હોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / શિક્ષણને લગતી યોજનાઓ / વિકાસ યોજનાઓ / રાજય તથા જિલ્લા કક્ષાના તંત્રને સંગીન બનાવવું
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજય તથા જિલ્લા કક્ષાના તંત્રને સંગીન બનાવવું

રાજય તથા જિલ્લા કક્ષાના તંત્રને સંગીન બનાવવું.

ઠરાવ :ઇડીએન-૫ રાજ્ય તથા જિલ્‍લા કક્ષાએ તંત્ર સંગીન બનાવવા અંગેની વર્ષ ૧૯૯૮-૯૯ થી અમલમાં છે. સને -૨૦૦૮-૨૦૦૯ ના અંદાજપત્રમાં બિન આદિવાસી વિસ્‍તાર માટે રૂ. ૧૮૭.૮૫ લાખ અને આદિવાસી વિસ્‍તાર માટે રૂ. ૦.૯૦ લાખ કુલ રૂ. ૧૮૮.૭૫ લાખ (અંકે રૂપિયા એકસો અઠ્ઠાસી લાખ પંચોતેર હજાર પુરા) જુદી જુદી ત્રણ પેટા યોજના હેઠળ,

 1. જિલ્‍લા કક્ષાના વહીવટી સ્‍ટાફ તથા હિસાબી અધિકારીના પગાર ભથ્‍થાઓ માટે ચાલુ વર્ષ માટે રૂ. ૧૪૨.૨૫ લાખની (અંકે રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ પચ્‍ચીસ હજાર પુરા)
 2. જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી / શાસનાધિકારીશ્રીઓને એવોર્ડ માટે રૂ.. ૨.૫૦ લાખ
 3. બીટ નિરીક્ષકોને કોમ્‍પ્‍યુટર તથા પ્રિન્‍ટર અને ફર્નીચર ફાળવવા માટે રૂ. ૪૪.૦૦ લાખ કુલ રૂ. ૧૮૮.૭૫ લાખ પૈકી ઉપરોક્ત ક્રમાંકઃ ૧ અને ર ઉપર દર્શાવેલ યોજના માટે અનુક્રમે રૂ. ૧૪૨.૨૫ લાખ અને રૂ. ૨.૫૦ લાખ કુલ-રૂ. ૧૪૪.૭૫ લાખ (અંકે રૂપિયા એકસો ચુમ્‍માલીસ લાખ પંચોતેર હજાર પુરા) નીચેની શરતોને આધીન વહીવટી મંજુરી આપવામાં આવે છે.
 4. ૨૦૦૮-૨૦૦૯ ના વર્ષમાં ઉક્ત ફકરા ૧ (૧) રૂ. ૧૪૨.૨૫ લાખની (અંકે રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ પચીસ હજાર પુરા) તથા ઉક્ત ફકરા ૧ (૨) સામેની રૂ. ૨.૫૦ લાખ ની કુલ રૂ. ૧૪૪.૭૫ લાખ (અંકે રૂપિયા એક કરોડ ચુમ્‍માલીસ લાખ પંચોતેર હજાર પુરા) આયોજન સદરે ચાલુ બાબત તરીકે કરેલ જોગવાઇનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી નીચેની શરતો આધીન આપવામાં આવે છે.

શરતો

 • સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતોવખત ફાળવવામાં આવતી ગ્રાન્‍ટની મર્યાદામાં ખર્ચ કરવો રહેશે.
 • આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણોને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
 • પ્રસ્‍તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્‍ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
 • વિભાગે રજુ કરેલા અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે.
 • આ મંજુરી અન્‍વયે જો કોઇ પણ વસ્‍તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
 • આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૨૦૦૮ થી શરૂ કરવાનું રહેશે.

આ અંગેનો ખર્ચ નં. ૦૦૯ મુખ્‍ય સદર-૨૨૦૨-સામાન્‍ય શિક્ષણ (ચાલુ) (૦૧) પ્રારંભિક શિક્ષણ-પેટા સદર-(૦૩) ઇડીએન-૫-રાજ્ય અને જિલ્‍લા કક્ષાએ અન્‍વેક્ષણ તંત્રને સંગીન બનાવવું વિગતવાર સદર હેતુ સદર-સહાયક અનુદાન (ક) પંચાયતોને (૧) પગાર ભથ્‍થા માટે આયોજન હેઠળની ચાલુ બાબત હેઠળ શિક્ષણ વિભાગના-૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં અને સામાજિક ન્‍યાય અધિકારીના વિભાગના ૨૦૦૮-૦૯ ના મુખ્‍ય સદર-૨૨૦૨- સામાન્‍ય શિક્ષણ- પેટા સદર-ઇડીએન-૫-દેરખેર તંત્ર સંગીન બનાવવું. હેઠળ થયેલ જોગવાઇમાંથી મેળવીને સંબંધિત સદરે ઉધારવાનો રહેશે.

આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગના તા. ૧૯-૩-૦૮ ની નોંધણી મળેલ અનુમતિ અન્‍વયે રવાના કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામ,

સ્ત્રોત : પોપટસિંહ વાઘેલા સેકશન અધિકારી, શિક્ષણ વિભાગ

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top