વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જલમાર્ગ અધિયોજના

આ વિભાગમાં જલમાર્ગ અધિયોજના વિશેની માહિતી આપેલ છે

કેન્દ્રીય મંત્રીમંડળે ફરક્કા સ્થિત વર્તમાન શીપીંગ લોકની સમાંતર નવા શીપીંગ લોકના નિર્માણ માટે ફરક્કા બંધ પરિયોજનાની ભૂમિ ભારતીય આંતર્દેશીય જલમાર્ગ અધિયોજનાને હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત થયેલી કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં ફરક્કા સ્થિત વર્તમાન શીપીંગ લોકની સમાંતર નવા શીપીંગ લોકના નિર્માણ માટે જળ સંસાધન મંત્રાલયના આધિન ફરક્કા બંધ પરિયોજનાની 14.86 હેક્ટર જમીન શીપીંગ મંત્રાલયના આધિન ભારતીય આંતર્દેશીય જલમાર્ગ અધિયોજનાને હસ્તાંતરિત કરવા માટે પોતાની મંજૂરી આપી દીધી છે.

વિસ્તૃત અહેવાલ આ પ્રકારે છે :

i. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સરંક્ષણ મંત્રાલયના આધિન ફરક્કા બંધ પરિયોજના (એફબીપી)થી ફરક્કામાં નવા શીપીંગ લોકના નિર્માણ માટે 14.86 હેક્ટર જમીન શીપીંગ મંત્રાલયને હસ્તાંતરિત કરાઇ છે. 

ii. આ જમીનની અનુમાનિત કિંમત 2,35,80,160 રૂપિયા (બે કરોડ, પાંત્રિસ લાખ, એસી હજાર, એક સો સાઠ રૂપિયા છે) જેનો ખર્ચ ભારતીય આંતર્દેશીય જળમાર્ગ અધિકરણ (આઇઇડબ્લ્યૂઆઇ) દ્વારા ઉઠાવવામાં આવશે. 

iii. શીપીંગ લોકનું નિર્માણ જળમાર્ગ વિકાસની એક ઉપ પરિયોજના છે. આ નવા લોકથી એનડબ્લ્યૂ-વનમાં જહાજોની આવનજાવન સુગમ અને બાધા રહિત થઇ જશે. 

ફરક્કામાં નવા શીપીંગ લોકના નિર્માણના લાભ આ પ્રકારે છે :

(ક) વર્તમાન શીપીંગ પોતાની અંદરથી મોટી સંખ્યામાં પસાક થનારા જહાજોને કુશળતાપૂર્વક અને નિપુણતાથી દેખરેખ કરવા માટે સક્ષમ નથી. વર્તમાન શીપીંગ લોકથી વાહનોના પસાર થવામાં અત્યારે ખૂબ જ સમય લાગે છે. એટલા માટે જળમાર્ગ વિકાસ પરિયોજના લાગૂ થયા બાદ ભવિષ્યમાં લોકમાંથી પસાર થનારા જહાજોની સંખ્યા અને કાર્ગોની આયાતમાં વધારો થશે તેવી આશાને ધ્યાનમાં રાખતા જહાજોની આવનજાવનને સરળ બનાવવામાં મદદ કરવા માટે વધારાના લોકના નિર્માણની જરૂર છે. 

(ખ) વર્તમાન શીપીંગ લોકના આધુનિકીરણ અને મરામ્મતની પ્રક્રિયામાં ખૂબ જ સમય લાગશે અને મરામ્મતના સમય દરમિયાન જહાજોની આવનજાવન પણ બંધ રહેશે. એટલા માટે જહાજોને મુશ્કેલી વિના આવનજાવન માટે નવા શીપીંગ લોકનું નિર્માણ કરવું અનિવાર્ય થઇ ગયું છે. 

(ગ) શીપીંગ મંત્રાલયના આધિન આઇડબ્લ્યુએઆઇ એક વૈધાનિક સંસ્થા છે. જે શીપીંગના ઉદ્દેશ્યો માટે આંતરદેશીય જળમાર્ગોના વિનિમય અને વિકાસ માટે જવાબદાર એક નોડલ અધિકરણ છે. એટલા માટે શીપીંગ લોકના નિર્માણ, તેની જાળવણી, પરિચાલન અને સંચાલન તેના અધિકાર ક્ષેત્રમાં છે. 

આ કાર્યની યોજના / નિષ્પાંદન એ પ્રકારે કરવામાં આવશે કે તેનાથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા ગંગાજળ સંધિ - 1996 અનુસાર ફરક્કામાં ગંગાના પાણીની વહેંચણી વિશે કરવામાં આવેલી વર્તમાન વ્યવસ્થા પ્રભાવિત ન થાય.

શીપીંગ મંત્રાલય ચરણબદ્ધ રીતે જળસંસાધન, નદી વિકાસ અને ગંગા સરંક્ષણ મંત્રાલયના પરામર્શથી ફરક્કામાં વર્તમાન શીપીંગ લોકમાં નવા શીપીંગ લોકના નિર્માણની સાથે સાથે આધુનિકીકરણ કરવા માટે વ્યાપક રીતો તૈયાર કરશે. 

આઇડબ્લ્યૂએઆઇ વિશ્વ બેન્કની ટેક્નિક અને રોકાણમાં મદદથી ગંગા - ભગીરથી - હુબલી નદી પ્રણાલીના અલ્હાબાદ - હલ્દિયા ખંડના રાષ્ટ્રીય જળમાર્ગ - એક પર શીપીંગની ક્ષમતા વધારવા માટે જળમાર્ગ વિકાસ પરિયોજના લાગૂ કરી રહ્યું છે. 

ફરક્કામાં એક શીપીંગ લોક ફરક્કા બંધ પરિયોજના (એઇબીપી)ના નિયંત્રણને આધિન 1987થી પહેલા જ પરિચાલિત છે. આ લોકનું આધુનીકિકરણ કરવાની જરૂર છે. 

વિશ્વ બેન્ક પહેલા સ્કૂરિંગ મિશન (ઓગસ્ટ, 2014)ના નવા લોકના નિર્માણની સાથે સાથે વર્તમાન શીપીંગ લોકની જાળવણી અને તેની ઉંચાઇની ભલામણ કરી હતી. જળમાર્ગ વિકાસ પરિયોજનાના ઉદ્દેશ્યોને સમગ્ર રીતે પર્યાપ્ત કરવામાં આવી શકે છે જો ફરક્કા શીપીંગ લોકની શીપીંગ અપસ્ટ્રીમને શીપીંગ લોકની ડાઉનસ્ટ્રીમ અનુસાર સમકાલિક કરવામાં આવે. જો ફરક્કામાં બીજા શીપીંગ લોકનું નિર્માણ કાર્ય થાય તો જ એ સંભવ છે.

 

સ્ત્રોત: પત્ર સુચના કાર્યાલય, ભારત સરકાર

3.18181818182
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top