অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લલિત કલામાં કારકિર્દી

રચનાત્મનક લોકો માટે લલિતકલાની શું કારકિર્દી ધરાવે છે ?

લલિતકલામાં ચિત્રકામ, રંગકામ (પેઇન્ટીં ગ) અને શિલ્પતનો સમાવેશ થાય છે. આ દરેક ક્ષેત્ર ઘણાં વ્યાઅપક છે. ઘણાખરા કલાકાર તેમની બુદ્ધિ જીવંત રાખવાનું પસંદ કરે છે. પરંતુ તેની સાથે બીજી કારકિર્દી હાથ ધરે છે. કેમ કે શુદ્ધ રંગકામ અને શિલ્પવ બાબતમાં ઘણા થોડા વિકલ્પે છે. આજે કલાકાર તેમના કોશલનો બીજાં ક્ષેત્રમાં ઉપયોગ કરવા ઇચ્છેથ છે. વાણિજ્યિક કલા પ્રમાણમાં વધારે લોકપ્રિય છે. વિચારો વ્યોક્ત કરવા અથવા વિચારો વેચવા માટે કલાનો ઉપયોગ થાય છે, કેમકે સામાન્યમ રીતે આપણા ૮૫ ટકા વિચારો અને દ્દષ્ટિને આપણે જે જોઇએ છીએ તેનું પોષણ મળે છે. તેથી, આજના વેપારમાં કલાનો ઉપયોગ ચોક્કસ કિંમતી અસ્કયામત છે.

વાણિજ્યક કલા પ્રમાણમાં નવું ક્ષેત્ર છે. તે વાણિજ્યક હેતુઓ, જેમ કે જાહેરખબર, બિલ બોર્ડ, બુક જેકેટ, વિન્ડો ડિસ્લેયક , સિનેમા સ્લાઇડ, ટેકનિકલ કેટલોન, પેકેજિંગ વગેરે માટે જુદા પ્રકારનું કલા માધ્ય મ છે. આ ક્ષેત્રમાં જોડાનાર વ્યકક્તિ સારા કલાકાર હોવા ઉપરાંત ખરીદવેચાણ અને પ્રચારમાં નિપુણ હોવો જોઇએ.

રંગકામ (પેઇન્ટિં ગ) માં જુદી જુદી સપાટી પર અને જુદાં જુદાં માધ્ય મનો ઉપયોગ કરીને ભીંત, છબી અને દ્રશ્યો ની ડિઝાઇનનું કામ છે. શિલ્પધકામ પથ્થઉરને કોતરીને બાવલાં અથવા સ્મા,રક બનાવવા અથવા લાકડામાં કોતરકામ અથવા માટી પર હાથ અજમાવીને કામ કરવાનું છે. આ કામ પોતાને ઓતપ્રોત કરી દેવાનું અને સમય માગી લેતું કામ છે. આધુનિક શિલ્પમકાર પ્રબલિત સિમેન્ટગ, કોંક્રિટ, વ્હાલઇટ બોન્ઝી અથવા પ્લાંસ્ટ ર ઓફ પેરિસનો ઉપયોગ કરે છે. તો બધાં આશ્ચર્યજનક પરિણામ આવે છે. વાણિજ્યિક કલાનો ઉપયોગ કરતાં કેટલાંક ક્ષેત્રો નીચે મુજબ છે :

ડિઝાઇન : ડિઝાઇનર ઉદ્યોગોની જરૂરિયાતોને પહોંચી વળવા ટેકનિકલ જાણકારી અને વેપારની જાણકારી સાથે કલાત્મ ક બુદ્ધિશક્તિ અને તાલીમની સમતુલા જાળવી શકે છે. પ્રથમ તો તે કલાની સારી કૃતિ રહેવા કરતાં વાણિજ્યિક અને ટેકનિકલ ધોરણોને પહોંચે તેને અગ્રતા આપવી જોઇએ. આ લક્ષ્યાને પહોંચતાં ડિઝાઇનર જુદી જુદી વિદ્યાશાખાના લોકો સાથે કામ કરે છે.

ગ્રાફિક : આમાં ફોટો, અક્ષરો, પ્રતિકોની ડિઝાઇન અને કંપનીઓનાં લોગો ઉદાહરણનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં પ્રવેશ માટે સ્વા ભાવિક રસ અને બુદ્ધિને ઔપચારિક તાલીમથી વધારવાની જરૂર છે, કેમ કે તે કલાત્માક કોશલને પોષે છે અને સમૃદ્ધ કરે છે. બીજું, ક્ષેત્રના નિષ્ણા તો સાથે સંપર્કમાં રહેવાથી ઉદ્યોગની નાડ પકડાય છે, કારકિર્દી કોના જેવી છે, તેમની પાસે શું અપેક્ષિત છે તે શીખે છે અને વેપાર જગમાં દાખલ થઇ જાય છે.

લલિતકલાની તાલીમમાં કયા કયા અભ્યાકસક્રમ છે ?

પ્રમાણપત્ર, ડિપ્લોમા અને ડિગ્રી કક્ષાએ જુદી જુદી સંસ્થાટઓમાં લલિતકલાના સંખ્યાપબંધ અભ્‍યાસક્રમ છે. અભ્યાસક્રમો વધારે પડકારરૂપ અને વૈવિધ્યકવાળા બન્યાં છે. તેમાં કાપડ ઉદ્યોગની ડિઝાઇનનો પણ સમાવેશ થાય છે. તે કારકિર્દીને ઘણી રસપ્રદ બનાવે છે અને તે લલિતકલા સાથે સંલગ્નમ છે. પ્રમાણપત્ર ડિપ્લોકમાની મુદત ૧ થી ૫ વર્ષ હોય છે. જુદી જુદી સંસ્થાપઓ માટેના લાયકાતના માપદંડની વિગતો

વ્યક્તિગત લક્ષણો કયાં કયાં છે ?

રચના અને કલ્પવનાને ખરેખર માણવાની જરૂર છે. આ એવી વિદ્યાશાખા છે, જેમાં વિકાસની પ્રક્રિયામાં બીજા પાસેથી શીખવાની બાબત મહત્વ ની ભૂમિકા ભજવે છે. પોતાના વિચારોમાં ધરમૂળથી ફેરફાર કરવાનું શીખવું જોઇએ. પરંતુ મૂળ પ્રેરણાદાયી અસલ કામ કરવા વ્ય વહારુ બનવાનું જાણવું જોઇએ

કારકિર્દીની શક્યતાઓ કઇ કઇ છે ?

કલાના વિદ્યાથીઓની સમક્ષ ઘણા વિકલ્પો રહેલા છે. તે આર્ટ સ્ટુડિયોમાં કામ કરવાથી માંડી કંપનીની જાહેરખબરો, પબ્લિછશિંગ હાઉસ, ફેશન હાઉસ વગેરે છે. સંખ્યા બંધ કલાકારો છૂટક કામ કરવાનું પસંદ કરે છે. તેનાથી તેમની પરિયોજનાઓમાં વિવિધતા આવે છે. તેને લગતી બીજી કારકિર્દીમાં અધ્યાપન, નિદેશ, ફોટોગ્રાફી, ટેલિવિઝન, વસ્ત્રો , ફેશન, મેગેઝિન માટે કલા સંચાલક, ઓન લાઇન સેવા, સોફટવેર કંપનીઓ, પ્રકાશગૃહ, ઉત્પાદક, જાહેરખબર ઉત્તેજન અને પ્રોડક્ટ ડિઝાઇન છે.

શું મહેનતાણું મળે છે ?

આનો આધાર નોકરી પર છે. મેગેઝિન કવર પર ડિઝાઇન કરનારની શરૂઆત માસિક રૂ. ૩૦૦૦ થી ૪૦૦૦ થી થાય છે. સિનિયર કક્ષાની વ્યસક્તિઓને દર મહિને લગભગ રૂ. ૧૦,૦૦૦ – રૂ. ૧૧,૦૦૦ મળે છે. છૂટક કામ કરનારને રૂ. ૨,૫૦૦ થી માંડી રૂ. ૧૫,૦૦૦ મળી શકે. આસપાસ દ્રષ્ટિ કરવાની જરૂર છે. આપણને અનંત વસ્તુ ઓ જોવા મળે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/7/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate