অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આધ્‍યાત્‍મિક પ્રવાસન

આધ્‍યાત્‍મિક પ્રવાસન

ગુજરાતમાં અસંખ્ય જગ-પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. જેમાંના મોટાભાગના હિન્દુગઓના તીર્થસ્થાનો છે. આ યાત્રાધામોના પ્રત્ચેક ગુજરાતી જીવનમાં ઓછામાં ઓછા એકવાર દર્શન કરે છે. વિદેશીઓ અને બિન રહેવાસી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ ખાસ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા માટે ગુજરાત આવે છે.

સોમનાથ અને દ્વારીકા :

ભગવાન શ્રી શીવજીના પ્રસિદ્ધ બાર જ્યોર્તિલીંગમાનું સોમનાથ જ્યોર્તિલીંગ ગુજરાતમાં વેરાવળ પ્રભાસ-પાટણ ક્ષેત્રમાં આવેલું છે, આ ભવ્ય મંદીરનું નવનિર્માણ ઇ.સ. ૧૯૫૦માં કરવામાં આવેલું હતું. વિદેશી આક્રમણકારોએ સોમનાથ મંદીરનો અસંખ્યવાર ધ્વંસ કર્યો હતો. હિન્દુઓની આસ્થાના પ્રતિક રુપ સોમનાથ મંદિરનો સાત વખત જીર્ણોદ્ધાર કરવામાં આવ્યોક છે. સોમનાથ ભગવાન શિવજીનું મંદિર છે. જે યજુર યુગમાં ભૈરવેશ્વર, ત્રેતાયુગમાં શ્રવણીકેશ્વર તથા રાપરયુગમાં શ્રી ગણેશ્વરના નામે ઓળખાય છે.

દ્વારકા (જામનગર જીલ્લો) જે પ્રાચીન સૌરાષ્ટ્ર  રાજ્યની રાજધાની હતી જેની રચના ભગવાન શ્રીકૃષ્ણછએ કરી હતી.

પાવાગઢ પ્રસિદ્ધ ઐતિહાસિક અને ધાર્મિક યાત્રાધામ છે. જે ચાંપાનેર ખાતે આવેલ છે. પાવાગઢને યુનેસ્કોમ દ્વારા વર્લ્ડા હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યોસ છે. પાવાગઢ મંદિર એ પર્વતની શિખરે પર આવેલું છે. જેની ઊંચાઇ ૧,૪૭૧ ફુટ છે. ગુજરાત સ્થિત પાવાગઢ જગપ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરાનું જન્મા સ્થગળ છે.

જુનાગઢ સ્થિત ગિરનાર પર્વત હિન્દુ સાધુઓ અને જૈન મુનિઓ માટે અતિ પવિત્ર સ્થાનકોમાંનું એક છે, અહીં સાધુઓના અખાડા તેમની અલગારીને લીધે પ્રસિદ્ધ છે. ઘણા સાધુઓ અને પવિત્ર દેહઘારી પુરુષો તેમની મસ્તીમાં જીવન વિતાવે છે. વિશેષ રુપથી જૈન તીર્થંકર ભગવાન નેમિનાથ તેમની દિવ્યરુપ સાથે બિરાજમાન છે. આ ગિરનાર પર્વત ઉપર રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગિરનારના કુલ 9990 પગથિયાં માંથી 5500 પગથિયાં ચઢવા-ઉરતવાની પ્રતિયોગિતા યોજાય છે.

 

  • ૫૧ માંથી ર શક્તિપીઠ ગુજરાતમાં આવેલા છે. મા અંબાજીનું મંદીર ઉ. ગુજરાતના સાંબરકાઠાં અને મા મહાકાળીનું મંદીર મધ્ય ગુજરાતમાં પાવાગઢ ખાતે આવેલા છે.
  • ભારતના પાંચ પવિત્ર તળાવો માંથી એક નારાયણ સરોવર અને સાત પવિત્ર નદીઓ માંથી એક પાવાગઢમાંથી આવે છે.
  • ડાકોર, વીરપુર, ખોડીયાર, સારંગપુર, ગોંડલ વગેરે સ્થેળો ધર્મ અને આસ્થાના પવિત્ર સ્થાનકો ગુજરાતમાં આવેલા છે.
  • પારસીઓના ત્રણ પવિત્ર યાત્રાધામો ગુજરાતમાં આવેલ છે. આગ મંદિર ઉદવાડામાં, અત્સધબેહરમ નવસારીમાં અને સુરતમાં અત્સરબેહરમ છે. પારસીઓએ ભારતમાં આવવા માટે ઉતરાણ કર્યું હતું તે સ્થમળ સાંજણ બંદર આવેલ ગુજરાતના દક્ષિણકાંઠે આવેલું છે.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર મંદિરો અક્ષરધામ, ગઢડા, બચોસણ, ગોંડલ, સારંગપુર વગેરે જગાએ આવેલાં છે.
  • જૈન સંપ્રદાયના પાંચમાંથી બે યાત્રાધામ પાલિતાણા અને ગિરનાર ગુજરાતમાં આવેલ છે. તદઉપરાંત જૈન યાત્રાધામો જેવા કે શંખેશ્વર, તારંગા, કુમ્ભાદરીયાજી, ભદ્રેશ્વર, માંડવી, મહુડી વિગેરે આવેલ છે.
  • સરખેજ અને ઊંઝામાં ઇસ્લામ ધર્મની પવિત્ર મસ્જીદ આવેલી છે.
  • આધ્યાત્મિઇક ગુરુઓ મોરારીબાપુ, રમેશ ઓઝા વગેરે ના પણ આશ્રમો આવેલ છે. જેઓ ભારત ભરમાં પ્રસિદ્ધ છે.

સ્ત્રોત : ગુજરાત સરકાર.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate