વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મફત પાઠય પુસ્તકો

મફત પાઠય પુસ્તકો વિશેની માહિતી આપવામાં આવી છે

ઠરાવ : સને ૨૦૦૮-૦૯ ના વર્ષ માટે ઇડીએન-૪ વિના મૂલ્‍યે પાઠ્યપુસ્‍તકો પુરા પાડવા ની યોજનાના અમલીકરણ માટે ચાલુ બાબત હેઠળ ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં કરવામાં આવેલ જોગવાઇ રૂ. ૫૧૦૦.૦૦ લાખ (અંકે રૂપિયા એકાવન કરોડ પુરા) નો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા પ્રાથમિક નિયામકશ્રીએ દર્શાવેલ તા. ૨૯-૨-૦૮ ના પત્રથી દરખાસ્‍ત કરી હતી.

પુખ્‍ત વિચારણાને અંતે રાજ્યમાં જિલ્‍લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્‍યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને અભ્‍યાસક્રમમાં સમાવેશ થયેલા તમામ વિષયના પુસ્‍તકો પુરા પાડવા માટે નીચેની વિગતે રૂ. ૫૧૦૦.૦૦ લાખ (અંકે રૂપિયા એકાવન કરોડ પુરા) નો ખર્ચ કરવાની નીચેની શરતોને આધિન આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે.

ક્રમ

વિસ્‍તાર

પાઠ્યપુસ્‍તકના જરૂરી સેટ

જોગવાઇ રૂ. લાખમાં

બિન આદિવાસી વિસ્‍તાર

૪૮.૬૫ લાખ

રૂ. ૩૩૪૧.૬૫ (અંકે રૂપિયા તેત્રીસ કરોડ એકતાલીસ લાખ પાંસઠ હજાર પુરા)

આદિવાસી વિસ્‍તાર

૧૫.૦૦ લાખ

રૂ. ૧૧૫૦.૦૧ (અંકે રૂપિયા અગીયાર કરોડ પચાસ લાખ એક હજાર પુરા)

ખાસ અંગભૂત યોજના

૭.૩૫ લાખ

રૂ. ૬૦૮.૩૪ (અંકે રૂપિયા છ કરોડ આઠ લાખ ચોત્રીસ હજાર પુરા)

કુલ :

૭૧.૦૦ લાખ

રૂ. ૫૧૦૦.૦૦ (અંકે રૂપિયા એકાવન કરોડ પુરા)

  • સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ દ્વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્‍ટની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.
  • આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ જોગવાઇઓ અને લાગુ પડતા ધારાધોરણોને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
  • પ્રસ્‍તુત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા આગામી વર્ષમાં પર્યાપ્‍ત બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે. વિભાગે રજુ કરેલા અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે.
  • આ મંજુરી અન્‍વયે જો કોઇ પણ વસ્‍તુની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
  • આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૨૦૦૮ થી શરૂ કરવાનું રહેશે.

આ અંગેનો ખર્ચ બિન આદિવાસી વિસ્‍તાર માટે માંગણી નં. ૯ મુખ્‍ય સદર ૨૨૦૨, સામાન્‍ય શિક્ષણ (ચાલુ), ગૌણ સદર : પાઠ્યપુસ્‍તકો – પેટા સદર : ઇડીએન-૪ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વિના મુલ્‍યે પાઠ્યપુસ્‍તકો પુરા પાડવા (૨૨૦૨-૦૧-૦૦૮-૦૧૫) હેઠળ તથા આદિવાસી વિસ્‍તાર માટે માંગણી નંબર ૯૬ મુખ્‍ય સદર: ૨૨૦૨-શિક્ષણ (ચાલુ) પેટા સદર ઇડીએન-૪ : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્‍તકોની જોગવાઇ બાબત – સહાયક અનુદાન અન્‍યને (૨૨૦૨-૦૧-૭૯૬-૧૮-૨૧૦) હેઠળ અને ખાસ અંગભૂત વિસ્‍તાર માટે માંગણી નં. ૯૫-મુખ્‍ય સદર-૨૨૦૨ સામાન્‍ય શિક્ષણ (ચાલુ) ગૌણ સદર : પાઠ્યપુસ્‍તકો, પેટા સદર ઇડીએન-૪ અનુસૂચિત જાતિ પેટા યોજના પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને વિના મૂલ્‍યે પાઠ્યપુસ્‍તકો પૂરા પાડવા – વિગતવાર સદર-હેતુ સદર-સહાયક અનુદાન (ગ) અન્‍યને (૨૨૦૨-૦૧-૧૦૬-૦૧૩) હેઠળ ઉધારીને ચાલુ વર્ષની ગ્રાન્‍ટમાંથી મેળવવાનો રહેશે.

આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણાં સલાહકારશ્રીની તા. ૪-૩-૦૮ ની નોંધણી મળેલ અનુમતિ અન્‍વયે રવાના કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે.

સ્ત્રોત: એમ. કે. પારેખ સેકશન અધિકારી,શિક્ષણ વિભાગ

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top