অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રાષ્ટ્રીય ઇ-શાસન યોજના(NeGP)

નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન(NeGP) સરકારે નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન અર્થાત રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ યોજનાને 18 મે, 2006ના રોજ મંજૂરી આપી હતી, જેમાં 27 મિશન મોડ પ્રોજેક્ટ્સ(એમએમપી) અને 8 કમ્પોનન્ટ્સ છે. સરકારે એનઈજીપી માટેના વિઝન, અભિગમ, વ્યૂહરચના, મહત્વના કમ્પોનન્ટ્સ અને અમલીકરણ માળખાને મંજૂરી આપેલી છે. જોકે એનઈજીપીની મંજૂરીમાં એ તમામ મિશન મોડ પ્રોજેક્ટ્સ(એમએમપી) અને તેની હેઠળના કમ્પોનન્ટ્સ માટે નાણાંકીય મંજૂરીનો સમાવેશ થતો નથી. વિવિધ કેન્દ્રીય મંત્રાલયો/રાજ્ય વિભાગો/રાજ્યો દ્વારા અમલી એવા એમએમપી કેટેગરી હેઠળના વર્તમાન/ચાલી રહેલા પ્રોજેક્ટ્સને એનઈજીપીના હેતુ સાથે જોડવા માટે તેનો સાનુકૂળ રીતે વ્યાપ વધારાશે.

નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન વિઝન

"સામાન્ય માણસને કોમન સર્વિસ ડિલીવરી આઉટલેટ્સ મારફતે તેના વિસ્તારમાં તમામ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવી અને પરવડે તેવા ખર્ચે આવી સેવાઓની અસરકારકતા, પારદર્શકતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તેની કાળજી લેવી જેથી સામાન્ય માણસની પાયાની જરૂરિયાતો પૂરી કરી શકાય."

“ઈ-ગવર્નન્સ નાગરિકોની સેવામાં ધરમૂળથી ફેરફાર કરી શકે છે, નાગરિકોને વધુ મજબૂત કરવા માટે માહિતી ઉપલબ્ધ કરાવે છે, સરકારમાં તેમની ભાગીદારી શક્ય બનાવે છે અને આર્થિક તથા સામાજિક અવસરો ઉપલબ્ધ કરાવી શકે છે.”

આઈસીટી(ઈન્ફર્મેશન એન્ડ કમ્યૂનિકેશન ટેક્નોલોજી) ટૂલ્સ જૂના સંસ્થાગત માળખામાં એવો ફેરફાર અસરકારક લાવી રહ્યા છે અને તેમાં નવા પરિમાણો ઉમેરી રહ્યા છે. ઈ-ગવર્નન્સ માટે નાગરિક માહિતગાર થાય અને તેની ભાગીદારી વધે તેના પર ખાસ ભાર મૂકાયો છે. સંસ્થાગત ફેરફારો પર આઈસીટીની અસર સતત વધી રહી છે અને તે સમાજમાં રહેલી સામાજિક અને રાજકીય વ્યવસ્થાઓના સીમાડાઓ વટાવી રહી છે.

સરકારી સેવાઓ, માહિતીની આપ-લે, સંદેશા વ્યવહારની આપ-લે, સરકાર અને નાગરિકો(જીટુસી) વચ્ચેની, સરકાર અને બિઝનેસ(જીટુબી) વચ્ચેની અલગ પ્રણાલી અને સેવાઓનો સમન્વય કરવો તેમજ બેંક, ઓફિસપ્રક્રિયા અને સરકારના સમગ્ર માળખામાં પરસ્પર માહિતીની આપ-લે અને સંવાદ સ્થાપવા માટે ઈ-ગવર્નન્સનો ઉપયોગ થાય છે. ઈ-ગવર્નન્સ મારફતે નાગરિકોને સાનુકૂળ, અસરકારક અને પારદર્શક રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાશે. સરકારી કર્મચારીઓને ટેક્નોલોજી અને આઈસીટી અંગે તાલીમ આપવામાં આવી રહી છે. ટેક્નોલોજી આધારીત વહીવટીતંત્ર દ્વારા તેમને વધુ ઝડપી જવાબી કાર્યવાહી માટે તૈયાર કરવાનો છે.

ઈ-ગવર્નન્સ દ્વારા શું હાંસલ થશે

  1. કાર્યક્ષમતા
  2. પારદર્શકતા
  3. નાગરિકની ભાગીદારી

આઈસીટી મારફતે ઈ-ગવર્નન્સથી મળે છે

  1. સારો વહીવટ
  2. વિશ્વાસ અને જવાબદેહી
  3. નાગરિકની જાગૃતિ અને શક્તિશાળી
  4. નાગરિકનું કલ્યાણ
  5. લોકતંત્ર
  6. રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ

ઈ-ગવર્નન્સ ફોકસ

સરકારી સેવા પૂરી પાડતી પ્રણાલી સુધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું
  • ઉત્પાદન કાર્યક્ષમતા વધારવી
  • માહિતીનો વધુમાં વધુ પ્રસાર
  • ટેટ વાઈડ એરિયા નેટવર્ક(સ્વાન)

    સ્ટેટ વાઈડ એરિયા નેટવર્ક(સ્વાન) એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ 7442 પોઈન્ટ ઓફ પ્રેઝન્સ(પીઓપી)ને પરસ્પર જોડવા માટે બ્લોક લેવલ પર 2એમબીપીએસ સુધીની કનેક્ટિવિટી પૂરી પાડવા માટેનો ભારત સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. બ્લોક લેવલ પરથી ગામ સુધી વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વધુ કનેક્ટિવિટી પહોંચાડવાની જોગવાઈ પણ રહેશે. આ કાર્યક્રમ નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન(એનઈજીપી) હેઠળ માર્ચ-2005માં રૂ. 3334 કરોડના ખર્ચે શરૂ કરાયો હતો અને દેશભરમાં તેનો 2010 સુધીમાં એટલે કે પાંચ વર્ષમાં અમલ કરી દેવાયો છે.

    ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate