હુમલો કરશે, તેને બન્નેમાંથી કોઈપણ પ્રકારની કારાવાસની શિક્ષા કે જેનો સમયગાળો સાત વર્ષથી ઓછો ન હોય પણ જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે, અને તે દંડને પાત્ર પણ થશે.

ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા

  • જે કોઈ વ્યકિત, પોલીસ-અધિકારી હોય,
  1. જયાં તેની નિમણૂંક થઈ હોય તે પોલીસ-સ્ટેશનની હદમાં અથવા પરિસરની ક્ષેત્ર-મર્યાદાની અંદર અથવા
  2. કોઈપણ પોલીસ-સ્ટેશનના પરિસરમાં, જયાં તેની નિમણૂંક થઈ હોય કે ન થઈ હોય: અથવા
  3. તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  4. જયાં તે પોલીસ-અધિકારી તરીકે ઓળખાતો હોય અથવા જાણીતો હોય,
  5. બાળક ઉપર પ્રવેશ જાતીય હુમલો કરે ; અથવા

જે કોઈપણ, સશસ્ત્ર દળોનો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય,

  • આવી વ્યકિતને ગોઠવવામાં આવેલ વિસ્તારના ક્ષેત્ર-મર્યાદાની અંદર; અથવા
  • દળો અથવા સશસ્ત્ર દળોના અધીન હોય એવો કોઈપણ વિસ્તારમાં; અથવા
  • તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  • જયાં આવી જણાવેલી વ્યકિત સુરક્ષા અથવા સશસ્ત્ર દળના સભ્ય તરીકે ઓળખીતી અથવા જાણીતી હોય:

બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા

  • જે કોઈપણ, જાહેર નોકર હોય, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત જેલ, રિમાન્ડ હોમ, સંરક્ષણ ગૃહ, અન્વક્ષણ ગૃહ (ઓબઝવેશન હોમ) અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલ જાપ્તાના અન્ય સ્થળ અથવા કાળજી અને સંભાળ લેવાના સ્થળે સંચાલક અથવા કર્મચારી વર્ગનો સભ્ય હોય ને આવી જેલ, રિમાન્ડ  હોમ, સંરક્ષણ ગૃહ, અન્વક્ષણ ગૃહ, અથવા જાપ્તાના અન્ય કોઈપણ સ્થળ અથવા કાળજી અને સંરક્ષણમાં રહેતા કોઈપણ અંતેવાસી બાળક ઉપર અંગ-પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, સરકારી અથવા ખાનગી હોસ્પીટલના સંચાલક અથવા કર્મચારી વર્ગનો હોય, હોસ્પીટલમાં બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, શૈક્ષણિક અથવા ધાર્મિક સંસ્થાનો સંચાલક અથવા કર્મચારી વર્ગનો હોય, સંસ્થામાં બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર સામૂહિક પ્રવેશ જાતીય-હુમલો કરે.

ખુલાસા : જયારે કોઈ બાળક સાથે એક અથવા એક થી વધુ વ્યકિતઓ સમૂહમાં મળીને, તેઓના સામાન્ય ઈરાદાના સ્વરૂપમાં કરવામાં આવ્યું હોય, તો ત્યાં આમાંની દરેક વ્યકિત "સામૂહિક પ્રવેશ જાતીય-હુમલા' માટેના અર્થની અંદર આ કલોઝ અન્યય આવરી લેવામાં આવશે અને આવી દરેક વ્યકિતએ આ કૃત્ય માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે, કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યું હોય: અથવા

  • જે કોઈપણ, પ્રવેશ માટે બાળક ઉપર પ્રાણધાતક હથિયાર, ગોળીબાર (fire), મારવા માટેનુ કોઈપણ સાધન (heated-substance) અથવા ધાક-ધમકીના કોઈપણ સાધનના ઉપયોગ કરીને બાળક સાથે પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, અંગ-પ્રવેશ માટે બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકશાન અથવા ઇજા અથવા બાળકના ગુપ્ત અંગોમાં ઇજા પહોંચી જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, પ્રવેશ બાળક ઉપર જાતીય-હુમલો કરે, કે જેમાં,- (i) બાળકને, મેન્ટલ હેલ્થ એકટ, ૧૯૮૭ (૧૯૮૭ના ૧૪માં)ની કલમ-ર ના કલોઝ-બી માં વર્ણવીત કરવામાં આવેલ વ્યાખ્યાનુસાર શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર થાય અથવા એવી કોઈપણ પ્રકારની ઇજાને લીધે બાળક કામચલાઉ અથવા કાયમી ધોરણે પોતાના નિયમિત કાર્યો કરવા માટે અસક્ષમ બને; અથવા
  • બાળ-છોકરીના કિસ્સામાં, જાતીય-હુમલાનુ પરિણામ સ્વરૂપ તેણીનુ ગર્ભવતી થવું; અથવા
  • બાળકને, ચેપી માનવીય રોગના જંતુ (HIV) અથવા અન્ય કોઈપણ જીવનને ભયમાં મૂકતા રોગો અથવા એવો ચેપ (Infection) ફેલાવે કે જેનાથી કાં તો તે કામચલાઉ અથવા કાયમી રીતે શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર બને કે જેના લીધે બાળક પોતાના નિયમિત કાર્યો બજાવી શકવા માટે અસમર્થ બને; અથવા
  • જે કોઈપણ, બાળકની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, એક થી વધારે વાર અથવા વારંવાર બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાર વર્ષ થી નીચેની વયના બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળકનો સગો-વ્હાલો હોય કે જે લોહીના અથવા દત્તકવિધાનના અથવા લગ્નના અથવા વાલીપણાના અથવા ઉછેર-કાળજીના અથવા બાળકના માતા-પિતા સાથે કૌટુંબિક સગપણના અથવા બાળક સાથે સમાન અથવા એક જ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય, તેવો સંબંધ ધરાવનાર બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, સંસ્થા કે જે બાળકને કોઈપણ સેવા પૂરી પાડતી હોય, તેનો કોઈ માલિક, અથવા વ્યવસ્થાપક અથવા કર્મચારી-ગણ હોય, સંસ્થામાં બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • કોઈપણ, ટ્રસ્ટ અથવા સત્તાધિકારીની રૂ એ હોય, સંસ્થામાં અથવા ઘરમાં અથવા અન્યથા કોઈ જગ્યા એ બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ગર્ભવતી છે, તે જાણવા છતાં તેની ઉપર અંગ-પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરે; અથવા
  • જે કોઈપણ, કોમી (Communal) અથવા સાંપ્રદાયિક (Sectarian) હિંસાના સમયે બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે અને જે અગાઉ પણ આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના અથવા તત્સમયે અમલી કોઈપણ કાયદા અન્ય યે શિક્ષાપાત્ર જાતીય-ગુના માટે દોષિત ઠરેલો હોય: અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે, અને જાહેરમાં નગ્ન અથવા નગ્ન કવાયત કરાવે; આ ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો કર્યો કહેવાશે.

ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો માટેની શિક્ષા

  • જે કોઈપણ, ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો કરે, તેને દશ વર્ષ કરતાં ઓછી ન હોય તેવી સખત કારાવાસની શિક્ષા કે જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે અને આ સાથે દંડને પણ પાત્ર ઠરશે.
  • જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા (Sexual assault and punishment therefore)

જાતીય હુમલો (Sexual assault)

  • જે કોઈપણ, જાતીય ઈરાદાથી કોઈપણ બાળકના યોનિ, શિશન, ગુદા, અથવા છાતીને સ્પર્શ અથવા બાળકને આવી વ્યકિત અથવા અન્ય કોઈપણ વ્યકિતના યોનિ, શિશન, ગુદા અથવા છાતીને સ્પર્શ કરાવે, અથવા જાતીય ઈરાદાથી અંગ-પ્રવેશ સિવાય અન્ય કોઈપણ પ્રકિયા દ્વારા શારીરિક સંબંધ કરે તો તેને જાતીય હુમલો કર્યો કહેવાય.

જાતીય હુમલાની શિક્ષા

  • જે કોઈપણ, જાતીય-હુમલો કરે તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કારાવાસની (બન્નેમાંથી કોઈપણ પ્રકારની) શિક્ષા કે જેને પાંચ વર્ષ સુધીના કોઈપણ સમયગાળા સુધી વિસ્તારી શકાય અને તે દંડને પાત્ર પણ ઠરશે.

ઉગ્ર જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા

ઉગ્ર જાતીય હુમલો

જે કોઈપણ, પોલીસ અધિકારી હોય,-

  • જયાં તેની નિમણૂંક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા પરિસરની ક્ષેત્ર-મર્યાદાની અંદર: અથવા
  • કોઈપણ પોલીસ-સ્ટેશનના પરિસરમાં કે જેમાં તેની નિમણૂંક થઈ હોય કે ન થઈ હોય: અથવા
  • તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  • જયાં તે પોલીસ-અધિકારી તરીકે ઓળખાતો હોય અથવા જાણીતો હોય: બાળક ઉપર ઉગ્ર જાતીય-હુમલો કરે, અથવા

કોઈપણ કે જે સશસ્ત્ર દળોનો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય,

  • આવા ક્ષેત્રની સીમામાં કે જેમાં તેને ગોઠવવામાં આવેલ હોય: અથવા
  • એવો કોઈપણ વિસ્તાર કે જે સુરક્ષા દળો અથવા સશસ્ત્ર દળોના આધીન હોય: અથવા
  • તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  • જયાં આવી જણાવેલી વ્યકિત સુરક્ષા અથવા સશસ્ત્ર દળના સભ્ય તરીકે ઓળખાતી અથવા જાણીતી હોય:

બાળક ઉપર જાતીય-હુમલો કરે, અથવા

  • કોઈપણ કે જે જાહેર નોકર હોય બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત જેલ અથવા રિમાન્ડ હોમ (બાળ-ગૃહ) અથવા સંરક્ષણ ગૃહ, અન્યોષણ ગૃહ (ઓબઝવેશન હોમ) અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલ જાપ્તાના અન્ય સ્થળ અથવા કાળજી અને સંભાળ લેવાની સંસ્થા|સ્થળે, સંચાલક અથવા કર્મચારી- વર્ગનો સભ્ય હોઈને આવી જેલ અથવા રિમાન્ડ હોમ (બાળ-ગૃહ) અથવા સંરક્ષણ ગૃહ, અન્વષણ ગૃહ (ઓબઝવેશન હોમ) અથવા જાપ્તાનુ અન્ય કોઈપણ સ્થળ અથવા કાળજી અને સંભાળમાં રહેતા કોઈપણ અંતેવાસી બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, સરકારી અથવા ખાનગી હોસ્પીટલના સંચાલક અથવા કર્મચારી-વર્ગનો હોય, તેવી હોસ્પીટલમાં બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, શૈક્ષણિક અથવા ધાર્મિક સંસ્થાનો સંચાલક અથવા કર્મચારી-વર્ગનો હોઈ, સંસ્થામાં બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર સામૂહિક જાતીય-હુમલો કરે.

ખુલાસા : જયારે એક અથવા એક થી વધુ વ્યકિતઓ સમૂહમાં મળીને પોતાના સામાન્ય હેતુસર બાળક ઉપર જાતીય હુમલો કરે, તો ત્યાં જાતીય-હુમલા માટેના અર્થની અંદર આવી દરેક વ્યકિત આવરી લેવામાં આવશે અને આવી દરેક વ્યકિતએ આ કૃત્ય માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે, કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યું હોય: અથવા

  • જે કોઈપણ, પ્રવેશ માટે બાળક ઉપર પ્રાણધાતક હથિયાર, ગોળીબાર (fire), મારવા માટેનુ કોઈપણ સાધન (heated-substance) અથવા ધાક-ધમકીના કોઈપણ સાધનના ઉપયોગ કરીને બાળક સાથે પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, અંગ-પ્રવેશ માટે બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકશાન અથવા ઇજા અથવા બાળકના ગુપ્ત અંગોમાં ઇજા પહોંચી જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, પ્રવેશ બાળક ઉપર જાતીય-હુમલો કરે, કે જેમાં,- (i) બાળકને, મેન્ટલ હેલ્થ એકટ, ૧૯૮૭ (૧૯૮૭ના ૧૪માં)ની કલમ-ર ના કલોઝ-બી માં વર્ણવીત કરવામાં આવેલ વ્યાખ્યાનુસાર શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર થાય અથવા એવી કોઈપણ પ્રકારની ઇજાને લીધે બાળક કામચલાઉ અથવા કાયમી ધોરણે પોતાના નિયમિત કાર્યો કરવા માટે અસક્ષમ બને; અથવા
  • બાળ-છોકરીના કિસ્સામાં, જાતીય-હુમલાનુ પરિણામ સ્વરૂપ તેણીનુ ગર્ભવતી થવું; અથવા
  • બાળકને, ચેપી માનવીય રોગના જંતુ (HIV) અથવા અન્ય કોઈપણ જીવનને ભયમાં મૂકતા રોગો અથવા એવો ચેપ (Infection) ફેલાવે કે જેનાથી કાં તો તે કામચલાઉ અથવા કાયમી રીતે શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર બને કે જેના લીધે બાળક પોતાના નિયમિત કાર્યો બજાવી શકવા માટે અસમર્થ બને; અથવા
  • જે કોઈપણ, બાળકની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, એક થી વધારે વાર અથવા વારંવાર બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાર વર્ષ થી નીચેની વયના બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળકનો સગો-વ્હાલો હોય કે જે લોહીના અથવા દત્તકવિધાનના અથવા લગ્નના અથવા વાલીપણાના અથવા ઉછેર-કાળજીના અથવા બાળકના માતા-પિતા સાથે કૌટુંબિક સગપણના અથવા બાળક સાથે સમાન અથવા એક જ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય, તેવો સંબંધ ધરાવનાર બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, સંસ્થા કે જે બાળકને કોઈપણ સેવા પૂરી પાડતી હોય, તેનો કોઈ માલિક, અથવા વ્યવસ્થાપક અથવા કર્મચારી-ગણ હોય, સંસ્થામાં બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • કોઈપણ, ટ્રસ્ટ અથવા સત્તાધિકારીની રૂ એ હોય, સંસ્થામાં અથવા ઘરમાં અથવા અન્યથા કોઈ જગ્યા એ બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ગર્ભવતી છે, તે જાણવા છતાં તેની ઉપર અંગ-પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરે; અથવા
  • જે કોઈપણ, કોમી (Communal) અથવા સાંપ્રદાયિક (Sectarian) હિંસાના સમયે બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે અને જે અગાઉ પણ આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના અથવા તત્સમયે અમલી કોઈપણ કાયદા અન્ય યે શિક્ષાપાત્ર જાતીય-ગુના માટે દોષિત ઠરેલો હોય: અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રવેશ જાતીય-હુમલો કરે, અને જાહેરમાં નગ્ન અથવા નગ્ન કવાયત કરાવે; આ ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો કર્યો કહેવાશે.

ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો માટેની શિક્ષા

  • જે કોઈપણ, ઉગ્ર પ્રવેશ જાતીય-હુમલો કરે, તેને દશ વર્ષ કરતાં ઓછી ન હોય તેવી સખત કારાવાસની શિક્ષા કે જેને આજીવન કારાવાસ સુધી વિસ્તારી શકાશે અને આ સાથે દંડને પણ પાત્ર ઠરશે.

જાતીય હુમલો

  • જે કોઈપણ, જાતીય ઈરાદાથી કોઈપણ બાળકના યોનિ, શિશન, ગુદા, અથવા છાતીને સ્પર્શ અથવા બાળકને આવી વ્યકિત અથવા અન્ય કોઈપણ વ્યકિતના યોનિ, શિશન, ગુદા અથવા છાતીને સ્પર્શ કરાવે, અથવા જાતીય ઈરાદાથી અંગ-પ્રવેશ સિવાય અન્ય કોઈપણ પ્રકિયા દ્વારા શારીરિક સંબંધ કરે તો તેને જાતીય હુમલો કર્યો કહેવાય.

જાતીય હુમલાની શિક્ષા

  • જે કોઈપણ, જાતીય-હુમલો કરે તેને ઓછામાં ઓછી ત્રણ વર્ષની કારાવાસની (બન્નેમાંથી કોઈપણ પ્રકારની) શિક્ષા કે જેને પાંચ વર્ષ સુધીના કોઈપણ સમયગાળા સુધી વિસ્તારી શકાય અને તે દંડને પાત્ર પણ ઠરશે.

ઉગ્ર જાતીય-હુમલો અને તેના માટેની શિક્ષા

ઉગ્ર જાતીય હુમલો

જે કોઈપણ, પોલીસ અધિકારી હોય,-

  • જયાં તેની નિમણૂંક થઈ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા પરિસરની ક્ષેત્ર-મર્યાદાની અંદર: અથવા
  • કોઈપણ પોલીસ-સ્ટેશનના પરિસરમાં કે જેમાં તેની નિમણૂંક થઈ હોય કે ન થઈ હોય: અથવા
  • તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  • જયાં તે પોલીસ-અધિકારી તરીકે ઓળખાતો હોય અથવા જાણીતો હોય: બાળક ઉપર ઉગ્ર જાતીય-હુમલો કરે, અથવા

કોઈપણ કે જે સશસ્ત્ર દળોનો અથવા સુરક્ષા દળોનો સભ્ય હોય,

  • આવા ક્ષેત્રની સીમામાં કે જેમાં તેને ગોઠવવામાં આવેલ હોય: અથવા
  • એવો કોઈપણ વિસ્તાર કે જે સુરક્ષા દળો અથવા સશસ્ત્ર દળોના આધીન હોય: અથવા
  • તેની ફરજ દરમ્યાન અથવા અન્યથા; અથવા
  • જયાં આવી જણાવેલી વ્યકિત સુરક્ષા અથવા સશસ્ત્ર દળના સભ્ય તરીકે ઓળખાતી અથવા જાણીતી હોય:

બાળક ઉપર જાતીય-હુમલો કરે, અથવા

  • કોઈપણ કે જે જાહેર નોકર હોય બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત જેલ અથવા રિમાન્ડ હોમ (બાળ-ગૃહ) અથવા સંરક્ષણ ગૃહ, અન્યોષણ ગૃહ (ઓબઝવેશન હોમ) અથવા જે-તે સમયમાં અમલી હોય તેવા કોઈ કાયદાથી અથવા તે હેઠળ અપાયેલ જાપ્તાના અન્ય સ્થળ અથવા કાળજી અને સંભાળ લેવાની સંસ્થા|સ્થળે, સંચાલક અથવા કર્મચારી- વર્ગનો સભ્ય હોઈને આવી જેલ અથવા રિમાન્ડ હોમ (બાળ-ગૃહ) અથવા સંરક્ષણ ગૃહ, અન્વષણ ગૃહ (ઓબઝવેશન હોમ) અથવા જાપ્તાનુ અન્ય કોઈપણ સ્થળ અથવા કાળજી અને સંભાળમાં રહેતા કોઈપણ અંતેવાસી બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, સરકારી અથવા ખાનગી હોસ્પીટલના સંચાલક અથવા કર્મચારી-વર્ગનો હોય, તેવી હોસ્પીટલમાં બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈ વ્યકિત, શૈક્ષણિક અથવા ધાર્મિક સંસ્થાનો સંચાલક અથવા કર્મચારી-વર્ગનો હોઈ, સંસ્થામાં બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર સામૂહિક જાતીય-હુમલો કરે.

ખુલાસા : જયારે એક અથવા એક થી વધુ વ્યકિતઓ સમૂહમાં મળીને પોતાના સામાન્ય હેતુસર બાળક ઉપર જાતીય હુમલો કરે, તો ત્યાં જાતીય-હુમલા માટેના અર્થની અંદર આવી દરેક વ્યકિત આવરી લેવામાં આવશે અને આવી દરેક વ્યકિતએ આ કૃત્ય માટે સમાન રીતે જવાબદાર ગણવામાં આવશે, કે જેને તેના એકલા દ્વારા કરવામાં આવ્યું હોય: અથવા

  • જે કોઈપણ, બાળક ઉપર પ્રાણઘાતક હથિયાર, ગોળીબાર (fire), મારવા માટેનુ કોઈપણ સાધન (heated-substance) અથવા ધાક-ધમકીના કોઈપણ સાધનના ઉપયોગ કરીને બાળક ઉપર જાતીય હુમલો કરે; અથવા
  • જે કોઈપણ બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકશાન અથવા ઇજા પહોંચાડીને અને બાળકના ગુપ્ત અંગોને ઇજા પહોંચાડીને જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે, કે જે,-
  • બાળકને, મેન્ટલ હે૯થ એકટ, ૧૯૮૭ (૧૯૮૭ના ૧૪માં) ની કલમ-ર ના કલોઝ-બી માં વર્ણવીત કરવામાં આવેલ વ્યાખ્યાનુસાર શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર થાય અથવા એવી કોઈપણ પ્રકારની ઇજાને લીધે બાળક કામચલાઉ અથવા કાયમી ધોરણે પોતાના નિયમિત કાર્યો કરવા માટે અસક્ષમ બનાવે; અથવા
  • બાળકને, ચેપી માનવીય જંતુ (HIV) અથવા અન્ય કોઈપણ જીવને ભયમાં મૂકતા રોગો અથવા એવો ચેપ (Infection) કે જેનાથી તે કામચલાઉ અથવા કાયમી રીતે શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર બને કે જેના લીધે બાળક પોતાના નિયમિત કાર્યો બજાવી શકવા માટે અસમર્થ બનાવે; અથવા
  • જે કોઈપણ, બાળકની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, એક થી વધારે વાર અથવા વારંવાર બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાર વર્ષથી નીચેની વયના બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળકનો સગો-વ્હાલો હોય કે જે લોહીના અથવા દત્તકવિધાનના અથવા લગ્નના અથવા વાલીપણાના અથવા ઉછેર-કાળજીના અથવા બાળકના માતા-પિતા સાથે કૌટુંબિક સગપણના અથવા બાળક સાથે સમાન અથવા એક જ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય, તેવો સંબંધ ધરાવનાર દ્વારા બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, સંસ્થા કે જે બાળકને કોઈપણ સેવા પૂરી પાડતી હોય, તેનો કોઈ માલિક, અથવા વ્યવસ્થાપક અથવા કર્મચારી-ગણ હોય, તે સંસ્થામાં તેના દ્વારા બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, ટ્રસ્ટ અથવા સત્તાધિકારીની રૂ એ હોય, સંસ્થા અથવા ઘર અથવા અન્યથા કોઈ જગ્યા એ બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ગર્ભવતી છે, તે જાણવા છતાં તેની ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર પ્રાણઘાતક હથિયાર, ગોળીબાર (fire), મારવા માટેનુ કોઈપણ સાધન (heated-substance) અથવા ધાક-ધમકીના કોઈપણ સાધનના ઉપયોગ કરીને બાળક ઉપર જાતીય હુમલો કરે; અથવા
  • જે કોઈપણ બાળકને મહાવ્યથા અથવા શારીરિક નુકશાન અથવા ઇજા પહોંચાડીને અને બાળકના ગુપ્ત અંગોને ઇજા પહોંચાડીને જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે, કે જે,-
  • બાળકને, મેન્ટલ હે૯થ એકટ, ૧૯૮૭ (૧૯૮૭ના ૧૪માં) ની કલમ-ર ના કલોઝ-બી માં વર્ણવીત કરવામાં આવેલ વ્યાખ્યાનુસાર શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર થાય અથવા એવી કોઈપણ પ્રકારની ઇજાને લીધે બાળક કામચલાઉ અથવા કાયમી ધોરણે પોતાના નિયમિત કાર્યો કરવા માટે અસક્ષમ બનાવે; અથવા
  • બાળકને, ચેપી માનવીય જંતુ (HIV) અથવા અન્ય કોઈપણ જીવને ભયમાં મૂકતા રોગો અથવા એવો ચેપ (Infection) કે જેનાથી તે કામચલાઉ અથવા કાયમી રીતે શારીરિક રીતે અસક્ષમ બને અથવા માનસિક રીતે બીમાર બને કે જેના લીધે બાળક પોતાના નિયમિત કાર્યો બજાવી શકવા માટે અસમર્થ બનાવે; અથવા
  • જે કોઈપણ, બાળકની માનસિક અથવા શારીરિક અસક્ષમતાનો લાભ લઈ બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, એક થી વધારે વાર અથવા વારંવાર બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાર વર્ષથી નીચેની વયના બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળકનો સગો-વ્હાલો હોય કે જે લોહીના અથવા દત્તકવિધાનના અથવા લગ્નના અથવા વાલીપણાના અથવા ઉછેર-કાળજીના અથવા બાળકના માતા-પિતા સાથે કૌટુંબિક સગપણના અથવા બાળક સાથે સમાન અથવા એક જ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય, તેવો સંબંધ ધરાવનાર દ્વારા બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, સંસ્થા કે જે બાળકને કોઈપણ સેવા પૂરી પાડતી હોય, તેનો કોઈ માલિક, અથવા વ્યવસ્થાપક અથવા કર્મચારી-ગણ હોય, તે સંસ્થામાં તેના દ્વારા બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, ટ્રસ્ટ અથવા સત્તાધિકારીની રૂ એ હોય, સંસ્થા અથવા ઘર અથવા અન્યથા કોઈ જગ્યા એ બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ગર્ભવતી છે, તે જાણવા છતાં તેની ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે અને તેને મારી નાખવાનો પ્રયત્ન કરે; અથવા
  • જે કોઈપણ, કોમી (Communal) અથવા સાંપ્રદાયિક (Sectarian) હિંસાના સમયે બાળક ઉપર જાતીય-હુમલો કરે; અથવા
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે અને જે અગાઉ પણ આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના અથવા તત્સમયે અમલી કોઈપણ કાયદા અન્યથે શિક્ષાપાત્ર જાતીય-ગુના માટે દોષિત ઠરેલો હોય
  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય-હુમલો કરે અને જાહેરમાં નગન અથવા નગ્ન કવાયત કરાવે: તેણે બાળક ઉપર જાતીય-હુમલો કર્યો કહેવાશે.

ઉગ્ર જાતીય હમલા માટેની શિક્ષા

  • જે કોઈપણ, બાળક ઉપર ઉગ્ર જાતીય-હુમલો કરશે તેને, બન્નેમાંથી કોઈપણ પ્રકારની, પાંચ વર્ષ કરતા ઓછી ન હોય, પરંતુ જેને દશ વર્ષ સુધી વિસ્તારી શકાય તેટલા સમય માટેના કારાવાસની શિક્ષા અને તે દંડને પાત્ર પણ ઠરશે.

જાતીય-સતામણી અને તેના માટેની શિક્ષા

  • એવી વ્યકિત, કે જે વ્યકિત જાતીય ઈરાદા સાથે,-
  • કોઈ શબ્દ ઉચ્ચારે અથવા કોઈ અવાજ કાઢે કે જેને બાળક સાંભળી શકે, અથવા કોઈપણ હાવભાવ દ્વારા અથવા ઈરાદાથી કોઈ વસ્તુ કે શરીરનો કોઈપણ અંગ બતાવે કે જેને બાળક જોઈ શકે; અથવા
  • બાળકને તેના શરીર અથવા તેના શરીરનો કોઈપણ ભાગને એવી રીતે પ્રદર્શીત કરાવે કે, તેને આવી વ્યકિત અથવા અન્ય કોઈ વ્યકિત જોઈ શકે; અથવા
  • નગ્ન કામચેષ્ટાના ઈરાદા સાથે પ્રચાર-પ્રસારના માધ્યમ અથવા અન્ય કોઈપણ રીત દ્વારા બાળકને કોઈ વસ્તુ તરીકે દેખાડવો: અથવા
  • પ્રત્યક્ષ રીતે કાં તો ઈલેકટ્રોનીક અથવા તો આંકડાકીય રીતે અથવા અન્ય કોઈપણ સાધન દ્વારા વારંવાર અથવા સતત બાળકનો પીછો કરવો અથવા નજર રાખવી; અથવા
  • બાળકને કોઈપણ પ્રચાર-પ્રસારના કોઈપણ માધ્યમ દ્વારા, વાસ્તવિક કે બનાવટી/ ખોટી રીતના ચિત્ર/ શબ્દોમાં કે જે ઈલેકટ્રોનીક, ચલચિત્ર અથવા આંકડાકીય અથવા અન્ય કોઈપણ રીતના માધ્યમ દ્વારા, બાળકના શરીરના કોઈપણ ભાગને અથવા બાળકને સાંકળીને જાતીય-કૃત્ય માટે રજૂ કરીને ઉપયોગ કરવાની ધમકી આપવી; અથવા
  • નગ્ન કામચેષ્ટાના હેતુસર બાળકને લલચાવવો અથવા આના માટે બાળકને ઉપહાર આપવો:
  • તેઓ એ બાળક ઉપર જાતીય-સતામણી કરે છે, તેમ કહેવાય.

ખુલાસા : 'જાતીય-ઈરાદા" સંબંધીત કોઈપણ સંલગ્નતાનો પ્રશ્નન એ "હકીકતનો પ્રશ્નન' ગણાશે

જાતીય સતામણી માટેની શિક્ષા

  • જે કોઈપણ, બાળક ઉપર જાતીય- સતામણીનો ગુનો કરશે તેને, બન્યનેમાંથી કોઈપણ પ્રકારની કારાવાસ કે જેને ત્રણ વર્ષ સુધીની કોઈપણ સમયગાળા માટેની કારાવાસની શિક્ષા થઈ શકાશે અને તે દંડને પાત્ર પણ ઠરશે.

પ્રકરણ ૩ અશ્લીલના સાહિત્યના ઉદ્દેશસર બાળકનો ઉપયોગ અને તેના માટેની શિક્ષા

જે કોઈપણ, પ્રચાર-પ્રસારના માધ્યમની કોઈપણ રીતના (કે જેમાં ટેલિવિઝન ચેનલ અથવા ઇન્ટરનેટ અથવા અન્ય બીજા કોઈપણ ઈલેકટ્રોનીક માધ્યમ દ્વારા પ્રસારીત કાર્યક્રમ કે જાહેર-ખબર અથવા છાપેલ માધ્યમ, આવા કાર્યક્રમ અથવા જાહેર-ખબર નો ઉદેશ વ્યકિતગત ઉપયોગ માટેનો અથવા વહેંચણી માટેનો હોય કે ન હોય, તે પણ સમાવિષ્ટ થાય છે), જાતીય-સંતૃપ્તી માટેના ઉદેશસર, કે જેમાં,-

  • બાળકના જાતીય-ઇન્દ્રિયો (Sexual-Organs)ને દર્શાવું
  • વાસ્તવિક અથવા ખોટા જાતીય-કૃત્યમાં બાળકને સંલગ્ન કરવા માટે ઉપયોગ (પ્રવેશ સહિત અથવા વગર) કરવો:
  • બાળકને અશ્લીલ (Indecent) અથવા બીભત્સ (Obscene) રીતે દર્શાવવો; તે અશ્લીલ કામગીરીના ઉદેશ માટે બાળકના ઉપયોગના ગુના માટે દોષીત ગણવામાં આવશે.

ખુલાસા : આ કલમના ઉદેશ માટે, 'બાળકનો ઉપયોગ" શબ્દજૂથમાં કોઈપણ પ્રચાર-પ્રસારના માધ્યમથી અશ્લીલતા સંબંધી સાધન સામગ્રીને, જેમકે,- છાપેલા, ઈલેકટ્રોનીક, કોમ્પયુટર અથવા અન્ય કોઈપણ પ્રૌદ્યોગિકી (Technology) દ્વારા અશ્લીલ સાહિત્ય તૈયાર કરવું, બનાવવા, પ્રસ્તુત કરવી, સંદેશો/પ્રસારણ કરવું, પ્રકાશિત કરવું (Publishing), આગળ વધારવા માટે મદદ કરવા (Facilitation) અને વહેંચણી કરવાને સંલગ્નતામાં સમાવેશ થાય છે.

અશ્લીલ સાહિત્યના ઉદ્દેશ માટે બાળકના ઉપયોગ માટે શિક્ષા

  • જે કોઈપણ, બાળક અથવા બાળકોનો અશ્લીલ સાહિત્યના ઉદેશ માટે ઉપયોગ કરશે, તેને પાંચ વર્ષ સુધીની કોઈપણ પ્રકારની કોઈપણ સમયગાળા માટે કારાવાસની શિક્ષા આપી શકાશે અને તે દંડને પાત્ર પણ ઠરશે, અને બીજીવાર અથવા અનુગામી (Subsequent) રીતે દોષિત ઠરશે તો તેને કારાવાસની શિક્ષા સાત વર્ષ સુધી વિસ્તારી શકાશે, અને દંડને પાત્ર પણ ઠરશે.
  • જો આવી વ્યકિત, બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશસર સીધી રીતે નગ્ન-કામચેષ્ટાના સંબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને, કલમ-૩ માં દર્શાવવામાં આવેલ ગુનો કરે તો તેને કોઈપણ સમયગાળા માટે, કોઈપણ પ્રકારની, કારાવાસની શિક્ષા આપી શકાશે કે જે દશ વર્ષ કરતા ઓછી ન હોય પણ જેને આજીવન કારવાસ સુધી વિસ્તારી શકાશે, અને દંડને પાત્ર ઠરશે.
  • જો આવી વ્યકિત, બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશસર માટે સીધી રીતે નગ્ન-કામચેષ્ટાના કૃત્યમાં ભાગીદાર બનાવીને કલમ-પ માં દર્શાવવામાં આવેલ ગુનો કરે તો તેને સખત આજીવન કારાવાસની શિક્ષા ફરમાવવામાં આવશે અને દંડને પાત્ર ઠરશે.
  • જો આવી વ્યકિત, બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશસર સીધી રીતે નગ્ન-કામચેષ્ટા સંબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને, કલમ-૭ માં દર્શાવવામાં આવેલ ગુનો કરે તો તેને કોઈપણ સમયગાળા માટે કારાવાસની શિક્ષા આપી શકાશે કે જે છ વર્ષ કરતા ઓછી ન હોય પણ આઠ વર્ષ સુધી વિસ્તારી શકાશે, અને દંડને પાત્ર ઠરશે.
  • જો આવી વ્યકિત, બાળકનો ઉપયોગ અશ્લીલ સાહિત્યના ઉદેશસર સીધી રીતે નગ્ન-કામચેષ્ટા સંબંધી કૃત્યમાં ભાગીદાર બનાવીને, કલમ-૯ માં દર્શાવવામાં આવેલ ગુનો કરે તો તેને કોઈપણ સમયગાળા માટે, કોઈપણ પ્રકારના કારાવાસની શિક્ષા આપી શકાશે કે જે આઠ વર્ષ કરતા ઓછી ન હોય પણ જેને દશ વર્ષ સુધી વિસ્તારી શકાશે, અને દંડને પાત્ર ઠરશે.

બાળકને સાંકળતા નગ્ન કામચેષ્ટા સંબંધી અશ્લીલ સાહિત્ય-સામગ્રી એકત્રીત (જમા) કરવા માટેની શિક્ષા

  • કોઈ વ્યકિત, કે જે બાળકને સાંકળતા નગ્ન-કામચેષ્ટા સંબંધી અશ્લીલ સાહિત્ય-સામગ્રીના વાણિજિયક હેતુ માટે એકત્રીત કરે, તેને ત્રણ વર્ષ સુધી વિસ્તારી શકાય તેટલા સમય માટે કારાવાસની શિક્ષા અથવા દંડ અથવા બન્યનેને પાત્ર ઠરશે.

પ્રકરણ ૪ ગુનો કરવામાં મદદગારી અથવા પ્રયાસ

ગુનો કરવામાં મદદગારી

જે વ્યકિત એ ગુનો કરવામાં મદદ કરે કે જે,

  • પ્રથમ : આવો ગુનો કરવા માટે કોઈપણ વ્યકિતને ઉશ્કેરે (Instigates); અથવા
  • બીજુ : એક અથવા વધુ બીજી વ્યકિત કે વ્યકિતઓને આવો ગુનો કરવા માટેના કોઈપણ ષડયંત્ર માટે રોકવા, અને આ ગુનો થતા સમયે, જો આવા ષડયંત્રને લીધે આવું ગેરકાયદેસર કાર્ય અથવા કાર્યલોપ થયુ હોય: અથવા
  • ત્રીજુ : કોઈપણ ગેરકાયદેસર કાર્ય અથવા કાર્યલોપ દ્વારા આવો ગુનો કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે.

ખુલાસા-૧ : આવી વ્યકિત જે, જાણી જોઈને ગેર-રજૂઆત (misrepresentation), અથવા જાણી જોઈને સાહિત્ય-સામગ્રીની હકીકતને છૂપાવે (concealment), કે જેને સ્પષ્ટ કરવા માટે બંધાયેલ છે, સ્વચ્છીક રીતે કરશે કે ઉપલબ્ધ કરાવશે, અથવા આવુ કરવાનુ કે આવુ કરવાનુ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરે, તેને આ ગુના કરવાની ઉશ્કેરણી કરી કહેવાશે.

ખુલાસા-ર : જે કોઈપણ, કાં તો આ કૃત્ય બનવા થી પહેલા અથવા આના બનવા સમય દરમ્યાન, આવુ કૃત્ય બનવા માટે કોઈપણ પ્રકારની સહયતા કરી આપે અને આવી સહાયતા/સુવિદ્યાને લીધે ઘટના બને તો તેણે ગુનો કરવામાં મદદગારી કરી કહેવાશે.

ખુલાસા-૩ : જે કોઈપણ, બાળકને રોકે (employ), આશ્રય (harbours) આપે, મેળવે અથવા એક જગ્યા એ થી બીજી જગ્યા એ વહન (transports) કરે કે જે ધમકી (threats) અથવા બળ પ્રયોગ અથવા અન્ય કોઈપણ સ્વરૂપની જબરજસ્તી (coercion), અપહરણ (abduction), છેતરપિંડી/કપટ (fraud), દગાછળકપટ (deception), સત્તા અથવા પદના દુરપયોગ દ્વારા સ્વેચ્છીક અથવા ચુકવણીની આપ-લે અથવા આ અધિનિયમ અન્યય બનતા કોઈપણ ગુનાના ઉદેશસર અન્ય વ્યકિત ઉપર પ્રભુત્વ નિયંત્રણ ધરાવનાર વ્યકિતને લાભ મળે તે માટે સંમતિ આપવાને માટે કૃત્ય કરે છે, તેણે આ ગુનો કરવામાં મદદગારી કરી કહેવાશે.

મદદગારી માટેની શિક્ષા (Punishment for abetment):

જે કોઈપણ, આ અધિનિયમ અન્યેનો કોઈપણ ગુના માટે મદદગારી કરે જેના પરિણામ સ્વરૂપ મદદગારીના  લીધે ગુનો બને, તો તેને તે ગુના માટે કરવામાં આવેલ શિક્ષાની જોગવાઈ અનુસારની શિક્ષા થશે.

  • ખુલાસા : મદદગારીને લીધે આવું જણાવેલુ કૃત્ય અથવા ગુનો બન્યો કહેવાય, જયારે આ ઉશ્કેરણીના પરિણામ સ્વરૂપ બન્યો હોય, અથવા ષડયંત્ર (Conspiracy)ના અનુસરણ અથવા તેના માટેની સહાય કે જે મદદગારીના લીધે બન્યો હોય.

ગુનો કરવાના પ્રયાસ માટેની શિક્ષા

  • જે કોઈપણ, આ અધિનિયમ અંતર્ગત કોઈ શિક્ષાપાત્ર ગુનો કરવામાં પ્રયત્ન કર્યો હોય અથવા એવો ગુનો કરવામાં કારણરૂપ બન્યો હોય, અને એવા પ્રયત્નમાં, આ ગુનો બનવાની દિશામાં કોઈ કૃત્ય કર્યું હોય, તેને કોઈપણ સમયગાળા માટેની કારાવાસની શિક્ષા આપી શકાશે કે જેને આજીવન કારાવાસ સુધી લંબાવી શકાશે અથવા વધુમાં વધુ કારાવાસના કિસ્સામાં અડધા સમયાવધિ માટેની કારાવાસની શિક્ષા અથવા દંડ અથવા બને.

પ્રકરણ ૫ ગુનો નોંધવા માટેની પ્રક્રિયા

ગુનોની નોંધણી

ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪ના ર જો) માં ગમે તે આપ્યું હોય, તેને બાધ આવ્યા સિવાય, કોઈપણ વ્યકિત (બાળક સહિત), જેને આ અધિનિયમ અન્યથે કોઈ ગુનો બનવાની શકયતાનુ અનુમાન હોય અથવા આ ગુનો થયો છે, તેવી જાણકારી હોય, તે આની સૂચના,-

  • ખાસ કિશોર પોલીસ એકમ, અથવા
  • સ્થાનીક પોલીસને આપશે. (ર) પેટા-કલમ (૧) અંતર્ગત આપવામાં આવેલ દરેક નિવેદનો ને,-
  • એક વિશેષ નોંધણી નંબર આપી અને તેની લેખિતમાં નોંધ કરવી:
  • સૂચના આપનારને વાંચી સંભળાવવી;
  • પોલીસ એકમ દ્વારા રાખવામાં આવેલ પુસ્તીકામાં આની નોંધ કરવાની રહેશે.
  • જયારે પેટા-કલમ (૧) અંતર્ગત આ માહિતી/નિવેદન બાળક દ્વારા આપવામાં આવ્યા હોય, ત્યાં પેટા-કલમ (૨) અંતર્ગત સામાન્ય ભાષામાં લખવાના રહેશે, જેથી બાળક આ માહિતી/નિવેદનના નોંધના તત્વોને સમજી શકે.
  • જે કિસ્સામાં, નોંધની ભાષાને બાળક સમજી શકવા માટે સક્ષમ ન હોય અથવા જયાં આની આવશ્યકતા ઉભી થઈ હોય, ત્યાં બાળકને લાયકાત અને અનુભવ ધરાવતાં અનુવાદક (Translator) અથવા અર્થઘટનકાર (Interpreter) ની સહાયતા અપાશે અને નિયત કર્યાનુસારની ફી ની ચુકવણી કરશે.
  • જયારે ખાસ કિશોર પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ સંતુષ્ટ હોય કે બાળક, કે જેની સામે ગુનો બન્યો છે, તે કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળું બાળક છે, તો ત્યાં આ કારણોની લેખિતમાં નોંધ કર્યા પછી, તેને એવી કાળજી અને રક્ષણ (જેમાં બાળકને સંરક્ષણ ગૃહ અથવા નજીકના દવાખાનામાં દાખલ કરવા) ની તુરંત વ્યવસ્થા કરશે, સુચના મળ્યાના ચોવીસ કલાકની અંદર, જે નિર્ધારીત કરવામાં આવ્યું હોય.
  • ખાસ કિશોર પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ, અકારણ વિલંબ કર્યા વગર, પણ ચોવીસ કલાકની અંદર, આની જાણ બાળકની કાળજી અને રક્ષણની જરૂરીયાત અને આના હેઠળ લીધેલા પગલાઓની જાણ બાળ કલ્યાણ સમિતિ અને વિશેષ અદાલત અથવા જયાં વિશેષ અદાલત નિયુકત ન હોય, ત્યાં સેસન્સ અદાલતને જણાવવાની રહેશે.
  • પેટા-કલમ (૧) અંતર્ગત, શુધ્ધ બુધ્ધિથી સુચના આપનાર વ્યકિત, દીવાની કે ફોજદારી જવાબદારી માટે જવાબદાર બનતો નથી.
  • કેસોના હેવાલ માટે પ્રચાર-પ્રસાર, સ્કુડિયો અને ફોટોગ્રાફિક સુવિધા માટેનુ બંધન (Obligation of media, studio and photographic facilities to report cases).-
  • મીડિયા અથવા હોટેલ અથવા લોજ અથવા હોસ્પીટલ અથવા કલબ અથવા સ્ટ્રડિયો અથવા ફોટોગ્રાફિક સુવિધા સાથે જોડાયેલ કોઈપણ સંસ્થા કે જે નામથી ઓળખાતી હોય, ત્યાં કેટલી સંખ્યામાં વ્યકિતઓ રોકાયેલા છે, તેને ધ્યાનમાં લીધા સિવાય, કોઈપણ સાધન-સામગ્રી અથવા સાહિત્ય-સામગ્રીના સંપર્કમાં આવે કે જેમાં બાળકનું જાતીય-શોષણ, આમાંના કોઈપણ માધ્યમના ઉપયોગ દ્વારા કરવામાં આવી રહયુ હોય, (જેમાં નગ્ન-કામચેષ્ટા સંબંધી અશ્લીલ સાહિત્ય, જાતીયતાથી સંબંધીત અથવા બાળક કે બાળકોને બીભત્સ રીતે દર્શાવવાનો સમાવેશ થાય છે), તે અંગેની માહિતી કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, વિશિષ્ટ બાળ પોલીસ એકમ, અથવા સ્થાનિક પોલીસને પૂરી પાડવી.

કેસોના હેવાલ માટે પ્રચાર-પ્રસાર, સ્કુડિયો અને ફોટોગ્રાફિક સુવિધા માટેનુ બંધન

મીડિયા અથવા હોટેલ અથવા લોજ અથવા હોસ્પીટલ અથવા કલબ અથવા સ્ટ્રડિયો અથવા ફોટોગ્રાફિક સુવિધા સાથે જોડાયેલ કોઈપણ સંસ્થા કે જે નામથી ઓળખાતી હોય, ત્યાં કેટલી સંખ્યામાં વ્યકિતઓ રોકાયેલા છે, તેને ધ્યાનમાં લીધા સિવાય, કોઈપણ સાધન-સામગ્રી અથવા સાહિત્ય-સામગ્રીના સંપર્કમાં આવે કે જેમાં બાળકનું જાતીય-શોષણ, આમાંના કોઈપણ માધ્યમના ઉપયોગ દ્વારા કરવામાં આવી રહયુ હોય, (જેમાં નગ્ન-કામચેષ્ટા સંબંધી અશ્લીલ સાહિત્ય, જાતીયતાથી સંબંધીત અથવા બાળક કે બાળકોને બીભત્સ રીતે દર્શાવવાનો સમાવેશ થાય છે), તે અંગેની માહિતી કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, વિશિષ્ટ બાળ પોલીસ એકમ, અથવા સ્થાનિક પોલીસને પૂરી પાડવી.

કેસનો હેવાલ અથવા નોંધણી કરવામાં નિષ્ફળતા માટેની શિક્ષા

  • કોઈપણ વ્યકિત, આ અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (૧) અથવા કલમ-૨૦ અન્યના ગુનો બન્યાનો હેવાલ આપવામાં નિષ્ફળ જાય છે અથવા આ અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (ર) અન્વયે બનેલા ગુનાની નોંધણી કરવામાં નિષ્ફળ જાય છે, તેને કોઈપણ સમયગાળા માટેની કારાવાસની શિક્ષા કે જેને છ માસ સુધી વિસ્તારી શકાય તેની અથવા દંડ અથવા બન્યને શિક્ષા થઈ શકશે.
  • કોઈપણ વ્યકિત, કે જેને આધીન કોઈ કંપની અથવા સંસ્થા (કે જે કોઈપણ નામે ઓળખાતી હોય), તેઓના નિયંત્રણમાં કામ કરતી કોઈપણ નીચલા હોદ્દાના વ્યકિત સંબંધી થયેલા કલમ-૧૯ની પેટા-કલમ (૧) અન્ય યે આવા ગુનાની નોંધણી કરવામાં નિષ્ફળ રહે છે, તેને કાં તો નિર્દિષ્ટ કરવામાં આવેલ સમયગાળા માટેની શિક્ષા કે જેને એક વર્ષ સુધી વિસ્તારી શકાય તેટલી કારાવાસની અને દંડની શિક્ષા થશે.
  • આ અધિનિયમની પેટા-કલમ (૧) ની જોગવાઈઓ બાળક ઉપર અમલી બનશે નહી.

કેસનો હેવાલ અથવા નોંધણી કરવામાં નિષ્ફળતા માટેની શિક્ષા

  • કોઈપણ વ્યકિત વિરુધ્ધ ખોટી ફરીયાદ કરે અથવા ખોટી માહિતી આપે કે જેનો સીધો સંબંધ તેઓને હલકા પાડવા (Humiliate), જોર જબરજસ્તીથી (Extort) અથવા ધમકી અથવા બદનક્ષી (Defame) કરવાના ઈરાદાથી લાવવામાં આવી હોય, તે છ માસ સુધી વિસ્તારી શકાય તેટલા કોઈપણ સમયગાળા માટે કારાવાસની શિક્ષાને અથવા દંડ અથવા બનેને પાત્ર ઠરશે.
  • જયારે બાળક દ્વારા આવી ખોટી ફરીયાદ કરવામાં આવી હોય અથવા ખોટી માહિતી પૂરી પાડવામાં આવી હોય તો ત્યાં તે કોઈપણ શિક્ષાને પાત્ર બનતો નથી.
  • જે કોઈપણ, બાળક નથી, આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના માટે ખોટુ છે તેવુ જાણવા છતાં, બાળકની વિરુધ્ધ ખોટી ફરીયાદ કરે છે અથવા ખોટી માહિતી પૂરી પાડે, કે જેથી બાળક પીડિત બની જાય, તો ત્યાં તેઓને એક વર્ષ સુધી વિસ્તારી શકાય તેટલી કારાવાસની અથવા દંડની અથવા બન્યને શિક્ષાને પાત્ર ઠરશે.

ખોટી ફરિયાદ અથવા ખોટી માહિતી માટેની શિક્ષા (Procedure for Media).

  • કોઈપણ વ્યકિત, કોઈપણ બાળક વિરુધ્ધ કોઈપણ હેવાલ અથવા પ્રતિભાવ મીડિયા અથવા સ્ટ્રડિયો અથવા ફોટોગ્રાફીક સુવિધામાંની કોઈપણ રીત દ્વારા સંપૂર્ણ અને અધિકૃત માહિતી વગર પ્રસ્તુત કરી શકશે નહી કે જેની અસર તેની આબરૂમાં ઘટાડો અથવા તેની ગુપ્તતાનુ ઉલ્લઘન થાય તેવુ હોય.
  • કોઈપણ મીડિયા (પ્રચાર-પ્રસારના માધ્યમો) બાળકની ઓળખ છતી થતી હોય કે જેમાં તેનુ નામ, સરનામુ, ફોટોગ્રાફ, કૌટુંબિક વિગતો, શાળાનુ નામ, પાડોશી અથવા અન્ય બીજી ચોક્કસ વિગતો કે જેના લીધે બાળકની ઓળખ છતી થતી હોય, તેવા હેવાલને પ્રકાશીત કરી શકશે નહી.
  • જોગવાઈ એવી છે કે, આ અધિનિયમ અન્નયની ઇન્સાફી કાર્યવાહીને અધિકૃતતા આપવા માટે વિશેષ અદાલતનો અભિપ્રાય એવો હોય કે જો બાળકના હિત ખાતર આવી (માહિતી) છતી કરવામાં આવે તો (અદાલત) લેખિતમાં કારણોની નોંધણી કરી, આવી પરવાનગી આપી શકશે.
  • પ્રચાર-પ્રસારના માધ્યમ અથવા સ્ટ્રડિયો અથવા ફોટોગ્રાફિકલ સુવિધા ધરાવનાર પ્રકાશક અથવા માલિક તેના કર્મચારીના કૃત્ય અથવા કૃત્ય-લોપ માટે સંયુકત રીતે અથવા અલગ રીતે જવાબદાર ઠરશે.
  • કોઈપણ વ્યકિત, કે જે પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (ર) ની જોગવાઈઓનો ભંગ કરે તો તેને છ માસ કરતા ઓછી ન હોય કે જેને એક વર્ષ સુધી વિસ્તારી શકાય તેવી કારાવાસની અથવા દંડની અથવા બન્ને શિક્ષા આપી શકાશે.

પ્રકરણ ૬ બાળકના નિવેદન નોંધવા માટેની પ્રક્રિયા

બાળકના નિવેદનની નોંધણી

  • બાળકના નિવેદનની નોંધણી કાં તો તેના ઘરે અથવા બાળક જે જગ્યા એ સામાન્ય રીતે રહેતો હોય ત્યાં અથવા તેની મનપસંદ જગ્યાએ સબ-ઈન્સપેકટરથી નીચલો દરજજો ધરાવતો ન હોય, જયાં સુધી શકય હોય ત્યાં સુધી, મહિલા પોલીસ-અધિકારી દ્વારા નોંધવામાં આવશે.
  • બાળકનુ નિવેદન નોંધતી વખતે પોલીસ-અધિકારી પોલીસ-યુનિફોર્મ (ગણવેશ) માં ન હોવા જોઈએ.
  • પોલીસ-અધિકારી તપાસ હાથ ધરતી વખતે, તેઓ એ એવી ખાતરી આપશે કે તે કોઈપણ સમયે બાળક આરોપી સાથે કોઈપણ રીતથી સંપર્કમાં આવ્યું હોવું જોઈએ નહી.
  • કોઈપણ કારણોસર બાળકને રાત્રી સમયે પોલીસ-સ્ટેશનમાં અટકાવી શકાશે નહી.
  • પોલીસ-અધિકારી એ બાળકની ઓળખ સંબંધી સુરક્ષાની ખાતરી આપવી પડશે કે, બાળકના હિત ખાતર વિશેષ અદાલતે આપેલા નિર્દેશો સિવાય અન્યથા તેની ઓળખ જાહેર પ્રચારના માધ્યમોમાં છતી ન થાય, તે અંગે બાળકને રક્ષણ આપવામાં આવશે.

મેજીસ્ટ્રેટ દ્વારા બાળકના નિવેદનની નોંધણી

  • જયારે બાળકનું નિવેદન ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪ના ર જા) (આથી સંહિતાથી સંદભીંત કરવામાં આવે છે) ની કલમ- ૧ :૪ અન્યે નોંધણી કરવામાં આવતી હોય, મેજિસ્ટ્રેટે આ નિવેદનની નોંધણી કરતા હોય, તેમાં જે પણ કહેવામાં આવ્યું હોય, જેવી રીતે બાળક દ્વારા કહેવામાં આવ્યું હોય, તે રીતે નોંધ કરશે:
  • જોગવાઈ એવી છે કે, સંહિતાની કલમ- ૧૪ની પેટા-કલમ(૧) ના પહેલા પરંતુકમાં કરવામાં આવેલી જોગવાઈ કે જે આરોપીના વકીલની હાજરને સ્પષ્ટ કરે છે, તે આ કલમને લાગુ પડશે નહી.
  • મેજિસ્ટ્રેટે બાળકને અને તેના માતા-પિતા અથવા પ્રતિનિધિને પોલીસ દ્વારા સંહિતાની કલમ-૧૭૩ અન્ય અંતિમ અહેવાલ આપ્યા બાદ, સંહિતાની કલમ-ર૦૭ અન્ય વિશિષ્ટ દસ્તાવેજોની નકલ આપશે.

નિવેદન નોંધણી સંબંધી વધારાની જોગવાઈઓ

  • મેજિસ્ટ્રેટ અથવા પોલીસ-અધિકારી, કિસ્સાનુસાર જે હોય, બાળક દ્વારા કહેવામાં આવેલા નિવેદન, બાળકના માતા-પિતાની હાજરી અથવા એવી કોઈપણ વ્યકિત કે જેના ઉપર બાળકને વિશ્વાસ અથવા ભરોસો હોય, તેની હાજરીમાં નિવેદનોની નોંધણી કરશે.
  • બાળકના નિવેદનની નોંધણી કરતી વખતે, જયાં પણ આવશ્યકતા હોય, કિસ્સાનુસાર મેજિસ્ટ્રેટ અથવા પોલીસ-અધિકારી, આવી લાયકાત, અનુભવ ધરાવતાં અનુવાદક (Translator) અથવા અર્થઘટનકાર (Interpreter) ની સહાયતા લઈ શકશે અને નિયત કર્યાનુસારની ફી ની ચુકવણી કરશે.
  • મેજિસ્ટ્રેટ અથવા પોલીસ-અધિકારી, કિસ્સાનુસાર, માનસિક અથવા શારીરિક અસક્ષમતા ધરાવતાં બાળકના કેસમાં ખાસ કેળવણીકાર અથવા કોઈપણ સુપરિચિત (Familiar) વ્યકિત કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાત હોય, એવી લાયકાત, અનુભવ ધરાવતી વ્યકિતની સહાયતા લઈ શકશે અને નિયત કર્યાનુસારની ફી ની ચુકવણી કરશે.
  • જયાં પણ શકય હોય, મેજિસ્ટ્રેટ અથવા પોલીસ-અધિકારી, કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, બાળક દ્વારા અપાયેલા નિવેદનને શ્રાવ્ય-દ્રશ્ય (Audio-Video), ઈલેકટ્રોનિક રીત દ્વારા નોંધણીની ખાતરી આપશે.

બાળકની તબીબ –તપાસ

  • જે બાળકના સંબંધે, આ અધિનિયમ અન્ય કોઈ ગુનો બન્યો હોય, અને તેના સંબંધે આ અધિનિયમ અંતર્ગત પ્રાથમિક માહિતી અહેવાલ કે ફરીયાદ ના થઈ હોય, તેને ધ્યાનમાં લીધા વગર ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪નો ર જો) ની કલમ- ૧ :૪એ અન્વયે તેની તબીબી તપાસ કરવાની રહેશે.
  • બાળ-છોકરીના કિસ્સામાં, આવી તબીબી તપાસ સ્ત્રી તબીબ દ્વારા હાથ ધરવામાં આવશે.
  • બાળકની તબીબી તપાસ તેના માતા-પિતા અથવા અન્ય એવી વ્યકિત કે જેના ઉપર (બાળકને) વિશ્વાસ અથવા ભરોસો હોય, તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે.
  • જયારે, પેટા-કલમ(૩) માં સંદભીત બાળકના માતા-પિતા અથવા અન્ય વ્યકિત, બાળકની તબીબી તપાસ દરમ્યાન, કોઈપણ કારણોસર હાજર થઈ શકયા ન હોય, તો ત્યાં બાળકની તબીબી તપાસ તબીબી-સંસ્થાના પ્રમુખ દ્વારા નીમવામાં આવેલ સ્ત્રીની હાજરીમાં હાથ ધરવાની રહેશે.

વિશેષ અદાલત સમક્ષની કાર્યવાહીમાં ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની અમલીપાત્રતા

આ અધિનિયમમાં જે જોગવાઈ કરવામાં આવી હોય, તેને બાદ કરતાં, ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪નો ર જો) ની જોગવાઈઓ (જેમાં જામીન અને બોન્ડની જોગવાઈ સમાવિષ્ટ) વિશેષ અદાલત સમક્ષ અમલી થશે અને આ જોગવાઈના હેતુસર , વિશેષ અદાલતને સેસન્સ અદાલત માનવામાં આવશે અને જે વ્યકિત વિશેષ અદાલતમાં કેસ ચલાવતો હોય, તેને વિશેષ સરકારી વકીલ ગણવામાં આવશે.

પ્રકરણ ૭ વિશેષ અદાલત (Special Public Prosecutors)

  • રાજય સરકાર, સરકારી જાહેરનામા દ્વારા, આ અધિનિયમની જોગવાઈઓ અન્યથે આવતાં કેસોની ઇન્સાફી કાર્યવાહી ચલાવવા માટે દરેક વિશેષ અદાલતમાં વિશેષ સરકારી વકીલને નિયુકત કરી શકશે.
  • પેટા-કલમ (૧) અન્યથે વિશેષ સરકારી વકીલ તરીકે એવી વ્યકિત લાયક ગણાશે કે જેને વ્યવસાયિક વકીલ તરીકેનો અનુભવ સાત વર્ષ કરતાં ઓછા સમય માટેનો ન હોય.
  • દરેક વ્યકિત કે જેની નિયુકિત આ કલમ અન્વયે વિશેષ સરકારી વકીલ તરીકે થઈ હોય, તો તેઓએ ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪ના ર જા) ની કલમ-ર ની પેટા-કલમ (યુ) માં વ્યાખ્યાન્વીત સરકારી વકીલના અર્થમાં ગણવામાં આવશે અને સંહિતાની જોગવાઈઓ અસરકારક રીતે અનુક્રમે લાગુ પડશે.

વિશેષ અદાલતની કાર્યવાહી અને સત્તા તથા પુરાવાની નોંધણી

  • આ વિશેષ અદાલત, એવી હકીકતોની મળેલી ફરીયાદ કે જે એવો ગુનો બનતો હોય, અથવા એવી હકીકતોનો પોલીસ અહેવાલ ઉપર, આરોપીને ઈન્સાફી કાર્યવાહી માટે મોકલ્યા વગર, તેનું કોગનીઝન્સ લઈ શકશે.
  • વિશેષ સરકારી વકીલ, અથવા જે કિસ્સાનુસાર, આરોપી પક્ષના વકીલ, જયારે બાળકનુ સર-તપાસ, ઉલટ-તપાસ અથવા પુનઃતપાસની નોંધણીના સમયે, ઉભા થતાં પ્રશ્નનોને જે બાળકને પૂછવાના હોય, તેને વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવા પડશે, (અદાલત) આ પ્રશ્નનો બાળકને પૂછશે.
  • વિશેષ અદાલતને સંભવતઃ, જો એવુ વિચારણામાં લેવું આવશ્યક બને, તો ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન અમુક સમયના અંતરે બાળકને વિરામ માટેની પરવાનગી આપી શકશે.
  • વિશેષ અદાલત, બાળ-દોસ્તીભર્યું વાતાવરણ (બાળકને માટે) તૈયાર થાય, તે માટે તેના કુટુંબના સભ્યો, વાલી, દોસ્તો, અથવા સગા-વ્હાલા, કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો રાખતો હોય, તેઓને અદાલતમાં હાજર રહેવા માટેની પરવાનગી આપશે.
  • વિશેષ અદાલત એ વાતની ખાતરી આપશે કે, બાળકને સાક્ષી/પુરાવા લેવા માટે વારંવાર અદાલતમાં બોલાવવામાં ન આવે.
  • વિશેષ અદાલત, ઉગ્ર અને બાળકની ચાલ-ચલગતનુ મૂલ્યાંકન કરતા પ્રશ્નનો પૂછવાની પરવાનગી નહી આપે અને સમગ્ર ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન બાળકની ગરિમા જળવાય રહે, તેની ખાતરી આપશે.
  • વિશેષ અદાલત, તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ સમયે બાળકની ઓળખ છતી ન થાય તે વાતની ખાતરી આપશે.
  • જોગવાઈ એવી છે કે, જો વિશેષ અદાલતને એમ લાગે કે બાળકની ઓળખ છતી કરવી એ બાળકના સર્વોત્તમ હિતમાં છે, તો અદાલતે આ અંગેના કારણોની લેખિતમાં નોંધ કરી આવી ઓળખને છતી કરવાની પરવાનગી આપી શકશે.
ખુલાસો : આ પેટા-કલમના ઉદેશસર, બાળકની ઓળખમાં બાળકના પરિવારની ઓળખ, શાળા, સગા-સંબંધીઓ, પાડોશીઓ અથવા બીજી કોઈ સૂચના જે બાળકની ઓળખ છતી કરતી હોય, તેનો પણ સમાવેશ થાય છે.
  • યથાયોગ્ય કિસ્સામાં, વિશેષ અદાલત, શિક્ષાથી વધારે, શારીરિક અથવા માનસિક આધાત માટે અથવા એવા બાળકના તાત્કાલિક પુન:વસન માટે, જે નિયત કરવામાં આવ્યું હોય, તેવા વળતર ચુકવણી માટેનો નિર્દેશો આપી શકશે.
  • આ અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, વિશેષ અદાલત, આ અધિનિયમ સંબંધી કોઈપણ ગુનાની ઇન્સાફી કાર્યવાહીના ઉદશેસર, સેસન્સ અદાલત જેટલી સત્તા ભોગવશે અને આવા ગુનાની કાર્યવાહી કોર્ટ ઓફ સેસન્સમાં હાથ ધરવામાં આવી હોય, તે રીતે હાથ ધરશે, અને સંભવતઃ જયાં સુધી, ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪નો ર જો)માં નિર્દિષ્ટ કરેલી કાર્યવાહીને સંબંધ છે, ત્યાં સુધી આવી કાર્યવાહી કોર્ટ ઓફ સેસન્સ સમક્ષ કરવામાં આવેલી કાર્યવાહી અનુસારની ગણવામાં આવશે.

બાળક દ્વારા કરવામાં આવેલ ગુનાના કિસ્સામાં કાર્યવાહી અને વિશેષ અદાલતમાં તેની ઉમરનુ નિર્ધારણ (Procedure in case of commission of offence by child and determination of age by Special Court).-

  • જયારે આ અધિનિયમ અન્યથે બાળક દ્વારા કોઈ ગુનો કરવામાં આવે, ત્યારે આવા બાળક સાથે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડન) એકટ, ૨૦૦૦ (૨૦૦૦નો પડ઼મો) અન્યય કરવામાં આવેલી જોગવાઈ અનુસાર વ્યવહાર કરવાનો રહેશે.
  • વિશેષ અદાલત સમક્ષ ચાલતી કોઈપણ ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન, જો એવો કોઈપણ પ્રશ્નન ઉપસ્થિત થાય કે, શું વ્યકિત બાળક છે કે નહી, તો ત્યાં વિશેષ અદાલત દ્વારા, સ્વય-સંતુષ્ટ થયા બાદ આવી વ્યકિતની ઉંમર સંબંધી પ્રશ્નનનું નિર્ધારણ કરશે અને આવા નિર્ધારણ માટેના કારણોની લેખિતમાં નોંધ પણ કરશે.
  • વિશેષ અદાલત દ્વારા કરવામાં આવેલા આદેશને નિરસ્ત કરવામાં આવશે નહી, માત્ર એ આધાર ઉપર કે પેટા-કલમ અન્યય નક્કી કરવામાં આવેલી વ્યકિતની ઉંમર બીજી કોઈપણ સાબિતી દ્વારા એ સાબિત થાય છે કે પહેલા નક્કી કરેલી ઉમર સાચી નથી.
  • બાળકના પુરાવા નોંધવાની અને કેસના નિકાલ માટેનો સમયગાળો (Period for recording of evidence of child and disposal of case).-
  • વિશેષ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાને ત્રીસ દિવસની અંદર બાળકના પુરાવાને નોંધી લેવાના રહેશે અને વિલંબ માટેના કારણો, જો કોઈ હોય તો, વિશેષ અદાલત દ્વારા તેની નોંધ લેવામાં આવશે.
  • વિશેષ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાની તારીખથી લઈને નિયત કરવામાં આવેલ એક વર્ષના સમયગાળાની અંદર, જયાં સુધી શકય હોય, ત્યાં સુધીમાં ઇન્સાફી કાર્યવાહીને પૂર્ણ કરશે.
  • નોંધ : આ અધિનિયમ અન્નય મધ્યપ્રદેશમાં પહેલો કેસ ઠઠી જાન્યુઆરી ૨૦૧૩માં નોંધાયો અને તેને માત્ર આઠ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવેલ. જે આ અધિનિયમના હેતુ પૂર્તિ કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

પ્રકરણ ૮ વિશેષ અદાલતની કાર્યવાહી અને સત્તા તથા પુરાવાની નોંધણી

આ વિશેષ અદાલત, એવી હકીકતોની મળેલી ફરીયાદ કે જે એવો ગુનો બનતો હોય, અથવા એવી હકીકતોનો પોલીસ અહેવાલ ઉપર, આરોપીને ઈન્સાફી કાર્યવાહી માટે મોકલ્યા વગર, તેનું કોગનીઝન્સ લઈ શકશે.

  • વિશેષ સરકારી વકીલ, અથવા જે કિસ્સાનુસાર, આરોપી પક્ષના વકીલ, જયારે બાળકનુ સર-તપાસ, ઉલટ-તપાસ અથવા પુનઃતપાસની નોંધણીના સમયે, ઉભા થતાં પ્રશ્નનોને જે બાળકને પૂછવાના હોય, તેને વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવા પડશે, (અદાલત) આ પ્રશ્નનો બાળકને પૂછશે.
  • વિશેષ અદાલતને સંભવતઃ, જો એવુ વિચારણામાં લેવું આવશ્યક બને, તો ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન અમુક સમયના અંતરે બાળકને વિરામ માટેની પરવાનગી આપી શકશે.
  • વિશેષ અદાલત, બાળ-દોસ્તીભર્યું વાતાવરણ (બાળકને માટે) તૈયાર થાય, તે માટે તેના કુટુંબના સભ્યો, વાલી, દોસ્તો, અથવા સગા-વ્હાલા, કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો રાખતો હોય, તેઓને અદાલતમાં હાજર રહેવા માટેની પરવાનગી આપશે.
  • વિશેષ અદાલત એ વાતની ખાતરી આપશે કે, બાળકને સાક્ષી/પુરાવા લેવા માટે વારંવાર અદાલતમાં બોલાવવામાં ન આવે.
  • વિશેષ અદાલત, ઉગ્ર અને બાળકની ચાલ-ચલગતનુ મૂલ્યાંકન કરતા પ્રશ્નનો પૂછવાની પરવાનગી નહી આપે અને સમગ્ર ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન બાળકની ગરિમા જળવાય રહે, તેની ખાતરી આપશે.
  • વિશેષ અદાલત, તપાસ અથવા ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ સમયે બાળકની ઓળખ છતી ન થાય તે વાતની ખાતરી આપશે.
  • જોગવાઈ એવી છે કે, જો વિશેષ અદાલતને એમ લાગે કે બાળકની ઓળખ છતી કરવી એ બાળકના સર્વોત્તમ હિતમાં છે, તો અદાલતે આ અંગેના કારણોની લેખિતમાં નોંધ કરી આવી ઓળખને છતી કરવાની પરવાનગી આપી શકશે.
  • ખુલાસો : આ પેટા-કલમના ઉદેશસર, બાળકની ઓળખમાં બાળકના પરિવારની ઓળખ, શાળા, સગા-સંબંધીઓ, પાડોશીઓ અથવા બીજી કોઈ સૂચના જે બાળકની ઓળખ છતી કરતી હોય, તેનો પણ સમાવેશ થાય છે.
  • યથાયોગ્ય કિસ્સામાં, વિશેષ અદાલત, શિક્ષાથી વધારે, શારીરિક અથવા માનસિક આધાત માટે અથવા એવા બાળકના તાત્કાલિક પુન:વસન માટે, જે નિયત કરવામાં આવ્યું હોય, તેવા વળતર ચુકવણી માટેનો નિર્દેશો આપી શકશે.
  • આ અધિનિયમની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, વિશેષ અદાલત, આ અધિનિયમ સંબંધી કોઈપણ ગુનાની ઇન્સાફી કાર્યવાહીના ઉદશેસર, સેસન્સ અદાલત જેટલી સત્તા ભોગવશે અને આવા ગુનાની કાર્યવાહી કોર્ટ ઓફ સેસન્સમાં હાથ ધરવામાં આવી હોય, તે રીતે હાથ ધરશે, અને સંભવતઃ જયાં સુધી, ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪નો ર જો)માં નિર્દિષ્ટ કરેલી કાર્યવાહીને સંબંધ છે, ત્યાં સુધી આવી કાર્યવાહી કોર્ટ ઓફ સેસન્સ સમક્ષ કરવામાં આવેલી કાર્યવાહી અનુસારની ગણવામાં આવશે.

બાળક દ્વારા કરવામાં આવેલ ગુનાના કિસ્સામાં કાર્યવાહી અને વિશેષ અદાલતમાં તેની ઉમરનુ નિર્ધારણ (Procedure in case of commission of offence by child and determination of age by Special Court).-

  • જયારે આ અધિનિયમ અન્યથે બાળક દ્વારા કોઈ ગુનો કરવામાં આવે, ત્યારે આવા બાળક સાથે જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડન) એકટ, ૨૦૦૦ (૨૦૦૦નો પડ઼મો) અન્યય કરવામાં આવેલી જોગવાઈ અનુસાર વ્યવહાર કરવાનો રહેશે.
  • વિશેષ અદાલત સમક્ષ ચાલતી કોઈપણ ઇન્સાફી કાર્યવાહી દરમ્યાન, જો એવો કોઈપણ પ્રશ્નન ઉપસ્થિત થાય કે, શું વ્યકિત બાળક છે કે નહી, તો ત્યાં વિશેષ અદાલત દ્વારા, સ્વય-સંતુષ્ટ થયા બાદ આવી વ્યકિતની ઉંમર સંબંધી પ્રશ્નનનું નિર્ધારણ કરશે અને આવા નિર્ધારણ માટેના કારણોની લેખિતમાં નોંધ પણ કરશે.
  • વિશેષ અદાલત દ્વારા કરવામાં આવેલા આદેશને નિરસ્ત કરવામાં આવશે નહી, માત્ર એ આધાર ઉપર કે પેટા-કલમ અન્યય નક્કી કરવામાં આવેલી વ્યકિતની ઉંમર બીજી કોઈપણ સાબિતી દ્વારા એ સાબિત થાય છે કે પહેલા નક્કી કરેલી ઉમર સાચી નથી.
  • બાળકના પુરાવા નોંધવાની અને કેસના નિકાલ માટેનો સમયગાળો (Period for recording of evidence of child and disposal of case).-
  • વિશેષ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાને ત્રીસ દિવસની અંદર બાળકના પુરાવાને નોંધી લેવાના રહેશે અને વિલંબ માટેના કારણો, જો કોઈ હોય તો, વિશેષ અદાલત દ્વારા તેની નોંધ લેવામાં આવશે.
  • વિશેષ અદાલત ગુનાને ધ્યાનમાં લીધાની તારીખથી લઈને નિયત કરવામાં આવેલ એક વર્ષના સમયગાળાની અંદર, જયાં સુધી શકય હોય, ત્યાં સુધીમાં ઇન્સાફી કાર્યવાહીને પૂર્ણ કરશે.
  • નોંધ : આ અધિનિયમ અન્નય મધ્યપ્રદેશમાં પહેલો કેસ ઠઠી જાન્યુઆરી ૨૦૧૩માં નોંધાયો અને તેને માત્ર આઠ દિવસની અંદર પૂર્ણ કરવામાં આવેલ. જે આ અધિનિયમના હેતુ પૂર્તિ કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
  • બાળકને તપાસતી વખતે આરોપી નજરે પડવો  જોઇએ નહિ  (Child not to see accused at the anytime of testifying).-
  • વિશેષ અદાલત એ વાતની ખાતરી આપશે કે, પુરાવા નોંધતી વખતે બાળકે કોઈપણ રીત થી આરોપી નજરે પડવો જોઈએ નહી, જયારે સમાન સમયે એ વાતની પણ ખાતરી આપશે કે, આરોપી બાળકે આપેલ નિવેદન સાંભળી શકશે અને આ અંગે તેના વકીલ સાથે વાતચીત પણ કરી શકશે.
  • પેટા-કલમ (૧)ના ઉદેશસર, વિશેષ અદાલત બાળકનુ નિવેદન વિડિયો-કોન્ફરન્સીંગ માધ્યમથી અથવા એક તરફથી દેખાય તેવા અરીસાના ઉપયોગ દ્વારા અથવા પડદા દ્વારા અથવા કોઈપણ અન્ય સાધન દ્વારા નોંધી શકશે.
  • ઇન્સાફી કાર્યવાહી “ઇન કેમરા” હાથ ધરવામાં આવશે  (Trials to be conducted in camera).-
  • વિશેષ અદાલત કેસોની ઇન્સાફી કાર્યવાહી 'ઈન કેમેરા" કરશે અને કાર્યવાહી દરમ્યાન બાળકના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળકને વિશ્વાસ અને ભરોસો હોય, તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે.
  • જોગવાઈ એવી છે કે, વિશેષ અદાલતના અભિપ્રાય મુજબ બાળકને અદાલત સિવાય અન્ય બીજી જગ્યાએ તપાસવાની આવશ્યકતા છે, તો ત્યાં વિશેષ અદાલત ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ (૧૯૭૪નો ર જો) ની કલમ-૨૮૪ અન્યયની જોગવાઈ અનુસાર કમીશન/પંચ આગળની કામગીરી સોંપી શકશે.
  • બાળકના પુરાવા નોંધતી વખતે અર્થઘટનકાર અથવા નિષ્ણાતની સહાય (Assistance of an interpreter or expert while recording evidence of child).-
  • બાળકના પુરાવા નોંધતી વખતે, જયાં પણ આવશ્યકતા હોય, ત્યાં અદાલત, આવી લાયકાત અને અનુભવ ધરાવતાં અનુવાદક (Translator) અથવા અર્થઘટનકાર (Interpreter) ની સહાયતા લઈ શકશે અને નિયત કર્યાનુસારની ફી ની ચુકવણી કરશે.
  • માનસિક અથવા શારીરિક અસક્ષમતા ધરાવતાં બાળકના કેસમાં, વિશેષ અદાલત ખાસ કેળવણીકાર અથવા કોઈપણ સુપરિચિત (Familiar) વ્યકિત કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાત હોય, એવી લાયકાત, અનુભવ ધરાવતી વ્યકિતની સહાયતા લઈ શકશે અને નિયત કર્યાનુસારની ફી ની ચુકવણી કરશે.

પ્રકરણ ૯ પ્રકીર્ણ

  • બાળકને નિષ્ણાતો, વગેરેની સહાયતા આપવા અંગેની માર્ગદશીકા (Guidelines for child to take assistance of experts, etc.).-
  • આ બાબત-વિષયક ઘડેલા નિયમોને ધ્યાનમાં રાખીને, રાજય સરકારે, વ્યવસાયિક અને નિષ્ણાત અથવા સમાજશાસ્ત્ર, સમાજસેવા, શારીરિક સ્વાસ્થય, માનસિક સ્વાસ્થય અને બાળકના વિકાસ સાથે જોડાયેલ બિન-સરકારી સંસ્થાના ઉપયોગ માટે ઇન્સાફી કાર્યવાહી અગાઉ અને ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ તબકકે બાળકને સહાયતા અંગેની માર્ગદશીકા તૈયાર કરશે.
  • બાળકને કાયદાના વ્યવસાયિકની સહાયતા મેળવવાનો અધિકાર (Right of the child to take assistance of legal practitioner).-
  • ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ-૩૦૧ના પરંતુ બાબતે, આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના
  • બાબતે બાળકના માતા-પિતા અથવા તેના વાલીને તેમની પસંદગી અનુસારના વ્યવસાયિક સાથે સલાહ-મસલત કરવાને હકદાર બને છે :
  • જોગવાઈ એવી છે કે, જો બાળકના માતા-પિતા અથવા વાલી વ્યવસાયિક સલાહકાર રાખવા માટે અસમર્થ હોય તો કાનૂની સેવા સત્તામંડળ તેઓને ધારાશાસ્ત્રી પૂરો પાડશે.
  • ચોક્કસ કેસોમાં કલમ-૩ થી ૧૩ સુધીની જોગવાઈઓ લાગુ પડશે નહી (Provisions of sections 3 to 13 not to apply in certain cases).-
  • આવા બાળકની તબીબી તપાસ અથવા તબીબી સારવાર જયારે બાળકના માતા-પિતા અથવા વાલીની સંમતિ સાથે હાથ ધરવામાં આવતી તબીબી તપાસ અથવા તબીબી સારવારના કિસ્સામાં કલમ-૩ થી કલમ-૧૩ સુધીની જોગવાઈઓ (બન્નેનો સમાવેશ) લાગુ પડતી નથી.

વૈકલ્પિક શિક્ષા (Alternative punishment )

  • જયારે કોઈ કૃત્ય અથવા કૃત્ય-લોપ આ અધિનિયમ અન્યથે શિક્ષાપાત્ર બનતુ હોય અને ભારતીય દંડ સંહિતાની કલમ- ૧ : એ, ૩૫૪એ, ૩૫૪બી, ૩૫૪સી, ૩૫૪ડી, ૩૭૦, ૩૭Oએ, ૩૭૫, ૩૭ , ૩૭ એ, ૩૭ બી, ૩૭ સી, ૩૭ ડી, ૩૭ ઈ. અને પ૦૯, ત્યાં, તત્સમયે અમલી કોઈપણ કાયદાના સંદર્ભ અન્યથા વિસંગત સિવાયનું કાંઈપણ, ગુનેગાર એવા ગુના માટે દોષિત જણાય આવે કે જેના માટે તે શિક્ષાને પાત્ર ઠરતો હોય, તે માત્ર આવા કાયદા અથવા આ અધિનિયમમાં જણાવવામાં આવેલી શિક્ષાની જોગવાઈઓ કે જેની માત્રા ઉચ્ચ સ્તરની છે, તેને પાત્ર બનશે.
  • ” કલમ-૪ર અને ૪૨એ ફોજદારી કાર્યરીતિ (સુધારા) અધિનિયમ, ૨૦૧૩ની કલમ-૨૯ થી પરિવર્તીત અને દાખલ કરવામાં આવી છે. આ અધિનિયમ ૩જી ફેબ્રુઆરી ૨૦૧૩ થી અમલમાં આવ્યો છે.

આ અધિનિયમ બીજા કાયદાઓથી ઉતરતો નથી

  • કેન્દ્ર સરકાર અને દરેક રાજય સરકાર, ખાતરી આપતાં એવા દરેક પગલાં ઉઠાવશે કે,-
  • આ અધિનિયમની જોગવાઈઓને વ્યાપક લોક-જાગૃતિ આપવા માટે પ્રચાર-પ્રસારના માધ્યમ કે જેની અંદર ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મિડિયા દ્વારા નિયમિત રીતે આવતાં મધ્યાતર દરમ્યાન સામાન્ય લોકો, બાળકોની સાથે-સાથે તેમના માતા-પિતા અને વાલીઓને આ અધિનિયમની જોગવાઈઓથી અવગત કરવામાં આવશે.
  • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તથા અન્ય સંબંધીત વ્યકિતઓ (પોલીસ-અધિકારીઓ સહિત) ને આ અધિનિયમની જોગવાઈઓના અમલના ભાગરૂપે સમયાંતર તાલીમ આપવી.

આ અધિનિયમના અમલ માટે દેખરેખ (Monitoring implementation of Act)

  • કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ એકટ, ૨૦૦૫ (૨૦૦ નો ૪ થો) ની કલમ-૩ અન્યય રચવામાં આવેલ બાળ અધિકારોની સુરક્ષા માટેના રાષ્ટ્રીય પંચ અથવા કલમ-૧૭ અન્ય રચવામાં આવેલ બાળ અધિકારોની સુરક્ષા માટેના રાજય પંચ, કિસ્સાનુસાર જે પણ હોય, તે અધિનિયમ દ્વારા આપવામાં આવેલા કાર્યો સિવાયના, જે રીત થી નિયત કરવામાં આવેલ હોય, આ અધિનિયમનું અમલીકરણ અને તેની દેખરેખ પણ કરશે.
  • રાષ્ટ્રીય પંચ અથવા, કિસ્સાનુસાર, રાજય પંચ, પેટા-કલમ-(૧) માં સંદભીત કરવામાં આવેલ બાબત અંગે, આ અધિનિયમ અન્યના કોઈપણ ગુના સંબંધીત બાબત-વિષયક તપાસ હાથ ધરી શકશે, કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ એકટ, ૨૦૦૫ (૨૦૦ નો ૪ થો) અન્યય જે સત્તા છે, તેવી જ સમાન સત્તા આમાં નિહિત થશે.
  • રાષ્ટ્રીય પંચ અથવા, કિસ્સાનુસાર, રાજય પંચ, પેટા-કલમ-(૧) માં સંદભીત કરવામાં આવેલ બાબત અંગે, કે જેમાં, આ અધિનિયમ અન્નયની પ્રવૃત્તિ, કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ એકટ, ૨૦૦૫ (૨૦૦૪ નો ૪ થો) ની કલમ-૧ , અન્વયે તેનો વાર્ષિક અહેવાલ આપવાનો પણ સમાવેશ થાય છે.

નિયમો ઘડવા સત્તા (Power to make rules)

 

  • કેન્દ્ર સરકાર, આ અધિનિયમના ઉદેશને પાર પાડવા માટે, સરકારી રાજપત્રિતમાં નિયમો ઘડવા માટેનુ જાહેરનામું બહાર પાડશે.
  • ચોક્કસપણે અને અગાઉ જણાવેલી સત્તાની અસ્પષ્ટતાથી લઘુતાગ્રંથિથી પીડાયા વગર, આવા નિયમો બધા અથવા નીચે જણાવેલી કોઈપણ બાબત સંબંધે લાગુ પડશે, અનુક્રમે -
  • આ અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (૪): કલમ-ર ની પેટા-કલમ (ર) અને (૩) અને કલમ-૩૮ અનન્વયે, અનુવાદક અથવા અર્થઘટનકારને, કેળવણીકાર અથવા કોઈપણ સુપરિચિત (Familiar) વ્યકિત કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાત હોય, તેઓની લાયકાતો અને અનુભવ, અને ચુકવવાપાત્ર ફી અંગે:
  • કલમ-૧૯ ની પેટા-કલમ (પ) અન્યથે બાળકની કાળજી અને રક્ષણ માટે તેને તાત્કાલિક તબીબી સારવાર અંગે:
  • કલમ-૩૩ની પેટા-કલમ(૮) અન્યથે વળતરની ચુકવણી અંગે:
  • આ અધિનિયમની કલમ-૪૪ની પેટા-કલમ (૧) અન્વયેની જોગવાઈઓ ઉપર સમયાંતર દેખરેખ રાખવા અંગે, ના નિયમો ઘડી શકશે.
  • આ કલમ અન્યય બનાવેલ દરેક નિયમ જેટલું બને તેટલું જલ્લી સંસદના દરેક ગૃહ સમક્ષ જો સત્ર ચાલુ હોય તો કુલ ત્રીસ દિવસના સમયગાળાની અંદર મૂકવામાં આવશે, તે એક સત્ર અથવા બે અથવા વધારે સળંગ સત્રોનું બનેલું રહેશે અને સત્ર પછી તરતનું સત્ર પૂરું થતા પહેલાં, બનને ગૃહો નિયમમાં કોઈ ફેરફાર કરવા માટે સંમત થાય અથવા બનને ગૃહો એ નિયમ બનાવવા જોઈએ એ બાબતે સંમત ન થાય, તો નિયમમાં આવા ફેરફાર કરેલ સ્વરૂપમાં તે અમલમાં આવશે. અથવા યથાપ્રસંગ, કિસ્સાનુસાર અમલમાં આવશે નહી, તેમ છતાં આવા કોઈ ફેરફાર કે રદ કરવાની બાબતે, નિયમ
  • અન્વયે અગાઉ કરેલી કોઈ પણ બાબતની કાયદેસરતાને બાધ આવશે નહી.

મુશ્કેલીઓ દુર કરવાની સત્તા (Power to remove difficulties)

  • આ અધિનિયમની જોગવાઈને પ્રભાવિત કરતી કોઈ મુશ્કેલી ઉભી થાય, તો ત્યાં કેન્દ્ર સરકાર, આ મુશ્કેલીને
  • દૂર કરવા માટે આવી વિવાદાસ્પદ જોગવાઈઓને ખુલાસાની સ્પષ્ટતા રાજપત્રતિમાં પ્રકાશીત કરી શકશે.
  • જોગવાઈ એવી છે કે, આ અધિનિયમના પ્રારંભથી લઈને બે વર્ષના પૂરા થતા સમયગાળા બાદ આ કલમ અન્યના આદેશો લાવી શકાશે નહી.
  • આ કલમ અન્નય કરવામાં આવેલ દરેક આદેશને વહેલાંમાં વહેલી તકે સંસદના બન્ને ગૃહ સમક્ષ મૂકશે.

પરિશિષ્ટ

  • સશસ્ત્ર દળો અને સુરક્ષા દળો કે જેની રચના નીચે મુજબની હોય. અનુક્રમે,- (એ) ધ એર ફોર્સ એકટ, ૧૯૫૦ (૧૯૫૦ના ક્રમાંક ૪પ) (બી) ધ આર્મી એકટ, ૧૯૫૦ (૧૯૫૦ના ક્રમાંક ૪s) (સી) ધ આસામ રાયફલ એકટ, ૨૦૦ (૨૦૦૭ ના ક્રમાંક ૪૭) (ડી) ધ બોમ્બે હોમ ગાર્ડ એકટ, ૧૯૪૭ (૧૯૪૭ના ક્રમાંક ૩) (ઈ) ધ બોર્ડર સિકયોરેટી ફોર્સ એકટ, ૧૯ ૮ (૧૯૪૮ના ક્રમાંક ૪૭) (એફ) ધ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિઅલ સિકયોરીટી ફોર્સ એકટ, ૧૯ ૮ (૧૯૪૮ના ક્રમાંક પO) (જી) ધ સેન્ટ્રલ રીઝવ પોલીસ ફોર્સ એકટ, ૧૯૪૯ (૧૯૪૯ના ક્રમાંક ) (એચ) ધ કોસ્ટ ગાર્ડ એકટ, ૧૯૭૮ (૧૯૭૮ના ક્રમાંક ૩૦) (આઈ) ધ દિલ્હી સ્પેશીયલ પોલીસ ઇસ્ટેબ્લિશમેન્ટ એકટ, ૧૯૪s (૧૯૪ ના ક્રમાંક ૨૫) (જે) ધ ઈન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ ફોર્સ એકટ, ૧૯૯૨ (૧૯૯૨ના ક્રમાંક ૩૫) (કે) ધ નેવી એકટ, ૧૯પ૭ (૧૯૫૭ના ક્રમાંક દ્ર ર) (એલ) ધ નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી એકટ, ૨૦૦૮ (૨૦૦૮ના ક્રમાંક ૩૪) (એમ) ધ નેશનલ સિકયોરીટી ગાર્ડ એકટ, ૧૯૮s (૧૯૮૪ના ક્રમાંક ૪૭) (એન) ધ રેલ્વે પ્રોટેકશન ફોર્સ એકટ, ૧૯પ૭ (૧૯૫૭ના ક્રમાંક ૨૩) (ઓ) ધ સશસ્ત્ર સીમા બલ એકટ, ૨૦૦૭ (૨૦૦૭ના ક્રમાંક પ૩) (પી) ધ સ્પેશીયલ પ્રોટેકશન ગ્રૂપ એકટ, ૧૯૮૮ (૧૯૮૮ના ક્રમાંક ૩૪) (કયૂ) ધ ટેરેટોરીયલ આર્મી એકટ, ૧૯૪૮ (૧૯૪૮ના ક્રમાંક ૧૯૪૮) (આર) ધ સ્ટેટ પોલીસ ફાઁસીસ (કે જેમાં આર્મ કન્સટેબ્યુલરિ|સશસ્ત્ર પોલીસદળનો સમાવેશ થાય છે) કે જેની રચના
  • ભારતના રાજપત્રના અસાધારણ ભાગ-II, કલમ-૧, તારીખ : ૧ મી જૂલાઈ ૨૦૧૨ના રોજ પ્રકાશીત.
  • રાજયના કાયદાઓ અન્યે રાજયની દીવાની સત્તાઓ અને આંતરિક ગડબડ દરમ્યાન દળને સશકિતકરણ માટે ગોઠવવામાં આવ્યા હોય અથવા અન્યથા સશસ્ત્ર દળો કે જેને આર્મડ ફાઁસીસ (સ્પેશીયલ પાવર્સ) એકટ, ૧૯૫૮ (૧૯૫૮ના ક્રમાંક ૨૮) ની કલમ-ર ના ખંડ (એ) અન્યય વ્યાખ્યાબધ્ધ કરવામાં આવેલ હોય, તેનો સમાવેશ થાય

જાહેરનામુ

ભારતના રાજપત્રના અસાધારણ ભાગ ૨ કલમ ૧ તારીખ ૧૬મી જુલાઈ ૨૦૧૨ ના પ્રકશિત

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં નિયમ, ૨૦૧૨

વર્ષ : ૨૦૧૨નો ૩૨મો જી.એસ.આર. ૮૨૩(ઈ),- કેન્દ્ર સરકાર જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં અધિનિયમ, ૨૦૧૨ (૨૦૧૨ના ૩૨મો) ની કલમ-૪૫ની પેટા-કલમ (ર)ના કલોઝીઝ (એ) થી (ડી) ને પેટા-કલમ (૧) સાથે વાંચતા મળેલી સત્તાનો ઉપયોગ કરતા, નીચે લખેલા નિયમો ઘડયા છે, અનુક્રમે,-

ટૂંકું મથાળું અને પ્રથમ (Short title and commencement).-

  • આ નિયમો એ 'જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા નિયમો, ૨૦૧૨' તરીકે ઓળખાશે.
  • આ નિયમોનો અમલ સરકારી રાજપત્રમાં પ્રકાશીત કરવામાં આવે, તે તારીખથી થશે."

વ્યાખ્યા (Definitions)

  • આ નિયમોમાં વિસંગતિ સિવાયનું કાંઈપણ, -
  • 'અધિનિયમ” એટલે "જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતાં અધિનિયમ, ૨૦૧૨' (૨૦૧૨ના ૩૨મો);
  • જીલ્લા બાળ-રક્ષક એકમ (District Child Protection Unit) જુવેનાઈલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડન) એમેન્ટમેન્ટ એકટ, ૨૦૦૬ની કલમ- રએ અન્વયે પ્રસ્થાપિત કરેલ 'જિલ્લા બાળ-રક્ષક એકમ'';
  • "નિષ્ણાત' (expert) એટલે એવી વ્યકિત કે જેણે માનસિક સ્વાસ્થય, ઓષધીય, બાળ-વિકાસ અથવા તેના સંબંધીત કોઈપણ શાખાની તાલીમ પામેલ હોય, કે જે આવશ્યકતા અનુસાર એવા બાળકો સાથે વાર્તાલાપ કરી શકે કે જેઓ આધાત, અસક્ષમતા અથવા અન્ય કોઈપણ હુમલા કે ઈજાને લીધે લાચાર (Susceptibility to attack or injury)  ક્ષમતાને અસર પડી હોય:
  • 'વિશેષ કેળવણીકાર' (special educator) એટલે એવી વ્યકિત કે જે ખાસ આવશ્યકતાવાળા બાળકો સાથે, બાળકની વ્યકિતગત ભિન્નતા અને આવશ્યકતાને લીધે કે જેમાં શીખવાની અને વાતચીત કરવાની રીત, ભાવાત્મક અને વ્યવહારલક્ષી અવ્યવસ્થિતતા, શારીરિક અસક્ષમતા, અને વિકાસાત્મક અવ્યવસ્થિતતાના પડકારનો પણ સમાવેશ થાય છે, તેને જાણવા સંબંધી જાણકારી ધરાવતો વ્યકિત.
  • ''બાળક સાથે વાર્તાલાપ કરવાની રીતથી સુપરિચિત વ્યકિત" (person familiar with manner of communication of the child) એટલે માતા –પિતા અથવા બાળકના સભ્ય અથવા બાળક સાથે જે એક જ ઘરમાં સરખી ભાગીદારીથી રહેતો હોય અથવા એવી કોઈપણભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, નવી દિલ્હી, સરકારી રાજપત્રના અસાધારણ ભાગ-II, કલમ-૩, તારીખ : ૧૪મી નવેમ્બર ૨૦૧૨ના રોજ પ્રકાશીત.વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, કે જે સુપરિચિત સાથે બાળક અનન્ય રીતે વાર્તાલાપ કરી શકતો હોય, અને જેની હાજરી તેના માટે આવશ્યક હોય અથવા બાળક સાથેની વાતચીતમાં વધુ અસરકારક પરિણામ લાવી શકે તેવી હોય: અથવા
  • "મદદ આપનાર વ્યક્તિ" (support person) એટલે એવી વ્યકિત કે જેને નિયમ-૪ ના પેટા-નિયમ (૮)માં જણાવ્યાનુસાર, બાળ-કલ્યાણ સમિતિ દ્વારા નીમવામાં આવેલ હોય, કે જે તપાસ અને ઈન્સાફી કાર્યવાહીમાં બાળકને સહાયતા કરે, અથવા અન્ય કોઈપણ વ્યકિત કે જે આ અધિનિયમ અન્વયેના ગુના સંબંધી ઈન્સાફી કાર્યવાહી અગાઉ અથવા ઈન્સાફી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય, તે સમયે બાળકને સહાયતા કરશે.
  • એવા શબ્દ કે શબ્દ જૂથો કે જે આ નિયમોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, પણ વ્યાખ્યાન્વીત કરવામાં આવ્યું નથી. પરંતુ, આ અધિનિયમમાં વ્યાખ્યાન્કવીત કરવામાં આવ્યું છે, તેના અર્થ સમાન રહેશે.
  • અનુવાદકો, અર્થઘટનકારો અને "વિશેષ કેળવણીકારો" (Interpreters, translators and educators):
  • અધિનિયમના ઉદેશસર, દરેક જિલ્લામાં, જિલ્લા બાળ-રક્ષક એકમ અનુવાદક, અર્થઘટનકાર અને વિશેષ કેળવણીકારના નામ, સરનામા અને અન્ય બીજી સંપર્ક માટેની વિગતોની નોંધ નોંધણીપત્રકમાં દુરસ્થ રાખશે, અને આ નોંધણીપત્રક વિશેષ બાળ-પોલીસ એકમ (Special Juvenile Police Unit), સ્થાનિક પોલીસ, મેજિસ્ટ્રેટ અથવા વિશેષ અદાલત, કે જેને જયાં આવશ્યક લાગે તેવી રીતે તેઓને ઉપલબ્ધ થઈ શકશે.
  • અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (૪), કલમ-ર ની પેટા-કલમ (૩) અને (૪) અને કલમ-૩૮ના ઉદેશસર રોકવામાં આવતા અનુવાદકો, અર્થઘટનકારો, વિશેષ કેળવણીકારો અને નિષ્ણાતો, ની લાયકાતો અને અનુભવો, આ નિયમોમાં વર્ણવ્યા મુજબના રહેશે.
  • પેટા-નિયમ (૧) અન્યથે જિલ્લા બાળ-રક્ષક એકમ દ્વારા દુરસ્થ રાખવામાં આવેલ અનુવાદક, અર્થઘટનકાર અથવા વિશેષ કેળવણીકારની યાદી બહારના માટે, આ નિયમના પેટા-નિયમ (૪) અને (પ) માં નિર્દિષ્ટ કરવામાં આવેલ શરત/આવશ્યકતામાં અનુભવ અથવા ઔપચારિક શિક્ષણ અથવા તાલીમ અથવા અનુવાદક, અર્થઘટનકાર અથવા વિશેષ કેળવણીકાર દ્વારા ભાષાની અસખલિતતા (Fluency) અંગેની સુસંગતતા બાબતે આપવામાં આવેલ સાબિત બાબતે જો જિલ્લા બાળ-રક્ષક એકમ, વિશેષ અદાલત અથવા સંબંધીત અન્ય સત્તાધિકારી સંતુષ્ટ થાય તો સુસંગત પુરાવામાં રાહત કરી શકશે.
  • પેટા-નિયમ (૧) અન્ય રોકાયેલા અનુવાદક અને અર્થઘટનકાર બાળક દ્વારા બોલાતી ભાષાની સાથે-સાથે જે-તે રાજયની વ્યવહાર/કામકાજની ભાષામાં કાર્ય કરવા માટેની સુપરિચિતતા (Familiarity) હોવી ફરજિયાત છે, જે કાં તો તેને તેની માતૃભાષાના સદગુણરૂપે મળી હોય અથવા તેણે લીધેલ શાળાકીય પ્રાથમિક શિક્ષણનુ માધ્યમ તે ભાષા હોય, અથવા અનુવાદક અથવા અર્થઘટનકારે આવી ભાષાનું જ્ઞાન ધંધા-રોજગાર, વ્યવસાય, અથવા તે જયાં રહેતો હોય, તેની સ્થાનિક ભાષા તરીકે બોલાતી હોય, તેણે આવી ભાષાને પ્રાપ્ત કરી હોય.
  • પેટા-નિયમ (૧) અન્નય સાંકેતિક ભાષા (Sing language) ના અર્થઘટનકારો, વિશેષ કેળવણીકારો અને નિષ્ણાતોની નોંધણી કરતી વખતે સાંકેતિક ભાષામાં સુસંગત લાયકાતો અથવા વિશેષ શિક્ષણ હોવું ફરજિયાત રહેશે,

અથવા નિષ્ણાતના કિસ્સામાં, માન્ય યુનિવર્સિટીમાંથી અથવા રીહેબીલીટેશન કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પામેલ સુસંગત શાખાની લાયકાત ધરાવતો હોવો જોઈશે.

  • અનુવાદક, અર્થઘટનકાર, વિશેષ કેળવણીકાર અથવા નિષ્ણાત કે જેનું નામ પેટા-નિયમ (૧) અન્યય દુરસ્થ રાખવામાં આવતા નોંધણીપત્રકમાં નોંધાયેલ હોય અથવા અન્યથા સેવા માટેની ચુકવણી, રાજય સરકાર દ્વારા સંચાલીત જુવેનાઈલ જસ્ટીસ એકટ, ૨૦૦૦ની કલમ- ૧ અન્ય દુરસ્થ રાખવામાં આવતા ફંડમાંથી, અથવા જિલ્લા બાળ-રક્ષક એકમ દ્વારા નિકાલ માટે રચવામાં આવેલ અન્ય ફંડો દ્વારા, તેઓ માટે નિર્ધારીત કરેલ દરે ચુકવવામાં આવશે, અને સંભવત: રાજય સરકાર આના વતી નિર્દિષ્ટ કરે, તેવા માળખામાં માંગણીનો સ્વીકાર કરે, તે અનુસારની રહેશે.
  • અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (૧) અન્યે માહિતી સ્વીકાર્યા બાદના કોઈપણ તબકકે બાળક દ્વારા કોઈ, અનુવાદક, અર્થઘટનકાર, વિશેષ કેળવણીકાર અથવા નિષ્ણાતની જાતિ અંગે પસંદગી વ્યકત કરવામાં આવી હોય, તો તેને વિચારણામાં લેવામાં આવશે, અને જયાં આવશ્યક લાગે, ત્યાં બાળકને સંપર્કની સુવિધા માટે એક કરતાં વધારે વ્યકિતને રોકવાનો આદેશ કરી શકાશે.
  • અધિનિયમના ઉદેશસર અનુવાદક, અર્થઘટનકાર, વિશેષ કેળવણીકાર,નિષ્ણાત અથવા સુપરિચિત કે જેને બાળક સાથે સંપર્કની સુવિધા પૂરી પાડવા માટે રોકવામાં આવેલ હોય, તે ફરજિયાતપણે લાગવગ વગરની તથા નિષ્પક્ષપાતી અને અસલ અથવા ખરેખર થયેલ કોઈ હિત વિવાદને જાહેર કરે, તેવી વ્યકિત હોવી જોઈએ. ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ-૨૮૨ ની સાથે અનુરૂપ સંપૂર્ણ અને ચોક્કસ અનુવાદક અથવા અર્થઘટનકાર તરીકે કોઈપણ વધારા અથવા ઘટાડા વગર હાજર રહી શકે, તેવી વ્યકિત હોવી જોઈએ.
  • કલમ-૩૮ અન્વયેની કાર્યવાહીમાં, વિશેષ અદાલત તપાસ કરશે કે શું બાળક અદાલતની ભાષાને પૂરતાં પ્રમાણમાં બોલી શકે છે, અને અર્થઘટનકાર, વિશેષ કેળવણીકાર,નિષ્ણાત અથવા સુપરિચિત કે જેને બાળક સાથે સંપર્કની સુવિધા પૂરી પાડવા માટે રોકવામાં આવેલ હોય, કે જે બાળક સાથે સંપર્કની સુવિધા પૂરી પાડવા માટે રોકવામાં આવેલ હોય, તે કોઈપણ હિત-વિવાદમાં સંકળાયેલો ન હોય.
  • અધિનિયમની કોઈ જોગવાઈઓ અથવા તે અન્વયેના કોઈ નિયમ અન્વયે, કોઈ વ્યકિતની અર્થઘટનકાર, વિશેષ કેળવણીકાર અથવા નિષ્ણાત તરીકે નિયુકિત થઈ હોય, તેણે ફરજિયાતપણે ભારતીય પુરાવા અધિનિયમની કલમ-૧૨ ને કલમ-૧૨૭ સાથે વાંચતા નિર્દિષ્ટ કરવામાં આવેલ વિશ્વસનીયતાના નિયમોથી બંધાયેલ રહેશે.

કાળજી અને રક્ષણ (Care and Protection)

  • જયારે કોઈપણ વ્યકિત કે જેમાં બાળકનો પણ સમાવેશ થાય છે, તેના તરફથી અધિનિયમની કલમ-૧૯ ની પેટા-કલમ (૧) અન્વયેની કોઈ માહિતી વિશેષ બાળ-પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસને મળી હોય, તો વિશેષ બાળ-પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ આવી મળેલી માહિતીને આધારે વિના વિલંબે આવી વ્યકિત પાસેથી નીચેની વિગતો પ્રાપ્ત કરી, અહેવાલ તૈયાર કરશે, અનુક્રમે,-
  1. તેનું નામ અને હોદ્દો:
  2. તેનું સરનામુ અને ટેલીફોન નંબર:
  3. માહિતી એકત્રીત કરતા પોલીસ-અધિકારી ઉપર દેખરેખ રાખતાં અધિકારીનુ નામ, હોદ્દો અને સંપર્કની વિગતો.
  • જયારે વિશેષ બાળ-પોલીસ એકમ અથવા સ્થાનીક પોલીસ, કિસ્સાનુસાર જે કોઈ હોય, અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ(૧) અનુસારની જોગવાઈઓમાં સમાવિષ્ટ થતી હોય તેવી ફરીયાદ મળી હોય કે આના સંબંધી ગુના થઈ ગયા છે કે હતા અથવા કરવાનો પ્રયત્ન અથવા કરવાની ઈચ્છા ધરાવે છે, ત્યાં સંબંધીત અધિકૃત સત્તા, લાગુ પાડે
  • ફોજદારી કાર્યરીતિ સંહિતા, ૧૯૭૩ની કલમ-૧૫૪ની જોગવાઈઓ અનુસાર પ્રથમ માહિતી અહેવાલની નોંધ આગળ વધારશે તથા નોંધણીપત્રકમાં કરશે અને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૧૫૪ની પેટા-કલમ(ર) અનુસાર, આવા અહેવાલની એક નકલ વિના મૂલ્ય તે વ્યકિતને પૂરી પાડશે:
  • જયારે બાળકને અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (પ) અથવા આ નિયમો અન્વયે તાત્કાલિક તબીબી સારવારની જરૂરત હોય, ત્યાં આવા બાળક માટે આવી કાળજીની વ્યવસ્થા, નિયમ-પ અનુસાર પહોંચાડવી
  • આ અધિનિયમની કલમ-૨૭ અનુસારની તબીબી સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવો:
  • ફોરેન્સિક ટેસ્ટોના ઉદેશસર કોઈ નમૂના એકત્રીત કરવામાં આવ્યા હોય તો તેને જેટલું વહેલું બને તેટલી વહેલી તકે ફોરેન્સિક લેબોરેટીરીમાં મોકલવા અંગેની ખાતરી આપવી
  • બાળકને અને તેના માતા-પિતા અથવા વાલી અથવા અન્ય કોઈ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેને સમર્થનમાં ઉપલબ્ધ થતી સેવાઓ કે જેમાં સલાહ-મસલત સમાવિષ્ટ છે, તેની જાણ કરવી, અને સેવાઓ અને રાહત પૂરી પાડતી વ્યકિત સાથે સંપર્ક કરાવવામાં સહાયતા કરવી
  • બાળકને અને તેના માતા-પિતા અથવા વાલી અથવા અન્ય કોઈ વ્યકિત કે જેની અંદર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેને બાળકને કાનૂની સલાહ અને સલાહ-મસલત કરવાનો અધિકાર છે, અને આ અધિનિયમની કલમ-૪૦ અનુસાર ધારાશાસ્ત્રી દ્વારા પ્રતિનિધિત્વ કરાવવાનો અધિકાર છે.
  • જયારે વિશેષ બાળ-પોલીસ એકમ અથવા સ્થાનીક પોલીસ, આ અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (૧) અન્યયની ફરીયાદ મળ્યથી, અને વ્યાજબી દહેશત તરીકે, ગુનો કરનાર અથવા પ્રયત્ન કરનાર અથવા કરવાની ઈચ્છા ધરાવનાર, વ્યકિત દ્વારા આવા બાળકની સાથે સમાન ઘરમાં અથવા એક જ ઘરમાં ભાગીદારીથી રહેતો હોય, અથવા આવુ બાળક બાળ-સંભાળ ગૃહમાં અને માતા-પિતાના આધાર વગર રહેતુ હોય, અથવા બાળક ઘર-વિહોણું અને માતા-પિતાના આધાર વગરનુ હોવાનું નજરે પડે, ત્યાં સંબંધીત વિશેષ બાળ-પોલીસ એકમ અથવા સ્થાનિક પોલીસ આવો અહેવાલ મળ્યાના ચોવીસ કલાકની અંદર સંબંધીત બાળ-કલ્યાણ સમિતિ સમક્ષ (બાળકને) રજૂ કરશે, આ અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ (પ) અન્યથે શું બાળકને કાળજી અને રક્ષણની આવશ્યકતા છે, તે અંગેના કારણો અને બાળ-કલ્યાણ સમિતિ દ્વારા કરવામાં આવેલ મૂલ્યાંકનની વિગતોમાં કરવામાં આવેલ વિનંતી, આ બન્નેની સંયુકત રીતે લેખિતમાં નોંધ કરશે.
  • પેટા-નિયમ(૩) અન્વયે સ્વીકારવામાં આવેલ અહેવાલ ઉપરથી, સંબંધીત બાળ-કલ્યાણ સમિતિ ફરજિયાતપણે જુવેનાઈલ જસ્ટીસ એકટ, ૨૦૦૦ની કલમ-૩૧ ની પેટા-કલમ (૧) અન્યે આપવામાં આવેલી સત્તા અનુસાર કાર્યવાહીને આગળ ધપાવશે, ત્રણ દિવસની અંદર, કાં તો પોતાની રીતે અથવા તો સામાજિક કાર્યકર્તાની સહાયતાથી, એ બાબતનું નિર્ધારણ કરશે કે, શું બાળકને તેના પરિવાર અથવા એક જ ઘરમાં સમાન ભાગીદારીથી રહેનારના જાપ્તામાંથી લઈ લેવો અને બાળકને બાળ-ગૃહ અથવા આશ્રય-ગૃહમાં મોકલવો આવશ્યક છે.
  • પેટા-નિયમ(૪) અન્યયનું નિર્ધારણ કરતી વખતે, બાળ-કલ્યાણ સમિતિ બાબત-વિષયક બાળક દ્વારા આપવામાં આવેલ કોઈ પસંદગી અથવા વ્યકત કરવામાં આવેલ અભિપ્રાયને ફરજિયાતપણે બાળકના સર્વોત્તમ હિત ખાતર સંયુકત રીતે લક્ષમાં લેશે, આના સંદર્ભે નીચેનાને વિચારણામાં લેશે, અનુક્રમે,- માતા-પિતાઓની, અથવા માતા-પિતામાંથી કોઈપણ, અથવા અન્ય એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળકને વિશ્વાસ અને ભરોસો હોય, તેઓની તાત્કાલિક બાળકની કાળજી અને રક્ષણ કરવાની ક્ષમતા, કે જેની અંદર તબીબી જરૂરિયાતો અને સલાહ-મસલતનો સમાવેશ થાય છે:
  • બાળકને તેના માતા-પિતા, પરિવાર અને સંયુકત પરિવારમાં રહેવાની આવશ્યકતા અને તેમના સાથે સંબંધ સ્થાપિત રાખવો:
  • બાળકની ઉમર અને પરિપકવતાનું સ્તર, જાતિ અને સામાજિક તથા આર્થિક પૃષ્ટભૂમિ: (iv) બાળકની અસક્ષમતા, જો કોઈ હોય તો: (v) લાંબા સમયથી બાળક ભોગવી રહયો હોય તેવી કોઈ બીમારી: (vi) બાળક અને બાળકના પરિવારના કોઈ સભ્યની ઘરેલું હિંસામાં સંલગ્નતાની પૃષ્ઠભૂમિ: (vii) કોઈપણ અન્ય સુસંગત પરિબળોનું વહન કરવું કે જે બાળકના સર્વોત્તમ હિત માટે હોય:
  • જોગવાઈ એવી છે કે, આવી બાબતોનું નિર્ધારણ કરતા પહેલા, તપાસ એવી રીતે હાથ ધરવાની રહેશે કે જેના લીધે બાળકને બિન-જરૂરી રીતે ઈજા અથવા અગવડતા ન થાય.બાળક અને તેના માતા-પિતા અથવા તેના વાલી અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય અને જેની સાથે બાળક રહેતો હોય, કે જે આવા નિર્ધારણને અસર પાડી શકે તેમ હોય, તેને આવા નિર્ધારણમાં વિચારણામાં લેવા અંગેની જાણ કરવી.
  • બાળ-કલ્યાણ સમિતિ, અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ () અન્યથે મેળવવામાં આવેલ અહેવાલ અથવા પેટા-નિયમ(પ) અન્યથે હાથ ધરવામાં આવેલ મૂલ્યાંકનને આધારે, અને બાળક અને તેના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેની સંમતિ સાથે, તપાસ અને ઈન્સાફી કાર્યવાહીની પ્રક્રિયા દરમ્યાન બાળકની મદદમાં હોય તેવી વ્યકિતને સહાયતા માટે હાજર રાખવો. આવી મદદ આપતી વ્યકિત કદાચ વ્યકિત અથવા સંસ્થા હોઈ શકે કે જે બાળકોના અધિકાર અથવા બાળકોના રક્ષણ માટે કાર્યરત હોય, અથવા બાળ-ગૃહ અથવા આશ્રય-ગૃહ કે જેના જાપ્તામાં બાળક હોય, ત્યાંના અધિકારી તરીકેના હોદ્દાની રૂ એ, અથવા જિલ્લા બાળ-પોલીસ એકમ દ્વારા નિયુકત કરવામાં આવેલ વ્યકિત:
  • જોગવાઈ એવી છે કે, આ નિયમોમાંનુ કાંઈપણ બાળક અને તેના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેવી કોઈપણ વ્યકિત અથવા સંસ્થા પાસેથી અધિનિયમ અન્યની કાર્યવાહી દરમ્યાન સહાયતા મેળવવા થી રોકી શકશે નહી.
  • અનુસાર કાર્યવાહીને આગળ ધપાવશે, ત્રણ દિવસની અંદર, કાં તો પોતાની રીતે અથવા તો સામાજિક કાર્યકર્તાની સહાયતાથી, એ બાબતનું નિર્ધારણ કરશે કે, શું બાળકને તેના પરિવાર અથવા એક જ ઘરમાં સમાન ભાગીદારીથી રહેનારના જાપ્તામાંથી લઈ લેવો અને બાળકને બાળ-ગૃહ અથવા આશ્રય-ગૃહમાં મોકલવો આવશ્યક છે.
  • પેટા-નિયમ(૪) અન્યયનું નિર્ધારણ કરતી વખતે, બાળ-કલ્યાણ સમિતિ બાબત-વિષયક બાળક દ્વારા આપવામાં આવેલ કોઈ પસંદગી અથવા વ્યકત કરવામાં આવેલ અભિપ્રાયને ફરજિયાતપણે બાળકના સર્વોત્તમ હિત ખાતર સંયુકત રીતે લક્ષમાં લેશે, આના સંદર્ભે નીચેનાને વિચારણામાં લેશે, અનુક્રમે,-
  • માતા-પિતાઓની, અથવા માતા-પિતામાંથી કોઈપણ, અથવા અન્ય એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપરબાળકને વિશ્વાસ અને ભરોસો હોય, તેઓની તાત્કાલિક બાળકની કાળજી અને રક્ષણ કરવાની ક્ષમતા, કે જેની અંદર તબીબી જરૂરિયાતો અને સલાહ-મસલતનો સમાવેશ થાય છે:
  • બાળકને તેના માતા-પિતા, પરિવાર અને સંયુકત પરિવારમાં રહેવાની આવશ્યકતા અને તેમના સાથે સંબંધ સ્થાપિત રાખવો:
  • બાળકની ઉમર અને પરિપકવતાનું સ્તર, જાતિ અને સામાજિક તથા આર્થિક પૃષ્ટભૂમિ: (iv) બાળકની અસક્ષમતા, જો કોઈ હોય તો: (v) લાંબા સમયથી બાળક ભોગવી રહયો હોય તેવી કોઈ બીમારી: (vi) બાળક અને બાળકના પરિવારના કોઈ સભ્યની ઘરેલું હિંસામાં સંલગ્નતાની પૃષ્ઠભૂમિ: (vii) કોઈપણ અન્ય સુસંગત પરિબળોનું વહન કરવું કે જે બાળકના સર્વોત્તમ હિત માટે હોય:
  • જોગવાઈ એવી છે કે, આવી બાબતોનું નિર્ધારણ કરતા પહેલા, તપાસ એવી રીતે હાથ ધરવાની રહેશે કે જેના લીધે બાળકને બિન-જરૂરી રીતે ઈજા અથવા અગવડતા ન થાય.
  • બાળક અને તેના માતા-પિતા અથવા તેના વાલી અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય અને જેની સાથે બાળક રહેતો હોય, કે જે આવા નિર્ધારણને અસર પાડી શકે તેમ હોય, તેને આવા નિર્ધારણમાં વિચારણામાં લેવા અંગેની જાણ કરવી.
  • બાળ-કલ્યાણ સમિતિ, અધિનિયમની કલમ-૧૯ની પેટા-કલમ () અન્યથે મેળવવામાં આવેલ અહેવાલ અથવા પેટા-નિયમ(પ) અન્યથે હાથ ધરવામાં આવેલ મૂલ્યાંકનને આધારે, અને બાળક અને તેના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેની સંમતિ સાથે, તપાસ અને ઈન્સાફી કાર્યવાહીની પ્રક્રિયા દરમ્યાન બાળકની મદદમાં હોય તેવી વ્યકિતને સહાયતા માટે હાજર રાખવો. આવી મદદ આપતી વ્યકિત કદાચ વ્યકિત અથવા સંસ્થા હોઈ શકે કે જે બાળકોના અધિકાર અથવા બાળકોના રક્ષણ માટે કાર્યરત હોય, અથવા બાળ-ગૃહ અથવા આશ્રય-ગૃહ કે જેના જાપ્તામાં બાળક હોય, ત્યાંના અધિકારી તરીકેના હોદ્દાની રૂ એ, અથવા જિલ્લા બાળ-પોલીસ એકમ દ્વારા નિયુકત કરવામાં આવેલ વ્યકિત:
  • જોગવાઈ એવી છે કે, આ નિયમોમાંનુ કાંઈપણ બાળક અને તેના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેવી કોઈપણ વ્યકિત અથવા સંસ્થા પાસેથી અધિનિયમ અન્યની કાર્યવાહી દરમ્યાન સહાયતા મેળવવા થી રોકી શકશે નહી.

ગુનેગારને કરવામાં આવેલ શિક્ષા.

  • જયારે વિશેષ બાળ-પોલીસ એકમ અથવા, સ્થાનીક પોલીસને અધિનિયમની કલમ-૧૯ અન્વયે બાળકની સામે ગુનો થયો હોવાની માહિતી મળે, તેઓ સ્વયં સંતુષ્ટ થાય કે જે બાળક તેને તાત્કાલિક તબીબી કાળજી અને રક્ષણની આવશ્યકતા છે, ત્યાં તેઓ (પોલીસ) શકય હોય તેટલી વહેલામાં વહેલી તકે, પરંતુ આવી માહિતી મળ્યાના ચોવીસ કલાક કરતા વધારે નહી, આવા બાળકને નજીકમાંના નજીકના હોસ્પીટલ અથવા જયાં તાત્કાલિક તબીબી કાળજીની સેવા ઉપલબ્ધ હોય ત્યાં લઈ જવાની વ્યવસ્થા કરશે:જોગવાઈ એવી છે કે, આ અધિનિયમની કલમ-૩, ૫, ૭, અને કલમ-૯ અન્યય બનેલા ગુનાના પીડિતને તાત્કાલિક સારવાર માટે લઈ જવો પડશે.
  • તાત્કાલિક તબીબી કાળજી એવી રીતે આપવાની રહેશે કે જેમાં બાળકની ગુપ્તતાઓળખ છતી ન થાય, અને માતા-પિતા અથવા વાલી અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેની હાજરી હોય.
  • તબીબી વ્યવસાયિક, હોસ્પીટલ અથવા અન્ય તાત્કાલિક તબીબી સુવિદ્યા ધરાવતાં કોઈપણ કેન્દ્રો બાળકને સારવાર આપતી વખતે કોઈપણ કાનૂની અથવા મેજિસ્ટ્રેટનું અથવા અન્ય દસ્તાવેજ કે જે આવી કાળજી આપતા પહેલા આવશ્યક રીતે પ્રસ્તુત કરવા જરૂરી હોય, તેની માંગણી કરશે.
  • બાળકને તાત્કાલિક સારવાર માટે હાજર રહેલા નોંધાયેલ વ્યવસાયિક તબીબે બાળકની જરૂરીયાતોને ધ્યાનમાં લેવાની રહેશે, કે જેમાં,- (i) કપાવવાની, ઉઝરડા, અને અન્ય ઈજાઓ કે જેમાં જનેનન્ટ્રીયો સંબંધીત ઈજાઓ પણ સમાવિષ્ટ થાય છે, જો કોઈ હોય તો, તેની સારવાર; (ii) જાતીય રોગ કે જેમાં, જાતીય ચેપ રોગના લક્ષણો પહેલેથી સમાવિષ્ટ છે, તેનો ઉપચાર કરશે:
  • ચેપી માનવીય જંતુ(Human Immunodeficiency Virus) સાથે આવશ્યક સલાહ-મસલત બાદ એચઆઈવી, કે જેમાં એચઆઈવીના લક્ષણો પહેલાથી સમાવિષ્ટ છે, તેનો ઉપચાર કરશે:
  • સંભવતઃ ગર્ભાધાન/ગર્ભવતી અને તાત્કાલિક ગર્ભ-નિરોધક (દવા કે સાધન) અંગે પ્રજનનક્ષમ અવસ્થા પ્રાપ્ત કરનાર બાળક અને માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેની સાથે સંભવીત ગર્ભધાન અને અપતાં ગર્ભ નિરોધના વિષયમાં વાતચીત કરવી: અને
  • જયાં પણ આવશ્યક હોય, ત્યાં માનસિક અથવા શારીરિક સ્વાસ્થય બાબતે તજજ્ઞ અથવા અન્યની સાથે ફરજિયાતપણે સલાહ-મસલત કરવી જોઈએ.
  • તાત્કાલિક તબીબી કાળજી દરમ્યાન એકત્ર કરેલા કોઈપણ ફોરેન્સિક પુરાવાનું એકત્રીકરણ અધિનિયમની કલમ-૨૭ અનુસાર થવુ જોઈએ.

અધિકરણના અમલીકરણ ઉપર દેખરેખ (Monitoring of implementation of the Act).

  • બાળ અધિકારોની સુરક્ષા અંગેનું રાષ્ટ્રીય પંચ અથવા બાળ અધિકારોની સુરક્ષા અંગેનુ રાજય પંચ, કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, ધ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ એકટ, ૨૦૦૫ અન્ય નિયત કરવામાં આવેલા સિવાય આ અધિનિયમ અન્યય કરવામાં આવેલી જોગવાઈઓના અમલીકરણ માટે નીચે મુજબના વધારાના કાર્યો બજાવશે, અનુક્રમે,-
  • રાજય સરકાર દ્વારા નીમવામાં આવેલ વિશેષ અદાલતો ઉપર દેખરેખ:
  • રાજય સરકાર દ્વારા નીમવામાં આવેલ સરકારી વકીલો ઉપર દેખરેખ:
  • રાજય સરકાર દ્વારા, વ્યવસાયિક અને નિષ્ણાત અથવા સમાજશાસ્ત્ર, સમાજસેવા, શારીરિક સ્વાસ્થય, માનસિક સ્વાસ્થય અને બાળકના વિકાસ સાથે જોડાયેલ બિન-સરકારી સંસ્થાના ઉપયોગ માટે અને ઇન્સાફી કાર્યવાહી અગાઉ અને ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ તબકકે બાળકને સહાયતા અંગે આ અધિનિયમની કલમ-૩૯માં નિર્દિષ્ટ કરવામાં આવેલ માર્ગદશીકા ઉપર વ્યવસ્થિતરીતની દેખરેખ:
  • અધિનિયમના અસરકારક અમલ થાય, તે માટે પોલીસ-કમીઓ અને અન્ય સંબંધીત વ્યકિતઓ, કે જેની અંદર કેન્દ્ર અને રાજય સરકારોના અધિકારીઓ સમાવિષ્ટ થાય છે, તેઓ માટે તાલીમના નમૂના અને રૂપરેખા ઉપર દેખરેખ:
  • કેન્દ્ર સરકાર અને રાજય સરકાર એ અધિનિયમની જોગવાઈઓ સંબંધીત ને વ્યાપક લોક-જાગૃતિ અનેમાહિતી આપવા માટે પ્રચાર-પ્રસારના માધ્યમ કે જેની અંદર ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મિડિયા દ્વારા નિયમિત રીતે આવતાં મધ્યાંતર દરમ્યાન સામાન્ય લોકો, બાળકોની સાથે-સાથે તેમના માતા-પિતા અને વાલીઓને આ અધિનિયમની જોગવાઈઓથી અવગત કરવામાં આવતા કાર્યક્રમને સમર્થન અને દેખરેખનું કામ કરશે.
  • બાળ અધિકારોની સુરક્ષા અંગેનું રાષ્ટ્રીય પંચ અથવા બાળ અધિકારોની સુરક્ષા અંગેનુ રાજય પંચ, કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, બાળ-કલ્યાણ સમિતિની તેની હકૂમતક્ષેત્રમાં આવતો કોઈ ચોક્કસ બાળ-જાતીય દુરપયોગ સંબંધી કેસ અંગેનો અહેવાલ માંગી શકશે.
    • બાળ અધિકારોની સુરક્ષા અંગેનું રાષ્ટ્રીય પંચ અથવા બાળ અધિકારોની સુરક્ષા અંગેનુ રાજય પંચ, કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, જાતીય દુરપયોગના નોંધાયેલા કેસો અને આ અધિનિયમ અન્ય તેના નિકાલ માટે પ્રસ્થાપિત કરવામાં આવેલી પ્રક્રિયા સંદર્ભે સ્વયં રીતે અથવા સંબંધીત સુસંગત સંસ્થાઓ પાસેથી માહિતી અને ડાટા માંગી શકશે, જેમાં નીચે મુજબની માહિતી સમાવિષ્ટ થાય છે, અનુક્રમે,-
    • અધિનિયમ અન્વયે નોંધાયેલ ગુનાઓની સંખ્યા અને તેની વિગતો:
    • અધિનિયમ અને નિયમોમાં નિર્દિષ્ટ કર્યાનુસારની પ્રક્રિયાનું અનુસરણ થાય છે કે નહી, કે જેની અંદર સમયની બંધનકારકતા સમાવિષ્ટ થાય છે:
    • અધિનિયમ અન્યે ગુનાના પીડિતને આપવામાં આવેલી કાળજી અને રક્ષણ અંગેની વિગતો, કે જેની અંદર તાત્કાલિક તબીબી કાળજી અને તબીબી તપાસ સમાવિષ્ટ થાય છે; અને વિશેષ કિસ્સાઓમાં બાળ-કલ્યાણ સમિતિ દ્વારા બાળકને આપવામાં આવેલ કાળજી અને રક્ષણની જરૂરિયાતોના સંબંધે વિગતોનુ મૂલ્યાંકન કરવું.

બાળ અધિકારોની સુરક્ષા અંગેનું રાષ્ટ્રીય પંચ અથવા બાળ અધિકારોની સુરક્ષા અંગેનુ રાજય પંચ, કિસ્સાનુસાર જે કાંઈપણ હોય, અધિનિયમના અમલીકરણના વ્યાપ માટે એકત્રીત કરેલી માહિતીનો ઉપયોગ અધિનિયમની જોગવાઈઓના અમલીકરણ માટે કરી શકશે. અધિનિયમના દેખરેખનો વાર્ષિક અહેવાલ રાષ્ટ્રીય પંચ અને રાજય પંચ તેના વાર્ષિક અહેવાલમાં અલગ પ્રકરણ સામિલ કરવાનુ રહેશે.

વળતર (Compensation) :

  • વિશેષ અદાલત, યથાયોગ્ય કિસ્સાનુસાર, સ્વયં દ્વારા અથવા દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા અથવા બાળકના વતી, પ્રથમ બાતમી અહેવાલ નોંધાયા બાદના કોઈપણ તબકકે બાળકને રાહત અથવા તેના પુન:વસન માટે તાત્કાલિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વચગાળાનો આદેશ આપશે. આવું વચગાળાનુ વળતર બાળકને ચૂકવવામાં આવનાર અંતિમ વળતરમાં ગોઠવવામાં આવશે, જો કોઈ હોય.
  • વિશેષ અદાલત, સ્વયં દ્વારા અથવા દાખલ કરવામાં આવેલી અરજી દ્વારા અથવા પીડિત વતી, જયારે આરોપી દોષિત સાબિત થયો હોય, અથવા જયારે કેસનો નિકાલ છૂટકારો અથવા બરીનો આવ્યો હોય, અથવા પકડાતો કે ઓળખાતો ન હોય, અને વિશેષ અદાલતના અભિપ્રાય અનુસાર આવા ગુનાનુ પરિણામ ઈજા અથવા હાનિ હોય, ત્યાં વળતરના આદેશની ભલામણ કરશે.
  • જયારે વિશેષ અદાલત, અધિનિયમની કલમ-૩૩ની પેટા-કલમ(૮) ને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૩૫૭-એ ને સાથે વાંચતા, પીડિતને વળતર આપવાનો નિર્દેશ આપતી વખતે પીડિતને થયેલ હાનિ અથવા ઈજા સંબંધીત તમામ સુસંગત પરિબળોને ધ્યાનમાં લેશે, કે જેમાં નીચેની બાબતો સમાવિષ્ટ થાય છે,-
  • દુરપયોગનો પ્રકાર, ગુનાની ગંભીરતા અને બાળક દ્વારા વેઠવામાં આવેલ માનસિક તથા શારીરિક હાનિ અથવા ઈજાની કઠોરતા:
  • તેની (બાળકની) શારીરિક અને/અથવા માનસિક સ્વાસ્થય પાછળ થયેલો અથવા થવાનો હોય તેવી તબીબી સારવારનો ખર્ચ:
  • ગુનાનુ પરિણામ એ બાળકની શૈક્ષણિક તકોને ગુમાવવી હોય, કે જેની અંદર માનસિક આધાત, શારીરિક ઈજા, તબીબી સારવાર, તપાસ અને ગુનાની ઈન્સાફી કાર્યવાહી, અથવા કોઈપણ અન્ય કારણોસર, શાળામાંથી ગેરહાજરી સમાવિષ્ટ થાય છે:
  • ગુનાના પરિણામને લીધે રોજગારી ગુમાવવી હોય, કે જેની અંદર માનસિક આધાત, શારીરિક ઈજા, તબીબી સારવાર, તપાસ અને ગુનાની ઈન્સાફી કાર્યવાહી, અથવા કોઈપણ અન્ય કારણોસર, રોજગારીના સ્થળ ઉપરથી ગેરહાજરી સમાવિષ્ટ થાય છે: (v) ગુનેગાર સાથે બાળકનો સંબંધ, જો કોઈ હોય તો:
  • શું દુરપયોગ એકલી ઘટના હતી અથવા એવો દુરપયોગ અલગ-અલગ સમયે વારંવાર થયો હતો:
  • ગુનાના પરિણામ સ્વરૂપ બાળક (છોકરી) ગર્ભવતી બની છે:
  • શું બાળક અપરાધના સ્વરૂપે કોઈ જાતીય ચેપથી કોઈ સંક્રમણનો ભોગ બન્યો છે:
  • ગુનાના પરિણામ સ્વરૂપ બાળક ચેપી માનવીય રોગના જંતુ (Human Immunodeficiency Virus) નો ભોગ બન્યો હોય
  • ગુનાના પરિણામ સ્વરૂપ બાળકને કોઈ અસક્ષમતા આવી હોય:
  • જે બાળક વિરુધ્ધ ગુનો કરવામાં આવ્યો છે, તેની નાણાકીય પરિસ્થિતિના આધારે પુન:વસનની આવશ્યકતનાનુ નિર્ધારણ:
  • વિશેષ અદાલતને અન્ય બીજા કોઈપણ પરિબળો સુસંગત લાગે, તેને વિચારણામાં લઈ શકશે.
  • વિશેષ અદાલત દ્વારા આપવામાં આવેલ વળતરના આદેશની ચૂકવણી રાજય સરકાર દ્વારા રચીત પીડિત વળતર ફંડ અથવા અન્ય યોજના અથવા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૩૫૭એ અન્વયે પીડિતને ક્ષતિપૂર્તિ અને પુન:વસનના ઉદેશસર પ્રસ્થાપિત કરવામાં આવેલ ફંડ અથવા તત્સમયે અમલી અન્ય કાયદાઓ, અથવા જયાં આવી યોજનાઓ અસ્તિત્વ ધરાવતી ન હોય ત્યાં રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
  • વિશેષ અદાલતનો વળતરનો આદેશ આવ્યાના ત્રીસ દિવસની અંદર રાજય સરકારે તેને ચૂકવવાનો રહેશે.
  • આ નિયમોમાંનુ કાંઈપણ, બાળક અને તેના માતા-પિતા અથવા એવી કોઈપણ વ્યકિત કે જેની ઉપર બાળક વિશ્વાસ અને ભરોસો મૂકતો હોય, તેને અન્ય કોઈ નિયમો અથવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારની યોજના અન્વયે રાહત મેળવવાની અરજી દાખલ કરવા સામે પ્રતિબંધ મૂકી શકાશે નહી.
  • ભારત રાજપત્રના અસાધારણ ભાગ-II ના ખંડ દ્વારા પ્રકાશીત. વિધી અને ન્યાય મંત્રાલય વૈદ્યાનિક વિભાગ સંસદનો અધિનિયમ તારીખ : ૧૯મી જૂન ૨૦૧૨ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળ્યા બાદ સામાન્ય જનતાની જાણ સારુ ભારતીય રાજપત્રિતમાં પ્રકાશીત કરવામાં આવે છે
પ્રસ્તાવના
શિક્ષક અને વિદ્યાથી વચ્ચે જ્ઞાન તેમ જ ભાવનાઓના જે આદાનપ્રદાનની પ્રક્રિયા તે જ શિક્ષણ છે, પરંતુ આજના વિદ્યાર્થીઓને ગમેતેટલું સમજાવો તોપણ તેમને સમજ પડતી નથી. વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ ગમે તેટલું સમજાવે તોય સમજ પડતી નથી. ક્યારેક વળી સમજ પડે તો થોડી વાર ટકે છે ને પછી બીજો વિષય શરૂ થાય એટલે મગજમાંથી નીકળી જાય છે. વિદ્યાર્થીઓની બીજી સમસ્યા એ છે કે ગમે તેટલું વાંચીએ છીએ તોપણ યાદ રહેતું નથી; ભણવામાં મન લાગતું નથી, રસ પડતો નથી.
આ યાદ ન રહેવું, સમજ ન પડવી, કંટાળો આવવો વગેરે વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક સમસ્યાઓ છે. આ સમસ્યાનું નિવારણ એટલે રસ અને ધ્યાન. વર્ગખંડમાં રસ અને ધ્યાનનું સ્થાન કેવું અને કેટલું મહત્ત્વનું છે એની પ્રતીતિ દરરોજ શિક્ષકને થતી હોય છે. બાળકને રસ ન હોય તેવો વિષય ભણાવવાની ચેષ્ટા, એ સામા પ્રવાહમાં નાવ હંકારવા જેવી વાત છે; પરંતુ જેમાં બાળકોને રસ છે એ વિષય ભણાવતી વખતે શિક્ષકને એક જુદી જ અનુભૂતિ થાય છે, એમાં બાળકોના પક્ષે જે તરવરાટ હોય છે તે શિક્ષકના કાર્યને સરળ બનાવી દે છે અને શિક્ષણની પ્રક્રિયા અર્થપૂર્ણ તથા સંગીન બને છે. રસ પડે તો બાળકો સાહજિક રીતે ધ્યાનમગ્ન બની જાય છે; રસ એ ધ્યાનનું આંતરિક બળ છે. ‘રસ એ ધ્યાનની જનની છે.” ધ્યાનની ઇમારત રસ વગર ચણી શકાતી નથી. રસના પાયા ઉપર જ ધ્યાન અને જ્ઞાનની ઇમારત ટકી રહે છે. આમ, રસ વગર ધ્યાન સ્થિર ન થાય તો શિક્ષણની પ્રક્રિયા નિષ્ફળ બની શકે છે. આપણે સૌ પ્રથમ “રસ” શબ્દને સમજીએ.
સંકલ્પના :
રસનો અંગ્રેજી પર્યાય Interest પણ એક મજાનો શબ્દ છે. આ શબ્દ મૂળ લેટિન છે, જેનો અર્થ થાય છે “is between” બે અલગ અલગ બાબતો વચ્ચે સંબંધ બાંધી આપવાનું કામ તે રસ. રસ એટલે ગમા કે અણગમાનો ભાવ, રસ પડવો કે રસ હોવો એટલે ગમવું અને રસ ન હોવો કે રસ ન પડવો તે અણગમાનો ભાવ છે. આમ રસ એ શીખવા-શીખવવાની પ્રક્રિયાઓનું સંચાલન કરનારી કેન્દ્રિય શક્તિ છે.
શિક્ષકની ભૂમિકા :
શિક્ષકનું મુખ્ય કાર્ય છે કે બાળકોની રસવુત્તિઓને પોષણ આપવાનું અને પર્યાવરણ નિર્માણ કરવાનું જ છે. આ માટે શિક્ષકે જ સૌપ્રથમ રસિક બનવું પડે. રસનો સીધો સંબંધ આનંદ સાથે છે, તેથી જે પ્રવૃત્તિથી બાળકોને આનંદ પ્રાપ્ત થાય તેના તરફ તે વધુ રસ લે છે. વર્ગખંડમાં જરૂરી કૌશલ્યો, વલણો અને સમજ પ્રત્યે યોગ્ય વ્યવહાર સર્જાય તો રસ આપોઆપ ઉદ્દભવે છે, તેનાથી કંટાળો આવતો નથી અને પ્રવૃત્તિ અને શિક્ષણમાં આનંદની પ્રાપ્તિ થાય છે. શિક્ષક ખુદ પોતાના વિષયમાં કે જવાબદારી અદા કરવામાં સંપૂર્ણ ઉત્સાહી અને રસિક બને એટલે આપોઆપ બાળકોમાં ઉત્સાહ જાગે છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે શિક્ષણની પ્રક્રિયામાં રસનો મુખ્ય આધાર શિક્ષક ઉપર રહે છે.
બાળકોને ગમત સાથે જ્ઞાનની વાતો કરવામાં આવે, જ્ઞાનેન્દ્રિયો ઉત્તેજિત થાય તેવી રસભરી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને સામેલ કરવામાં આવે તો શિક્ષણ રસમય બની શકે છે. બાળકોને નવું નવું જોવું, ભણવું. શીખવું અને નવી નવી પ્રવૃત્તિઓ કરવી ગમે છે. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હોય છે, માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જો કુતૂહલ જાગ્રત થાય તો રસનું સાતત્ય જળવાઈ રહે છે. આ પ્રકારની તમન્ના કે ધૂન પેદા થવી એ જ રસ છે. વર્ગખંડમાં ક્યારેક વિદ્વાન શિક્ષક પણ નિષ્ફળ જાય છે, એવું ઘણી વાર જોવા મળે છે. એની પ્રવચનગંગા પવિત્ર હોવા છતાંય વિદ્યાર્થીઓને ભીંજવી શકતી નથી. આવા શિક્ષક બાળકોમાં થોડો પણ રસ ઉત્પન્ન કરી શકે તો બાજી પલટાઈ જાય ! ગણિતના શિક્ષકનું પહેલું કર્તવ્ય છે કે ગણિત અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ બાંધી આપવાનો છે. વિદ્યાર્થીઓને રસ પડે તો જ આવો સંબંધ બાંધી શકાય, નહિ તો શરીરથી નખ વેગળા રહે છે તેમ ગણિત અને વિદ્યાર્થીઓ નજીક હોવા છતાંય વેગળા જ રહે છે. રસ ઉત્પન્ન કર્યા વગર ભણાવવું એ ઠંડા લોખંડ પર હથોડા ઝીંકવા જેવું કઠિન કાર્ય છે. ગણિત કે ગુજરાતીમાં ખૂબ કાચો વિદ્યાર્થી સારો સંગીતકાર કે ચિત્રકાર કે સારો ક્રિકેટર પણ બની શકે છે. દરેક વ્યક્તિની વય પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાય છે. રસનો આધાર વ્યક્તિની શારીરિક ક્ષમતા અને કાર્યકુશળતા પર રહે છે. બાળકોનો રસ જાણવા એને શું કરવાનું ગમે એટલું પૂછો તોપણ બસ. એ જે કામોનાં નામ જણાવે તે એના રસનાં ક્ષેત્રો કહી શકાય. બાળકોના રસનાં ક્ષેત્રો જાણવા માટે ફુરસદના સમયમાં એ શું કરે છે તેનું નિરીક્ષણ કરીએ તોપણ આપણને ખ્યાલ આવી જશે. ચારથી છ વર્ષનાં બાળકોને બાળગીત, બાળવાર્તા અને રમકડાં ખૂબ ગમે છે. દસ વર્ષનું બાળક થતાં રમત તરફ વળે છે. રસ અને ધ્યાનમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. ચૌદ વર્ષના થતાં જ મિત્રવર્તુળમાં વધુ રચ્યાપચ્યા રહે છે. આમ ઉંમર અને આર્થિકસામાજિક સ્થિતિ પ્રમાણે અભિરુચિ બદલાતી રહે છે. નાનાં બાળકો એક કાર્યમાં લાંબા સમય સુધી રહી શકે નહિ. કારણ કે તેમની રસવુત્તિ અસ્થિર અને પરિવર્તનશીલ હોય છે. કેટલાંક બાળકોને કલાકો સુધી ગણિતના દાખલા ગણતાં આપણે જોયાં છે, અને કેટલાંકને ગણિતનું નામ સાંભળતાં જ ઝોકાં આવી જાય છે. પરંતુ ઝોકે ચડનાર વિદ્યાર્થી રંગ અને પીંછી લઈને કલાકો સુધી ચિત્ર દોરતા હોય છે. પહેલાને ગણિતમાં રસ છે, બીજા વિદ્યાર્થીને ચિત્રકામમાં રસ હોઈ શકે. આ હકીકતનો સ્વીકાર કરીએ તો એ પછીની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકે પોતાના વિષયની રજૂઆત સરળ અને સ્પષ્ટ કરવી જરૂરી છે. જેથી બાળકોને વિષય શીખવામાં અભિરુચિ જાગે. બાળક ઘણી વાર શરૂઆતથી જ રસ ગુમાવી બેસે છે અને પછીનાં વર્ષોમાં પણ તે કંઈ શીખી શકતો નથી. બાળકોને જે વિષયમાં રસ હોય તે વિષયમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિદ્યાર્થીને શામાં રસ છે તે જાણવું એ શૈક્ષણિક અને વ્યવસાયિક દૃષ્ટિએ જરૂરી છે. ફુરસદના સમયમાં કે રિસેસના સમયમાં બાળક કઈ પ્રવૃત્તિઓ કરે છે એની નોંધ લઈ શકાય. કોઈ બાગમાં છોડને પાણી પિવડાવે છે, કોઈ ક્રિકેટ રમે છે, કોઈક વર્ગમાં બેસીને વાંચે છે, કોઈ ગણિતના દાખલા ગણે છે તો કોઈક પાટિયા પર કટાક્ષચિત્રો દોરે છે. આ બધી પ્રવૃત્તિઓ બાળકને શામાં રસ છે તેની પ્રતીતિ કરાવે છે. રસરુચિ પ્રમાણે અપાતા શિક્ષણનો આ જાદુ છે. આમ થાય તો શિક્ષણ બોજ મટીને એક ખોજ બની રહે છે.
રસનાં ક્ષેત્રો :
આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ છે,તેમ તેના રસનાં ક્ષેત્રો પણ જુદાં જુદાં હોય છે. ગિલફર્ડ રસનાં ૨૮ ક્ષેત્રો બતાવ્યાં છે. વ્યક્તિના રસનાં ક્ષેત્રોને પાંચ વિભાગમાં વહેંચી શકાય છે.
સાહિત્યક્ષેત્ર : વાચન, લેખન જેવી પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર.
કલાક્ષેત્ર : ચિત્રકામ, રંગકામ, ભરત-ગૂંથણ, સુશોભન વગેરે જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ – હોય તેવું રસનું ક્ષેત્ર કલાક્ષેત્ર.
વિજ્ઞાનક્ષેત્ર : વિજ્ઞાનના પ્રયોગોમાં, સંશોધનમાં, નવી નવી શોધમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – વિજ્ઞાનક્ષેત્ર
સંગીતક્ષેત્ર : વાદ્યવગાડવાં, ગાયન, નૃત્ય, રાસ-ગરબા વગેરે સંગીતને લગતી પ્રવૃત્તિઓમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – સંગીતક્ષેત્ર
સમાજસેવા ક્ષેત્ર : સમાજસેવાના હેતુ સાથે થતી પ્રવૃત્તિ જેવી કે શ્રમ, સફાઈ, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી વગેરે પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર - સમાજસેવા ક્ષેત્ર, કહી શકાય, વ્યક્તિની ઉંમર પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાતાં રહે છે.
“અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી તેનું નામ ધ્યાન.” - જે. પી. ગીલ્ફર્ડ
“ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની માનસિક પ્રક્રિયા એટલે ધ્યાન.”- સી. ટી. મોર્ગન.
પ્રયોગ :
થોડાંક વર્ષો પહેલાં રિડર્સ ડાઇજેસ્ટમાં એક લેખ આવેલો જેનું મથાળું હતું ‘Where Learning is Fun એક શાળાની જ એમાં વાત હતી. શિક્ષકોની ફરિયાદ હતી કે બાળકો વર્ગમાં ધ્યાન આપતા નથી અને ઘંટ પડે કે નાસી છૂટે છે. પછી વાલીઓ તથા શિક્ષકોએ ભેગાં મળીને વિચાર કર્યો. વર્ગમાં જ નાનાં જૂથો પડી શકે એવા પડદાઓની વ્યવસ્થા કરી. દરેક જૂથ પાસે જઈને શિક્ષક કામ કરાવી શકે. બાળકોને વિષયોની પસંદગીમાં પૂરી છૂટ આપવામાં આવી. શિક્ષકોએ બાળકોની વ્યક્તિગત બાબતોમાં પ્રેમપૂર્વક રસ લેવા માંડ્યો. સારા સ્વાધ્યાય આપવાનું શરૂ થયું. કથન ઘટયું અને પ્રવૃત્તિઓ વધી. એક શિક્ષિકાએ તો કહ્યું કે આટલાં વર્ષો ભણાવ્યા પછી સાચું શિક્ષણ કોને કહેવાય તેની સમજ મને હવે પડી. શાળા છૂટી જાય પછી પણ બાળકો ઘેર જવાનું નામ ન લે. વાલી લેવા આવે તો તેમને થોભવું પડે એવી સ્થિતિ સજાઈ.
ઓસ્કાર વાઇલ્ડ કહેતા કે શાળા એ ગામની સુંદરતમ્ જગ્યા હોવી જોઈએ. માથાભારે વિદ્યાર્થીને સજા કરવાનું થાય ત્યારે તેને એટલું જ કહેવું પડે કે તું બે દિવસ શાળાએ ન આવતો. શાળાએ ન આવવું એ સજા લાગે ખરી ? દિવાસવપ્ન’ એ શિક્ષણ પ્રયોગની વાતાં છે. ‘દિવાસવપ્ન’માં પાન-૪માં આપેલો શિક્ષકનો શાળાના વર્ગખંડનો પ્રથમ દિવસ એ પ્રયોગ ખરેખર વાચન કરીને સમજવા જેવો છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે ધાંધલ, ધમાલ, અવાજ, જોઈને શિક્ષક હાયાં નહિ પણ તેમણે સૌ પ્રથમ ‘શાંતિની રમત રમાડી અને બાળકોને રજામાં રસ હતો તો રજા આપી દીધી. ત્યાર બાદ બીજા દિવસે ‘શાંતિની રમત’ બાદ વાતાં કહેવા માંડી. એક હતો. રાજા, એને સાત રાણીઓ, સાતેને સાત કુંવર ને સાતેને સાત દીકરીઓ, અને વર્ગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બાળકો ફાટી આંખે રસપૂર્વક વાર્તા સાંભળવા માંડ્યાં. વાર્તા અડધી થઈ ત્યારે શિક્ષક કહે છે તમારે રજા જોઈતી હોય તો વાતાં બંધ કરીએ; નહિ તો ચાલુ રાખીએ. બધાં જ બાળકો એકી અવાજે કહે : “ચાલુ રાખો. અમારે રજા નથી જોઈતી.”
શિક્ષક કહે : “ઘંટ વાગે ત્યાં સુધી વાર્તા ચલાવીએ. આ વાતાં તો ચાર દિવસ ચાલે એટલી લાંબી છે.” બાળકો ગેલમાં આવી ગયાં. ઓહો ! આટલી બધી લાંબી ! ત્યારે તો મજા પડશે.” આ પ્રયોગ પરથી સમજાય છે કે શિક્ષક બાળકોમાં કઈ રીતે રસ ઉત્પન્ન કરી શકે છે.
રસ એ દ્વિધ્રુવી છે. વર્ગખંડમાં બંને પક્ષે “રસ” ઉદ્દભવે તો અસરકારક ફળદાયી શિક્ષણપ્રક્રિયા બને છે. શિક્ષકે ખુદ રસ કેળવવો પડે અને બાળકોમાં કેવી રીતે રસ સંક્રમણ થઈ શકે એ કળા આત્મસાત્ કરવી પડે. ‘શિક્ષક કલાકાર છે. એને બાળકોના હૃદયના અને મનના ભાવોને ઓળખીને “રસ”નો વિકાસ કરવાનો છે. હવે આપણે ધ્યાન વિશે જોઈએ.
ધ્યાનની સંકલ્પના :
બાળકના મનમાં પ્રવેશવાનાં દ્વારો તેમની જ્ઞાનેન્દ્રિયો છે. આ જ્ઞાનેન્દ્રિયોને કેળવવાથી બાળકનાં મનબુદ્ધિ કેળવાય છે. હાથ-પગ અને જ્ઞાનેન્દ્રિયોની કેળવણીથી બુદ્ધિ અને મનને તાલીમ મળે છે. ધ્યાનનો સંબંધ મન સાથે, જ્યારે મનનો સીધો સંબંધ જ્ઞાનેન્દ્રિયો સાથે છે. મન તો અસ્થિર છે, તેને સ્થિર કરવાનું માધ્યમ ઇન્દ્રિયોનું છે. અને તેની લગામ ધ્યાનના હાથમાં છે, તેથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન સાથે સંબંધિત કોઈપણ બાબત એ જ જગ્યાએ સ્થિર થાય તેને ધ્યાનસ્થ અવસ્થા કહે છે. ધ્યાનને કેન્દ્રિત કરવા માટે ‘સ્વ’નું મન કેળવાય, બુદ્ધિ કેળવાય અને ધ્યાનથી જ્ઞાનનો સ્પર્શ થાય ત્યારે મનમાં રહેલા અજ્ઞાનતાના પડદા તૂટે છે અને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. “ધ્યાન એ મનને કેન્દ્રિત કરવાની માનસિક ક્રિયા છે.”
એકાગ્રતા અને ધ્યાનને આપણે સૌ એક જ માનીએ છીએ. એકાગ્રતાની શક્તિ આવે એટલે ધ્યાન આપોઆપ આવી જાય છે. પરંતુ એકાગ્રતા અને ધ્યાનમાં સ્પષ્ટ તફાવત છે. ધ્યાન એ ફક્ત એકાગ્રતા નથી, પણ વિશેષ પ્રકારની એકાગ્રતા છે. એકાગ્રતા એક અચેતન પ્રક્રિયા છે. જ્યારે ધ્યાન એ સ્વતરફ અભિમુખ થવાની ચેતન પ્રક્રિયા છે. ધ્યાનથી તૈયારી કરીને ધ્યાનથી ભણાવનાર શિક્ષક જ બાળકોનાં ધ્યાનને કેન્દ્રિત કરી શકે અને કેન્દ્રિત થયેલ ધ્યાન બાળકને અર્જુનની જેમ ધ્યેયસિદ્ધિ અપાવી શકે. બંને પક્ષે ધ્યાનની એકતા હોય તો જ શીખવા-શીખવવાની પ્રક્રિયા સફળ બની શકે. તેમાં કોઈપણ વસ્તુ કે સંવેદના ઉપર મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ગમતી પ્રવૃત્તિ કે ગમતા વિષય ઉપર ધ્યાન સ્થિર થાય છે તો શાળામાં બાળકોને કઈ વસ્તુ, પ્રવૃત્તિ ગમે છે, તેના વિકાસ માટે યોગ્ય છે તે તરફ બાળકોને લઈ જવાનું કામ શિક્ષકનું છે. આ કામ તો જ થઈ શકે જો શિક્ષક બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કૌશલ્ય જાણતો હોય. તો કુશળ શિક્ષક જ બાળકના વિચલિત ધ્યાનને અચલ બનાવી શકે છે અને બાળકો ઉપર પક્કડ જમાવી શકે છે.
ધ્યાનના પ્રકાર
ધ્યાનના બે પ્રકાર છે. (૧) અનેચ્છિક ધ્યાન. (ર) ઐચ્છિકથ્થાન.
અનૈચ્છિક ધ્યાન :
“વ્યક્તિની ઇચ્છા ન હોય છતાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન જાય તેને અનૈચ્છિક ધ્યાન કહે છે. કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી ધ્યાન સ્થિર રહી શકતું નથી. જ્યારે સડક પરથી પસાર થતા હોઈએ ત્યાં અચાનક હોર્ન વાગે ત્યારે તે તરફ ધ્યાન જતું રહે છે. વર્ગખંડમાં પવનથી બારી પછડાય છે અને થતો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. રાત્રે વાંચતી વખતે ઘડિયાળનો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. અનેચ્છિક ધ્યાન સ્વાભાવિકપણે થતું હોય છે. અનેચ્છિક ધ્યાન ટૂંકા ગાળાનું હોય છે. આમ જોઈએ તો અનેચ્છિક ધ્યાન સાહજિક હોય છે.
ઐચ્છિકથ્થાન :
“વ્યક્તિ પોતાની ઇચ્છાથી, પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન આપે તેને ઐચ્છિક ધ્યાન કહે છે. ઐચ્છિક ધ્યાનનો સીધો સંબંધ રસ સાથે છે. જેમ કે ગણિતમાં રસ ધરાવનાર વિદ્યાર્થી દાખલા જ ગણે છે. વાચનનો શોખ ધરાવનાર વિદ્યાર્થી લાંબા સમય સુધી વાંચી શકે છે. ઘણી વખત જરૂરિયાત પ્રમાણે અનેક પ્રયત્નો બાદ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જેમ કે પરીક્ષા સમયે પ્રયત્નપૂર્વક વાચન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. અભ્યાસક્રમના બધા વિષયો બધા જ વિદ્યાર્થીઓને ગમતા હોય તેવું હોતું નથી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. શિક્ષણની પ્રક્રિયામાં ઐચ્છિક ધ્યાન વધુ જરૂરી છે.
ધ્યાનનાં પરિબળો :
ધ્યાનનાં બે પ્રકારનાં પરિબળો છે.
આંતરિક પરિબળો :
વિદ્યાર્થી પોતાની આંતરિક પરિસ્થિતિ અને વૃત્તિઓથી પ્રેરાઈને ધ્યાન આપવા તત્પર બને છે. આ પ્રક્રિયાને આંતરિક પરિબળ કહે છે.
રસ કે અભિરુચિ : જેમાં આપણને રસ હોય તે બાબત પ્રત્યે આપણું ધ્યાન ઝડપથી ખેંચાય છે. વાચનમાં રસ હોય તેનું ધ્યાન પુસ્તક તરફ ખેંચાય છે. ક્રિકેટમાં રસ હોય તેનું ધ્યાન રેડિયો પર કોમેન્ટ્રી આવતી હોય તે તરફ વધુ ખેંચાય છે. આમ, રસ એ ધ્યાનની જનની છે.
શિક્ષણ કે તાલીમ : વિદ્યાર્થીએ લીધેલ તાલીમ કે શિક્ષણ ભૂતકાળમાં થયેલા અનુભવો સાથે સંબંધિત ઉદ્દીપકો તરફ ઝડપથી ધ્યાન ખેંચે છે. સંગીતનું શિક્ષણ મેળવેલ વ્યક્તિનું ધ્યાન સંગીતના સૂર તરફ ઝડપથી ખેંચાય છે. માટે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન પૂર્વજ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે.
જરૂરિયાત : જરૂરિયાત ધ્યાનને આકર્ષે છે. તરસ્યા માણસનું ધ્યાન પાણી તરફ વધુ જાય છે. ભૂખ્યા માણસનું ધ્યાન ખાદ્ય પદાર્થો તરફ વધુ જાય છે. શિક્ષક કહે કે આ પ્રશ્નો પરીક્ષા માટે મહત્ત્વના છે તો વિદ્યાર્થીઓનું ધ્યાન તરત એ તરફ ખેંચાય છે.
મનોવલણ : મનોવલણો ધ્યાન આકર્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભણવા પ્રત્યેનું હકારાત્મક મનોવલણ અભ્યાસમાં “ધ્યાન’ વધારે છે.
શારીરિક – માનસિક સ્થિતિ : વ્યક્તિને માથું દુ:ખતું હોય કે કોઈ બાબતની ચિંતા હોય તે બાબત ચિત્તનો કબજો લઈ લે છે. આમ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીની શારીરિક-માનસિક સ્થિતિની અસર ધ્યાન ઉપર પડે છે.
પૂર્વાનુભવ : જ્ઞાનેન્દ્રિયો વડે વિદ્યાર્થીઓને અનેક અનુભવો પ્રાપ્ત થતા હોય છે. જે મગજમાં સંગ્રહ પામે છે. આવા અનુભવોને વિદ્યાર્થી જરૂર પડે ત્યારે ફરીથી તે સમયે પ્રાપ્ત કરી શકે છે.
બાહ્ય પરિબળો :
ઉત્તેજના : ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું સૌપ્રથમ બાહ્ય પરિબળ છે ઉત્તેજના, સફેદ કરતાં રંગીન ચોક, ઝાંખા પ્રકાશ કરતાં તેજસ્વી પ્રકાશ, ધીમા અવાજ કરતાં મોટો અવાજ ધ્યાનને ઝડપી આકર્ષે છે. બસસ્ટેશને કે રેલવેસ્ટેશને સીંગચણા વેચનારો, છાપાનો ફેરિયો કે પાણીવાળા વિચિત્ર મોટા અવાજથી ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે; તેમ શિક્ષક શાળામાં બાળકો સમક્ષ ભાવવાહી અવાજના વૈવિધ્યથી બાળકોનું ધ્યાન આકર્ષી શકે છે. પણ તેમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. વર્ગખંડમાં શિક્ષણની પ્રક્રિયા દરમિયાન રંગીન, ચિત્રો, મોડેલો, નકશા, નમૂનાઓ, આલેખો, ટેપરેકર્ડર, ફિલ્મી સ્વલાઇડ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન વગેરે વિવિધ શૈક્ષણિક સાધનો પ્રબળ ઉત્તેજના લાવીને બાળકોના ધ્યાનને કેન્દ્રિત કરી શકે છે.
નવીનતા : બાળકોને રોજ નવું શીખવાનું ગમે છે. નવી બાબતોમાં તેમનું ધ્યાન વધુ સ્થિર થઈ શકે છે. એકની એક વાત કંટાળાજનક બને છે. એકનો એક ઘડિયો પાંચ વાર લખવા આપવામાં આવે તો બાળક કંટાળો અનુભવે છે. ઘણી વખત સારા અક્ષર માટે એક ફકરો કે પાઠ બે કે ત્રણ વખત ધ્યાનથી વ્યવસ્થિત લખે છે પણ બીજી કે ત્રીજી વખતનું લખાણ ઘણી ભૂલોવાળું હશે, અવ્યવસ્થિત હશે. આ પ્રકારની પ્રક્રિયાથી બાળકો કંટાળો અનુભવે છે અને ચોક્કસ ધ્યેયપ્રાપ્તિ થતી નથી.
નવી વાર્તા, નવાં સાધનો, નવા પ્રયોગો, નવી પદ્ધતિથી બાળકોને શીખવવામાં આવે તો ધ્યાન વધુ કેન્દ્રિત થઈ શકે છે, માટે શિક્ષકે પોતાના જ્ઞાનને અપડેટ કરવું પડે. પોતાની આંતર સૂઝબૂઝથી શિક્ષણની પ્રક્રિયામાં નવીનતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.
ગતિશીલતા : બાળક ખૂબ ચંચળ હોય છે. તે સ્થિર બેસી શકતું નથી, ખરેખર ગતિશીલતા એ બાળકની પ્રગતિ છે, તેથી શૈક્ષણિક ઉપકરણો પણ ગતિશીલ હોય, યાંત્રિક હોય તો વધુ ધ્યાનપ્રેરક બને છે. નાટક, ફિલ્મ દ્વારા શિક્ષણનું કામ અસરકારક બને છે.
શિક્ષક વર્ગખંડમાં ખુરશી ઉપર બેસી રહીને, કે એક જ જગ્યાએ ઊભા રહીને જો શિક્ષણકાર્ય કરે તો શિક્ષણની પ્રક્રિયામાં નીરસતા જન્મે છે. શિક્ષક બાળકોની સાથે બેસીને શિક્ષણપ્રક્રિયા કરે તો બાળકોનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે અને વર્ગખંડમાં જીવંત વાતાવરણ નિર્માણ થાય છે.
ક્રિયાશીલતા : બાળકો સ્વભાવે ક્રિયાશીલ હોય છે. કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તોડફોડ કરવું, કંઈક નવું કરવું પણ ગમે છે. નવું સાંભળવું, નવું જોવું અને કંઈક જાતે નવું કરવાનું તેને ગમે છે. બાળકો રમતિયાળ વૃત્તિનાં હોય છે તેથી રમતમાં તેમને સ્વર્ગીય આનંદ મળે છે. સર્જનાત્મક વૃત્તિ હોવાથી માટીકામ, પૂંઠાકામ, ચિત્રકામ, છાપકામ વગેરે પ્રવૃત્તિઓમાં ઝડપથી કેન્દ્રિત થાય છે, એકધ્યાન થઈને મસ્તીથી બાળકો પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે.
વસ્તુપ્રમાણ : બાળકોને કોઈપણ વસ્તુ નાની કરતાં મોટી વધુ ગમે છે. તેથી શૈક્ષણિક સાધનો પ્રમાણમાં મોટાં હોય તો ધ્યાનને વધુ આકર્ષે છે. દડો, ચિત્રો, મોટાં ગમે અને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ મોટા અક્ષરે હોય તો વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
વિષમતા : લાંબા પાસે ઠીંગણો ઊભો હોય, કાળા પાસે ગોરો ઊભો હોય, પાતળા પાસે જાડો ઊભો હોય તો તરત ધ્યાન ખેંચાય છે. બે ઐતિહાસિક ઘટનાનો વિરોધાભાસ કે ઐતિહાસિક પાત્રોના જીવનકાર્યનો વિરોધાભાસ, ધ્યાન ખેંચે છે અને તુલનાત્મક દૃષ્ટિએ જોતાં વધુ અસરકારક, રસપ્રદ અને યાદગાર બની શકે છે.
શૈક્ષણિક પ્રક્રિયામાં ધ્યાનનું મહત્ત્વ :
મનની સ્થિરતા લાવે છે. જ કલ્પનાશક્તિ વધે છે. જ સ્મૃતિને પોષણ મળે છે. જ્ય ધ્યાનથી ક્રિયા ઉત્તમ અને ઝડપી બને છે. જ મનનો વિકાસ કરતી એકમાત્ર ક્રિયા ધ્યાન છે. જ્ય વ્યક્તિમાં ધ્યાનથી કાર્યક્ષમતા અને ચપળતા વધે છે. જ્ય ધ્યાન કેટલાંક આવેગો અને વૃત્તિઓને શાંત પણ કરે છે.
રસ અને ધ્યાનનો શિક્ષણ સાથે સંબંધ :
ધ્યાનનો મૂળ આધાર રસ છે. રસ એક સ્થાયી વૃત્તિ છે. તે જેટલી પ્રબળ તેટલું ધ્યાન વધુ પ્રબળ બને છે. ધ્યાન અને રસ એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળકોને જેમાં વધુ રસ પડે તેના તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. રસ પડે તો ધ્યાન લાગે અને ધ્યાન લાગે તો ગમે તેવો વિષય પણ રસમય બની જાય. ધ્યાન દોરવાનું અને રસ કેળવવાનું કાર્ય શિક્ષકનું છે. રસ અને ધ્યાન બંને સ્વયંભૂ ક્રિયા બને તો શિક્ષણ વધુ અસરકારક અને પ્રેરક બની શકે છે. ધ્યાન અને રસ એકબીજાનાં પૂરક છે. ધ્યાન લાગે તો જ્ઞાન થાય. વિદ્યાર્થીઓ ધ્યાનથી ગ્રહણ કરે તો વર્ગખંડમાં પ્રશ્નોના જવાબ સાચા આપી શકે. પરિણામે ગોખણપટ્ટી કરતાં નથી, સમજપૂર્વક સાચા જવાબ આપી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે સફળતા મળે છે. બાળકોની કલ્પનાશક્તિ, સ્મરણશક્તિ, સમજશક્તિ અને બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે. ધ્યાનથી થયેલ કાર્ય ઝડપી, સુંદર અને ગુણવત્તાયુક્ત થાય છે. જો શિક્ષક વર્ગખંડમાં લાલચ, કે ભયથી ધ્યાન સ્થિર કરવાનો પ્રયત્ન કરે તો કૃત્રિમતા સર્જાય છે. પરિણામે આ પ્રકારનું રસ વગરનું ધ્યાન વિષય પ્રત્યે, કાર્ય પ્રત્યે અણગમો પેદા કરે છે.
રસ અને ધ્યાન નિયમન માટે આટલું યાદ રાખો
શિક્ષકે સરળ ભાષામાં, ભાવને અનુરૂપ આરોહઅવરોહપૂર્વક બાળકોને સમજાવવું.
શિક્ષકે અભિનય દ્વારા વિવિધ ભાવો વ્યક્ત કરવા.
બાળકોની વયકક્ષા અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સમજ આપવી અને બાળકોના પૂર્વજ્ઞાન સાથે સંકલિત કરીને રજૂઆત કરવી.
શિક્ષકે પોતાની શૈલીમાં વિવિધતા લાવીને બાળકોને આકર્ષિત કરવાં.
વાર્તારસ પેદા કર્યા વગર વાતાંમાં બાળકો ધ્યાન આપી શકે નહિ, માટે વાતાંની શરૂઆત સમજપૂર્વક, રસપૂર્વક કરવી.
પદ્ધતિ
નાટ્યીકરણ
રોલ પ્લે
દેશ્ય-શ્રાવ્ય સાધનો
કથનપદ્ધતિ
વાર્તાપદ્ધતિ
ચિત્રપદ્ધતિ
પ્રશ્નપદ્ધતિ
સમીક્ષાપદ્ધતિ
યોગાસન
જૂથચર્ચા
જૂથકાર્ય
પ્રવૃત્તિ
શાંતિની રમત
ભાવવાહી અભિનય ગીત
અભિનયસહ બાળવાતાં
એકપાત્રીય અભિનય.
સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ભામાશા, મીનળદેવી, લાછી છીપણ
પપેટ-શો
દ્રશ્ય  ઉપરથી નિબંધલેખન
વાતાંચિત્રોને ક્રમમાં ગોઠવવાં જ શબ્દ-અંતાક્ષરી
શબ્દરમત
ક્વીઝ જ ગુજરાત / ભારતનો નકશો
વિશિષ્ટ ક્ષેત્રોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ મહિલાઓ અને વ્યક્તિઓના ફોટોગ્રાફસ
વીડિયો ફિલ્મ નિદર્શન
કેરમ
દડો પકડવો
કાવ્યનું ભાવવાહી ગાન
જુદા જુદા વ્યવસાયનાં ઓજારોનું નિદર્શન. જ્ય પૂંઠાકામ, છાપકામ, ગડીકામ, માટીકામ, ચિત્રકામ • પ્રોજેક્ટવર્ક – બેંકની મુલાકાત, પોસ્ટઓફિસ, રેલવેસ્ટેશન, ગ્રામપંચાયત...
બાળકોમાં ‘રસ અને ધ્યાન’ વિકસાવવા આટલું સમજી લઈએ
બાળક નાનું છે, પરંતુ તેને પોતાનું વ્યક્તિત્વ છે માટે તેનો સ્વીકાર કરીએ, સન્માન કરીએ.
બાળકને સનેહ, સલામતી, પ્રોત્સાહન અને હૂંફની ખૂબ જરૂર છે.
બાળકની પ્રકૃતિ કુતૂહલપ્રિય અને રમતપ્રિય હોય છે. તેને ખોલવું, જોડવું, તોડવું, કંઈક નવું બનાવવું અને નવી નવી રમતો રમવી ખૂબ જ ગમે છે.
બાળકને સમસ્યાઓ જાતે ઉકેલવામાં રસ પડે છે. આવી મથામણ તેને ગમે છે. બાળકને જાતે કામ કરવાની અને તે કરવા માટેની શક્તિ કેળવવાની વધુ હોંશ હોય છે. બાળકની કલ્પનાશક્તિ ખૂબ જ તેજ હોય છે. તેની આ શક્તિને તે બોલવામાં, ચિત્રો દોરવામાં સારી રીતે અભિવ્યક્ત કરે છે. બાળકને જવાબદારી ગમે છે. જવાબદારીભર્યું કામ કરવામાં તેનું સ્વાભિમાન પોષાય છે.
બાળકને નકારાત્મક સૂચનો કરતાં હકારાત્મક સૂચનોની અસર વધુ થાય છે. તેને ઉપદેશ કરતાં, ખામણ કરતાં, મૈત્રીભાવથી કરાયેલું સૂચન વધારે સ્વીકાર્ય બને છે.
નાનું-મોટું, ઓછું-વધુ, હળવું-ભારે, લાંબું-ટૂંકું વગેરેનો ખ્યાલ તેને આવી ગયેલો હોય છે.
ગમતી પ્રવૃત્તિમાં બાળક એકાગ્ર થઈ શકે છે. તેની એકાગ્રતાની સમય મર્યાદા ઓછી હોવાથી સમયાંતરે પ્રવૃત્તિ બદલવી હિતકારક છે.
વર્ગખંડની દરેક પ્રવૃત્તિમાં બધાં જ બાળકો સામેલ થાય તેનું ધ્યાન રાખવું.
બાળકોનાં નામ અને કુટુંબથી પરિચિત થઈ જઈ બાળકને નામથી જ બોલાવીએ.
બાળકના દરેક સારા કાર્યને, નાની સરખી પ્રવૃત્તિને, આપેલ સાચા ઉત્તરને વધાવી લઈને પ્રોત્સાહિત કરીએ.
બાળક સાથે બાળક બની, સંકોચ છોડી અભિનય કરીએ. નાટક ભજવીએ, રમત રમીએ, નાસ્તો કરીએ.
દરરોજ એક જોડકણું, એક ગીત, એક અભિનય, એક વાર્તા અને એક પ્રવૃત્તિ તો આપવી જ.
બાળકોને મિત્રો સાથે કે જૂથમાં કામ કરવાની ટેવ પાડવી.
બાળકને ક્યારેય તોછડાઈથી બોલાવીએ કે ધમકાવીએ નહિ.
બાળકને લાલચ આપીએ નહિ, સજા કરીએ નહિ.
બાળકો વચ્ચે સ્પર્ધા કરાવીએ નહિ.
કોઈ બાળકને ક્યારેય ઠોઠ કહીએ નહિ.
વર્ગખંડમાં બધાં જ બાળકો ઉપર સમદૃષ્ટિ રાખવી.
જે બાળક જે ગતિએ શીખતું હોય તેને તે જ ગતિએ વ્યક્તિગત ધ્યાન આપીને શીખવવું.
વર્ગખંડમાં બાળકને હંમેશાં પ્રવૃત્તિમય રાખવું.
પ્રવૃત્તિ, શૈક્ષણિક સાધનોની પસંદગી બાળકોની રસરુચિ, વયકક્ષાને ધ્યાનમાં રાખીને કરવી.
પાઠયપુસ્તક એક સાધનરૂપ છે. તેના દ્વારા બાળકને જીવનવ્યવહારલક્ષી જ્ઞાન આપવાનું છે તે હંમેશાં યાદ રાખવું.
ઓફ ઍર (ચર્ચાપત્ર)
વાતાંમાં બાળકોને વધુ રસ પડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો પ્રવૃત્તિમાં સામેલ થતાં નથી. શિક્ષક અને વિદ્યાર્થી બંનેને રસ હોય તો શિક્ષણપ્રક્રિયા સફળ નીવડે. રસ એ ધ્યાનની જનની છે.
રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. બાળકોમાં રસ ઉત્પન્ન કરવામાં વાતાવરણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધ્યાનથી મેળવેલ જ્ઞાન ચિરંજીવ બને છે. વર્ગખંડમાં શિક્ષણપ્રક્રિયા દરમિયાન ‘રસ અને ધ્યાન’ શિક્ષક ઉપર આધાર રાખે છે. બાળકોની વયકક્ષા પ્રમાણે કરેલ પ્રવૃત્તિની પસંદગી ‘રસ અને ધ્યાન’ પ્રેરકબળ પૂરું પાડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો શિક્ષણકાર્ય દરમિયાન ધ્યાન આપતાં નથી.
બાળકોને એકની એક પ્રવૃત્તિ વારંવાર કરાવવાથી વધુ રસપ્રદ બને છે. . બાળકોને રમતોમાં વધુ રસ પડે છે.
બાળકોને રોજ નવું, શીખવું, નવું જાણવું, નવું બનાવવું ગમે છે.
‘રસ અને ધ્યાન’ વિના શિક્ષણપ્રક્રિયા સફળ બનતી નથી.
કોઈપણ એકમને રસપ્રદ કેવી રીતે બનાવવો એ શિક્ષક ઉપર આધારિત છે.
શિક્ષણ રસપ્રદ બનાવવામાં આયોજનનું ખૂબ મહત્ત્વ છે.
પ્રવૃત્તિ
ધોરણ-૬ ના ગુજરાતીના પાઠયપુસ્તકના જય જય ગરવી ગુજરાત કાવ્યનું ભાવવાહી ગાન કરાવવું. અથવા
ઓડિયો કેસેટ મૂકવી અને ત્યાર બાદ શિક્ષકોએ સમૂહમાં ભાવવાહી ગાન કરાવવું. ગુજરાતનો નકશો મૂકીને તેમાં સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર વગેરે નકશામાં ક્યાં સ્થાન ધરાવે છે તેની શોધ કરાવવી ત્યાર બાદ કાવ્યનું વ્યક્તિગત ગાન કરાવવું.
જે તે ધોરણમાં શૈક્ષણિક કાર્ય કરતાં હોય તેના જૂથ પાડીને ભાષા, સામાજિક વિજ્ઞાન પાઠયપુસ્તકના
આધારે એકપાત્રીય અભિનય અથવા રોલ પ્લે ૭ મિનિટનું તૈયાર કરીને રજૂ કરો. જુદા જુદા વ્યવસાયકારોનો અભિનય કરો.
ધોરણ-૪ના વિદ્યાર્થીઓને ભાગાકારની પ્રક્રિયા વ્યાવહારિક દષ્ટાંતો આપીને પ્રત્યક્ષ મૂર્ત વસ્તુઓનો
ઉપયોગ કરીને શિખવાડો. અંગ્રેજી વિષયમાં / ગુજરાતી વિષયમાં શબ્દભંડોળ માટે અંતાક્ષરીની પ્રવૃત્તિ કરાવો.
ગુજરાતી / હિન્દી / અંગ્રેજી / સંસ્કૃતમાં આપેલાં કાવ્યોમાંથી એક કાવ્યનું નાટ્યીકરણ રજૂ કરો.
શાંતિનીરમત રમાડવી અને તે દરમિયાન કેવા પ્રકારના અવાજો સંભળાયા તેની ચર્ચા કરવી
પ્રસ્તાવનાશિક્ષક અને વિદ્યાથી વચ્ચે જ્ઞાન તેમ જ ભાવનાઓના જે આદાનપ્રદાનની પ્રક્રિયા તે જ શિક્ષણ છે, પરંતુ આજના વિદ્યાર્થીઓને ગમેતેટલું સમજાવો તોપણ તેમને સમજ પડતી નથી. વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ ગમે તેટલું સમજાવે તોય સમજ પડતી નથી. ક્યારેક વળી સમજ પડે તો થોડી વાર ટકે છે ને પછી બીજો વિષય શરૂ થાય એટલે મગજમાંથી નીકળી જાય છે. વિદ્યાર્થીઓની બીજી સમસ્યા એ છે કે ગમે તેટલું વાંચીએ છીએ તોપણ યાદ રહેતું નથી; ભણવામાં મન લાગતું નથી, રસ પડતો નથી.આ યાદ ન રહેવું, સમજ ન પડવી, કંટાળો આવવો વગેરે વિદ્યાર્થીઓની માનસિક અને બૌદ્ધિક સમસ્યાઓ છે. આ સમસ્યાનું નિવારણ એટલે રસ અને ધ્યાન. વર્ગખંડમાં રસ અને ધ્યાનનું સ્થાન કેવું અને કેટલું મહત્ત્વનું છે એની પ્રતીતિ દરરોજ શિક્ષકને થતી હોય છે. બાળકને રસ ન હોય તેવો વિષય ભણાવવાની ચેષ્ટા, એ સામા પ્રવાહમાં નાવ હંકારવા જેવી વાત છે; પરંતુ જેમાં બાળકોને રસ છે એ વિષય ભણાવતી વખતે શિક્ષકને એક જુદી જ અનુભૂતિ થાય છે, એમાં બાળકોના પક્ષે જે તરવરાટ હોય છે તે શિક્ષકના કાર્યને સરળ બનાવી દે છે અને શિક્ષણની પ્રક્રિયા અર્થપૂર્ણ તથા સંગીન બને છે. રસ પડે તો બાળકો સાહજિક રીતે ધ્યાનમગ્ન બની જાય છે; રસ એ ધ્યાનનું આંતરિક બળ છે. ‘રસ એ ધ્યાનની જનની છે.” ધ્યાનની ઇમારત રસ વગર ચણી શકાતી નથી. રસના પાયા ઉપર જ ધ્યાન અને જ્ઞાનની ઇમારત ટકી રહે છે. આમ, રસ વગર ધ્યાન સ્થિર ન થાય તો શિક્ષણની પ્રક્રિયા નિષ્ફળ બની શકે છે. આપણે સૌ પ્રથમ “રસ” શબ્દને સમજીએ.સંકલ્પના :રસનો અંગ્રેજી પર્યાય Interest પણ એક મજાનો શબ્દ છે. આ શબ્દ મૂળ લેટિન છે, જેનો અર્થ થાય છે “is between” બે અલગ અલગ બાબતો વચ્ચે સંબંધ બાંધી આપવાનું કામ તે રસ. રસ એટલે ગમા કે અણગમાનો ભાવ, રસ પડવો કે રસ હોવો એટલે ગમવું અને રસ ન હોવો કે રસ ન પડવો તે અણગમાનો ભાવ છે. આમ રસ એ શીખવા-શીખવવાની પ્રક્રિયાઓનું સંચાલન કરનારી કેન્દ્રિય શક્તિ છે.શિક્ષકની ભૂમિકા :શિક્ષકનું મુખ્ય કાર્ય છે કે બાળકોની રસવુત્તિઓને પોષણ આપવાનું અને પર્યાવરણ નિર્માણ કરવાનું જ છે. આ માટે શિક્ષકે જ સૌપ્રથમ રસિક બનવું પડે. રસનો સીધો સંબંધ આનંદ સાથે છે, તેથી જે પ્રવૃત્તિથી બાળકોને આનંદ પ્રાપ્ત થાય તેના તરફ તે વધુ રસ લે છે. વર્ગખંડમાં જરૂરી કૌશલ્યો, વલણો અને સમજ પ્રત્યે યોગ્ય વ્યવહાર સર્જાય તો રસ આપોઆપ ઉદ્દભવે છે, તેનાથી કંટાળો આવતો નથી અને પ્રવૃત્તિ અને શિક્ષણમાં આનંદની પ્રાપ્તિ થાય છે. શિક્ષક ખુદ પોતાના વિષયમાં કે જવાબદારી અદા કરવામાં સંપૂર્ણ ઉત્સાહી અને રસિક બને એટલે આપોઆપ બાળકોમાં ઉત્સાહ જાગે છે. ‘કૂવામાં હોય તો હવાડામાં આવે શિક્ષણની પ્રક્રિયામાં રસનો મુખ્ય આધાર શિક્ષક ઉપર રહે છે.બાળકોને ગમત સાથે જ્ઞાનની વાતો કરવામાં આવે, જ્ઞાનેન્દ્રિયો ઉત્તેજિત થાય તેવી રસભરી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોને સામેલ કરવામાં આવે તો શિક્ષણ રસમય બની શકે છે. બાળકોને નવું નવું જોવું, ભણવું. શીખવું અને નવી નવી પ્રવૃત્તિઓ કરવી ગમે છે. બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ તીવ્ર હોય છે, માટે વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જો કુતૂહલ જાગ્રત થાય તો રસનું સાતત્ય જળવાઈ રહે છે. આ પ્રકારની તમન્ના કે ધૂન પેદા થવી એ જ રસ છે. વર્ગખંડમાં ક્યારેક વિદ્વાન શિક્ષક પણ નિષ્ફળ જાય છે, એવું ઘણી વાર જોવા મળે છે. એની પ્રવચનગંગા પવિત્ર હોવા છતાંય વિદ્યાર્થીઓને ભીંજવી શકતી નથી. આવા શિક્ષક બાળકોમાં થોડો પણ રસ ઉત્પન્ન કરી શકે તો બાજી પલટાઈ જાય ! ગણિતના શિક્ષકનું પહેલું કર્તવ્ય છે કે ગણિત અને વિદ્યાર્થીઓ વચ્ચે સંબંધ બાંધી આપવાનો છે. વિદ્યાર્થીઓને રસ પડે તો જ આવો સંબંધ બાંધી શકાય, નહિ તો શરીરથી નખ વેગળા રહે છે તેમ ગણિત અને વિદ્યાર્થીઓ નજીક હોવા છતાંય વેગળા જ રહે છે. રસ ઉત્પન્ન કર્યા વગર ભણાવવું એ ઠંડા લોખંડ પર હથોડા ઝીંકવા જેવું કઠિન કાર્ય છે. ગણિત કે ગુજરાતીમાં ખૂબ કાચો વિદ્યાર્થી સારો સંગીતકાર કે ચિત્રકાર કે સારો ક્રિકેટર પણ બની શકે છે. દરેક વ્યક્તિની વય પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાય છે. રસનો આધાર વ્યક્તિની શારીરિક ક્ષમતા અને કાર્યકુશળતા પર રહે છે. બાળકોનો રસ જાણવા એને શું કરવાનું ગમે એટલું પૂછો તોપણ બસ. એ જે કામોનાં નામ જણાવે તે એના રસનાં ક્ષેત્રો કહી શકાય. બાળકોના રસનાં ક્ષેત્રો જાણવા માટે ફુરસદના સમયમાં એ શું કરે છે તેનું નિરીક્ષણ કરીએ તોપણ આપણને ખ્યાલ આવી જશે. ચારથી છ વર્ષનાં બાળકોને બાળગીત, બાળવાર્તા અને રમકડાં ખૂબ ગમે છે. દસ વર્ષનું બાળક થતાં રમત તરફ વળે છે. રસ અને ધ્યાનમાં સ્થિરતાનો અભાવ જોવા મળે છે. ચૌદ વર્ષના થતાં જ મિત્રવર્તુળમાં વધુ રચ્યાપચ્યા રહે છે. આમ ઉંમર અને આર્થિકસામાજિક સ્થિતિ પ્રમાણે અભિરુચિ બદલાતી રહે છે. નાનાં બાળકો એક કાર્યમાં લાંબા સમય સુધી રહી શકે નહિ. કારણ કે તેમની રસવુત્તિ અસ્થિર અને પરિવર્તનશીલ હોય છે. કેટલાંક બાળકોને કલાકો સુધી ગણિતના દાખલા ગણતાં આપણે જોયાં છે, અને કેટલાંકને ગણિતનું નામ સાંભળતાં જ ઝોકાં આવી જાય છે. પરંતુ ઝોકે ચડનાર વિદ્યાર્થી રંગ અને પીંછી લઈને કલાકો સુધી ચિત્ર દોરતા હોય છે. પહેલાને ગણિતમાં રસ છે, બીજા વિદ્યાર્થીને ચિત્રકામમાં રસ હોઈ શકે. આ હકીકતનો સ્વીકાર કરીએ તો એ પછીની જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકે પોતાના વિષયની રજૂઆત સરળ અને સ્પષ્ટ કરવી જરૂરી છે. જેથી બાળકોને વિષય શીખવામાં અભિરુચિ જાગે. બાળક ઘણી વાર શરૂઆતથી જ રસ ગુમાવી બેસે છે અને પછીનાં વર્ષોમાં પણ તે કંઈ શીખી શકતો નથી. બાળકોને જે વિષયમાં રસ હોય તે વિષયમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે. વિદ્યાર્થીને શામાં રસ છે તે જાણવું એ શૈક્ષણિક અને વ્યવસાયિક દૃષ્ટિએ જરૂરી છે. ફુરસદના સમયમાં કે રિસેસના સમયમાં બાળક કઈ પ્રવૃત્તિઓ કરે છે એની નોંધ લઈ શકાય. કોઈ બાગમાં છોડને પાણી પિવડાવે છે, કોઈ ક્રિકેટ રમે છે, કોઈક વર્ગમાં બેસીને વાંચે છે, કોઈ ગણિતના દાખલા ગણે છે તો કોઈક પાટિયા પર કટાક્ષચિત્રો દોરે છે. આ બધી પ્રવૃત્તિઓ બાળકને શામાં રસ છે તેની પ્રતીતિ કરાવે છે. રસરુચિ પ્રમાણે અપાતા શિક્ષણનો આ જાદુ છે. આમ થાય તો શિક્ષણ બોજ મટીને એક ખોજ બની રહે છે.રસનાં ક્ષેત્રો :આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ છે,તેમ તેના રસનાં ક્ષેત્રો પણ જુદાં જુદાં હોય છે. ગિલફર્ડ રસનાં ૨૮ ક્ષેત્રો બતાવ્યાં છે. વ્યક્તિના રસનાં ક્ષેત્રોને પાંચ વિભાગમાં વહેંચી શકાય છે.સાહિત્યક્ષેત્ર : વાચન, લેખન જેવી પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર. કલાક્ષેત્ર : ચિત્રકામ, રંગકામ, ભરત-ગૂંથણ, સુશોભન વગેરે જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ – હોય તેવું રસનું ક્ષેત્ર કલાક્ષેત્ર.વિજ્ઞાનક્ષેત્ર : વિજ્ઞાનના પ્રયોગોમાં, સંશોધનમાં, નવી નવી શોધમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – વિજ્ઞાનક્ષેત્રસંગીતક્ષેત્ર : વાદ્યવગાડવાં, ગાયન, નૃત્ય, રાસ-ગરબા વગેરે સંગીતને લગતી પ્રવૃત્તિઓમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર – સંગીતક્ષેત્રસમાજસેવા ક્ષેત્ર : સમાજસેવાના હેતુ સાથે થતી પ્રવૃત્તિ જેવી કે શ્રમ, સફાઈ, અન્યને મદદરૂપ થવું, સેવા કરવી વગેરે પ્રવૃત્તિમાં રસ હોય તેવું રસનું ક્ષેત્ર - સમાજસેવા ક્ષેત્ર, કહી શકાય, વ્યક્તિની ઉંમર પ્રમાણે રસનાં ક્ષેત્રો બદલાતાં રહે છે.“અમુક ક્ષણે જેનું નિરીક્ષણ કરવું છે તેની તે સમય માટે પસંદગી કરવી તેનું નામ ધ્યાન.” - જે. પી. ગીલ્ફર્ડ“ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે ચેતનાને કેન્દ્રિત કરવાની માનસિક પ્રક્રિયા એટલે ધ્યાન.”- સી. ટી. મોર્ગન.પ્રયોગ :થોડાંક વર્ષો પહેલાં રિડર્સ ડાઇજેસ્ટમાં એક લેખ આવેલો જેનું મથાળું હતું ‘Where Learning is Fun એક શાળાની જ એમાં વાત હતી. શિક્ષકોની ફરિયાદ હતી કે બાળકો વર્ગમાં ધ્યાન આપતા નથી અને ઘંટ પડે કે નાસી છૂટે છે. પછી વાલીઓ તથા શિક્ષકોએ ભેગાં મળીને વિચાર કર્યો. વર્ગમાં જ નાનાં જૂથો પડી શકે એવા પડદાઓની વ્યવસ્થા કરી. દરેક જૂથ પાસે જઈને શિક્ષક કામ કરાવી શકે. બાળકોને વિષયોની પસંદગીમાં પૂરી છૂટ આપવામાં આવી. શિક્ષકોએ બાળકોની વ્યક્તિગત બાબતોમાં પ્રેમપૂર્વક રસ લેવા માંડ્યો. સારા સ્વાધ્યાય આપવાનું શરૂ થયું. કથન ઘટયું અને પ્રવૃત્તિઓ વધી. એક શિક્ષિકાએ તો કહ્યું કે આટલાં વર્ષો ભણાવ્યા પછી સાચું શિક્ષણ કોને કહેવાય તેની સમજ મને હવે પડી. શાળા છૂટી જાય પછી પણ બાળકો ઘેર જવાનું નામ ન લે. વાલી લેવા આવે તો તેમને થોભવું પડે એવી સ્થિતિ સજાઈ.ઓસ્કાર વાઇલ્ડ કહેતા કે શાળા એ ગામની સુંદરતમ્ જગ્યા હોવી જોઈએ. માથાભારે વિદ્યાર્થીને સજા કરવાનું થાય ત્યારે તેને એટલું જ કહેવું પડે કે તું બે દિવસ શાળાએ ન આવતો. શાળાએ ન આવવું એ સજા લાગે ખરી ? દિવાસવપ્ન’ એ શિક્ષણ પ્રયોગની વાતાં છે. ‘દિવાસવપ્ન’માં પાન-૪માં આપેલો શિક્ષકનો શાળાના વર્ગખંડનો પ્રથમ દિવસ એ પ્રયોગ ખરેખર વાચન કરીને સમજવા જેવો છે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે ધાંધલ, ધમાલ, અવાજ, જોઈને શિક્ષક હાયાં નહિ પણ તેમણે સૌ પ્રથમ ‘શાંતિની રમત રમાડી અને બાળકોને રજામાં રસ હતો તો રજા આપી દીધી. ત્યાર બાદ બીજા દિવસે ‘શાંતિની રમત’ બાદ વાતાં કહેવા માંડી. એક હતો. રાજા, એને સાત રાણીઓ, સાતેને સાત કુંવર ને સાતેને સાત દીકરીઓ, અને વર્ગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બાળકો ફાટી આંખે રસપૂર્વક વાર્તા સાંભળવા માંડ્યાં. વાર્તા અડધી થઈ ત્યારે શિક્ષક કહે છે તમારે રજા જોઈતી હોય તો વાતાં બંધ કરીએ; નહિ તો ચાલુ રાખીએ. બધાં જ બાળકો એકી અવાજે કહે : “ચાલુ રાખો. અમારે રજા નથી જોઈતી.”શિક્ષક કહે : “ઘંટ વાગે ત્યાં સુધી વાર્તા ચલાવીએ. આ વાતાં તો ચાર દિવસ ચાલે એટલી લાંબી છે.” બાળકો ગેલમાં આવી ગયાં. ઓહો ! આટલી બધી લાંબી ! ત્યારે તો મજા પડશે.” આ પ્રયોગ પરથી સમજાય છે કે શિક્ષક બાળકોમાં કઈ રીતે રસ ઉત્પન્ન કરી શકે છે.રસ એ દ્વિધ્રુવી છે. વર્ગખંડમાં બંને પક્ષે “રસ” ઉદ્દભવે તો અસરકારક ફળદાયી શિક્ષણપ્રક્રિયા બને છે. શિક્ષકે ખુદ રસ કેળવવો પડે અને બાળકોમાં કેવી રીતે રસ સંક્રમણ થઈ શકે એ કળા આત્મસાત્ કરવી પડે. ‘શિક્ષક કલાકાર છે. એને બાળકોના હૃદયના અને મનના ભાવોને ઓળખીને “રસ”નો વિકાસ કરવાનો છે. હવે આપણે ધ્યાન વિશે જોઈએ.ધ્યાનની સંકલ્પના :બાળકના મનમાં પ્રવેશવાનાં દ્વારો તેમની જ્ઞાનેન્દ્રિયો છે. આ જ્ઞાનેન્દ્રિયોને કેળવવાથી બાળકનાં મનબુદ્ધિ કેળવાય છે. હાથ-પગ અને જ્ઞાનેન્દ્રિયોની કેળવણીથી બુદ્ધિ અને મનને તાલીમ મળે છે. ધ્યાનનો સંબંધ મન સાથે, જ્યારે મનનો સીધો સંબંધ જ્ઞાનેન્દ્રિયો સાથે છે. મન તો અસ્થિર છે, તેને સ્થિર કરવાનું માધ્યમ ઇન્દ્રિયોનું છે. અને તેની લગામ ધ્યાનના હાથમાં છે, તેથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મન સાથે સંબંધિત કોઈપણ બાબત એ જ જગ્યાએ સ્થિર થાય તેને ધ્યાનસ્થ અવસ્થા કહે છે. ધ્યાનને કેન્દ્રિત કરવા માટે ‘સ્વ’નું મન કેળવાય, બુદ્ધિ કેળવાય અને ધ્યાનથી જ્ઞાનનો સ્પર્શ થાય ત્યારે મનમાં રહેલા અજ્ઞાનતાના પડદા તૂટે છે અને જ્ઞાનપ્રાપ્તિ થાય છે. “ધ્યાન એ મનને કેન્દ્રિત કરવાની માનસિક ક્રિયા છે.”એકાગ્રતા અને ધ્યાનને આપણે સૌ એક જ માનીએ છીએ. એકાગ્રતાની શક્તિ આવે એટલે ધ્યાન આપોઆપ આવી જાય છે. પરંતુ એકાગ્રતા અને ધ્યાનમાં સ્પષ્ટ તફાવત છે. ધ્યાન એ ફક્ત એકાગ્રતા નથી, પણ વિશેષ પ્રકારની એકાગ્રતા છે. એકાગ્રતા એક અચેતન પ્રક્રિયા છે. જ્યારે ધ્યાન એ સ્વતરફ અભિમુખ થવાની ચેતન પ્રક્રિયા છે. ધ્યાનથી તૈયારી કરીને ધ્યાનથી ભણાવનાર શિક્ષક જ બાળકોનાં ધ્યાનને કેન્દ્રિત કરી શકે અને કેન્દ્રિત થયેલ ધ્યાન બાળકને અર્જુનની જેમ ધ્યેયસિદ્ધિ અપાવી શકે. બંને પક્ષે ધ્યાનની એકતા હોય તો જ શીખવા-શીખવવાની પ્રક્રિયા સફળ બની શકે. તેમાં કોઈપણ વસ્તુ કે સંવેદના ઉપર મનને કેન્દ્રિત કરવામાં આવે છે. ગમતી પ્રવૃત્તિ કે ગમતા વિષય ઉપર ધ્યાન સ્થિર થાય છે તો શાળામાં બાળકોને કઈ વસ્તુ, પ્રવૃત્તિ ગમે છે, તેના વિકાસ માટે યોગ્ય છે તે તરફ બાળકોને લઈ જવાનું કામ શિક્ષકનું છે. આ કામ તો જ થઈ શકે જો શિક્ષક બાળકોનું ધ્યાન કેન્દ્રિત કરવાનું કૌશલ્ય જાણતો હોય. તો કુશળ શિક્ષક જ બાળકના વિચલિત ધ્યાનને અચલ બનાવી શકે છે અને બાળકો ઉપર પક્કડ જમાવી શકે છે.ધ્યાનના પ્રકારધ્યાનના બે પ્રકાર છે. (૧) અનેચ્છિક ધ્યાન. (ર) ઐચ્છિકથ્થાન.અનૈચ્છિક ધ્યાન :“વ્યક્તિની ઇચ્છા ન હોય છતાં કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન જાય તેને અનૈચ્છિક ધ્યાન કહે છે. કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી ધ્યાન સ્થિર રહી શકતું નથી. જ્યારે સડક પરથી પસાર થતા હોઈએ ત્યાં અચાનક હોર્ન વાગે ત્યારે તે તરફ ધ્યાન જતું રહે છે. વર્ગખંડમાં પવનથી બારી પછડાય છે અને થતો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. રાત્રે વાંચતી વખતે ઘડિયાળનો અવાજ આપણું ધ્યાન ખેંચે છે. અનેચ્છિક ધ્યાન સ્વાભાવિકપણે થતું હોય છે. અનેચ્છિક ધ્યાન ટૂંકા ગાળાનું હોય છે. આમ જોઈએ તો અનેચ્છિક ધ્યાન સાહજિક હોય છે.ઐચ્છિકથ્થાન :“વ્યક્તિ પોતાની ઇચ્છાથી, પ્રયત્નપૂર્વક કોઈ વસ્તુ, વ્યક્તિ કે ઘટના પ્રત્યે ધ્યાન આપે તેને ઐચ્છિક ધ્યાન કહે છે. ઐચ્છિક ધ્યાનનો સીધો સંબંધ રસ સાથે છે. જેમ કે ગણિતમાં રસ ધરાવનાર વિદ્યાર્થી દાખલા જ ગણે છે. વાચનનો શોખ ધરાવનાર વિદ્યાર્થી લાંબા સમય સુધી વાંચી શકે છે. ઘણી વખત જરૂરિયાત પ્રમાણે અનેક પ્રયત્નો બાદ પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. જેમ કે પરીક્ષા સમયે પ્રયત્નપૂર્વક વાચન પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. અભ્યાસક્રમના બધા વિષયો બધા જ વિદ્યાર્થીઓને ગમતા હોય તેવું હોતું નથી, ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રયત્નપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. શિક્ષણની પ્રક્રિયામાં ઐચ્છિક ધ્યાન વધુ જરૂરી છે.ધ્યાનનાં પરિબળો :ધ્યાનનાં બે પ્રકારનાં પરિબળો છે.આંતરિક પરિબળો :વિદ્યાર્થી પોતાની આંતરિક પરિસ્થિતિ અને વૃત્તિઓથી પ્રેરાઈને ધ્યાન આપવા તત્પર બને છે. આ પ્રક્રિયાને આંતરિક પરિબળ કહે છે.રસ કે અભિરુચિ : જેમાં આપણને રસ હોય તે બાબત પ્રત્યે આપણું ધ્યાન ઝડપથી ખેંચાય છે. વાચનમાં રસ હોય તેનું ધ્યાન પુસ્તક તરફ ખેંચાય છે. ક્રિકેટમાં રસ હોય તેનું ધ્યાન રેડિયો પર કોમેન્ટ્રી આવતી હોય તે તરફ વધુ ખેંચાય છે. આમ, રસ એ ધ્યાનની જનની છે.શિક્ષણ કે તાલીમ : વિદ્યાર્થીએ લીધેલ તાલીમ કે શિક્ષણ ભૂતકાળમાં થયેલા અનુભવો સાથે સંબંધિત ઉદ્દીપકો તરફ ઝડપથી ધ્યાન ખેંચે છે. સંગીતનું શિક્ષણ મેળવેલ વ્યક્તિનું ધ્યાન સંગીતના સૂર તરફ ઝડપથી ખેંચાય છે. માટે શિક્ષણની પ્રક્રિયા દરમિયાન પૂર્વજ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે.જરૂરિયાત : જરૂરિયાત ધ્યાનને આકર્ષે છે. તરસ્યા માણસનું ધ્યાન પાણી તરફ વધુ જાય છે. ભૂખ્યા માણસનું ધ્યાન ખાદ્ય પદાર્થો તરફ વધુ જાય છે. શિક્ષક કહે કે આ પ્રશ્નો પરીક્ષા માટે મહત્ત્વના છે તો વિદ્યાર્થીઓનું ધ્યાન તરત એ તરફ ખેંચાય છે.મનોવલણ : મનોવલણો ધ્યાન આકર્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભણવા પ્રત્યેનું હકારાત્મક મનોવલણ અભ્યાસમાં “ધ્યાન’ વધારે છે.શારીરિક – માનસિક સ્થિતિ : વ્યક્તિને માથું દુ:ખતું હોય કે કોઈ બાબતની ચિંતા હોય તે બાબત ચિત્તનો કબજો લઈ લે છે. આમ શિક્ષણની પ્રક્રિયામાં વિદ્યાર્થીની શારીરિક-માનસિક સ્થિતિની અસર ધ્યાન ઉપર પડે છે.પૂર્વાનુભવ : જ્ઞાનેન્દ્રિયો વડે વિદ્યાર્થીઓને અનેક અનુભવો પ્રાપ્ત થતા હોય છે. જે મગજમાં સંગ્રહ પામે છે. આવા અનુભવોને વિદ્યાર્થી જરૂર પડે ત્યારે ફરીથી તે સમયે પ્રાપ્ત કરી શકે છે.બાહ્ય પરિબળો :ઉત્તેજના : ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું સૌપ્રથમ બાહ્ય પરિબળ છે ઉત્તેજના, સફેદ કરતાં રંગીન ચોક, ઝાંખા પ્રકાશ કરતાં તેજસ્વી પ્રકાશ, ધીમા અવાજ કરતાં મોટો અવાજ ધ્યાનને ઝડપી આકર્ષે છે. બસસ્ટેશને કે રેલવેસ્ટેશને સીંગચણા વેચનારો, છાપાનો ફેરિયો કે પાણીવાળા વિચિત્ર મોટા અવાજથી ગ્રાહકોનું ધ્યાન ખેંચે છે; તેમ શિક્ષક શાળામાં બાળકો સમક્ષ ભાવવાહી અવાજના વૈવિધ્યથી બાળકોનું ધ્યાન આકર્ષી શકે છે. પણ તેમાં સ્વાભાવિકતા હોવી જોઈએ. વર્ગખંડમાં શિક્ષણની પ્રક્રિયા દરમિયાન રંગીન, ચિત્રો, મોડેલો, નકશા, નમૂનાઓ, આલેખો, ટેપરેકર્ડર, ફિલ્મી સ્વલાઇડ, પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન વગેરે વિવિધ શૈક્ષણિક સાધનો પ્રબળ ઉત્તેજના લાવીને બાળકોના ધ્યાનને કેન્દ્રિત કરી શકે છે.નવીનતા : બાળકોને રોજ નવું શીખવાનું ગમે છે. નવી બાબતોમાં તેમનું ધ્યાન વધુ સ્થિર થઈ શકે છે. એકની એક વાત કંટાળાજનક બને છે. એકનો એક ઘડિયો પાંચ વાર લખવા આપવામાં આવે તો બાળક કંટાળો અનુભવે છે. ઘણી વખત સારા અક્ષર માટે એક ફકરો કે પાઠ બે કે ત્રણ વખત ધ્યાનથી વ્યવસ્થિત લખે છે પણ બીજી કે ત્રીજી વખતનું લખાણ ઘણી ભૂલોવાળું હશે, અવ્યવસ્થિત હશે. આ પ્રકારની પ્રક્રિયાથી બાળકો કંટાળો અનુભવે છે અને ચોક્કસ ધ્યેયપ્રાપ્તિ થતી નથી.નવી વાર્તા, નવાં સાધનો, નવા પ્રયોગો, નવી પદ્ધતિથી બાળકોને શીખવવામાં આવે તો ધ્યાન વધુ કેન્દ્રિત થઈ શકે છે, માટે શિક્ષકે પોતાના જ્ઞાનને અપડેટ કરવું પડે. પોતાની આંતર સૂઝબૂઝથી શિક્ષણની પ્રક્રિયામાં નવીનતા લાવવા પ્રયાસ કરવો જોઈએ.ગતિશીલતા : બાળક ખૂબ ચંચળ હોય છે. તે સ્થિર બેસી શકતું નથી, ખરેખર ગતિશીલતા એ બાળકની પ્રગતિ છે, તેથી શૈક્ષણિક ઉપકરણો પણ ગતિશીલ હોય, યાંત્રિક હોય તો વધુ ધ્યાનપ્રેરક બને છે. નાટક, ફિલ્મ દ્વારા શિક્ષણનું કામ અસરકારક બને છે.શિક્ષક વર્ગખંડમાં ખુરશી ઉપર બેસી રહીને, કે એક જ જગ્યાએ ઊભા રહીને જો શિક્ષણકાર્ય કરે તો શિક્ષણની પ્રક્રિયામાં નીરસતા જન્મે છે. શિક્ષક બાળકોની સાથે બેસીને શિક્ષણપ્રક્રિયા કરે તો બાળકોનું ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે અને વર્ગખંડમાં જીવંત વાતાવરણ નિર્માણ થાય છે.ક્રિયાશીલતા : બાળકો સ્વભાવે ક્રિયાશીલ હોય છે. કંઈક ને કંઈક પ્રવૃત્તિ કર્યા જ કરે છે. તોડફોડ કરવું, કંઈક નવું કરવું પણ ગમે છે. નવું સાંભળવું, નવું જોવું અને કંઈક જાતે નવું કરવાનું તેને ગમે છે. બાળકો રમતિયાળ વૃત્તિનાં હોય છે તેથી રમતમાં તેમને સ્વર્ગીય આનંદ મળે છે. સર્જનાત્મક વૃત્તિ હોવાથી માટીકામ, પૂંઠાકામ, ચિત્રકામ, છાપકામ વગેરે પ્રવૃત્તિઓમાં ઝડપથી કેન્દ્રિત થાય છે, એકધ્યાન થઈને મસ્તીથી બાળકો પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે.વસ્તુપ્રમાણ : બાળકોને કોઈપણ વસ્તુ નાની કરતાં મોટી વધુ ગમે છે. તેથી શૈક્ષણિક સાધનો પ્રમાણમાં મોટાં હોય તો ધ્યાનને વધુ આકર્ષે છે. દડો, ચિત્રો, મોટાં ગમે અને બ્લેકબોર્ડ ઉપરનું લખાણ મોટા અક્ષરે હોય તો વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.વિષમતા : લાંબા પાસે ઠીંગણો ઊભો હોય, કાળા પાસે ગોરો ઊભો હોય, પાતળા પાસે જાડો ઊભો હોય તો તરત ધ્યાન ખેંચાય છે. બે ઐતિહાસિક ઘટનાનો વિરોધાભાસ કે ઐતિહાસિક પાત્રોના જીવનકાર્યનો વિરોધાભાસ, ધ્યાન ખેંચે છે અને તુલનાત્મક દૃષ્ટિએ જોતાં વધુ અસરકારક, રસપ્રદ અને યાદગાર બની શકે છે.શૈક્ષણિક પ્રક્રિયામાં ધ્યાનનું મહત્ત્વ :મનની સ્થિરતા લાવે છે. જ કલ્પનાશક્તિ વધે છે. જ સ્મૃતિને પોષણ મળે છે. જ્ય ધ્યાનથી ક્રિયા ઉત્તમ અને ઝડપી બને છે. જ મનનો વિકાસ કરતી એકમાત્ર ક્રિયા ધ્યાન છે. જ્ય વ્યક્તિમાં ધ્યાનથી કાર્યક્ષમતા અને ચપળતા વધે છે. જ્ય ધ્યાન કેટલાંક આવેગો અને વૃત્તિઓને શાંત પણ કરે છે.રસ અને ધ્યાનનો શિક્ષણ સાથે સંબંધ :ધ્યાનનો મૂળ આધાર રસ છે. રસ એક સ્થાયી વૃત્તિ છે. તે જેટલી પ્રબળ તેટલું ધ્યાન વધુ પ્રબળ બને છે. ધ્યાન અને રસ એક સિક્કાની બે બાજુ જેવાં છે. બાળકોને જેમાં વધુ રસ પડે તેના તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. રસ પડે તો ધ્યાન લાગે અને ધ્યાન લાગે તો ગમે તેવો વિષય પણ રસમય બની જાય. ધ્યાન દોરવાનું અને રસ કેળવવાનું કાર્ય શિક્ષકનું છે. રસ અને ધ્યાન બંને સ્વયંભૂ ક્રિયા બને તો શિક્ષણ વધુ અસરકારક અને પ્રેરક બની શકે છે. ધ્યાન અને રસ એકબીજાનાં પૂરક છે. ધ્યાન લાગે તો જ્ઞાન થાય. વિદ્યાર્થીઓ ધ્યાનથી ગ્રહણ કરે તો વર્ગખંડમાં પ્રશ્નોના જવાબ સાચા આપી શકે. પરિણામે ગોખણપટ્ટી કરતાં નથી, સમજપૂર્વક સાચા જવાબ આપી શકે છે. શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે સફળતા મળે છે. બાળકોની કલ્પનાશક્તિ, સ્મરણશક્તિ, સમજશક્તિ અને બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે. ધ્યાનથી થયેલ કાર્ય ઝડપી, સુંદર અને ગુણવત્તાયુક્ત થાય છે. જો શિક્ષક વર્ગખંડમાં લાલચ, કે ભયથી ધ્યાન સ્થિર કરવાનો પ્રયત્ન કરે તો કૃત્રિમતા સર્જાય છે. પરિણામે આ પ્રકારનું રસ વગરનું ધ્યાન વિષય પ્રત્યે, કાર્ય પ્રત્યે અણગમો પેદા કરે છે.રસ અને ધ્યાન નિયમન માટે આટલું યાદ રાખોશિક્ષકે સરળ ભાષામાં, ભાવને અનુરૂપ આરોહઅવરોહપૂર્વક બાળકોને સમજાવવું.શિક્ષકે અભિનય દ્વારા વિવિધ ભાવો વ્યક્ત કરવા.બાળકોની વયકક્ષા અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને સમજ આપવી અને બાળકોના પૂર્વજ્ઞાન સાથે સંકલિત કરીને રજૂઆત કરવી.શિક્ષકે પોતાની શૈલીમાં વિવિધતા લાવીને બાળકોને આકર્ષિત કરવાં.વાર્તારસ પેદા કર્યા વગર વાતાંમાં બાળકો ધ્યાન આપી શકે નહિ, માટે વાતાંની શરૂઆત સમજપૂર્વક, રસપૂર્વક કરવી.પદ્ધતિનાટ્યીકરણરોલ પ્લેદેશ્ય-શ્રાવ્ય સાધનોકથનપદ્ધતિવાર્તાપદ્ધતિચિત્રપદ્ધતિપ્રશ્નપદ્ધતિસમીક્ષાપદ્ધતિયોગાસનજૂથચર્ચાજૂથકાર્યપ્રવૃત્તિશાંતિની રમતભાવવાહી અભિનય ગીતઅભિનયસહ બાળવાતાંએકપાત્રીય અભિનય.સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, ભામાશા, મીનળદેવી, લાછી છીપણપપેટ-શોદ્રશ્ય  ઉપરથી નિબંધલેખનવાતાંચિત્રોને ક્રમમાં ગોઠવવાં જ શબ્દ-અંતાક્ષરીશબ્દરમતક્વીઝ જ ગુજરાત / ભારતનો નકશોવિશિષ્ટ ક્ષેત્રોમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ મહિલાઓ અને વ્યક્તિઓના ફોટોગ્રાફસવીડિયો ફિલ્મ નિદર્શનકેરમદડો પકડવોકાવ્યનું ભાવવાહી ગાનજુદા જુદા વ્યવસાયનાં ઓજારોનું નિદર્શન. જ્ય પૂંઠાકામ, છાપકામ, ગડીકામ, માટીકામ, ચિત્રકામ • પ્રોજેક્ટવર્ક – બેંકની મુલાકાત, પોસ્ટઓફિસ, રેલવેસ્ટેશન, ગ્રામપંચાયત...બાળકોમાં ‘રસ અને ધ્યાન’ વિકસાવવા આટલું સમજી લઈએબાળક નાનું છે, પરંતુ તેને પોતાનું વ્યક્તિત્વ છે માટે તેનો સ્વીકાર કરીએ, સન્માન કરીએ.બાળકને સનેહ, સલામતી, પ્રોત્સાહન અને હૂંફની ખૂબ જરૂર છે.બાળકની પ્રકૃતિ કુતૂહલપ્રિય અને રમતપ્રિય હોય છે. તેને ખોલવું, જોડવું, તોડવું, કંઈક નવું બનાવવું અને નવી નવી રમતો રમવી ખૂબ જ ગમે છે.બાળકને સમસ્યાઓ જાતે ઉકેલવામાં રસ પડે છે. આવી મથામણ તેને ગમે છે. બાળકને જાતે કામ કરવાની અને તે કરવા માટેની શક્તિ કેળવવાની વધુ હોંશ હોય છે. બાળકની કલ્પનાશક્તિ ખૂબ જ તેજ હોય છે. તેની આ શક્તિને તે બોલવામાં, ચિત્રો દોરવામાં સારી રીતે અભિવ્યક્ત કરે છે. બાળકને જવાબદારી ગમે છે. જવાબદારીભર્યું કામ કરવામાં તેનું સ્વાભિમાન પોષાય છે.બાળકને નકારાત્મક સૂચનો કરતાં હકારાત્મક સૂચનોની અસર વધુ થાય છે. તેને ઉપદેશ કરતાં, ખામણ કરતાં, મૈત્રીભાવથી કરાયેલું સૂચન વધારે સ્વીકાર્ય બને છે.નાનું-મોટું, ઓછું-વધુ, હળવું-ભારે, લાંબું-ટૂંકું વગેરેનો ખ્યાલ તેને આવી ગયેલો હોય છે.ગમતી પ્રવૃત્તિમાં બાળક એકાગ્ર થઈ શકે છે. તેની એકાગ્રતાની સમય મર્યાદા ઓછી હોવાથી સમયાંતરે પ્રવૃત્તિ બદલવી હિતકારક છે.વર્ગખંડની દરેક પ્રવૃત્તિમાં બધાં જ બાળકો સામેલ થાય તેનું ધ્યાન રાખવું.બાળકોનાં નામ અને કુટુંબથી પરિચિત થઈ જઈ બાળકને નામથી જ બોલાવીએ.બાળકના દરેક સારા કાર્યને, નાની સરખી પ્રવૃત્તિને, આપેલ સાચા ઉત્તરને વધાવી લઈને પ્રોત્સાહિત કરીએ.બાળક સાથે બાળક બની, સંકોચ છોડી અભિનય કરીએ. નાટક ભજવીએ, રમત રમીએ, નાસ્તો કરીએ.દરરોજ એક જોડકણું, એક ગીત, એક અભિનય, એક વાર્તા અને એક પ્રવૃત્તિ તો આપવી જ.બાળકોને મિત્રો સાથે કે જૂથમાં કામ કરવાની ટેવ પાડવી.બાળકને ક્યારેય તોછડાઈથી બોલાવીએ કે ધમકાવીએ નહિ.બાળકને લાલચ આપીએ નહિ, સજા કરીએ નહિ.બાળકો વચ્ચે સ્પર્ધા કરાવીએ નહિ.કોઈ બાળકને ક્યારેય ઠોઠ કહીએ નહિ.વર્ગખંડમાં બધાં જ બાળકો ઉપર સમદૃષ્ટિ રાખવી.જે બાળક જે ગતિએ શીખતું હોય તેને તે જ ગતિએ વ્યક્તિગત ધ્યાન આપીને શીખવવું.વર્ગખંડમાં બાળકને હંમેશાં પ્રવૃત્તિમય રાખવું.પ્રવૃત્તિ, શૈક્ષણિક સાધનોની પસંદગી બાળકોની રસરુચિ, વયકક્ષાને ધ્યાનમાં રાખીને કરવી.પાઠયપુસ્તક એક સાધનરૂપ છે. તેના દ્વારા બાળકને જીવનવ્યવહારલક્ષી જ્ઞાન આપવાનું છે તે હંમેશાં યાદ રાખવું.ઓફ ઍર (ચર્ચાપત્ર)વાતાંમાં બાળકોને વધુ રસ પડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો પ્રવૃત્તિમાં સામેલ થતાં નથી. શિક્ષક અને વિદ્યાર્થી બંનેને રસ હોય તો શિક્ષણપ્રક્રિયા સફળ નીવડે. રસ એ ધ્યાનની જનની છે.રસ અને ધ્યાનનો સંબંધ માતા અને પુત્રી જેવો છે. બાળકોમાં રસ ઉત્પન્ન કરવામાં વાતાવરણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધ્યાનથી મેળવેલ જ્ઞાન ચિરંજીવ બને છે. વર્ગખંડમાં શિક્ષણપ્રક્રિયા દરમિયાન ‘રસ અને ધ્યાન’ શિક્ષક ઉપર આધાર રાખે છે. બાળકોની વયકક્ષા પ્રમાણે કરેલ પ્રવૃત્તિની પસંદગી ‘રસ અને ધ્યાન’ પ્રેરકબળ પૂરું પાડે છે. વર્ગખંડમાં બધાં જ બાળકો શિક્ષણકાર્ય દરમિયાન ધ્યાન આપતાં નથી.બાળકોને એકની એક પ્રવૃત્તિ વારંવાર કરાવવાથી વધુ રસપ્રદ બને છે. . બાળકોને રમતોમાં વધુ રસ પડે છે.બાળકોને રોજ નવું, શીખવું, નવું જાણવું, નવું બનાવવું ગમે છે.‘રસ અને ધ્યાન’ વિના શિક્ષણપ્રક્રિયા સફળ બનતી નથી.કોઈપણ એકમને રસપ્રદ કેવી રીતે બનાવવો એ શિક્ષક ઉપર આધારિત છે.શિક્ષણ રસપ્રદ બનાવવામાં આયોજનનું ખૂબ મહત્ત્વ છે.પ્રવૃત્તિધોરણ-૬ ના ગુજરાતીના પાઠયપુસ્તકના જય જય ગરવી ગુજરાત કાવ્યનું ભાવવાહી ગાન કરાવવું. અથવાઓડિયો કેસેટ મૂકવી અને ત્યાર બાદ શિક્ષકોએ સમૂહમાં ભાવવાહી ગાન કરાવવું. ગુજરાતનો નકશો મૂકીને તેમાં સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર વગેરે નકશામાં ક્યાં સ્થાન ધરાવે છે તેની શોધ કરાવવી ત્યાર બાદ કાવ્યનું વ્યક્તિગત ગાન કરાવવું.જે તે ધોરણમાં શૈક્ષણિક કાર્ય કરતાં હોય તેના જૂથ પાડીને ભાષા, સામાજિક વિજ્ઞાન પાઠયપુસ્તકનાઆધારે એકપાત્રીય અભિનય અથવા રોલ પ્લે ૭ મિનિટનું તૈયાર કરીને રજૂ કરો. જુદા જુદા વ્યવસાયકારોનો અભિનય કરો.ધોરણ-૪ના વિદ્યાર્થીઓને ભાગાકારની પ્રક્રિયા વ્યાવહારિક દષ્ટાંતો આપીને પ્રત્યક્ષ મૂર્ત વસ્તુઓનોઉપયોગ કરીને શિખવાડો. અંગ્રેજી વિષયમાં / ગુજરાતી વિષયમાં શબ્દભંડોળ માટે અંતાક્ષરીની પ્રવૃત્તિ કરાવો.ગુજરાતી / હિન્દી / અંગ્રેજી / સંસ્કૃતમાં આપેલાં કાવ્યોમાંથી એક કાવ્યનું નાટ્યીકરણ રજૂ કરો.શાંતિનીરમત રમાડવી અને તે દરમિયાન કેવા પ્રકારના અવાજો સંભળાયા તેની ચર્ચા કરવી

સ્ત્રોત:

જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ, ૨૦૧૨]' (The Protection of Children from Sexual Offences Act, 2012) વર્ષ : ૨૦૧૨નો ૩૨માં ૧૪મી જૂન ૨૦૧૨.

તૈયાર કરનાર : ડૉ. ક્રિપ્નપાલ મલિક અને ડીં. જયોતિ સાધુ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate