অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગ્રામીણ ઓલમ્પિકના આયોજન

ગ્રામીણ ઓલમ્પિકના આયોજન

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૧.૯.૨૦૦૪ ના ઠરાવ ક્રમાંકઃએસએજી /૧૦૨૦૦૪/૫૨૬-બ થી વર્ષ-ર૦૦૪-૦પ થી મળેલ મંજુરી અન્વયે આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુષુપ્ત શકિતઓને જાગૃતકરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય તે માટે મુખ્ય મંત્રીશ્રીની પ્રેરણાથી ૨૦૦૪-૦૫ના વર્ષોથી રાજયમાં પરંપરાગત રીતે યોજાતા લોકમેળાઓમાં પરંપરાગત રમતો કે જે વિતેલા સમયો વિસરાઇ ગયેલ છે. તેવી રમતોને પુનઃ જીવીત કરી આ રમતોની આયોજન ગ્રામિણ ઓલમ્પિકસમાં કરવામાં આવે છે. ગ્રામિણ પ્રજાને રમતગમત ક્ષેત્રે કૌવત દેખાડવાની એક નવતર તક આપવાની શરૂઆત કરવામાં આવેલ છે.

ગ્રામિણ ઓલમ્પિકસનું આયોજનઃ-

દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના દિવસોમાં પરંપરાગત રીતે તરણેતર, જી.સુરેન્દ્રનગર ખાતે મેળો ભરાય છે. આ મેળામાં ગ્રામિણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવે છે. તથા દશેરાના દિવસે પરંપરાગત રીતે દેવગઢ બારીયા મેળો ભરાય છે. આ મેળામાં ગ્રામિણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવે છે. આહવા, જી.ડાંગ ખાતે યોજાતા ડાંગ દરબારના લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવેલ છે. ગ્રામીણ ઓલમ્પિકસ રમતોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજવામાં આવે છે. આ ગ્રામિણ ઓલમ્પિકસની સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે.

તરણેતર, દેવગઢ બારીયા અને આહવા-ડાંગ મુકામે યોજાયેલ ગ્રામીણ ઓલમ્પિકસમાં અત્યાર સુધીમાં કુલ-૩૫૧૬૫ સ્પર્ધકોએ ભાગ લીધેલ અને રોકડ પુરસ્કાર પેટે રૂ.૨૭.૩૫ લાખ ચૂકવવામાં આવેલ છે. સને.૨૦૦૪-૦૫ થી સને.૨૦૧૧-૧૨

ગ્રામિણ ઓલિમ્પિકસમાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા દર્શાવતું પત્રક

અનુ. નં.

વર્ષ

ભાગ લીધેલ ખેલાડીઓની સંખ્યા

૨૦૦૪-૦૫

૨૭૦૧

૨૦૦૫-૦૬

૪૫૧૦

૨૦૦૬-૦૭

૩૨૭૬

૨૦૦૭-૦૮

૨૮૯૩

૨૦૦૮-૦૯

૩૮૨૯

૨૦૦૯-૧૦

૫૧૨૬

૨૦૧૦-૧૧

૬૧૭૭

૨૦૧૧-૧૨

૬૬૫૩

 

કુલ

૩૫૧૬૫

તરણેતર ગ્રામિણ ઓલમ્પિકસમાં યોજાતી રમતોની સ્પર્ધાઓઃ-

ક્રમ

ભાઇઓ

બહેનો

ભાઇઓ (ઓપન વિભાગ)

બહેનો (ઓપન વિભાગ)

૧૬ વર્ષથી નીચેના

 

 

૨૦૦ મી. દોડ

૧૦૦ મી. દોડ

ટુંકી દોડ(૧૦૦ મી.)

ટુંકી દોડ(૧૦૦ મી.)

૮૦૦ મી. દોડ

૨૦૦ મી. દોડ

લાંબી દોડ (૪૦૦ મી.)

લાંબી દોડ (૪૦૦ મી.)

૧૦૦ મી. દોડ

૮૦૦ મી. દોડ

લાંબી દોડ (૧૫૦૦ મી.)

લાંબી દોડ (૮૦૦ મી.)

લાંબી કુદ

લાંબી કુદ

ગોળા ફેંક (ઓછામાં ઓછો ૧૬ રતલ વજન)

ગોળા ફેંક (ઓછામાં ઓછો ૮ રતલ વજન)

૧૨ વર્ષથી નીચેના બાળકો

લાંબી કુદ

લાંબી કુદ

લંગડી-૯ ખેલાડીઓ

લંગડી-૯ ખેલાડીઓ

ઉંચી કુદ

૪ X ૧૦૦ મી. રીલે દોડ

 

 

 

૪ X ૧૦૦ મી. રીલે દોડ

માટલા દોડ હરીફાઇ (૫૦ મી.અંતર)

 

 

 

નારીયેળફેંક

વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ)

 

 

 

કુસ્તી (૪૫ થી પ૫ કિ.ગ્રા., ૫૫ થી ૬૮ કિ.ગ્રા. અને ૬૮ કિ.ગ્રા. ઉપરના વજન માટે)

કબડ્ડી (૧૦ ખેલાડીની ટીમ)

 

 

 

વોલીબોલ (૧૦ ખેલાડીની ટીમ)

 

 

 

 

કબડ્ડી (૧૦ ખેલાડીની ટીમ)

 

 

 

 

રસ્સાખેંચ (૧૦ ખેલાડીની ટીમ)

 

 

 

 

લાકડી ફેરવવી

 

 

 

 

સ્ટ્રોન્ગેસ્ટમેન

 

 

 

 

ખાંડના લાડવા ખાવાની હરીફાઇ

 

 

 

 

ગેડીદડો (૧૦ ખેલાડીઓની ટીમ)

 

 

 

 

તરણેતર ગ્રામ પંચાયત દ્વારા આયોજીત સ્પર્ધા

 

 

 

 

અશ્વ દોડ

 

 

 

 

બળદગાડા દોડ

 

 

 

 

ઉંટદોડ

 

 

 

 

અશ્વ હરીફાઇ શણગાર

 

 

 

 

અશ્વ હરીફાઇ રેવાલ

 

 

દેવગઢ બારીઆ ગ્રામિણ ઓલમ્પિકસમાં યોજાતી રમતોની સ્પર્ધાઓઃ-

ક્રમ

ભાઇઓ

બહેનો

ભાઇઓ (ઓપન વિભાગ)

બહેનો (ઓપન વિભાગ)

૧૬ વર્ષથી નીચેના

 

 

૧૦૦ મી. દોડ

૧૦૦ મી. દોડ

૧૦૦ મી. દોડ

૧૦૦ મી. દોડ

૨૦૦ મી. દોડ

૨૦૦ મી. દોડ

૪૦૦ મી. દોડ

૪૦૦ મી. દોડ

લાંબી કુદ

લાંબી કુદ

ગોફણ ફેંક

તિરંદાજી(૪૦મી. ટાર્ગેટ)

તિરંદાજી

તિરંદાજી

ગિલ્લોલ

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તારમાં  ૫ કી.મી.)

 

 

તિરંદાજી (પ૦મી. ટાર્ગેટ)

રસ્સાખેંચ(૧૦ ખેલાડીઓની ટીમ)

 

 

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તારમાં 
૮કી.મી.)

ખો-ખો (૧૦ ખેલાડીઓની ટીમ)

 

 

રસ્સાખેંચ(૧૦ ખેલાડીઓની ટીમ)

 

 

 

ગેડીદડો (૧૦ ખેલાડીઓની ટીમ)

 

 

 

કબડ્ડી (૧૦ ખેલાડીઓની ટીમ)

 

૧૦

 

 

ખો-ખો (૧૦ ખેલાડી ઓની ટીમ)

 

૧૧

 

 

સાયકલ પોલો

 

આહવા, જી.ડાંગ ગ્રામિણ ઓલમ્પિકસમાં યોજાતી રમતોની સ્પર્ધાઓઃ-


ક્રમ

ભાઇઓ

બહેનો

ભાઇઓ (ઓપન વિભાગ)

બહેનો (ઓપન વિભાગ)

૧૬ વર્ષથી નીચેના

 

 

૮૦ મી. દોડ

૮૦ મી. દોડ

તિરંદાજી (૫૦ મી. ટાર્ગેટ)

તિરંદાજી (૪૦ મી. ટાર્ગેટ)

લાંબી કુદ

લાંબી કુદ

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તારમાં  ૮ કી.મી.)

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તારમાં  ૫ કી.મી.)

ગોળા ફેંક

ગોળા ફેંક

રસ્સા ખેંચ (૧૦ખેલાડીની ટીમ)

કબડ્ડી (૧૦ખેલાડીની ટીમ)

ઉંચી કુદ

ઉંચી કુદ

કબડ્ડી (૧૦ખેલાડીની ટીમ)

 

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તાર માં  ૫ કી.મી.)

લાંબીદોડ (પર્વતિયાળ વિસ્તાર માં ૩ કી.મી.)

વોલીબોલ શુટીંગ (૧૦ ખેલાડીઓની ટીમ)

 

તિરંદાજી (૩૦ મી. ટાર્ગેટ)

તિરંદાજી (૩૦ મી. ટાર્ગેટ)

ગિલ્લોલ

 

ખોખો

ખોખો

કુસ્તી

 

 

 

 

૪૦ થી ૫૦ કિ.ગ્રા.

 

 

 

 

૫૦ થી ૬૦ કિ.ગ્રા.

 

 

 

 

૬૦ થી ૭૦ કિ.ગ્રા.

 

 

 

 

૭૦ કિ.ગ્રા. થી વધારે

 

આ ગ્રામિણ ઓલમ્પિકસની સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત નમુનામાં ખેલાડીઓએ અરજી કરવાની રહેશે.

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate