অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળ દિનની ઉજવણીઓ

બાળ દિનની ઉજવણીઓ

20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે.એ ભારતમાં બાળ દિન 14 નવેમ્બરે છે.

વિશ્વવ્યાપકપણે, બાળ દિન એ દર વર્ષે 20મી નવેમ્બરના ઉજવવામાં આવે છે.આ તારીખ બાળપણને ઉજવવા માટે પસંદ કરવામાં આવી હતી.1959ની સાલ પહેલા બાળ દિન વિશ્વવ્યાપકપણે ઓક્ટોબર મહિનામાં ઉજવવામાં આવતો હતો.તેને યુએન જનરલ એસેમ્બલીમાં નક્કી કર્યા મુજબ પ્રથમ વાર 1954ના વર્ષમાં ઉજવવામાં આવ્યો હતો.મૂળભૂત રીતે આ દિવસની સ્થાપના બાળકોમાં સમજણ અને સાંપ્રદાયિક વિનિમયને વિકસિત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે કરવામાં આવી હતી,તેમજ સંપૂર્ણ વિશ્વમાં,બાળકોના કલ્યાણને પ્રોત્સાહિત કરવાના હિતાધિકારી કાર્ય વિશે જાગૃતિ લાવવા માટે પણ કરવામાં આવી હતી.

20મી નવેમ્બરની તારીખની પસંદગી કરવામાં આવી કારણકે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત બાળકોના હકોની ઘોષણા જે દિવસે કરવામાં આવી હતી,તેની 1959માં આવતી જયંતિને આ દિવસ સૂચવે છે.1989માં બાળ હકો પરના કરાર પર તે સમાન દિવસે જ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા,ત્યારથી 191 રાજ્યો દ્વારા તેને માન્ય કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ વિશ્વમાં બાળ દિનની પ્રથમ ઉજવણી બાળ કલ્યાણ,જીનીવા માટેના આંતર્રાષ્ટ્રીય યુનીયનના પ્રાયોજન હેઠળ ઓક્ટોબર,1953માં થઈ હતી.સાર્વત્રિક બાળ દિનનો વિચાર સ્વર્ગસ્થ વી.કે.કૃષ્ણન મેનન દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને 1954માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા સ્વીકૃત કરવામાં આવ્યો હતો.

20 નવેમ્બર એ સાર્વત્રિક બાળ દિન છે. 1954માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા પ્રથમવાર ઘોષિત કરવામાં આવ્યો હતો,પહેલું તો બાળકોમાં સમજણ અને પારસ્પરિક વિનિમય વધારવા અને બીજું વિશ્વના બાળકોના કલ્યાણને વિકસિત કરવા અને તેનો લાભ લેવાના કાર્યનું મંડાણ કરવા માટે તમામ દેશોને પ્રેરિત કરવા માટેના એક એવા દિવસને સંસ્થાપિત કરવા આની સ્થાપના કરવામાં આવી હતી.

આગળ બતાવ્યા પ્રમાણે, ભારતમાં બાળ દિન મસ્તી અને આનંદના દિવસ તરીકે બાળપણની ઉજવણી,બાળકો અને નહેરૂજીનો તેમના પ્રત્યેના પ્રેમ તરીકે પંડિત નહેરૂજીના જન્મદિને ઉજવવામાં આવે છે. તેમના બાળકોના પ્રત્યેના પ્રેમને એક શ્રદ્ધાંજલિ તરીકે,નહેરૂજીના જન્મદિનને સંપૂર્ણ ભારતમાં ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે.

બાળ દિનની ઉજવણી એટલે બાળકોને મોજ કરવાનો અને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર આપવો,અને જો તમે તમારા બાળકને બીજાઓ સાથે વહેંચણી કરવાનું મૂલ્ય શીખવો તો તેઓ કેટલા ભાગ્યશાળી કહેવાય,પછી નાકે માત્ર તમારૂ બાળક એક જવાબદાર માનવી તરીકે વિકસશે પણ સાથે બીજા બાળકો પણ તમારી ઊંડીવિચારસરણીથી કર્તવ્યભ્રષ્ટ થતા અટકી શકશે.

બાળ દિનનું મહત્વ

પણ આ બધા આડંબર અને ભવ્યતાની સાથે,આપણે ચાચા નહેરૂના વાસ્તવિક સંદેશા પરથી દ્રષ્ટી ખસેડવી જોઈએ નહી.જે આપણા બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરે છે તેમજ તેમને વિશાળ અને સમાન તકો આપે છે જેના દ્વારા તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા લઈ શકે અને ફાળો આપી શકે.આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના ઉદાહરણો દ્વારા જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે.

બાળકોની ઉજવણી માટે શા માટે તેમના જન્મદિવસની પસંદગી કરવામાં આવી તેનું કારણ બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને અનુરાગ હતો. સ્વતંત્રતા માટેની તેમની આકરી જહેમત પછી ભારતના પ્રથમ વડાપ્રધાન બનવા માટે પંડિત નહેરૂને દેશના વિશિષ્ટ બાળક તરીકે સંબોધવામાં આવે છે

ભારતમાં તેને 14મી નવેમ્બરે ઉજવવામાં આવે છે,કારણકે આ દિવસ દંતકથાત્મક સ્વતંત્રતા યોદ્ધા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનની પહેલી જન્મજયંતિને સૂચવે છે-પંડિત જવાહરલાલ નહેરૂ.

નહેરૂની અને બાળકો પ્રત્યેના તેમના પ્રેમની શ્રદ્ધાંજલિ તરીકે,બાળ દિન તેમના જન્મદિવસ પર ઉજવવામાં આવે છે.

આ દિવસ આપણા સહુને બાળકોના કલ્યાણ તરફની આપણી વચનબદ્ધતાને તાજી કરવાની અને ચાચા નહેરૂના આદર્શો અને તેમના સપનાઓ દ્વારા બાળકોને જીવવાનું શીખવવા માટેની એક સ્મૃતિ પૂરી પાડે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate