অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાંસ્કૃતિક પ્રવાસન

ગુજરાતના પ્રવાસન સ્થળો ભારતીય સંસ્કૃ.તિ અને પરંપરાગત ધાર્મિક આસ્થાના પ્રતીક છે. જે ભારતીય કળા, વૈભવ, બેનમૂન સ્થાપ્ત્યો, પવિત્રતા અને સમૃદ્ધ વિચારોના પ્રતિક સમાન છે. ગુજરાતની પ્રજામાં વિશ્વાસ, સત્યબ, સહિષ્ણુિતા તથા અતિથિને ભગવાન માનવાના ઉચ્ચા વિચારો આવેલા છે. અહીંના લોકો સાદુ જીવન, ઉચ્ચો વિચારો ના સિદ્ધાંતને વરેલા છે. અહીં જુદા-જુદા ધર્મો અને જાતિના લોકો કોમી એખલાસની ભાવના અને સહિષ્ણુતા સાથે એક બીજાને મદદ કરીને રહે છે જે ગુજરાતની આગવી ઓળખ છે.

  • ગુજરાત શ્રેષ્ઠ હસ્તવકલા જેવા કે પટોડા, ખાડી, બાંધણી, છાપકામ, ભરતકામ, નંડા, રોગણ ચિત્રકામ, માતાની પછેડી, લાકડાની કૃતિઓ, વાંસની કૃતિઓ, પિથોરા, કવિતાઓ વગેરે માટે જાણીતું છે.
  • ગુજરાત દરેક ધર્મો - રિતરીવાજોના તહેવારો તેના રંગમાં રંગીને ઉજવે છે. રાતની આગવી ઓળખ છે.
  • આરબો, ડચો, પોર્ટુગીઝો, મુઘલો અને બ્રિટિશોની સંસ્‍કૃતિની છાપ પણ ગુજરાતની સંસ્‍કૃતિમાં જોવા મળે છે

સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ

ગુજરાતની દક્ષિણ સરહદે સહ્યાદ્રિની ધટાટોપ પર્વતમાળામાં સાપનું નિવાસસ્થાન કહેવાતું એવું સાપુતારા સુંદર કુદરતી દૃશ્યાવલિ ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલું એ એક અનોખું હિલ સ્ટેશન છે. કુદરતે નવરાશના સમયમાં કંડારેલી અહીંની મનોરમ્ય ધરતી પ્રવાસીઓને આકર્ષિત કરીને મસ્ત બનાવી દે એવી છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રી રામે પોતાના વનવાસકાળ દરમિયાનનો ૧૧ વર્ષનો સમય અહીંના જંગલોમાં વિતાવ્યો હતો. આ નયનરમ્ય હિલસ્ટેશન સહ્યાદ્રિ પર્વતમાળામાં ડાંગનાં ગાઢ જંગલ વિસ્તારમાં દરિયાની સપાટીથી ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઇએ આવેલું છે. સાપુતારામાં આખા વર્ષ દરમિયાન સરખું હવામાન રહે છે. ચોમાસાના વરસાદથી સાપુતારાનું હવામાન જાદુઇ સ્પર્શ પામે છે. એટલે જ ચોમાસાની ઋતુમાં ગુજરાત ટુરિઝમ દ્વારા આ સ્થળને આહ્લાીદક પ્રવાસન સ્થળ તરીકે પ્રચલિત કરવાનું આયોજન કર્યું છે. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, નાશિક જેવાં શહેરો માટે સાપુતારા ચોમાસાનું લોકપિ્રય પ્રવાસન સ્થળ છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલું હોવાને લીધે આ રાજ્યના લોકો માટે એ હાથવગું પસંદગીનું સ્થળ છે. ચોમાસા દરમિયાન ૪ ઓગસ્ટ થી ૧લી સપ્ટેમ્બર એક મહિનો ચાલનારા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન પ્રવાસીઓને માટે અનેક આકર્ષણો અને અનેક્વિધ પ્રવૃત્ત્િાઓ હશે. વોટર સ્પોર્ટ્સવ, સાહસિક પ્રવૃત્ત્િાઓ, લેસર શો, ફોટોગ્રાફી પ્રદર્શન, હેરિટેજ વોક, સાંસ્કૃતિક સંધ્યા, ફૂડ ફેસ્ટિવલ, વિવિધ સ્પર્ધાઓ વગેરેનાં પણ આયોજનો આ ફેસ્ટિવલમાં કરાશે. ફેસ્ટિવલના સમગ્ર મહિના દરમિયાન અહીં આવતા પ્રવાસીઓને રસ પડે અને આનંદ આવે એવી પ્રવૃત્ત્િાઓ તેમજ અનેક શ્રેષ્ઠ આયોજનો વડે પ્રવાસીઓને આકર્ષિત કરવા રાજ્ય સરકારે ધનિષ્ઠ પ્રયાસો કર્યા છે.

તરણેતર મેળો

ગુજરાતનું વધુ એક નજરાણું એટલે તરણેતરનો મેળો. આ મેળો ગુજરાતનો અત્યંત જાણીતો લોકસંસ્કૃતિનો મેળો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના પાંચાળ પ્રદેશ તરીકે ઓળખાતા સિરામિકનગર થાનગઢ નજીક આવેલા તરણેતર નામથી ઓળખાતા ત્રિનેત્રેશ્વરના શિવ મંદિરના સાનિધ્યમાં તે યોજાય છે. મહાભારત સાથે જોડાયેલી લોક કથા મુજબ દ્રૌપદીના સ્વયંવર માટે અર્જુને પોતાના બાણ વડે માછલીની આંખ વીંધીને કરેલા મત્સ્યવેધ માટે આ સ્થળ જાણીતું છે. આ દિવસોમાં ગુજરાતભરમાંથી લોકો ભાતીગળ - પરંપરાગત પોશાકો અને સુંદર ધરેણાં પહેરીને આ મેળામાં મહાલવા માટે મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. યુવક-યુવતીઓ માટે મનનો માણીગર શોધવાનો એને પામવાનો અને એની સાથે મેળામાં રાસડા લઇને મહાલવાનો અનોખો અવસર આ મેળો પૂરો પાડતો હતો.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate