অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

માહિતી સંચાર ટેકનોલોજી (ICT) : એક આવશ્યક પધ્ધતિ

માહિતી સંચાર ટેકનોલોજી (ICT) : એક આવશ્યક પધ્ધતિ

માહિતી સંચાર ટેકનોલોજી પ્રણાલીને "SMART" શબ્દ દ્વારા દર્શાવી શકાય છે.

S : Simple (સરળ)

M : Moral, Moderate, Mental revolution (નૈતિક, મધ્યમવર્ગ, માનસિક ક્રાંતિ)

A : Accountability, Accuracy (જવાબદારી, ચોકકસતા)

R : Reliability & Relevancy (ભરોસો, સુસંગતતા)

T : Transparency & Truthfulness, Timely (પારદર્શક, સત્યતા અને સમયબધ્ધતા)

માહિતી સંચાર ટેકનોલોજી પાંચ ઘટકોનું સંયોજન છે અને દરેક ઘટકના અનુસંધાને તેની ભૂમિકા આ પ્રમાણે છે.

  1. એકત્રિત કરવાની ટેકનોલોજી : આ ટેકનોલોજી ઈનપુટ ડિવાઈસ દ્ધારા માહિતીને એકઠી કરી તેને ડિજિટલ સ્વરૂપમાં પરિવર્તિત કરે છે. એમાં કી બોર્ડ,માઉસ, ટ્રેકબોલ  ટચ સ્ક્રીન, વોઈસ રિકોગ્નાઈઝેશન સિસ્ટમ, બારકોડ રીડર, ઈમેજ સ્કેનર વગેરેનો સમાવેશ થાય છે.
  2. સંગ્રહ કરવાની ટેકનોલોજી  : આ ટેકનોલોજી માહિતીને સ્ટોર કરે છે. જેમાં જુદી જુદી ડિવાઈસ વપરાય છે જેમકે ,મેગ્નેટીક ટેપ, ફલોપી ડિસ્ક,હાર્ડ ડિસ્ક, ઓપ્ટીકલ ડિસ્ક, ઈમેજેબલ ડિસ્ક અને સ્માર્ટકાર્ડ વગેરે.
  3. પ્રોસેસિંગ ટેકનોલોજી : એપ્લીકેશન સોફટવેરની મદદથી પદ્ધતિ વિકસાવી તેને ડિજિટલ સ્વરૂપમાં માહિતીની પ્રક્રિયા કરવામાં આવે છે.
  4. કમ્યુનિકેશન ટેકનોલોજી : ડિજિટલ માહિતીને ઉપલબ્ધ કરાવવા માટેના સાધનો, પદ્ધતિઓ અને નેટવર્કનો સમાવેશ થાય છે જેવા કે બ્રોડકાસ્ટીંગ, સંકલિત ડિજિટલ નેટવર્ક, ડિજિટલ સેલ્યુલર નેટવર્ક,વાઈડ એરિયા નેટવર્ક, ઈલેકટ્રોનિક બુલેટીન બોર્ડ, મોડેમ અને વિવિધ ટ્રાન્સમીશન મીડીયા.
  5. ડિસ્પ્લે ટેકનોલોજી : જેમાં ડિજિટલ માહિતીને આઉટપુટમાં જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓ આ ભાગ ધરાવે છે. આવી ડિવાઈસમાં મોનીટર, ડિજિટલ ટીવી સેટ, વિડિયો પ્રસારણ મોડ, સેટ ટોપ બોકસ, પ્રિન્ટર,વીસીડી અને ડીવીડી વગેરેનો સમાવેશ થાય છે.

સામાન્ય રીતે માહિતી સંચાર ટેકનોલોજી એટલે કોઈપણ પધ્ધતિ જે માહિતીનું આદાન,પ્રદાન કરે, સંગ્રહ કરે અથવા તો માહિતીની પ્રક્રિયા કરે જે ઔપચારિક રીતે એક જ માર્ગ દ્વારા ડેટા, અવાજ અને ચિત્રનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપે છે. સામાન્ય રીતે માહિતી સંચાર ટેકનોલોજી એવી તકનીક છે કે જેના દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવાની, તેની પ્રક્રિયા કરવાની તેમજ વહન કરવાની સગવડતા પૂરી પાડે છે. આ વિસ્તૃત વ્યાખ્યા રેડીયો અને ટેલીવિઝનથી લઈને ટેલીફોન્સ (લેન્ડલાઈન અથવા મોબાઈલ) કમ્પ્યુટર અને ઈન્ટરનેટને સમાવે છે.

“માહિતી સંચાર ટેકનોલોજી એટલે માહિતીને ગ્રહણ, પ્રક્રિયા, સંગ્રહ તેમજ આદાન–પ્રદાન કરવા માટેનું ઈલેકટ્રોનિક માધ્યમ. તેવી જ રીતે આવી પ્રવૃત્તિઓને લાગુ પાડતી અથવા સહાય કરતી સેવા છે. માહિતી સંચાર ટેકનોલોજીમાં કમ્પ્યુટર હાર્ડવેર–સોફટવેર, ટેલિ–કમ્યુનિકેશન સાધનો અને ઈલેકટ્રોનિક આધારીત બાબતો તેમજ દરેક આર્થિક ક્ષેત્રમાં માહિતીને લાગુ પાડવાનો સમાવેશ થાય છે.”

“માહિતી સંચાર ટેકનોલોજીનો ઉલ્લેખ વિવિધ ટેકનોલોજી જે રચના,  સંગ્રહ,  પ્રક્રિયા, સંચાર અને માહિતીને વિસ્તૃત કરે તે રીતે થાય છે. માહિતી સંચાર ટેકનોલોજી એ રીતે ઈનપુટ કરે કે જે પ્રક્રિયા અને તેની એપ્લીકેશન અને વિવિધ સેવાઓમાં વપરાતા જુદા જુદા માળખા સાથે સુસંગત પદ્ધતિ હોય. આપણે માહિતી સંચાર ટેકનોલોજીના મૂળતત્વ તરીકે

  1. સંચારનું માધ્યમ (દા.ત. રેડિયો, ટેલિવીઝન),
  2. માહિતી આપતું સાધન (દા.ત. કમ્પ્યુટર) અને
  3. દુરસંચાર પદ્ધતિ ઉપકરણો (દા.ત. સેટેલાઈટ, ફાયબર ઓપ્ટીક, ફોન, ફેકસ ) દ્ધારા માહિતી સંચાર ટેકનોલોજીને વેગીલું બનાવતું પરિબળ બન્યું છે. તેમાં દરેક પ્રકારના માહિતી સંચાર ટેકનોલોજીના મૂળભૂત ઘટકોને એકબીજા સાથે જોડવાની પણ ક્ષમતા છે”
“માહિતી સંચાર ટેકનોલોજી મૂળભૂત રીતે માહિતીનું સંચાલન કરતા સાધનો છે. સંશાધન, એપ્લીકેશન અને સેવાઓ જે માહિતીને તૈયાર, સંગ્રહ, પ્રક્રિયા તેમજ માહિતીને અદલ બદલ કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં ‘જુના પ્રવાહો તરીકે રેડિયો, ટેલિવીઝન અને ટેલિફોન હતા અને હવે નવા પ્રવાહો જેવાકે કમ્પ્યુટર, સેટેલાઈટ, વાયરલેસ પદ્ધતિ અને ઈન્ટરનેટનો સમાવેશ થાય છે. ઉચિત સમાવિષ્ટ બાબતો તથા એપ્લીકેશન સાથે આ સાધનો હવે એક સાથે ભેગા મળીને ‘એકબીજા સાથે સંકળાયેલ દુનિયા આંતરિક જોડાણ વાળી સંચાર સેવાઓનું વિશાળ માળખું, પ્રમાણિક કમ્પ્યુટીંગ સોફટવેર, ઈન્ટરનેટ, રેડિયો રચવા માટે સક્ષમ છે. જે દુનિયાના દરેક ખૂણે ખૂણે પહોંચે છે”

અનુપ્રયુકિત :

ICT નું ઉત્પાદન અને તેને લાગુ પાડવું તે બે વિભિન્ન બાબતો છે. કેટલાક સામાન્ય વસ્તુનાં ઉત્પાદન અને સેવાની પ્રક્રિયામાં ICT નો ઉપયોગ કરવામાં અત્યંત આધુનિક છે, જયારે બીજા બધા વિશિષ્ઠ ઉત્પાદન અને સેવાઓનાં ઉત્પાદનમાં આધુનિક છે. હજુ પણ બંને ક્ષેત્રમાં ઘણા પાછળ રહી ગયેલની યાદી લાંબી છે. આ રીતે વિશાળ ‘ડિઝીટલ ડિવાઇડ વિકાસશીલ દેશોની વચ્ચે છે, તેવી જ રીતે વિકાસશીલ અને વિકસિત દેશોની વચ્ચે પણ છે. ICT એપ્લીકેશનનો ઉપયોગ, દેશો તેનાં આર્થિક અને સામાજિક વિકાસનાં તબકકા સુધી જ કરે છે. એશિયાઈ અને પેસેફીક વિકાસ કેન્દ્ર દ્વારા હાથ ધરાયેલ મોજણી બતાવે છે કે ICT એપ્લીકેશન વિકાસશીલ એશિયાઈ દેશો કે જયાં ICT આધિપત્ય ધરાવે છે, તેનાં બંને જાહેર અને ખાનગી સંસ્થાઓનાં ત્રણ મુખ્ય કાર્યો વહીવટી સેવાઓ, વ્યવસ્થાપકિય સેવાઓ અને વ્યકિતઓની સામેલગીરી જેવા માળખામાં થાય છે.

પ્રથમ કાર્ય :

ICT એપ્લીકેશનનું પ્રથમ મુખ્ય કાર્ય રોજનીશીમાં ક્રમ અને સમયબધ્ધતાને લાગુ પાડવા કે જેથી વહીવટી કાર્યની ઉત્પાદકતા નોંધપાત્ર સુધારામાં પરિણામી શકે છે. ICT ના જુદા જુદા ઉપયોગો જેવા કે વસ્તી, વસ્તી ગણતરી, અવલોકન, કંપની ડેટાબેઝ, ગ્રાહક કિંમત અવલોકન, ઘરની આવક અને ખર્ચનાં અવલોકન, વેપાર અને રોકાણ અવલોકન, પાક અંગેના અહેવાલ માટેનાં આંકડાકીય તથ્યોના સંગ્રહ વગેરેમાં થઈ શકે છે. અહીં ઝડપ અને ચોકકસતાનો ICT એપ્લીકેશનનો મુખ્ય ફાયદો છે. ICT એ ઉચ્ચસત્તરીય લેવડ દેવડ જેવાકે કરવસૂલી, વાહન નોંધણી, સંસ્થાનો વહીવટ, બેંકીંગ, એકાઉન્ટીંગ, ઓડીટીંગ વહીવટ અને અહેવાલમાં પણ જોવા મળે છે. આ રીતે જાહેર અથવા ખાનગી સંસ્થાઓ કિંમતમાં ઘટાડો કરવા, ઝડપ વધારવા અને ફળદ્વુપ ઉપયોગ માટે કર્મચારીઓને નિયુકત કરવા સક્ષમ બની છે. કચેરીઓનાં સ્વંસંચાલિત યાંત્રિકીકરણ સંસ્થાના જુદા જુદા વિભાગો અને તેમની વચ્ચે વર્ડ પ્રોસેસીંગ અને ઈલેકટ્રોનીક મેઈલ મારફતે સંસ્થાકીય નિર્ણય શકિત ઝડપી કરવા માટે ICTના ઉપયોગની વૃધ્ધિ થઈ રહી છે.

બીજુ કાર્યઃ

ICT એપ્લીકેશનનું બીજુ મુખ્યકાર્ય કંપની અથવા સરકારી વહીવટદારોની વહીવટી ક્ષમતામાં વધારે સારા અંકુશ અને આયોજન દ્વારા સુધારા કરવામાં સહાય કરવાની છે. આથી ICT વધુ ને વધુ ઉપયોગમાં લેવાઈ રહી છે. ICT એપ્લીકેશન રાષ્ટ્રીય, વર્ગીય અને પ્રાતીય અર્થતંત્ર માટેના મેક્રો-ઈકોનોમીક યોજના માટેના નમૂના નિર્માણ કરવામાં તેમજ પુનઃમૂલ્યાંકન રીતે રોકાણને લગતાં નિર્ણયો માટે નમૂનામાં વારંવાર જોવા મળે છે.

ત્રીજુ કાર્ય :

ICT એપ્લીકેશનનું ત્રીજુ મુખ્ય કાર્ય લોકો ઉપયોગી માહિતી અને તેની સામેલગીરી અંગેની સેવાઓમાં ખૂબ જ ઓછી જોવા મળે છે. વિકાસશીલ દેશો, વારંવાર દબાણ અને શરતોને આધીન વધારે પ્રમાણમાં પારદર્શિતા તેમજ જવાબદારી તરફ વધવા આગ્રહ કરે છે જે ICT સુવિધાઓનો પરિચય તેમજ ઉપયોગ દ્વારા સરકારી માહિતીને રાષ્ટ્રીય તેમજ સ્થાનીય સ્તરે પહોંચવાના માર્ગને વધારે ખુલ્લો કરવાનો સમાવેશ કરે છે.

ઉપસંહાર

ICT ભારિત તેમજ એક જ હારમાં વિસ્તૃત રાષ્ટ્રીય માહિતીનું માળખું અને તેનું આંતરરાષ્ટ્રીય સંચાર અને માહિતી નેટવર્કમાં સંપૂર્ણ એકત્રીકરણ દ્વારા સંચાર અને માહિતીને વિસ્તૃત અને વ્યાજબી પહોંચવાનો પ્રવેશદ્વાર છે. સાધન અને સેવાઓની વહેંચણી, યોજના અને ઉત્પાદનમાં ICT એપ્લીકેશનનો વ્યાપક ઉપયોગ દ્વારા અર્થશાસ્ત્રનાં ચાવીરૂપ વિભાગની ક્રિયાશીલતા અને સ્પર્ધાત્મકતામાં સુધારો થયો છે. માનવ અને આર્થિક વિકાસનાં ખૂબ વિકટ પ્રશ્નો ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ગરીબાઈ ઓછી કરવી અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રમાં ઉકેલ લાવવામાં ICT નો ઉપયોગ મદદ કરે છે. દેશના વિશિષ્ઠ ઉકેલનું સૂત્રીકરણ, સંચાર અને માહિતી વ્યૂહીકરણ માટે ફકત ટેકનોલોજી પર જ નહીં પરંતુ માહિતી તંત્ર પર પણ પ્રકાશ પાડવાનો છે જે ડેટા, ટેકનોલોજી, લોકો, કાર્યનીતિ, પધ્ધતિ, સંસ્થા અને માળખાને સંપૂર્ણ એક શૈલીમાં ગોઠવી શકે. ICT ક્રાંતિમાં આગળ પડતો ભાગ લેવા સક્ષમ છે, જેમાં શિક્ષણનો વિકાસ,સાંસ્કૃતિક વારસાનું જતન, પ્રોત્સાહન, ટેકનીકલ શિક્ષણને મજબૂત તેમજ વિસ્તૃત કરવું અને વૈજ્ઞાનિક ક્ષમતાઓની રચના કરવાનો સમાવેશ થાય છે.

લેખક

ડૉ. સતિષ પટેલ મદદનીશ પ્રાઘ્યા૫ક, ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયનકેન્દ્,ગૂજરાત વિદ્યાપીઠ,રાંઘેજા
વેબસાઈટ : ડૉ. સતિષ પટેલ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate