অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સર્વ શિક્ષા અભિયાન

યોજનાનો ઉદ્દેશો:

રાજયમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અભિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા

૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અનવયે રાઇટ ટુ એજયુકેશન એક્ટ-નો એપ્રિલ ૨૦૦૯-૨૦૧૦થી અમલ.

પાત્રતા :

૬ થી  ૧૪  વર્ષના તમામ બાળકો

યોજનાના ફાયદા:

૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક કે લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તે માટે

  • શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ,
  • તાલીમ દ્વારા શિક્ષક  સજ્જતા
  • કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા લેકા વિદ્યાલય
  • વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ને સાધનસહાય,
  • શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં  પુનઃ સ્થાપન

પ્રક્રિયા:

૬ થી ૧૪ વયજૂથના ત કોને સાર્વત્રિક શિક્ષણ આપવાના દયેયને પરિપુર્ણ કરવા માટે

  • રાઇટ ટુ એજયુકેશન એક્ટની ૨૦૦૯ જોગવાઇ મુજબ શાળાની ઉપલબ્ધતા
  • સ્પેશિયલ ટ્રેનિંગ ) વયજૂથના શાળા બહારના બાળકો માટે ૬ થી ૧૪ : વયકક્ષા મુજબ નજીકની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનીંગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇન્સટ્રીમ કરવા
  • અંતરિયાળ અને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
  • ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
  • વિશીષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો (CWSN-Children With Special Needs) માટે પ્રારંભિક શિક્ષણ, સાધન સહાય, વાલીને માર્ગદર્શન અને જન જાગૃતિ
  • કન્યા શિક્ષણને પ્રોત્સાશન માટે જનજાગૃતિ કાર્યક્રમો અને કે.જી.બી.વી.
  • ૬ થી ૧૪ વયજૂથના તમામ બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
  • પ્રજ્ઞા અભિગમ એટલે ‘‘પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન’ ભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ
  • કોમ્પયુટર એઇલેડ લર્નિગ એટલે કોમ્પયુટર દ્વારા વિષય શિક્ષણનો અભિગમ જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ

અમલીકરણ એજન્સી:

  • રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ
    • સ્ટેટ પ્રોજેક્ટ કચેરી
    • જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી
    • તાલુકા કક્ષાએ બ્લોક રીસોર્સ સેન્ટર
    • કલસ્ટર કક્ષાએ કલસ્ટર રીસોર્સ સેન્ટર
    • શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ

સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate